આજની કડી: ટુ (હો)બી ઑર નોટ ટુ (હો)બી?

It’s Okay: To Not Have a Hobby — સામાન્ય રીતે આપણે કોઇને મળીએ (ખાસ કરીને આજના ટીન એજર્સ માટે આ ફેશન છે) ત્યારે વાત-વાતમાં આ પ્રશ્ન તો આવે જ કે તમારી હોબી/શોખ શું? ડાન્સ, ચિત્ર કલા, સ્પોર્ટ્સ, એક્સરસાઇઝ (યોગ – તો એમાં હોય જ!) કે ખાવાનું બનાવવાનો શોખ. જો તમે આ ન કરતા હોય તો મોટાભાગે નિરસ માણસ ગણાવ. પણ જરુરી નથી કે દરેકને ડાન્સ આવડે કે ગમે. જરુરી નથી કે દરેક માણસને સાયકલ ચલાવવાનું ગમે કે દોડવાનું ગમે. જરૂરી નથી કે દરેકને નેટફ્લિક્સ કે એમેઝોન પર ફિલ્મો જોવાનો સમય પણ મળતો હોય કે દરેકેને પુસ્તકનો શોખ હોય. નોર્મલ છે કે આ બધાં શોખ ન હોય અને તમે તમારું જીવન તો પણ સરસ જીવતા હોવ.

ઇટ્સ ઓકે – શોખ હોય તો ઠીક – ના હોય તો પણ ઠીક!

અપડેટ્સ – ૧૧૬

* વર્ષો પછી નેશનલ પાર્કમાં સાયકલ લઇને ગયો અને મજા આવી ગઇ (હવે કવિન અને હું જોડે જઇશું!). સાયકલિંગમાં બીજી અગત્યની ઘટના જોઇએ તો કવિને તેની સાયકલનું આગલું ટાયર નીકાળી નાખ્યું. સદ્ભાગ્યે, કંઇ થયું નહી પણ, મને વિચાર આવે છે કે વર્ષોથી સાયકલ ચલાવવા છતાં (ઉંમર વર્ષ આશરે: ૬ થી ૧૮) મારે ક્યારેય આવી ઘટના બની નથી. ઘટનાનો ફોટો પાડવાનો રહી ગયો. હવે તો, સર્વિસ મસ્ટ જ છે.

* મુંબઇ મેરેથોન નજીક (૧૯ જાન્યુઆરી એટલે કે એક મહિનો બાકી!) છે, અને તૈયારી સારી છે, તેમ છતાંય જોઇએ તેવી નથી. પણ, ગઇ સાલ કરતાં તો ઘનું-ઘનું સારું દોડવામાં આવશે 🙂

* વેકેશન પણ નજીક છે, પણ હજી કોઇ પ્લાન બનાવ્યો નથી અને બનશે તેવું પણ લાગતું નથી, કારણ કે મારે રજાઓ નથી.

* આજની વેબ કડી: ફેસબુક યુગનો અંત?

આજની કડી

* જાણવા જેવું – ગુગલ દ્વારા: http://www.google.com/intl/gu/goodtoknow/

આનંદની વાત છે કે ગુજરાતીમાં પણ ગુગલ વડે ઇન્ટરનેટ જાગૃતિ લાવવા માટે આ પ્રયત્ન થયો છે. લખાણ એકંદરે સારું અને સમજ પડે એવું છે. વિવિધ વિષયો યોગ્ય રીતે આવરી લેવાયા છે.

(સોર્સ: @rajnikantjoshi, ફેસબુક)