અપડેટ્સ – ૨૩૬

કીપ કામ અને કામથી કામ રાખો. કશું જ સારું નથી.
  • અપડેટ્સમાં આપવા જેવું તો ઘણું છે, પણ સાચું કહું તો બ્લોગ પર આવવાનું હવે બહુ મન થતું નથી. કોવિડ-૧૯ હજુ છે અને આ વખતે કોવિડે ખરો પરચો બતાવ્યો. કોઇકે ક્યાંય લખ્યું હતું કે “જ્યાં સુધી જંગલની આગ ઘર સુધી ન આવે ત્યાં સુધી તે અફવા જ લાગે”. એવું જ થયું જ્યારે મારા મોટા મામાનું કોવિડમાં અવસાન થયું. ખરી પરિસ્થિતિનો ખ્યાલ આવે ત્યાં સુધી બહુ મોડું થઇ જાય છે.
  • થોડા સમયથી વિકિપીડિયામાં પાછો સક્રિય થયો છું (એમ તો હું ક્યાં નિષ્ક્રિય હતો?) પણ હવે મોટાભાગનો સમય ક્ષતિઓ સુધારવામાં કાઢ્યો છે.
  • સાયકલિંગ પણ ફૂલ્યું-ફાલ્યુ છે. ગયા વર્ષનું બાકીનું કામ એવરેસ્ટિંગ પૂરુ કર્યું. ૨૦ કલાક ઇન્ડોર ટ્રેઇનર પર, ૨૨૯ કિમી અને ૮૯૦૦ મીટર જેટલું એલિવેશન. વધુમાં મારા જીવનનો સૌ પ્રથમ યુટ્યુબ ઇન્ટરવ્યુ પણ આપ્યો, જે નીચેના વિડિયોમાં જોઇ શકાશે. જો કોઇ કારણોસર એમ્બેડેડ કરેલો વિડિયો ન દેખાય તો vEveresters of India : Grinshina & Kartik પર તમે તેને જોઇ શકશો. મારો અવાજ રોબોટિક લાગે છે. વધુ પડતા સાયન્સ ફિક્શન મુવીઝ જોવાનું પરિણામ હશે?
  • લોકડાઉન ચાલુ છે, અને લાગે છે કે ચાલુ જ રહેશે. ત્યાં સુધી – ઘરમાં રહો, સલામત રહો!

One thought on “અપડેટ્સ – ૨૩૬

  1. ગુજરાત લોકડાઉનમાંથી તાજુ જ બહાર આવ્યું છે. તમારે ત્યાં પણ એ સમય જલ્દી આવે એવી આશા..


    એ ઘટના મારી સાથે પણ બની છે કે હવે બ્લોગ પર આવવાનું મન નથી થતું. હું ગયા વર્ષે લોકડાઉનથી આવી સ્થિતિમાં છું. ઘણું લખવું છે, નોંધ કરવી છે અને એવો સમય પણ રહે છે, છતાંયે ઈચ્છા જ નથી થતી..

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.