૨૦૧૭

ઇ.સ. ૨૦૧૭ કે વિક્રમ સંવત ૨૦૭૩ હોવા છતાંય અમુક વ્યક્તિઓ..

* સોસાયટીમાં જ્યાં-ત્યાં થૂંકે છે અને કચરો રસ્તા પર ફેંકે છે!
* નજર ઉતારે છે!
* ફોર્વડ ઇમેલ મોકલાવે છે.
* ઇમેલના જવાબમાં ટોપ-પોસ્ટિંગ કરે છે.
* ફેસબુકમાં કારણ વગર ટેગ કરે છે.
* વોટ્સએપમાં ગુડ મોર્નિગ, આફ્ટરનૂન, ઇવનિંગ અને નાઇટનો ધોધ વહેવડાવે છે.
* સોસાયટીના સભ્યો મેઇન્ટનન્સ ન ભરે તો ચાલે, પણ ભાડેથી રહેતા લોકો પાસેથી પૈસા પડાવે છે!
* ફોન કે મેસેજ કર્યા વગર બપોરે ઘરે ટપકી પડે છે.

તા.ક. ૧ – આ બધાં વ્યક્તિઓ અલગ-અલગ છે.
તા.ક. ૨ – બંધ બેસતી ચડ્ડી પહેરવી નહી.

Advertisements

અપડેટ્સ – ૮૦

૧૩૩૭
(ચિત્ર સ્ત્રોત: વર્ડપ્રેસ.કોમ)

* એક સારા ગીકી સમાચાર એ છે કે મારા બ્લોગને મળેલા લાઇક્સની સંખ્યા બુધવારે (બપોરે. ખરેખર!) ૧૩૩૭  થઇ. વર્ડપ્રેસે જ્યારે આ સમાચાર આપ્યા ત્યારે અમે તો ધન્ય થઇ ગયા 😉

* બેક ટુ સ્કેવર વન. ફરી પાછું થન્ડરબર્ડ વાપરવાનું શરુ કર્યું છે, અને એ ભયંકર ધીમું છે! મને થાય છે કે, આખી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી મળીને એક સારું, સરળ અને સુંદર ઇમેલ ક્લાયન્ટ બનાવી નથી શકતી? એમ તો, અત્યાર સુધી વેબમેલ (જીમેલ) અને Mutt પર આધાર રાખ્યો છે. Mutt સરસ છે, પણ ગુજરાતી (કે કોઇપણ ભારતીય ભાષાઓ) જોડે તેને મિત્રતા નથી (ટર્મિનલ) અને જીમેલ ને GPG જોડે મુશ્કેલી છે.

* મોંઘવારી મુર્દાબાદ! અમારી ‘foo સાગર’ હોટલનું બ્રેકફાસ્ટ અને ડિનર હવે મોંઘું થયું છે. બ્રેકફાસ્ટમાં રુપિયા ૩ અને ડિનરમાં રુપિયા ૨ નો વધારો એટલે દરરોજ ૫ રુપિયા વધુ થશે. જ્યારે ખરાબ થાય ત્યારે બધું ખરાબ થાય! એક બિલ બે વખત ભરાઇ ગયું. ૩જી રીચાર્જ કરવાનું ભૂલી ગયો અને એપ્સ ડાઉનલોડ કરવા મૂકી દીધી. બધો ટોક-ટાઇમ પૂરો!!

* ૨જી માર્ચે બારકેમ્પ બેંગ્લોર છે. અને, આ વખતે એક-એકથી ચડિયાતાં  સેશન્સ લાગે છે, એટલે મજા આવશે.

* ટ્વિટરમાં સાયલન્ટ એન્ટ્રી કરી છે. રિટ્વિક, લાઇક્સથી શરુઆત કરી છે. નહીહીંહીંહીં…

ઇમેલ ઓફ ધ યર

* લો ત્યારે હજી કાલે જ ઇમેલની વાત કરી અને, આજે ઇમેલ આવ્યો જેને આપણે ઇમેલ ઓફ ધ યરનો ખિતાબ આપી શકીએ. આ છે એ ઇમેલ ઓફ ધ યર (પેસ્ટબિન.કોમ) પર.

મશીન ટ્રાન્સલેશન. વાહ, ભાઇ, વાહ! સ્પામડાઓ ઝિંદાબાદ!!

