મને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..

* મારું નાનકડું પુસ્તકાલય:

[ ક્યારેક અહીં મારા પુસ્તક સંગ્રહનો, બુકશેલ્ફનો ફોટો મૂકવામાં આવશે. કદાચ આ પ્રકારની બુકશેલ્ફનો.. 😉 ]

નોંધ ૧: આ મારી પાસે છે – ભૌતિક રીતે અત્યારે છે – તે પુસ્તકોની યાદી છે. કારણકે, અમુક પુસ્તકો પાલનપુર અને અમુક મુંબઈ પડ્યા છે.

નોંધ ૨: મહેરબાની કરી પુસ્તકો વાંચવા માંગવા નહીં. ત્રણ-ચાર પુસ્તકો હજી પાછાં આવ્યા નથી, તેમની શ્રધ્ધાંજલિ અહીં લખી છે.

નોંધ ૩: વ્યવસ્થિત યાદ હવે ગુગલ ડોક્સ પર અહીં રાખવાની શરુ કરી છે.

૧. મનની વાત – સુધા મૂર્તિ
૨. પેરેલિસિસ – ચંદ્રકાંત બક્ષી
૩. સંભારણાની સફર – સુધા મૂર્તિ

પ્રભુ તેમનાં પાનાંઓને શાંતિ આપે અને ઊધઈ વગેરેથી બચાવે..

ગુજરાતી:
* કૃષ્ણાવતાર – કનૈયાલાલ મુન્શી
* કોસ્મોસ – નગેન્દ્ર વિજય, યુરેનસ બુક્સ
* ખભે કોથળો ને દેશ મોકળો – રશ્મી બંસલ
* ટોલ્સટોયની ૨૩ વાર્તાઓ
* ન હન્યતે – મૈત્રેયી દેવી
* સળગતાં સૂરજમુખી, અડધી સદીની વાંચન યાત્રા ભાગ: ૧-૨-૩-૪, વાંચન યાત્રાનો પ્રસાદ – મહેન્દ્ર મેઘાણી
* મનની વાત – સુધા મૂર્તિ
* મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ
* મન્ટોની વાર્તાઓ – શરીફા વીજળીવાળા
* તોતો-ચાન
* ઇગો, આકાર, લીલી નસોમાં પાનખર, બાકી રાત, … ચંદ્રકાંત બક્ષી
* ઇડલી, ઓર્કિડ અને હું – કામત (આત્મકથા)
* ફાંસલો – અશ્વિની ભટ્ટ

અંગ્રેજી:

વિજ્ઞાન:
* ફર્માટ્સ લાસ્ટ થિઅરમ – સાયમોન સિંગ
* ધ કોડ બૂક – સાયમોન સિંગ
* ધ બ્રિફ હિસ્ટરી ઓફ ટાઈમ – સ્ટિફન હોકિંગ
* The Emperor’s New Mind Concerning Computers, Minds, and the Laws of Physics
* Godel, Escher, Bach: an Eternal Goldeb Braid – Douglas R. Hofstadter

ક્લાસિક:
* The Hobbit – J.R.R. Talkien

વગેરે વગેરે..:
* Accelerando – Charles Stross
* Cooking for Geeks – Potter
* iWoz – સ્ટિવ વોઝવિક
* Icon Steve Jobs, The Greatest Second Act in the History of Business – Jeffrey S Young, William L Simon
* MADE IN JAPAN – Akio Morita
* Roots and Wings – Raksha Bharadia, Rupa
* The Complete Adventures of Feluda Vol. I, II – Satyajit Ray
* The Dilbert Principle – Scott Adams
* The Last Lecture – રેન્ડી પોસ
* To Kill A Mockingbird – Harper Lee

કોમ્પ્યુટર:

* 97 Things every software architect should know – Richard Monson-Haefel, O’Reilly
* Beautiful Data
* Coders At Work – Peter Seibel
* Google Maps Hacks
* Head First Physics – Lang, O’Reilly
* Head First Programming – Barry & Griggiths, O’Reilly
* Intermediate Perl
* Land of Lisp – Barski
* Learning Perl – Schwartz, Phonenix & Foy, O’Reilly
* Mastering Regular Expression
* Open sources 2.0
* Perl Best Practices – Conway, O’Reilly
* Practical Unix & Internet Security
* Programming Perl
* Solaris Performance and Tools
* Stealing the Network: How to Own the Box, Syngress
* The Art of UNIX Programming
* The Art of Community – Bacon, O’Reilly
* The Art of Computer Programming – Vol. I, II
* The C Programming Language – K & R
* The Debian System – Martin F. Krafft, Open Source Press
* The Linux Programming Interface – Kerrisk
* UNIX Internals – The New Frontiers

67 thoughts on “મને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..

