મારી હજારો ઇચ્છાઓની યાદી

हज़ारों ख़्वाहिशें ऐसी कि हर ख़्वाहिश पे दम निक‌ले
बहुत निक‌ले मेरे अर‌मान लेकिन फिर भी कम निक‌ले
— ग़ालिब

Thousands of longings, each one to die for
Many were fulfilled, but still too few!
— Galib

દાસ્વિદાનિયા જોયા પછી, હવે મારી વિસ્તૃત ઈચ્છાઓની યાદી અહીં લખી છે:

સાયકલિંગ

  • ૫૦, ૧૦૦, ૧૫૦, ૨૦૦, ૩૦૦, ૪૦૦, ૬૦૦, ૧૦૦૦, ૧૦૨૪, ૧૨૦૦, ૧૫૦૦, ૧૭૫૦ કિમી
  • મુંબઇ-પુને-મુંબઇ (૧૫૦ કિમી)
  • મુંબઇ-વલસાડ-મુંબઇ (૩૫૦ કિમી)
  • મુંબઇ-અમદાવાદ (૫૫૦ કિમી)
  • મુંબઇ-પાલનપુર (૬૦૦+ કિમી)
  • મુંબઇ-કચ્છ (લગભગ ૯૫૦ કિમી)
  • પાલનપુર-અંબાજી-પાલનપુર (૧૨૦ કિમી)
  • મુંબઇ-ગોઆ (સમુદ્રી કિનારાનો માર્ગ)
  • મનાલી-લેહ.
  • તવાંગ.
  • પેરિસ-બ્રેસ્ટ-પેરિસ: ૨૦૧૯, ૨૦૨૩, ૨૦૨૭,..

રનિંગ

  • નિયમિત દોડવાનું શરુ કરવું 😉 (ie દોડ કાર્તિક દોડ!)
  • હાફ મેરેથોન, મેરેથોન, ૫૦, ૭૦, ૭૫, ૫૦ માઇલ, ૧૦૦, ૧૦૦ માઇલ, ૧૨ કલાક, ૨૪ કલાક.
  • દર વર્ષે મુંબઇ મેરેથોન: ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૩
  • આંતરરાષ્ટ્રીય મેરેથોન (કે હાફ): સાન ફ્રાન્સિસ્કો, પેરિસ, બર્લિન, ઓસ્ટ્રેલિયા-ન્યૂ ઝીલેન્ડ, કોમરેડ (દ.આ.)
  • ભારતના દરેક રાજ્યમાં મેરેથોન: ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્ણાટક, ગોઆ

યાત્રા-જાત્રાઓ

  • ગીરનાર પરિક્રમા
  • નર્મદા પરિક્રમા (૨૫૦૦-૩૫૦૦ કિમી)
  • પેસેફિક ક્રેસ્ટ ટ્રેઇલ (૬ મહિના!)

પ્રવાસ

  • ડેબકોન્ફમાં જવું.
  • સ્થળો: પાવાગઢ, તુર્કી, મેક્સિકો, કચ્છ, પેરિસ, સોમનાથ, દીવ, કન્યાકુમારી, લેહ-લડાખ, કુર્ગ, ભેડાઘાટ, આંદામાન, ઇસ્ટર ટાપુ, ન્યુ ઝીલેન્ડ, જાપાન, સેન્ટ પિટર્સબર્ગ (રશિયા), આઇસલેન્ડ વગેરે.
  • કવિન સાથે મળીને દુનિયાભરમાં રખડવું^ફરવું.

પુસ્તકો

  • બક્ષીજીનાં બધાં જ પુસ્તકો!
  • પરિભ્રમણ – સંપાદન: જયંત મેઘાણી-અશોક મેઘાણી
  • સૌરાષ્ટ્રની રસધાર
  • લોર્ડ ઓફ ધ રીંગ્સ
  • ગોડેલ, ઇશર, બેક ઇટર્નલ ગોલ્ડન
  • I Can Has Cheezburger?
  • ધ આર્ટ ઓફ કોમ્યુનિટી – જોનો બેકોન
  • કોડર્સ ઍટ વર્ક

નોંધ: પુસ્તકોનું વિશલિસ્ટ હવે એમેઝોન.કોમ પર ખસેડ્યું છે: એમેઝોન.ઇન વિશલિસ્ટ, એમેઝોન.કોમ વિશલિસ્ટ: પુસ્તકો, સાયકલિંગ, રનિંગ.

ઇલેકટ્રોનિક્સ વગેરે

  • પેબલ ઘડિયાળ
  • LED મોનિટર
  • ગારમિન વોચ
  • સાઇકલ
  • નેટટોપ અથવા સારું ટેબ્લેટ – કોકી માટે
  • એનડ્રોઈડ ફોન
  • iPod Touch
  • ડિજીટલ ફોટો ફ્રેમ
  • લેપટોપ
  • લેન્સ: 55-250mm
  • ઈ-બુક રીડર: કિંડલ

કોઇ સારું પુસ્તક, કોઇ ગીકી વસ્તુ તમારા ધ્યાનમાં છે? અહીં કોમેન્ટ-ટીપ્પણી તરીકે જણાવા વિનંતી!

