જૂના અને સડેલા ૨૦૨૦માં છેલ્લે-છેલ્લે એટલો બધો વ્યસ્ત થઇ ગયો કે ૧ ડિસેમ્બર પછી કંઇ પણ લખવાનો સમય જ ન મળ્યો. ડિસેમ્બર મહિનો એકંદરે ૧૧ મહિનાઓ કરતા સારો ગયો.
ડિસેમ્બર અંતમાં વેકેશનની સાથે સાથે વર્ષોથી પેન્ડિંગ મહાબળેશ્વરનો નાનકડો પ્રવાસ પણ કરી દીધો. ત્યાં વાસ્તવમાં ૨૦૦૪ પછી ગયો, ૨૦૦૪ થી ૨૦૧૯ વચ્ચે પાંચ-છ વખત માત્ર સાયકલિંગ કારણોસર જ જવાનું થયું હતું! આ વખતે તો બહુ સ્ટ્રોબેરી ખાધી, રખડ્યા અને મઝા કરી – અને હા, સાયકલ પણ ચલાવી! સાયકલિંગના ફોટાઓ સ્ટ્રોબેરી 🍓 આલ્બમમાં જોવા મળી શકશે.
અને હવે એક વધુ સાયકલિંગ રેસ – સહ્યાદ્રી ક્લાસિક જાન્યુઆરીના અંતમાં આવે છે. તે પણ, મહાબળેશ્વરમાં જ છે. ત્યાં ઘર લઇને નાનકડું કાફે અને સ્ટ્રોબેરીનું ફાર્મ ખોલવા જેવું ખરું!
કવિનની હાઇટ હવે મને ઓળંગી ગઇ છે અને અમારો અનઓફિશયલ પાલતુ બિલાડો હવે થોડો જાડો થયો છે 😀