મારા વિશે

પોતાને હું એક ગુજરાતી ગીક ગણું છું અને ગુજરાતી ભાષા, પુસ્તકો, લિનક્સ, ફ્રી અને ઓપનસોર્સ સોફ્ટવેર, ટૅકનૉલૉજી, રનિંગ-સાયકલિંગ, IRC વગેરેને પ્રેમ કરું છું. અત્યાર સુધી લગભગ ૧૦-૧૨ જેટલાં ઓપનસોર્સ પ્રોજેક્ટસમાં (દા.ત. ડેબિયન) ફાળો આપ્યો છે. આ સિવાય વિકિપીડિયા (મોટાભાગે ગુજરાતી વિકિપીડિયા અને વિકિડેટા)માં મારું યોગદાન સમય મળ્યે આપી રહ્યો છું.

જો તમે બ્લોગ પર નજર ફેરવશો તો ખ્યાલ આવી જ ગયો હશે કે, મારા વિશે વધુ જાણવા જેવું કંઇ બાકી રહ્યું નથી! તેમ છતાંય 🙂

કામ-કાજ
સોફ્ટવેર એન્જિનિયર.

મારા શોખ
૧. વાચન: પુસ્તકો, ટેક્નોલૉજીનાં બ્લોગ્સ, વિજ્ઞાન-પર્યાવરણ સમાચાર અને લેખો, વિકિપીડિયામાં રેન્ડમ લેખ પર ટાઇમપાસ વગેરે..
૨. ટૅકનૉલૉજી: નવી ટેકનોલોજીની માહિતી મેળવવી, ચાવવી-વાગોળવી અને પછી બધાને વહેંચવી!
૩. ક્લિક્સ: માઉસ અને મોબાઇલ-કેમેરા
૪. લિનક્સ: ડેબિયન
૫. વિડિઓ ગેમ્સ: ક્વેક ૩ અરેના, હાફ-લાઇફ (૧ અને ૨), માઇનક્રાફ્ટ વગેરે..
૬. ફિલમ-બિલમ: અંગ્રેજી (સાયન્સ ફિક્શન, થ્રિલર) અને પસંદગીનાં હિન્દી મુવીસ જોવાં. (મારી IMDB ‘વોચ’યાદી)
૭. રમત-ગમત: દોડવું અને સાયકલિંગ. ક્યારેક હાઇકિંગ-ટ્રેકિંગ. જુઓ: સ્ટાર્વા પ્રોફાઇલ.
૮. ગીત-સંગીત: માત્ર સાંભળવાનો જ શોખ! પિંક ફ્લોઇડ, રામેન્સ્ટાઇન, ડેવિડ બોવી, મોગવાઇ, એલિસ ઇન ચેઇન્સ, AC/DC, કોલ્ડપ્લે, ફ્લિટવૂડ મેક, મોબી, ઇગલ્સ, પેટ શોપ બોય્સ, બ્લોન્ડી વગેરે.

જીપીજી ફિંગરપ્રિન્ટ
* 6B63 1B5E F554 AF6B 1196 6292 02C1 D3F2 783A A4DE

અન્ય સામાજીક સ્થળો
* ટ્વિટર
* ગીટહબ
* ફ્લિકર ફોટાઓ

મારો સંપર્ક કેવી રીતે કરવો? જુઓ સંપર્ક પાનું.

104 thoughts on “મારા વિશે

  1. ઘણું સરસ તમે જે રીતે ગુજરાતી ભાષાને ચાહો છો જો તેજ રીતે બધા જ ગુજરાતીઓ ચાહે તો ગુજરાતની આ આપણી ગરવી ભાષાનો વ્યાપ દુનિયાના બધા જ દેશોમાં વધશે. જય જય ગરવી ગુજરાત

    Like

  2. KARTIK..JAI SHREE KRISHANA…..I JUST VISITED YOUR SITE FRIST TIME..KEEP UP THE GOOD WORK..DO YOU KNOW GODADBHAI SAGRASANIA OF PALANPUR ? I INVITE YOU TO VISIT MY WEBSITE>>CHANDRAPUKAR AT http://www.chandrapukar.wordpress.com …I hope you willdo that& post yuor COMMENTS onthe webpage>>DR. CHANDRAVADAN MISTRY Lancaster CA USA..
    MAY BE YOU CAN INVITE YOUR FRIENDS TO THE SITE TOO…

    Like

  3. સુરેશ કાકા, મેં કંઇ ખાસ કર્યું નથી, પણ, ભવિષ્યમાં મોટાપાયે મદદ કરવાની યોજના છે. ખાસ કરીને લેપટોપની જરૂર છે, એટલે ક્યાંય પણ જઇએ તો તેનાં પર કાર્ય કરી શકાય. હાલ તો, બહુ જ બધાં પ્રોજેક્ટ એક સાથે લેવાથી ખરાબ પરિસ્થિતિ ચાલે છે 😛

    Like

  4. વાહ… કારતીક ભાઇ ગુજરાતી ભાષા નો વ્યાપ વધારો એવી મારી શુભકામના તમારા જોડે છે.