જીમેલ મીટર

* જીમેલ મીટર એ એક રસપ્રદ વેબસાઇટ છે, પણ જો તમે તમારા ઇમેલની પ્રાઇવેટ રાખવા માંગતા હોવ તો, તેનો ઉપયોગ ન કરતાં! તેમ છતાંય એક મહિનો તેને ટેસ્ટ આપવામાં આવ્યો અને,

જાન્યુઆરી મહિનામાં,

* ૩૩૨૯ ઇમેલ ૭૭૪ લોકો તરફથી મળ્યા જેમાં ૧૪.૫૭% મને મોકલવામાં આવ્યા હતા. એ તો સારું છે કે કેટલાય મેઇલિંગ લિસ્ટ ગયા મહિનાથી અનસબસ્ક્રાઇબ કરવામાં આવ્યા અને અમુકને ડાયજેસ્ટ મોડ પર લઇ જવામાં આવ્યા. નહિતર, આ આંકડો પાંચેક હજાર ઉપર પહોંચી જાત.

* ૧૦૨ ઇમેલ ૫૪ લોકોને મોકલવામાં આવ્યા. એવરેજ એક વ્યક્તિને ૨ ઇમેલ જ!

* ૩૦% ઇમેલમેં કચરાપેટીમાં નાખ્યા.

* સૌથી લાંબી ઇમેલ-શૃંખલા સ્વાભાવિક રીતે ડેબિયનનાં મેઇલિંગ લિસ્ટમાં સર્જાઇ હતી. ટોપ ૧૦માં ૮ તો ડેબિયન જ છે.

* અને સૌથી રસપ્રદ આલેખ મને લાગતો હોય તો,
આલેખ - કેટલા સમયમાં જવાબ આપ્યો, મળ્યો!

ચાલો ત્યારે, નવા મહિનાની શરુઆત પણ ઢગલાબંધ ઇમેલથી થઇ છે. ક્યારેક તો એમ થાય છે કે આપણે સોફ્ટવેર ડેવલોપર છીએ કે ઇમેલ રીપ્લાયર 😉

વર્ડપ્રેસ: ઇમેલ પોસ્ટ ચેન્જીસ

* પાછલી પોસ્ટમાં પ્રશમભાઇના નામના ઉચ્ચારણ વત્તા માઉન્ટ મેઘદૂતના સંચાલકો કે લેખકો વિશેની થોડી અપડેટ તેમની જોડે વાત કરી કરી ત્યારે એક સરસ ફિચર મારા ધ્યાનમાં આવ્યું. ઇમેલ પોસ્ટ ચેન્જીસ. આ શું છે? ધારો કે તમે મલ્ટિ-ઓથર બ્લોગ ચલાવતા હોવ અને એક જણ પોસ્ટ કે પેજીસમાં કોઇ ફેરફાર કરે અને બહુ મોટ્ટી પોસ્ટ હોય તો નાનકડો ફેરફાર નજરે ન ચડે. વર્ડપ્રેસે diff નામના ટુલનો ઉપયોગ કરી આનો સરસ ઉકેલ શોધી કાઢ્યો છે. કરેલો ફેરફાર તમને ઇમેલ દ્વારા મળે છે. સૌપ્રથમ તમારે Settings વિભાગમાં જઇ Email Post Changes માં ઇમેલ (કે એકથી વધુ ઇમેલ, જેટલા સભ્યોને ફેરફાર માટે ઇમેલ કરવો હોય તો) ઉમેરવો અને જરુરી વિકલ્પો પસંદ કરવા.

Email Post Changes

પછી, તમને આ પ્રકારનું પરિણામ મળશે. જો વિકિપીડિઆમાં તમે યોગદાન આપેલું હોય કે લિનક્સમાં કામ કરેલું હોય કે તમે ડેવલોપર હોવ તો તમને diff વિશે ખબર જ હશે 🙂

છે ને મસ્ત? અહીં એક બગ છે, પણ અત્યારે તો ચાલે તેમ છે.

જીમેલ ગુજરાતી – ૨

* વર્ષો પહેલાં (ઓકે, ત્રણ વર્ષ પહેલાં ) એક બ્લોગ પોસ્ટમાં જીમેલ ગુજરાતીમાં ઉપલબ્ધ છે એવું લખ્યું હતું. આજે નવરો બેઠો કંટાળતો હતો તો થયું જરા જોઇએ કે જીમેલ વાળાઓએ શું નવું કર્યું છે. પરિણામ? અત્યંત આઘાતજનક!