 1. તમારે ભારતની જાણીતી જગવિખ્યાત કંપની ઈન્ફોસીસ ટૅકનોલોજી; બૅંગલોર, ના ચેરમેન શ્રી નારાયણ મૂર્તિના ધર્મપત્ની શ્રી સુધા મૂર્તિના ‘મનની વાત’ પુસ્તક વાંચવુ જોઈએ.

  Liked by 1 person

 2. મુનશી પ્રેમ ચંદ્ર,વિષ્ણું પ્રભાકર,કૃષ્નાચન્દ્ર,ઈસ્મત ચુગતાઈ,સ અઆદત હસન મંતો,શોરિશકશ્મીરી,સાહિરલુધ્યાનવી,નીદા ફાદલી,આદિઅલમંસુરી,મનોહર ખંદેરિય,શયદા,મરીઝ,સૈફ,શૂન્ય પાલનપુરી,બેફામ,કામુ,કફકા,બેકેટ,સાત્રે,ઈવન ડેનિસો વીચ,શેખાદમ આબુવાલા,કાઝીનજરુલ ઈસ્લામઈકબલ,અહમદ ફરાઝ,ફૈઝ અહમદ ફૈઝ્,ર.ઠાકોર,મખદુમ મ્હ્યુદ્દીન ,જવેદ અખત્ર,મુનીર નિયાઝી,દર્શક,ર.વ.દેસઈ.ક.મ.મુંશી,સુરેશ જોશી.મધુ રાઈ,અબુલા મોઅર્રે.અરુંધાતી રોય,તારીક અલી,રોબરત્ફીસ્ક.હારુન સિદ્દીકી,રશીએદ અહમદ સિદ્દીક્કી,રઘુવચૌધરી,જય ગજ્જ્જર,નસીમ હિજઝી,સઈદ અહમદ જાફરી,આમ ટંકારવી,મહેક ટ6કારવી,મસ્તહબીબ સારોદી,આઈ ડી.બેકાર,રતિલાલ અનિલ,ભ.શર્મા,નર્મદ,આસીમ રાંદેરી,જોશ મલીહા બદી >>>>યાદી ટુંકવું છું .જરુરથી વાંચ્યા હશે? _વફા

  Like

 3. મંટો, મુનશી, કામુ, કફ્કા, સાત્રે, શેખાદમ આબુવાલા, દર્શક, ર.વ.દેસાઇ, મધુ રાય, રઘુવીર ચૌધરી, નર્મદ, અસીમ રાંદેરીને વાંચ્યા છે..

  ગઝલ વગેરેનો મને વધારે શોખ નથી, પણ કોઇક વાર સાંભળું છું.

  માર્ક ટ્વેઇન, પી.જી. વુડહાઉસ, ઓસ્કાર વાઇલ્ડ, એડગર એલન પો, ઓ. હેન્ની, જયોર્જ ઓરવેલ પણ મારા પ્રિય છે.

  શેરલોક હોમ્સની વાર્તાઓ કેટલી વાર વાંચી છે — તે યાદ પણ નથી 🙂

  હજી તો ઘણી સફર બાકી છે..

  Like

 4. શરૂઆતમાં લાગ્યું કે રોબિન શર્મા જોરદાર લખે છે, પણ દરેક અંગ્રેજી પર્સનાલિટી ડેવલોપમેન્ટ લેખકની જેમ રોબિન શર્માનો ફુગ્ગો હવે ફૂટી ગયો છે — આજકાલ તેને કોઇ ભાવ આપતું નથી 😛

  Like

 5. તમે તો ઘણુ બધુ વાચ્યુ છે તો વધારે તો શુ કહુ…. પણ રોબીન શર્મા પર ની તમારી વાત મને બહુ યોગ્ય ન લાગી, જો તમને તેનુ લખાણ નથી ગમતુ ને નેથી વાંચતા તો બરાબર છે પણ તમે કહ્યુ તેમ કોઈ ભાવ નથી આપતુ તેથી સારા લેખક ન હોઈ શકે એ વાત મને તો બહુ વ્યાજબી ન લાગી…..

