આ અઠવાડિયાનાં પુસ્તકો – ૭

આ શ્રેણીની છેલ્લી પોસ્ટ છેક ૨૦૧૩માં લખાઇ હતી. ૨૦૨૦માં હવે ફરીથી શરૂ કરવામાં આવશે!

૧. કુરુક્ષેત્ર – દિનકર (હિંદી)

૨. રોઝીસ ઇન ડિસેમ્બરએમ. સી. ચાગલા. અદ્ભુત આત્મકથા. એમ. સી. ચાગલા વિશેનો વિકિપીડિયા લેખ પહેલાં વાંચી લેવો જરૂરી!

૩. ગીતાંજલી – રવિન્દ્રનાથ ટાગોર (ભૂલથી અંગ્રેજીમાં!)

૪. મધુશાલા – હરિવંશરાય બચ્ચન (હિંદી)

આમાંથી ૧, ૩ અને ૪ જસ્ટ ફોર ફન મંગાવવામાં આવી હતી અને ધાર્યા કરતાં આ કવિતાઓ સારી નીકળી (કફ!). હવે, પુસ્તકોનો શોખ ફરી ઉગ્યો છે, એટલે કિંડલ પણ સજીવન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જોઇએ છે કે તે ચાલે છે કે નહી!

આવતા અઠવાડિયે બાકીના ત્રણ પુસ્તકોનું વાચન કરીને નવી પોસ્ટ લખીશ.

ન જોયેલી ફિલમો

* થોડા સમય પહેલા એવો વિચાર આવ્યો કે લોકપ્રિય બનેલી પણ જોયેલી ફિલમોની યાદી બનાવીએ તો? તો હાજર છે એવી મારી યાદી:

* હિંદી:
** હમ દિલ દે ચૂકે સનમ
** લગાન
** કુછ કુછ હોતા હૈ
** કહો ના પ્યાર હૈ
** ચક દે ઇન્ડિયા!
** સુલ્તાન
** દંગલ (અંશત:)
** તારેં ઝમીં પર (અંશત:)
** બાજીરાવ મસ્તાની
** દબંગ
** ડોન (જૂનું અને નવાં)
** છેલ્લા બે વર્ષોમાં આવેલ મોટાભાગની લોકપ્રિય હિંદી ફિલમો..

* અંગ્રેજી:
** ધ ગોડફાધર સીરીઝ
** ફાઇટ ક્લબ
** મોટાભાગની ઓસ્કાર વિનિંગ ફિલમો. ખબર નહી પણ કેમ, જેને ઓસ્કાર મળે તેના સાથે આપણે પોલીસ અને એસ્કોબાર જેવા સંબંધો હોય છે.

બોલો, અમારો ટેસ્ટ કેવો છે? 🙂 સ્વદેશ પણ આ યાદીમાં હતું પણ તે થોડા સમય પહેલાં સહકુટુંબ જોઇ લીધું છે. ફોરેસ્ટ ગમ્પ પણ યાદીમાં હતું તે પણ જોઇ કાઢ્યું છે.

ભ ભમરડાનો ભ

ટીચર: ભ એટલે ભમરડાનો ભ.

કવિન: ભમરડાને અંગ્રેજીમાં ‘બે બ્લેડ’ કહેવાય.

અમે: LoL

PS: ભમરડો, top વગેરે.

આજનો અળખામણો શબ્દ

U ther

… શબ્દ સાંભળીને ભોંય પરથી દસમા માળે કૂદકો મારવાનું મન થઇ જાય છે 😉

આજનો મંત્ર

* એમ તો હું આ બ્લોગમાં અંગ્રેજીમાં લખતો નથી (સિવાય કે મારા ગુજરાતીમાં ઘૂસી ગયેલા અંગ્રેજી શબ્દો સિવાય!) પણ નીચેની કવિતા-ક્વોટ કે જે ગણો તે. આજ-કાલ હું તે ગણગણ કરતો જોવા મળી શકું છું (ie બાથરુમમાં).