78 thoughts on “મારી હજારો ઇચ્છાઓની યાદી

  1. hey thats great….
    જાણીને ખુબ આનંદ થયો કે મારા જેવુ કોઈ બીજુ પણ છે જે પોતાની ઈચ્છાઓની યાદી બનાવે છે.ક્યારેક એવો વિચાર આવે છે કે ભગવાન પ્રસન્ન થાય અને પુછે કે તારે શું જોઈએ છે તો પોતાને તો ખબર હોવી જોઈએ ને કે જીવનમાં મારે શું મેળવવાનુ છે.कुछ ख्वईशे एसी भी
    all the best

    Like

  2. frankly કહું તો ગુજરાતી ભાષા મા કેટલા blogs ઉપલબ્ધ છે એ જોવા મા તમારો બ્લોગ જોયો… ગમ્યો… ક્યારેક બ્લોગ પર અથવા રુબરુ મળીશું… શિક્ષણ સાથે સંકળાયેલ છું…એટલે મુલાકાત થશે જ…

    Like

    1. ઇચ્છા લખેલી હોય એનો અર્થ એ કે તમે એને પૂરી કરવા માટે તત્પર છો. મગજ કે હ્દયમાં રહેલી ઇચ્છાઓ – મોટાભાગે કાળક્રમે ભૂલાઇ જાય છે..

      Like

  3. kartikbhai tamne maline aanad thayo, ane tamari aa echao to jarur puti thase. hu pan tamar jame chnadrakant baksi ni moti chahak chu anmedabad ma rahu chu kyarak to mulakat thase ane hu pan mistry chu,i am a lic agent.sathe mari echao pan puti that teve dua karjo.ok than by cu .

    Like

  4. લોર્ડ ઓફ ધ રીંગ્ઝ’ ના બધા ભાગોની ઓડિયો સીડી ખરીદી લો. મારા દીકરાએ ડ્રાઇવ કરતાં કરતાં જ આખી નવલકથા સાંભળી…

    લતા હિરાણી

    Like

  5. મેં “ધ હોબિટ” અને “લોર્ડ ઓફ઼ ધ રીંગ્સ” હમણાં જ પૂરી કરી.
    સારી લખી છે – પણ છેલ્લે છેલ્લે બાઇબલની ઘેરી અસરમાં આવી જાય છે.
    મને લેખનમાં રંગભેદ અને ગોરી સર્વોપરિતાની પણ છાંટ લાગી.
    લો, તમારું કામ થોડું ઓછું કરી આપ્યું! 🙂

    Like

      1. ધ હોબિટમાં તો બાઇબલ જેવું પણ બહુ કશું નથી. એ વાર્તા જ્યારે આગળ વધે છે ત્યારે ધીમે ધીમે બાઇબલ તરફ ઢળતી જાય છે.

        રંગભેદ જેવું ક્યાં લાગે છે?
        ૧. ઓર્ક ત્રાંસી આંખો વાળા છે
        ૨. દક્ષિણમાંથી આવતા “ઓલિફ઼ા‍ઉન્ટ” પાળનારા કાળા લોકો શેતાનની પૂજા કરે છે
        ૩. હમેશાં પૂર્વ અને દક્ષિણને ભય, અંધકાર અને શેતાનની દિશાઓ બતાવવામાં આવી છે

        ઇન્ટરનેટ પર બાઇબલની સમાનતાઓ તો ભરેલી પડી છે – એટલે અહીં જગ્યા નહીં બગાડું.

        Like

  6. મારી પસંદના પુસ્તકમાં જી.આઇ. ગુર્જિયેફનું Beelzebub’s Tales to His Grandson પુસ્તક સૌથી ટોચે છે. નેટ પર ફ્રી પીડીએફ સ્વરૂપે મળી રહેશે. વાંચો તો વાંચી લીધા પછી પ્રતિભાવ જણાવજો.

    Like

  7. કાર્તિકભાઈ તમારો બ્લોગ તો ઘણા સમય થી વાંચતો હતો પણ આ પેજ ધ્યાન બહાર રહી ગયું હતું..
    સારું લીસ્ટ બનાવ્યું છે અને તેમની ઘણી ઈચ્છા પૂરી થઇ ગઈ છે તેના માટે અભિનંદન.

    ગીક વસ્તુ નું લીસ્ટ મુકવાનું કહ્યું છે તો એક-બે મારા તરફ થી…

    – એકાદ એન્ડ્રોઇડ એપ્લીકેશન બનાવો.
    -અને એક પુસ્તક:- ‘અલ્કેમિસ્ટ’ -પોએલો કોએલો

    Like

    1. આભાર.