  Like

 6. પ્રિય મિત્ર

  તમારા ગમતા પુસ્તકોના લિસ્ટમાં અબ્દુલ કલામનું અગનપંખ( wings of fire ) તો હોવું જ જોઈએ…હું એક જ બેઠકમાં વાંચી ગયો છું … બિલને પછાડવો હોય તો તો અચૂક વાંચવું

  Like

 7. kartikbhai,
  aap, મેગ્નેટ ટેકનોલોજીસ, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર chho. e jani aanand thayo.
  sav saral ane Naturelly Gujarati lakhi shakay evo ‘Fontware’ hun create kari rahyo chhu.atyar sudhi na badhaj fonts thi e user friendly chhe.jenu nam chhe ‘Fast track writing Gujarati-Hindi (Devnagari)-Sanskrit’

  Like

 8. Manto, Kamu and Madhu Rai ni books tame kyan thi buy karo chho? It is hard for me to find them since long. I really appreciate your help. Also, please, if you can give me address/phone no.of book-seller where I can buy them from. Thank you.

  Like

  1. @Nikita,
   મન્ટોની વાર્તાઓ શરીફા વીજળીવાળાએ સરસ રીતે અનુવાદિત કરી છે. જરૂરથી વાંચજો. ઇમેજ પબ્લિકેશનનું પ્રકાશન છે.

   પુસ્તક વિક્રેતાની એક સરસ યાદી “પ્રસાર” થી બહાર પડી છે. વધુ વિગતો માટે જુઓ: http://urvishkothari-gujarati.blogspot.com/2009/03/2008.html

   Like

  1. @kajal,

   ઓનલાઇન ગુજરાતી બુક્સ રીડીંગનો કન્સપ્ટ હજી જૂનાં ગુજરાતી પબ્લિશરોને સમજાયો નથી – ખબર નહી ક્યારે સમજાશે! બુકની સાથે PDF આપે તો મજા પડી – હા, ભલે તેના પૈસા/રૂપિયા લે..

   Like

 9. તમારી પાસે Icon Steve Jobs, The Greatest Second Act in the History of Business — Jeffrey S Young, William L Simon ની ઈ-બૂક હોય તો આપજો. મેં થોડી ગુજરાતી અને અંગ્રેજી નવલકથાઓ વાંચેલી છે જેમ કે John Grisham ની The Client, The Pelican Brief, etc. અને Dan Brown ની બધી fictions. અત્યારે વિકાસ સ્વરૂપ ની ‘Q&A’ વાંચી રહ્યો છું. વાંચન નો શોખ છે પણ કમ્પ્યુટર, સ્પોર્ટ્સ અને ગેમિંગ માંથી બહુ સમય નથી મળતો.

  થેન્ક્સ,
  હિમાંશુ

  Like

 10. બિંગફેંગ, સિલ્વર ગોલ્ડસ્મિથ, ઓકવુડ ક્વાન, ડેંગ ઝોંગ ક્વાત્ર, માર્ક ડુરા, ડગ્લાસ ફરેરો, ગુંચી કેથોડ, ટોરી બેંગ, હડસન મેંડોલ, ગેલિપી તુલીપી, દમીત્ર કેમેત્ઝોવ, ગર્ડવાન ફિલીપો, તામોંગ ધીમંતો, ચેં પિ પોંગ, ડબ્લીંગ ટોંજ, હુડકટર સ્મિથ, સલ્જમાન ક્રેમલીન, બિલ્લોટ્ટી થોર્તિયેર, કડાંગ હડફાંગ, ગ્લિટી ફેંકુટે, ત્રોંગે ત્રિપોચી, ડેંગોપ્પા ધોરાજી…વાંચ્યા હોય તો વાત આગળ વધશે.

  Like

 11. હા આ સૌ વાંચવા અને વસાવવા જેવા છે. મારી પાસે માત્ર ગેલિપી તુલીપી અને કડાંગ હડફાંગ ના બે જ પુસ્તકો નથી. એ પુસ્તક ના નામ terongi safalo અને meran moistolu છે.

