આવે છે..

શું આવે છે?

સલામતીભર્યું કોમ્પ્યુટર. એટલે કે તમે વિન્ડોઝ ૮ સિવાય બીજી કોઈ ઓપરેટિંગ સિસ્ટમ તેમાં ચલાવવાની ગુસ્તાખી ન કરી શકો. થોડા સમય પહેલા મેથ્યુ ગેરેટ નામના ડેવલોપરે શોધ્યું કે માઈક્રોસોફ્ટે હવે હાર્ડવેર વેન્ડર્સ સાથે મળીને UEFI નામની ટેકનોલોજી વડે એવાં કોમ્પ્યુટર્સ બનાવશે જે માત્ર ઓફિશિઅલ વિન્ડોઝ ૮ કે પછીની ઓપરેટિંગ સિસ્ટમ જ ચલાવી શકે. અહીં પાયરસી ટાળવાનો હેતુ છે પણ પાપડી ભેગી ઈયળ બફાય તેમ આ વસ્તુ Linux કે BSD જેવી ઓપરેટિંગ સિસ્ટમ પણ બૂટ નહી કરવા દે. FSF એ આ માટે એક અભિયાન ચાલુ કર્યું છે.

જોઈએ છીએ હવે આગળ શું થાય છે..

સ્કાયપે અને બીજું ઘણું..

સ્કાયપેનું નામ સાંભળ્યું ન હોય એવું ન બને. અને માઈક્રોસોફ્ટે સ્કાયપેને ખરીદ્યું એ ન સાંભળ્યું હોય એવું પણ ન બને. આવી જ એક બીજી ડિલ એટલે કદાચ નોકિઆનું મોબાઈલ ડિવિઝન માઈક્રોસોફ્ટ ખરીદવાનું છે એવી વાતો સંભળાય છે. સ્કાયપેનું હવે શું થશે?

૧. સ્કાયપે વિન્ડોઝમાં જોડે જ આવશે, તેનું નામ માઈક્રોસોફ્ટ સ્કાયપે ૨૦૧૨ કે એવું કંઈક હશે.

૨. સ્કાયપેનું નામ બદલાઈને માઈક્રોસોફ્ટ લાઈવ સ્કાયપે મેસેન્જર કે એવું થશે.

૩. લોકો સ્કાયપે ડિફોલ્ટ કેમ આવે છે એનો વિરોધ કરશે.

૪. માઈક્રોસોફ્ટ સામે મોનોપોલીનો કેસ ચાલશે. સ્કાયપેની સામે બીજું ઓપનસોર્સ સોફ્ટવેર આવશે. અને,

૫. સ્કાયપેના હાલ ઈન્ટરનેટ એક્સપ્લોરર જેવા થશે.

ખેર, ૪ અને પ મારી પોતાની ભવિષ્યવાણી છે, જે કદાચ સાચી ન પણ પડે. પણ, ૧,૨,૩ તો સાચાં પડશે જ. લખી રાખજો, સિવાય કે માઈક્રોસોફ્ટના અપર મેનેજમેન્ટને કંઈ બુધ્ધિ આવે. ટ્વિટર પણ હવે આ રસ્તે જતું દેખાય છે. તેણે ટ્વિટડેક નામના સરસ ક્લાયન્ટ ખરીદી લીધું છે અને હવે તે કંઈક ચાલીસ ડોલરમાં વેચશે. વધુમાં, ટ્વિટર ક્લાયન્ટ માટેની API ઉપર નિયંત્રણો વધતા જાય છે.

PS: હેપ્પી ટોવેલ ડે!

નોકિઆ

* નોકિઆ – યે ક્યા કીઆ? પણ પછી આ લેખ વાંચવા જેવો છે. ઓપનસોર્સની દ્રષ્ટિએ જોઈએ તો માઈક્રોસોફ્ટ જે કંપની સાથે હાથ મિલાવે તેના ઓપનસોર્સ ભાવિ અંગે કશું કહેવા જેવું રહેતું નથી. ખાસ કરીને Qt વિશે બધાને બહુ ચિંતા થાય છે.

અત્યારે તો થોડી રાહ જોઈએ. આગે ક્યા હોતા હૈ, કોને ખબર?

આજની જોક

સવાલ: ઈન્ટરનેટ એક્સપ્લોરરનો મુખ્ય ઉપયોગ શું?
જવાબ: બીજું સારું બ્રાઉઝર ડાઉનલોડ કરવા માટે!

પ્રેરણા-સ્ત્રોત: આ ટ્વિટર સંદેશ માંથી..

ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી

* તમે પાર્ટી એટલે કે અંધારામાં લેઝર અને ડિસ્કો લાઈટ્સ પર જોરદાર પંજાબી રીમિક્સ સંગીત વાગતી પાર્ટી એવી પાર્ટી વિશે વિચારતા હોવ તો ભૂલી જજો. અમારી પાર્ટી એટલે કે લોન્ચ પાર્ટી, કીસાઈનિંગ પાર્ટી જેવી પાર્ટી જેમાં જ્ઞાન અને આનંદનો સંગમ લિનક્સ અને ઓપનસોર્સની વાત-ચીત અને વહેંચણી કરી થાય છે. છેલ્લા પોસ્ટમાં લખેલ તેમ ૧૨ તારીખે ઓપનસુઝેનું ૧૧.૨ વર્ઝન અને ઉબુન્ટુનું ૯.૧૦ (૨૯ ઓક્ટોબરે) રીલીઝ થયું. હાર્દિકે કહ્યું કે ચાલો ઉબુન્ટુની પાર્ટી રાખીએ, અને જીગીશભાઈ વડોદરામાં ઓપનસુઝેની પાર્ટી કરવાના જ હતા. છેવટે, નક્કી થયું કે બન્ને પાર્ટી ભેગી જ રાખીએ.

અને છેવટે, RSVPનું લિસ્ટ બન્યું. હાર્દિકે મને ઉબુન્ટુની ઘણી બધી વસ્તુઓ આપી (ટી-શર્ટ્સ, સ્ટીકર્સ વગેરે). એમ.એસ.યુનિ.નાં બી.સી.એ ડિપાર્ટમેન્ટમાં પાર્ટી રાખવામાં આવી. મને એક મોટી મુશ્કેલી હતી કે મારા લેપટોપનો પ્રેઝન્ટેશન કેબલ મારી પાસેથી નહોતો. અશોકે વ્યસ્ત હોવા છતાં મને કેબલ આપવાની વ્યવસ્થા કરી. થેન્ક્સ! ઈન્ટરસીટીમાં વડોદરા પહોંચ્યો અને પ્રતિક તેના સ્કૂટી પેપ પર મને લેવા આવ્યો હતો. અમે સીધી લેબમાં પહોંચ્યા અને એ વખતે જીગીશભાઈ અને તેમની ગેંગ બધી તૈયારીમાં વ્યસ્ત હતી. પ્રતિકે ઉબુન્ટુની લોકલ રેપોઝિટોરી બનાવી અને ૧ જીબીમાં ફીટ થાય તેવી લાઈવ યુ.એસ.બી. પણ બનાવી રાખી હતી.

શરૂઆતી પરિચય પછી મારું પ્રેઝન્ટેશન ‘Contribution‘ થી શરૂઆત થઈ, ત્યાર પછી જીગીશભાઈનું ઓપનસુઝે અને લિનક્સ વિશેનું પ્રેઝન્ટેશન જોરદાર રહ્યું. તે દરમિયાન Linux v/s Windows નું લોકપ્રિય યુધ્ધ થોડો સમય થયું. પછી લાઈવ ઈન્ટરેક્શન શરુ થયું. અમે ઉબુન્ટુની ૫૦ જેટલી સીડી અને ૫-૬ ડીવીડી વહેંચી, બાકીના લોકો તેમનાં પેન-ડ્રાઈવમાં અને હાર્ડડિસ્કમાં ISO કોપી કરી લઈ ગયા. વચ્ચે પીઝા-અને-કોલ્ડડ્રિંક્સ (સોરી, મેં કોલ્ડડ્રિંકસ ન લીધું. થેન્ક્સ ટુ માય દાંત)  પણ હતા. અનેક લોકો – જે મને માત્ર ઈમેલથી ઓળખતા હતાં, તેઓ મળ્યા અને સરસ રીતે નવી-નવી ઓળખાણ થઈ.

અમે જે લોકોએ RSVP રાખેલું તેમાંથી લકી-ડ્રો રાખેલ પણ, મોટાભાગનાં સ્ટુડન્ટ્સ તેનાં વગર આવ્યા હતા એટલે પરંપરાગત રીતે ચિઠ્ઠી ઉપાડીને પસંદગી થઈ.

આભાર: એમ.એસ.યુનિ.નો બી.સી.એ ડિપાર્ટમેન્ટ, જીગીશભાઈ અને ગેંગ (સામ્યક, સાયોન, ક્ષિતિજ, ..), પ્રતિક અને હાર્દિક.

જીગીશભાઈનો રીપોર્ટ

ફોટાઓ

સાત પાપ – વિન્ડોઝ ૭ કે સાથ

Windows 7 Sins

* બેડ વિસ્ટા પછી માઇક્રોસોફ્ટ લઇને આવે છે – વિન્ડોઝ ૭ નાં સાત પાપ. આ સાત પાપ વિશે વધુ જાણવા જુઓ FSF (ફ્રિ સોફ્ટવેર ફાઉન્ડેશન)ની સાઇટ: વિન્ડોઝ૭સિન્સ.ઓર્ગ. હા. મૂળ સાત પાપ વિશે તમે વધુ વિકિપીડિઆનાં આ લેખ પરથી જાણી શકો છો. જેણે દાન્તેની ઇન્ફર્નો વાંચી હોય તેને ખ્યાલ જ હશે.

એક સફરજન..

.. દરરોજનું, રાખે ડોક્ટરને દૂર – એ તમારા પર છે કે તમે તેને કેટલું જોરથી ફેંકો છો..😉

આવું જ એક વાક્ય મારી એક ટી-શર્ટ પર જોવા મળે છે..

એક સફરજન વિન્ડોઝને રાખે દૂર..