    મેહુલ રાવલ

    Like

  5. કેમ છો… મજામાં,
    ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
    ( સંજય બાપુ, અમરેલી. )

    Like

  6. કાર્તિક મિસ્ત્રી
    બહુ સરસ કામ છે.
    શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
    નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
    Please visit my blog :… http://gaytrignanmandir.wordpress.com

    Like

  7. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

    Like

  8. એનું કારણ પણ ખબર પડી. તેઓ માઇક્રોસોફ્ટ સર્ટીફાઇડ એન્જિનિયર છે – માઇક્રોસોફ્ટની જેમ તેમણે પણ બધું તફડાવવાની આદત પડી ગઇ હશે. જેવો રાજા, તેવી પ્રજા, બીજું શું??

    Like

  9. કાર્તિકભાઈ

    મારા બ્લોગ પર વધુ “ફોટુ” મુકવાનું તમારું સુચન સર-આંખો પર , પણ ફ્લીકર સમજવાનું બાકી છે અને ઓરકુ
    ટ ની જેમ “વધુ” ન થઈ જાય એ બધી તકેદારીની રાખતા રાખતા કઇક મુકતો જઈશ બીડું.

    Like

    1. ફ્લીકરમાં છેલ્લાં ૨૦૦ ફોટા જ દર્શાવવાની ‘લિમિટ’ છે (અને ૧ GB બેન્ડવિડ્થ) – એટલે ચિંતા નહી કરતાં. હા, વર્ષે ૨૪ $ આપો તો અનલિમિટેડ ફોટું અપલોડ કરવા મળે તે વાત જુદી છે.

      Like

  10. Hi Kartik!!!
    I am searching the Book “Dhirubhai Ambani – The man whom I know” written by Mrs.Kokilaben Ambani in Gujarati Language. Please inform me how can i get it & whats the price. Thanks

    Like

  11. હેલો કાર્તિકભાઈ… શું ચાલી રહ્યું છે? મારી કોમ્મેન્ત નો કોઈ જવાબ નહિ!!! યાર થોડું શીખવાડો તો હું પન તમારી જેમ ગુજરાતી ની મજા લઇ શકું !!!

    Like

  12. ગુજરાતી માં બ્લોગ ની મજા માની રહેલા સર્વે ગુજરાતી પ્રેમીઓનું અભિવાદન તથા અભિનંદન. બે દિવસ પહેલાજ કાર્તિક મિસ્ત્રી નો ગુજરાતી બ્લોગ જોઇને હું ખુશ થઇ ગયો તથા મારું બ્લોગ પાનું ખલી નાખ્યું. પણ તમારી બધાની જેમ મને ગુજરાતી માં બ્લોગ ઓપરેટ કરત નથી આવડતું. તમારામાંથી કોઈ જો થોડી મદદ કરે તો હું પણ સરસ ગુજરાતી બ્લોગ ઓપેરતે કરી ને તમારી સાથે મજા લઇ શકું. મદદ …..મદદ. મદદ.. મદદ. હા બીજું પણ એક કામ છે ;
    હું શ્રીમતી કોકીલાબેન અંબાની લિખિત પુસ્તક “ધીરુભાઈ અંબાની – માણસ જેને હું જાણું છું” શોધી રહ્યો છું. મને આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ જોઈએ છે. જો કોઈ આ બાબતે જણાતું હોઈ તો મહેરબાની કરીને મને ઈ મેઈલ કરવા વિનંતી છે. મારું ઈ મેઈલ એડ્રેસ આ પ્રમાણે છે: dinesh_k_suthar@yahoo.co.in આભાર .

    Like

  13. હા સાચી વાત છે તમારી, એ ટેગ લાઇન જાણીતી છે, તમારા બ્લોગ પર જ વાંચી છે. પણ તમે મને કેમ પુછો છો? મેં ક્યાંય અજાણતામાં તે કોપી કરી છે કે શું? કોપીરાઇટ વાયોલેશન કર્યું તેમ લાગતું હોય તો જણાવવાની તમારી ફરજ છે, અને ફરજ કરતા વધારે હક્ક સમજજો.

    બાકી રહી જોડણીની વાત તો, તે તો તમારા જેવા વિવેચકોને જરા ધ્યાનથી વાંચવા માટેનું એક બહાનુ પુરુ પાડવા માટે પકી નથી કરતો.

