પોસ્ટમેન ક્યારેય રીંગ ન વગાડે..

* ના. આ પોસ્ટ આ મુવી વિશે નથી.

* અમારું નસીબ ખરાબ કે અમે એમેઝોનમાંથી એક મોબાઇલ કવરનો ઓર્ડર આપ્યો. જૂનો મોબાઇલ હતો એટલે કવર માંડ માંડ મળ્યું અને કાર્તિક ખુશ હુઆ. જોકે જ્યારે આ કવર આઉટ ફોર ડિલિવરી માટે નીકળ્યું ત્યારે હું સાયકલ રાઇડ પર હતો અને ઘરે કોઇ હતું નહી. રાત્રે ઘરે આવ્યો ત્યારે કોકીએ કહ્યું કે એક ચીઠ્ઠી પડી હતી. જોયું તો પોસ્ટ વિભાગની હતી, જે અત્યંત જર્જરિત, ચોળાયેલી અને અસ્પષ્ટ હતી. નિષ્ણાતોની મદદ લઇને અક્ષરો ઉકેલતા ખબર પડીકે એમેઝોનમાંથી કંઇક આવ્યું હતું અને એ ૫ દિવસમાં લઇ જવાનું છે. બોલો, ફરીથી પ્રયત્ન જ નહી કરવાનો. સોમવારે નક્કી કર્યું કે પોસ્ટ ઓફિસ જઇ આવીશ. એ પહેલા ફરી સંદેશ આવ્યો કે તમારું કવર આઉટ ફોર ડિલિવરી છે. અમે ફરી ખુશ થયા. મોડા ઘરે આવીને ઉત્સાહિત થઇને કવર ખોલ્યું અને તે તૂટેલું નીકળ્યું. હવે એમેઝોનને તે પાછું મોકલવાનું છે.

૧. પોસ્ટમેન દિવાળી સમયે પૈસા લેવા નિયમિત આવે છે, પણ પોસ્ટ આવતા મહિનામાં એક જ વાર આવે. જ્યારે તેણે ત્રણ-ચાર પોસ્ટ એક સાથે નાખેલી ત્યારે મને ખબર પડેલી. પૂછતા તેણે કહ્યું કે સ્ટાફ ઓછો છે!
૨. પોસ્ટ વિભાગ ક્યારેય બાજુમાં પોસ્ટ-પાર્સલ ન આપે.
૩. ક્યારેય કોલ-સંદેશ ન આવે.
૪. કહેવાની જરૂર છે કે જ્યારે છેલ્લે હું પોસ્ટઓફિસમાં ગયો ત્યારે અંદર બે શેરી કૂતરાં આરામ કરતા હતા, આથી સાબિત થાય છે કે, પોસ્ટ વિભાગ દયાળુ છે.

જય પોસ્ટવિભાગ!!

Advertisements

રેલ્વે સ્ટેશન પર…

૧. શા માટે ટ્રેનનાં ડબ્બા ક્રમાંક દર્શાવતા ઇન્ડિકેટર ચાલતા નથી (અમદાવાદની વાત કરું છું). ટ્રેન આવે ત્યારે આપણે સામાન લઇને દોડવાનું કે પછી કુલી કે ચા વાળાને પૂછ-પરછ કરી માથું દુખાડવાનું?

૨. શા માટે પ્લેટફોર્મ ટીકીટ માટે અલગ કાઉન્ટર નથી હોતા? પેલા ઓટોમેટિક વેન્ડિંગ મશીન ક્યાં ગયા? અને લાલુ વળી સ્ટેશન પર કોન્ડોમ માટે વેન્ડિંગ મશીન મૂકવાની વાતો કરે છે..

૩. શા માટે રેલ્વે બુક સ્ટોલ વાળા સફારી મેગેઝિન રાખતા નથી..

૪. એક એનાઉન્સમેન્ટ સાંભળ્યું: અમદાવાદથી ચેન્નાઇ જતી ૧૦.૩૦ વાગે ઉપડતી ગાડી આજે અમુક કારણોસર ૧૦.૧૫એ ઉપડશે! મુઆઆઆ. ધન્ય છે રેલ્વે ડિપાર્ટમેન્ટને!!