I must not fear.
Fear is the mind-killer.
Fear is the little-death that brings total obliteration.
I will face my fear.
I will permit it to pass over me and through me.
And when it has gone past I will turn the inner eye to see it’s path.
Where the fear has gone there will be nothing.
Only I will remain.

(વાયા: આ કોમેન્ટ)

હા. ડરેલો છું, પણ ડરવાનો નથી.

જીમેલ ગુજરાતી – ૨

* વર્ષો પહેલાં (ઓકે, ત્રણ વર્ષ પહેલાં ) એક બ્લોગ પોસ્ટમાં જીમેલ ગુજરાતીમાં ઉપલબ્ધ છે એવું લખ્યું હતું. આજે નવરો બેઠો કંટાળતો હતો તો થયું જરા જોઇએ કે જીમેલ વાળાઓએ શું નવું કર્યું છે. પરિણામ? અત્યંત આઘાતજનક!

કહો જોઇએ. આ શું છે?

જીમેલ ગુજરાતીમાં

ન ખબર પડી? એનું અંગ્રેજી જુઓ.

જીમેલ અંગ્રેજીમાં

ધન્ય છે, જેણે આ ભાષાંતર કર્યું છે!!

શિક્ષણ: એડમિશન

* શિક્ષણ સીરીઝનો બીજો હપ્તો. એડમિશન.

હ્રદયના ધબકારા વધારી દે, રાત્રે ઊંઘ ન આવે, વારંવાર દુ:સ્વપ્નો આવે – કારણ? બાળકનું સ્કૂલમાં એડમિશન. અમદાવાદમાં (કે પછી બીજા કોઈ પણ શહેરમાં) અત્યારે એવી પરિસ્થિતિ છે કે કહેવાતી સારી સ્કૂલમાં એડમિશન એટલે મા-બાપની હાલત ખરાબ. બધાં બહુ બૂમો પાડતા હતા કે કવિનને હજી એડમિશન નથી લીધું? શરુઆતમાં મેં મારી ટેવ પ્રમાણે આ પ્રશ્નને અવગણ્યો પણ પછી ખબર પડી કે આ એડમિશન એટલે નવા જમાનાંની નવી બિમારી છે (માનસિક). છેવટે, એડમિશન લીધું એટલે બધાં પૂછે – CBSE માં લીધું કે ગુજરાત બોર્ડમાં? વાઉ. બીજી એક બિમારી આવી છે – લોકો એમ સમજે છે કે ICSE એ ઈન્ટરનેશનલ બોર્ડ છે અને આવી માનસિકતાનો મસ્ત લાભ ફૂટી નીકળેલી ઈન્ટરનેશનલ સ્કૂલ્સ ઉઠાવે છે. મેં જોયું છે કે જોશમાં ને જોશમાં લોકો એડમિશન લે છે, પછી ભણતરના ભારથી નમી પડેલા બાળકને જોઈ છેલ્લી ઘડીએ બોર્ડ બદલવું પડે છે.

કવિન જ્યારે કોલેજમાં આવશે ત્યારે ખબર નહી કેવી હાલત હશે. પણ, એક વાત નક્કી છે કે એને જે કરવું હોય તે કરે, અમારી એક જ ઈચ્છા રહેશે, જે કરે તે મનથી કરે, દિલથી કરે અને ભલે સફળતા ન મળે, આપણે કંઈક નવું કરીએ, પડીએ અને શીખીએ અને બે-ચાર લોકોને મદદરુપ કોઈ પણ રીતે થઈએ – જીવનનો આનંદ એમાં જ છે.

અસ્તુ.

PS: કવિનને કાલથી પરીક્ષાઓ છે. કવિનને સ્કૂલમાં કેવું ભણાવવામાં આવે છે? કવિનની નોટબૂકમાં ટીચરે નોંધ લખી, ‘Don’t write’. કારણ? કવિનને ડિક્ટેશનમાં શબ્દો લખ્યા નહોતા. હવે, અમારે આને શું સમજવાનું? ટીચર, M.A. (English) છે. મુઆઆઆઆઆ…

આજનો સંવાદ

* થોડાંક નાનાં બચ્ચાઓ સોસાયટીમાં સાયકલ ચલાવતા હતા..

