ફેબ્રુઆરીમાં ૬૦૦ પછી ૧૫૦+૧૦૦ કિમીની સરસ કોમ્બોબી.આર.એમ. કરી જેનો વિગતે રીપોર્ટ લખવાનો રહી જ ગયો પણ ત્યાં મજા આવી ગઇ. ત્યાર પછી કંઇ ખાસ સાયકલિંગ કર્યું નથી. હવે માર્ચ-એપ્રિલમાં બે નાઇટ બી.આર.એમ. (જો રદ ન થાય તો!) કરવામાં આવશે. પછી, જૂન પછી ફરી વ્યવસ્થિત સાયકલિંગ શરુ કરીશ.
સાયકલિંગ ગ્રૂપો નવાં-નવાં સાયકલિસ્ટોથી ઉભરાતા જાય છે. જોકે આ સોડાઓનો ઉભરો શમતા બહુ વાર નહી લાગે!
રનિંગ ચેલેન્જ ખાતર કરી રહ્યો છું, પગ હજુ બરાબર દોડતા નથી 🙂
હા, બે દિવસ પહેલાં સિલ્વર બીચ પર સ્વિમાથોનમાં વોલિયન્ટર તરીકે કામ કર્યું. મઝા આવી. હવે, સ્વિમિંગ ક્યારે શરુ કરવું એ નક્કી કરવાનું બાકી છે.
હેથ-વેનું ઇન્ટરનેટ વાર-તહેવારે ડચકાં ખાય છે એટલે નવા પ્રોવાઇડરની શોધ કરવી પડશે તેમ લાગે છે.