    Like

  14. ચાલો ભાઈ શોધી કાઢ્યું અને હટાવી પણ દીધું કદાક અજ્ઞાત મન પર તમારો પ્રભાવ હશે તેને કારણે જ આમ થયું હશેૢ આશા છે કે હવે બધુ બરાબર થઈ રહેશે….

    Like

  15. ધવલભાઇ, ટેન્શન ના લો. હું તો માત્ર પૂછતો હતો!! ટેગલાઇનનો કંઇ કોપીરાઇટ ના હોય અને તમને ખબર તો છે કે મારો બ્લોગ WTFPL લાયસન્સ હેઠળ છે!

    Like

  16. માથા વગરના ધડની વાત તો સાંભળેલી છે પણ ધડ વગરનું માથું પહેલી વાર જોઉં છું.શું આ તમારો ફુલસાઇઝ ફોટો છે?

    Like

  17. કાર્તિકભાઈ ,
    તમારી ઓળખાણ માણી….તેમાં એક વાત કોમન છે કે મારી દીકરી પણ શ્રી વિવિધલક્ષી વિધામંદિર, પાલનપુર. માં ૧૨ વિજ્ઞાન પ્રવાહ માં છે. તમે પાલનપુરના છો વાંચી મજા આવી. અમે તમારા પડોશમાં ડીસા ના છીએ.
    તમારો બ્લોગ સરસ છે ….

    આમ જ મળતા રહીશું …
    મૌસમી મકવાણા – ‘સખી’

    Like

  18. શ્રી કાર્તિકભાઈ ,
    “જો પરિચય મજાનો હોય તો માનવ મજાનો હોય છે,
    ગુજરાત અને ગુજરાતી ભાષાનો પણ દીવાનો હોય છે.
    ગ્રીક હોય કે નાગરિક પણ આખરે એ “કાર્તિક ” હોય છે,
    પાલનપુર હોય કે પુર પાલન પણ એ ગુજરાતી હોય છે.”

    કાર્તિકભાઈ ખુબ સરસ . અભિનંદન .
    ” સ્વપ્ન” જેસરવાકર

    Like

  19. કેમ છો કાર્તિકભાઈ…
    અદભૂત વિચારો છે તમારા બ્લોગનાં અને અદભૂત કાર્યો છે તમારા બ્લોગમાં
    તમારા કાર્યોને તમે ત્વીતર, ગુગલ અને વર્દપ્રેશમાં ઘણી સારી રીતે પ્રચાર કરી આગળ વધાર્યો છે
    અને તમને વિનંતી છે કે ફેસબુક પર પણ તમે એકવાર આવો…અને ત્યાં પણ ઘણા ગુજરાતી ભાઈઓની હિંમત અને તમારા આ કર્યોને આગળ વધારો…!
    – હેલીશ મૈસુરીયા..!

    Like

  20. આદરણીયશ્રી. કાર્તિકભાઈ સાહેબ

    આપે સુંદર બ્લોગ સજાવેલ છે, આપનો પરિચય વાચ્યો

    આનંદ થયો સાહેબ.

    ઘણાં વખત પછી લાગ્યુ કે આજે કોઈ મળવા લાયક અને

    માણવા લાયક સારા માનવીનો ભેટો થયો સાહેબ.

    દિલથી અભિનંદન

    ડૉ.કિશોરભાઈ પટેલ

    Like

  21. જય કાર્તિકેય!
    છોડો લિનક્સ લેખન! અપનાવો ઉચ્ચારમય લિનક્ષ અથવા લાયનક્સ!
    લિંકસ : http://safalra.com/science/linguistics/linux-pronunciation/
    [audio src="http://www.paul.sladen.org/pronunciation/torvalds-says-linux.wav" /]

    લિખિતંગઃ રતિકાકાનો કૅનેડિયન ભાણિયો

    Like

      1. કાર્તિકભાઈ,
        યુરોપિયન નહી, અમેરિકન લોકો ‘ઇ’ નું ‘આઇ’ કરતાં હોય છે. જેમકે એન્ટી વાયરસ નહી, અન્ટાય વાયરસ. અહીં જોકે લિનક્સ યુઝર ગ્રુપ્સ ઘણી સંખ્યામાં છે અને સક્રિય પણ ખરા. હેલ્થ સિસ્ટમ સિવાયની ઘણી જાહેર સંસ્થાઓમાં લિનક્સ વપરાતું જોવા મળે છે.