છોકરો: Turn around, turn around..
છોકરી: ચૂપ બેસ, ઈંગ્લિશ મીડિયમ!!

🙂

PS: સત્ય ઘટના. પાત્રોના નામ બદલ્યા નથી.

નો પોઈન્ટ ઓફ ટોકિંગ

* ગુજરાતી બ્લોગર તરીકે તમને નીચેનાં વાક્યો કેવા લાગે?

ગુજરાતીઓને ખાસ વિનંતી કે ઇન્ટરનેટ પર કંઈક પામવું હોય કે વિશ્વમાં તમારી ઓળખ વધારવી હોય તો મહેરબાની કરીને ગુજરાતી વાપરવાની પ્રેક્ટીસ ના પાડતા, પરંતુ રોજીંદા પ્રયાસો દ્વારા અંગ્રેજીમાં લખતા થાવ તમને બ્લોગ પર સ્પેલીંગ ચેક અને વ્યાકરણ ચેક જેવી સવલતો આપવામાં આવે છે. નવરાત્રિ કે દશેરા વિશે તમે ગુજરાતીમાં લખશો તો તેને કોઈ નહીં વાંચે પણ અંગ્રેજીમાં લખશો તો વિશ્વભરમાંથી દશ વાચકો તો ચોક્કસ મળશે. દરેક ગુજરાતીએ બ્લોગ લખવાની પ્રેક્ટીસ પાડવાની જરૂર છે. બ્લોગ લખવાને એક હોબી બનાવવાની જરૂર છે. ઘણાંને ગુજરાતી ભાષામાં વળગણ હોય છે પરંતુ વૈશ્વિક સ્ટેજ પર જવું હોય તો બાંધછોડ અનિવાર્ય છે.

આ શબ્દો છે આજનાં ગુ.સ.માં આવતી કોલમ ટોકિંગ પોઈન્ટ નાં લેખક સુદર્શન ઉપાધ્યાયના.

૧. ગુજરાતી વાપરવાની પ્રેક્ટિસ ન પાડતા. અરર.
૨. સ્પેલચેકર, વ્યાકરણ – ગુજરાતીમાં પણ પ્રાપ્ત છે.
૩. દશ શું અહીં સો વાચકો દરરોજ મળે છે.
૪. શું કરવા વૈશ્વિક સ્ટેજ પર જવું જોઈએ? જરુરી છે?

તો, શરુઆત આપણે મિ. સુદર્શનને જ કરવાનું કહીએ તો? ગુ.સ. છોડીને ટા.ઓ.ઈ.માં જોડાઈ જાવને..

અને હા, આ લેખ તરફ ધ્યાન દોરવા માટે અમરનો આભાર.

દસ વર્ષો પહેલાં..

* દસ વર્ષો પહેલાં એટલે કે #10yearsago શું હતું?

– હું આજનાં કરતાં દસ વર્ષ નાનો હતો.
– કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરુ કરીને બહાર નીકળવાની તૈયારી કરી રહ્યો હતો. ૨૦૦૦ની સાલમાં મિલેનિયમની ધૂમ મચી હતી.
– કોલેજ પછી શું કરવું તે નક્કી નહોતું.
– રીનીત ૧૨મી પરિક્ષા માટે જબરજસ્ત મહેનત કરી રહ્યો હતો, જ્યારે હું અને કાનન કોલેજમાં ‘અંગ્રેજી મિડિયમ’માં પરીક્ષા આપવા વાળા માત્ર બે જ જણાં હતાં.
– દરરોજ બપોરે કોલેજમાં બેસીને ટાઈમ-પાસ કરતા હતા 😛
– જીવનનું કોઈ જ લક્ષ્ય નહોતું. ખાલી ખબર હતી કે બીજાઓથી કંઈક અલગ કરીશ..