- લો ત્યારે, સપ્ટેમ્બર પણ આવી ગયો! અને આપણે કંઇ કોફી સિવાય કંઇ ખાસ ઉકાળ્યું નથી.
- ગયા વીક-એન્ડ પર નાનકડી ટ્રીપમાં (પણ ગાડી બગડવાના એડવેન્ચર સાથેની) માલ્સેજ જઇ આવ્યા. સ્ટાન્ડર્ડ ગામના વાતાવરણમાં થોડી મસ્તી કરી. કવિને થોડી ફોટોગ્રાફી કરી, નદી અને સ્વિમિંગ પુલમાં પગ પલાળ્યા અને ખાઇ-પીને પાછા આવ્યા. ઉબર સંકટ સમયે કામ આવી અને કલ્યાણ-થાણેના ટ્રાફિકનો લ્હાવો જે માત્ર હું જ લેતો હતો, તે ઘરમાં બધાંને આપ્યો!
- અન્ય વસ્તુઓમાં જોઇએ તો, ૧૪-૧૫ ઓગસ્ટ પછી માત્ર ઇન્ડોર સાયકલિંગ જ કરી રહ્યો છું. વધુ એક ઇન્ડોર રેસ શનિવારે છે, જોઇએ કેવું થાય છે. આઉટડોર સાયકલિંગ આવતા અઠવાડિયે જ થશે એમ લાગે છે, કારણ કે વરસાદ હજુ પણ મસ્ત આવી રહ્યો છે!
- અને, પેલા અત્યંત સ્માઇલ કરતા ક્યુટ ધોળિયા છોકરા એટલે કે પ્લેસહોલ્ડરની જગ્યાએ સાયકલિંગ કરતો મારો ગંભીર ફોટો ISRTની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે 🙂