        Like

  22. ક્ષ: ખરેખર તે ક+ષનો જોડાક્ષર છે. ગુજરાતી વ્યંજનમાળામાં ‘ળ’ પછી બોલાય છે. ~ Gujarati lexicon
    Of some interest, linguistic and phonetic ability to speak letter ‘x’ or ‘ક્ષ’ is limited to certain geographic-ethnic-linguistic groups of Indo-Euopian people, perhaps reflecting on the orgins from Brahmi or Sanskrit than armenic and semitic languages of East and Near East. Certain groups living or originating in the Doab Punjab vallies are unable to speak ‘school’ and they would speak it as ‘eschool’. References are hazy in my mind, yet Pinker, Chomsky and other researchers on linguistic genetics come to mind. Regards: AT

    Like

  23. શ્રી.કાર્તિકભાઈ અને ’મારા વિચારો, મારી ભાષામાં!’

    શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ નાં વિજેતાપદનું ગૌરવ પ્રાપ્ત થવા બદલ હાર્દિક અભિનંદન.

    Liked by 1 person

  24. Hello Kartik,

    We’d love to have you add your language to an international project, the translation of a short medieval Irish joke, into a wide range of languages. Most of the major North Indian languages are already represented, along ± 130 others:

    http://www.smo.uhi.ac.uk/sengoidelc/donncha/tm/ilteangach/teangacha.php

    Here, for example, is the Hindi version, done by प्रेम पहलाजराय at the University of Washington:

    तीन संन्यासियों ने संसार त्याग दिया।
    भगवान के सामने अपने पापों का प्रायश्चित करने वे जंगल गये।
    एक पूरा साल उन्होंने एक दूसरे से कुछ नहीं कहा।
    तब उन में से एक ने कहा, “हम सब अच्छे हैं।”
    ऐसे एक और साल बीता ।
    फिर दूसरे ने कहा, “सचमुच सब बिलकुल ठीक हैं।”
    इसके बाद तीनों वहाँ एक और साल रहे ।
    तब तीसरे ने कहा, “मेरे कौपीन की सौगंद, अगर तुम मुझे शांन्ति में रहने नहीं दोगे, मैं यह जंगल छोड़कर चले जाऊँगा!”

    Dennis King (Seattle)
    Caoimhín Ó Donnaíle (Skye, Scotland)

    Like

  25. કાર્તિકભાઈ , આપના ” પુસ્તક ” ટેગ હેઠળ આવરિત બધી પોસ્ટ ની મુલાકાત લીધી . અડધી કલાક મસ્ત પસાર થઇ ગઈ !

    ઓછામાં ઓછી , ૧૦ થી ૧૫ નવી બુકસ વિષે જાણવા મળ્યું , તે માટે તમારો આભાર .

    ( side talk) , મેં તેમાં વાંચેલું કે , તમે વર્ષના ૧૦૦ પુસ્તકોનો ટાર્ગેટ રાખ્યો હતો , તો શું તે પૂરો થયો ? અને મહિના દીઠ અંદાજે ૮ થી ૯ પુસ્તકો તમે કઈ રીતે વાંચી કાઢ્યા ? Eye or Scanner ? : ) : ) : )

    Like

    1. થેન્ક્સ.

      ના રે ના. આ ટાર્ગેટ મેં કેમ સેટ કર્યો એ ખબર નથી, તેમ છતાંય આ વર્ષ એકંદરે વાચન માટે સારુ ગયું છે એમ કહી શકાય.

      Like

  26. kkkkkkkkkartik bhai(thandi ma lakhu 6u so..) atyare(ishwar+allah+….=1 ni krupa thi) chemical engineering na 3 year pura krya 6 nd aatla samay ma hu “alcohole” bnavvano formula j sikhi sakyo 6u to mari jeva aade raste ‘sidha’jata ne lekhe lage evu lakho ne…mne lakhelu vanchvano bahu j sokh 6..lekhak tarike chalu hu????
    #THANK YOU

    Like

  27. એક સાથે ઘણું વાંચી લીધુ એટલે પહેલા તો સમજાયું નહીં કે શું લખુ. ખાસ તો પુસ્તકો અને મુવી વિષે ઘણું નવું જાણવા મળ્યુ.

    વિશેષ તો બક્ષીબાબુ અને પાલનપુર માટે મને ય કંઈક વધારે જ લગાવ છે એટલે આપને શબ્દો દ્વારાય મળીને વધારે ખુશી થઈ.

    Like

  28. આપણે વિકિપીડિયા ઉપર ક્યારેક મળતા રહીએ છીએ. મેં હરિભદ્ર નામનું નવું પાનું શરુ કર્યુ અને ચર્ચામાં નોંધ અને મારા વિચારો મારી ભાષામાં મુંબઈ થી કચ્છ ની પોસ્ટ વાંચી અહીં હાજરી પુરાવવા ટીપ્પણી મુકું છું.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.