- જૂના અને સડેલા ૨૦૨૦માં છેલ્લે-છેલ્લે એટલો બધો વ્યસ્ત થઇ ગયો કે ૧ ડિસેમ્બર પછી કંઇ પણ લખવાનો સમય જ ન મળ્યો. ડિસેમ્બર મહિનો એકંદરે ૧૧ મહિનાઓ કરતા સારો ગયો.
- ડિસેમ્બર અંતમાં વેકેશનની સાથે સાથે વર્ષોથી પેન્ડિંગ મહાબળેશ્વરનો નાનકડો પ્રવાસ પણ કરી દીધો. ત્યાં વાસ્તવમાં ૨૦૦૪ પછી ગયો, ૨૦૦૪ થી ૨૦૧૯ વચ્ચે પાંચ-છ વખત માત્ર સાયકલિંગ કારણોસર જ જવાનું થયું હતું! આ વખતે તો બહુ સ્ટ્રોબેરી ખાધી, રખડ્યા અને મઝા કરી – અને હા, સાયકલ પણ ચલાવી! સાયકલિંગના ફોટાઓ સ્ટ્રોબેરી 🍓 આલ્બમમાં જોવા મળી શકશે.
- અને હવે એક વધુ સાયકલિંગ રેસ – સહ્યાદ્રી ક્લાસિક જાન્યુઆરીના અંતમાં આવે છે. તે પણ, મહાબળેશ્વરમાં જ છે. ત્યાં ઘર લઇને નાનકડું કાફે અને સ્ટ્રોબેરીનું ફાર્મ ખોલવા જેવું ખરું!
- કવિનની હાઇટ હવે મને ઓળંગી ગઇ છે અને અમારો અનઓફિશયલ પાલતુ બિલાડો હવે થોડો જાડો થયો છે 😀