  Like

 12. કાર્તિકભાઈ હું ઇન્ટરનેટ પર ગણો સમય વિતાવું છુ,
  પણ હમણાં હમણાં વિકિપેડીયામાં પણ ગુજરાતીમાં ઘણાં આર્ટીકલ્સ ઉમેરાયા છે,
  બિલ ગેટસની માઈક્રોસોફ્ટ વિન્ડો પછીની ગુજરાતીઓ માટેની મોટી શોધ હોય તો તે યુનીકોડની છે,
  પરન્તું હજુ મોબાઈલમાં ગુજરાતી વાચવામાં તકલીફ પડે છે,
  તમે આનું કઈ સોલ્યુશન શોધ્યું હોય તો જણાવશો,
  કોઈએ મોબાઈલમાં સમાચાર વાંચવા હોય તો એક સાઈટે સરસ ગોઠવણ કરી છે, તેનુ વેબ એડ્રેસ અહી આપું છુ. ઘણાને ઉપયોગી થશે. બીજા કોઈ પાસે આવી માહિતિ હોય તો મને 09898664944 અથવા
  મારા ઈમેલ આઈડી knoledgepoint@gmail.com પર જણાવી શકે છે.
  wap.newshunt.com

  Like

 13. સામાન્ય માણસે પણ વાંચવા જેવું ડા. કેતન જવેરીનું “ઇમ્યુનિટી એલર્જીથી એઈડ્સ સુધી” શરીર વિગ્યાન જાણવા માટેનું ખુબજ સરસ પુસ્તક છે, તમે વાચીને મને જરુરથી પ્રતીભાવ આપશો.

  Like

 14. You can find Feluda books in English at Landmark and Crossword stores at Ahmedabad.There are 2 volumes covering all the Feluda stories, published by Penguin Books India.
  Complete Adventures Of Feluda Vol. 1
  Complete Adventures Of Feluda Vol. 2

  Also, one book of Prof. Shanku stories (science fiction by Satyajeet Ray) is available at those 2 stores.

  These books are hard to find in Gujarati though. It seems that they are out of print. Gujarati translation of these books was awesome.
  Hope this helps.

  Like

 15. Dear Ketanbhai,
  It’s great to know that one gujrati lad is so much active and spreading awareness about gujrati reading.

  Myself not much into reading ,but tech savvy i can say.
  I would like to get some advice from you .m beginner and want to capitalise more using internet.

  If possible give me your mai id .

  (Edit: deleted email id)

  Like

   1. હા હા હા ! કોઈ આમ મારું નામ ખોટું બોલે ને તો મારી તો બહુ હટી જાય…

    એક બહુ જ સરસ બૂક ની ડીટેલ આપું છું. સારી લાગે તો વાંચશો.

    મને ગમે એ સારું જ હોય કે સારું હોય એ જ મને ગમે એ જરૂરી નથી. પણ હા, કદાચ તમને આ બૂક ગમે તો મને જણાવશો.

    Now That You’re Rich . . . Let’s Fall In Love (Paperback)
    By Durjoy Datta, Maanvi Ahuja
    Publisher: Srishti Publications (2009)

    Like

 16. hi everyone,
  jani ni khushi thai k aapna gujarati mitro internet ane online reading ma aatla aagal vadhi gay chhe..

  mane pan gujarati novels no sokh chhe pan hu atyare ukraine(europe)ma study karu chhu ane gujarati books no koi source nathi..

  ek site chhe http://www.pustakalay.com pan ema bahu occhu collection chhe…

  gujarati literature online vachva k download karay evi koi website khabar hoy to pls inform karo…

  ane gujarati fonts ma kai rite type karay e pan koi janave to maherbani thase…
  my mail id:
  thanks

  (Edited email ID)

  Like

 17. તમારી લેખન શૈલી સ્વ. શ્રી રસિક જવેરી ને મળતી આવે છે. જેઓ મુંબઈ સમાચાર માટે “મનની વાતો” લેખ લખતા હતા. (૧૯૬૦-૭૦). તે પુસ્તક સ્વરૂપે “મનની વાતો” ભાગ ૧-૨-૩ માં સંકલિત થયેલ છે. આશા રાખું કે તમને પસંદ આવશે.