      ૧. મોબાઈલ એપ્લિકેશન મારો વિષય નથી. છતાંય, એન્ડ્રોઈડ ક્યારેક હાથમાં લઈશ.
      ૨. અલ્કેમિસ્ટ ક્યારનુંય વાંચી લીધું છે. અને એટલે જ, સ્વપ્ના જેવું વિશલિસ્ટ અહીં છે 🙂

      Like

  8. BHAI MANE KHUB ICHAO CHE SARA SARA PUSTKO VANCHVANI ANE KAIK NAVU JANVANI JE ADBHUT HOY JEMA BAHU PURANO ITIHAS HOY AAPDI SANSKRUTI) VISHE KAI PAN JO TAMNE KOINE YAD HOY VANCHYU HOY TO JARUR MANE RIP KARJO I M INTRSTED PLZ BHAIO BLOGRO. PUSTK NU NAM NE KYA THI KEVI RITE MALE JARUR JANAVJO THANX….
    (HASMUKH GADHAVI)

    Like

  9. Dear Kartik,

    It’s my fortunate to get linked to your blog. Refering to your wish list, read that you are willing to obtain HAM radio license. Now a days the procedure is very easy. Look for the nearest HAM club in your locality/ town. If unable to get the info, feel free to contact me.
    You have to undergo a course with practicals. Exams are conducted every month / quarter depending on the number of students.
    As you are based at Ahmedabad, I know a club in Gandhinagr sector 23 Gha road, with name Gujarat Institute of Amateure Radio.

    Gujarat Institute of Amateur Radio (GIAR)

    Block No.64/1, “GH” Type,

    Sector-23,

    Gandhinagar – 382 023

    Phone No.: (079) 23237388

    Mobile: 09824037382

    E-mail: info@giar.org

    Like

  10. is it able to bring inner peace nd happiness for our soul ?????
    i mean this all would be able to give us PARAM ANAND 100%??
    i also wn a make wish list bt it must give me happiness constantly….so wt should i add in my WL???,I have no idea.. sir,can u plz help me?? have u any idea relates it????

    Like

    1. Journey is the reward, destination isn’t. You’ll enjoy your journey getting or achieving these things or objects or gadgets. Like running Marathon is my newest wishlist and I’m working hard for it, that itself is Param Anand 🙂

      Like

  11. ઈચ્છાઓ તો એનેરી છે..મજા આવી
    હેમ રેડીઓ તો મારે પણ જોયે છે..
    ડાઈ હાર્ડ ૪.૦ મા કહે છેને કે
    જયારે દુનિયાની અંત થશે ત્યારે હું આનાથી દુનિયાની બહાર ના જીવો સાથે પણ સંપર્ક મા રહીસ
    અંકુર મા લેખ વાંચેલો જયારે મોરબી મા પુર આવ્યું ત્યારે હેમ રેડીઓ ઓપરેટરો એ ખુબજ મદદ કરેલી
    ક્યારેક મારી પાસે પણ હસે

    Like

    1. હેમ રેડિઓનું લાયસન્સ હજી સરકારી રાજમાં ચાલે છે. અમેરિકામાં લાયસન્સ એક-બે અઠવાડિયામાં મળે છે, અહીં ૧ કે બે વર્ષ વીતી જાય છે એવું સાંભળ્યું છે 🙂

      Like

      1. તો પછી અત્યારે થી ટ્રાય કરવાની ચાલુ કરી દેવાય..
        કોને ખબર કાલે સરકાર બદલાય જાય અને આ ૨ વર્ષ નો ગાળો લંબાય ને ૪ થાય..

        Like

  12. મારે હજી બે વસ્તુ લેવાની બહુ ઈચ્છા છે….એક તો આકાશ જોવા માટે બાઈનોક્યુલર….ઘરની દિવાલ ઉપર પ્રોજેક્ટ કરીને મુવી જોવા માટે એક પ્રોજેક્ટર!

    Like

        1. binoculer / durbin thee banne aankho thee dekhaay – telescope thee ak J aankh thee dekhaay. Gujaratri PUstako maan – Vinesh Antani noo Palash Van vaanchvoo – Dhruven bhatt naa be pustako – Dhruvantike ane Akupaar – JOKE akupaat no ant / end mane chhelle chhelle lekhake vinto vaaleee deedho hoy avo laagyo – otherwise it is one of the best Gujarati pustak I have come across. – Aa j lekhak noo 3ju pustak chhe Lovely Paan House – navaaee laage ke oopar naa be pustko naaa lekhake J lakheloo chhe ke kem-saav vaaheeyaat – paissaa ane samay banne bagadyaa – Atlas shrugged to vaanchee J hashe-
          Vadhare beeG koik vaar- deepak B desai

          Like

  13. પ્રવાસ કરવો મને પણ ખુબ ગમે છે. મારી એક ઈચ્છા ૧૦૦ વૃક્ષ ઉછેરીને મોટા કરવાની છે.
    મારી એક અંગત વાત કરૂ તો … મારા દાદાને ગીરનાર પર્વત ચડવો ખૂબ જ ગમતો. આજે પણ જ્યારે એમને મળવાની ઈચ્છા થાય છે ત્યારે ગીરનાર ચડીને તેના પથ્થરોને આલિંગન લઉં છું.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.