  Like

 18. કાર્તિકભાઇ, સરસ્વતીચંદ્ર વાંચ્યુ છે? હું સ્કુલમાં ભણતો ત્યારે ઉપર ઉપર થી ચારે ભાગ વાંચ્યા હતા. હવે ઘરે વસાવીને ફુરસદે વાંચવાનો પ્લાન છે. આમ પણ ગુજરાતી સાહિત્યની ગ્રેટેસ્ટ નોવેલ તો દરેક ગુજરાતી વાંચનપ્રેમી પાસે હોવીજ જોઈએ!

  Like

  1. હા. મારી મમ્મીને કોલેજમાં પહેલો ભાગ “સિલેબસ” માં હતો એટલે એ તો ૮ કે ૯માં ધોરણમાં જ વાંચી લીધેલો. ધોરણ ૧૦ના વેકેશનમાં ચારેય ભાગ વાંચી લીધા અને પછી ફરી કોલેજનાં નવરાં ધૂપ દિવસોમાં વાંચ્યા.. 🙂

   Like

 19. રસિક ઝવેરીનું અલગારી રખડપટ્ટી રખડવા લલચાવશે, વજુ કોટકનું બાળપણના વાનરવેડા હસાવીને બેવડ વાળી દેશે, જોસેફ મેકવાનના વહાલના વલખા, વ્યથાની વિતક, મારી પરણેતર, મારી ભિલ્લુ આંખમાં આંસુઓ થિજવી દેશે, પાટિલનું મહાનાયક(સુભાષ બોઝનું જીવનચરિત્ર-હિન્દી) તમારા મોઢે મો.ક. ગાંધીને બે ગાળ ચોપડાવશે, મહર્ષિ યોગાનંદનું ઓટોબાયોગ્રફી ઓફ યોગી અને મહાત્મા ગુર્જિયેફનું મિટિંગ વિથ રિમાર્કેબલ મેન અધ્યાત્મજગની અટપટી હરકતોથી અચંબિત કરશે. એરવિંગ સ્ટોનનું વિનોદ મેઘાણીએ અનુવાદિત કરેલું સળગતા સુરજમુખી(ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગનું જીવનચરિત્ર) કલાકારની ધુનની પરાકાષ્ઠાએ લઈ જશે, દિકરી ઇવ(કે ઇરિન?) ક્યુરીએ લખેલુ માતા માદામ ક્યુરી(યુરેનિયમની શોધક)નું જીવન ચરિત્ર હિબકા, ખુમારી, રોમાંચ…ની સામટી અનુભુતિ કરાવશે. અર્નેષ્ટ કિંકિડનું ભારતના આધ્યાત્મિક વારસાની ખોજમાં અને કુન્દનિકા કાપડિયા અનુવાદિત હિમાલયના સિદ્ધયોગીઓ ખુમારીથી ભરી દેશે. દિગંબર જૈન આચાર્ય કુંદકુંદનું સમયસાર, વાલ્મિકીનું યોગવાશિષ્ઠ મહારામાયણ દાયકાઓથી મુંઝવતા પ્રશ્નોમાંથી કેટલાકનું સમાધાન અપાવશે………

  મહાત્મા ગુર્જિયેફનું સાડા અગિયાર સો પાનાનું બેલ્ઝેબુબ્સ ટેલ્સ ટુ હિઝ ગ્રાન્ડસન વાંચવાની ત્રેવડ હોય ઈ આગળ આવે…રેંજીપેંજીનું કામ નથી.

  Liked by 1 person

 20. કાર્તિક્ભાઇ,

  મારું નામ સુરેશભાઇ છે. મારે કોમ્પ્યુટર અને મોબાઇલ રીપેરીંગનાં પુસ્તકોની મફતમાં વાંચવા મળે તેવી વેબસાઇટનું એડ્રેસ જોઇએ છે. મહેરબાની કરીને આપશોજી.

  Like

 21. વાંચનના શોખીનના e-આંગણાંમાં વાંચનના શોખીનોના હિલ્લોલે ચડેલા મેળાના કલશોરથી આકર્ષાઇને તમારી websiteની મુલાકાતે આવી ચડ્યો છું.
  આકસ્મિક સંજોગ કેવોકે મેં પણ ગઈકાલે રાત્રે જ મારં પસંદિતા વાંચનોને મારા પોતાના શબ્દોમાં બ્લોગવિશ્વના હસ્તક કરવાનું નક્કી કર્યું.
  Voracious વાંચક હું, તેમજ મારું આખું કુટુંબ છે. મેં હવે મારાં વાંચનપરના મારા [અત્યાર સુધીની ટેવ મુજબ]વૈચારિક પ્રતિભાવોને શાબ્દીક સ્વરુપ આપવાનું બિડું હાથમાં લીધું છે.
  ચિંતામાં ન પડી જશો.આમ અહીં લખીને તમારે એ વાંચીને ત્રાસ પામવો પડે તેવું કરવાનો મારો લેશ માત્ર આશય નથી.હા, મારા વિચારપ્રક્રિયા તમારાસૌ સુધી પહોંચાડવાની લાલચ નથી રોકી શક્યો એમ નિઃસંકોચ સ્વિકારીશ જરુર.
  સાભાર, અશોક વૈશ્નવ, અમદાવાદ

  Like

 22. કાર્તિકભાઈ
  ‘ગુજરાતીભાષાના chauvinistic (દૂર!)ઉપયોગ’ પર આધારિત રમણલાલ નીલકંઠનું સર્જન ભદ્રમ્ભદ્ર (સહુથી પહેલી ગુજરાતી વ્યંગકથા) પણ વાંચવા જેવું છે.
  આ સિવાય vocabulary geek માટે બકુલ બક્ષીનું પુસ્તક શબ્દોની સોનોગ્રાફી અને નોર્મન લેવીસનું Word Power Made Easy ઉપયોગી નીવડી શકે છે.
  ગુજરાતી અને ઈંગ્લીશ પુસ્તકો ભારતમાં online ખરીદવા માટે flipkart.com ઘણી સારી website છે.

  Like

 23. kartikbhai tamaro blog saro 6 saky hoy to gujarati blog banavava vise ni mahiti mane mmara email par mokalso tamari pase thi mare gujarati blog vise badaj parkar ni mahiti joeae 6. mokli aapso tevi vinati aa uparant intarnet vise ni pan gujarati ma sars majani mahiti moklva vinati 6.

  Like

 24. Mane Nati khabar Ke Tamne Matrubhasa No Aatlo badho sokh Che. Hu Jyare pan tamne malti tyare mane thatu ke tamne Gujarati Novel,Kahevto ,Nahi Aavdta Hoy. Aa vakhat Tame Diwali ma Ves Aavo Tyare Gujarati Vishe Charcha Karvani Mza Aavse. Please Come.

  Like

 25. કાર્તિકભાઈ,

  મને પણ પુસ્તકો વાંચવાનો બહુ જ શોખ છે મે પણ સારા પુસ્તકોની લાઈબ્રેરી બનાવી છે.તમરા પુસ્તકોની યાદી જોઈ તેમાના ઘણાખરા પુસ્તકો મે વસાવ્યા છે અને વાંચ્યા છે. પ્રવાસ વર્ણનો વાંચવા બહુ જ ગમે છે. આ ઉપરાંત ચન્દ્રકાંતબક્ષી સાહેબ, જય વસાવડા,ગુણવંત શાહ સાહેબ, તેમજ કાંતિભટ્ટ અને સુધામૂર્તિ ના પુસ્તકો વાંચવા ગમે છે.

  આભાર,

  નિતિન
  વડગામ થી

  Like

 26. કાર્તિકભાઇ,
  પૂસ્તક સંગ્રહ સારો છે,
  મારે લીઓ ટોલ્સટોયે દ્રારા લિખીત ‘કિંગડમ ઓફ ગોડ ઈઝ વિધિન યુ’(વૈંકુઠ તારા હ્રદયમાં) પૂસ્તક ગુજરાતી તરજુમા મા વાંચવાની ખૂબ જ ઇચ્છા છે,પણ તે ક્યાય મળતુ નથી,જો આપને માહિતી કે ખ્યાલ હોય તો,ક્યા પ્રકાશન દ્રારા પ્રકાશિક થયુ છે,જણાવશો…..plzz…
  મને 9376908103 પર મેસેઝ કરવો.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.