કહો જોઇએ. આ શું છે?

જીમેલ ગુજરાતીમાં

ન ખબર પડી? એનું અંગ્રેજી જુઓ.

જીમેલ અંગ્રેજીમાં

ધન્ય છે, જેણે આ ભાષાંતર કર્યું છે!!

અપડેટ્સ અને અપડેટ પરનું અપડેટ્સ

# વિચિત્ર શીર્ષક છે ને? આમ તો અપડેટ્સ જ હોવું જોઈએ પણ, બધાંને ખ્યાલ હશે કે દરેક જોબમાં (એટલે કે નોકરીમાં) આપણે દિવસના અંતે કે અઠવાડિયે ટીમ લીડર કે પ્રોજેક્ટ લીડર કે CxO વગેરેને અપડેટ્સ મોકલવાના હોય છે. હવે, એમાં એવું થાય કે આપણે કંઈ કામ ન કરતા હોય તો વાંધો નહી, પણ એટલું બધું કામ કરીએ કે આપણે જ ભૂલી જઈએ કે શું લખવાનું બાકી રહી ગયું. પહેલાં થોડા વર્ષો હું ઓફિસમાં ડાયરી વાપરતો હતો, પછી પેલી સ્ટિકીનોટ વાપરવાનું ચાલુ કર્યું. ઓફિસ બદલાઈ એટલે કલ્ચર પણ બદલાયું. વચ્ચે તો અમે અપડેટ્સ એડમિનને મોકલતાં હતાં, જેને ટેકનિકલ બાબતો વિશે જરાય સમજણ નહી. જવા દો, મુખ્ય પોઈન્ટ એ કે આ અપડેટ્સને આખા દિવસ અથવા અઠવાડિયામાં સંગ્રહ કેવી રીતે કરવા? કેટલાંક વિકલ્પો અહીં મૂકેલ છે.

૧. પેન-પેપર કે ડાયરી – સસ્તું, સરળ. પણ એમાંય બહુ મહેનત કરવી પડે. ડાયરી ખોવાઈ જાય વગેરે વગેરે. પસ્તી વધે. પર્યાવરણ…

૨. ટોમબોય કે બાસ્કેટ જેવાં સ્ટિકીનોટ સોફ્ટવેર વાપરી શકાય. સ્ટિકીનોટ ચોંટાડવાની મજા અલગ છે, પણ એ પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં ચાલે. બેંગ્લોરમાં હું હતો એ બોર્ડ જોવા જેવું હતું.

૩. વિકી. હા, અત્યારે આ વિકલ્પ ચાલે છે. મારા લેપટોપમાં જ ઓફલાઈન વિકી છે. દરરોજ, કે દર બે-ત્રણ કલાકે અપડેટ કરો. હું ઈકીવિકી વાપરું છું. જેનું બેકએન્ડ ગીટ પર છે. એટલે વેબ બ્રાઉઝરની વગર પણ ટર્મિનલ પર અપડેટ થાય. મજા આવે. વર્ઝન કંટ્રોલનાં ફન્ડામેન્ટલ વગેરે પણ એકદમ સાફ (એટલે કે ક્લિઅર) થઈ જાય.

૪. એક બીજો વિકલ્પ – સીધો જ ઈમેલ. ડ્રાફટ કરી રાખવાનો. જીમેલમાં કેન રીસ્પોન્સ જેવો સરસ વિકલ્પ છે.

૫. બોસ જોડે સીધી જ વાત. આ સૌથી સરળ.

બાકી અપડેટ્સમાં તો –

અ. લિંચપીન પુસ્તક વિશેની આ પોસ્ટ વાંચી તેનો તરત ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ પુસ્તક ધ્યાન બહાર કેમ રહી ગયું એ સવાલ હજી પણ થાય છે.

બ. ગયા રવિવારે પેલી હાઈજેક બસમાં જઈ આવ્યા. સરસ છે. દુર્ભાગ્યે એ લોકો હાઈ-વે પર જ ફેરવે છે. જો સીટીમાં જતી હોય તો મજા પડી જાય. જમવાનું ઠીક-ઠાક છે. એમની વેબસાઈટ પર બુકિંગ ન થયું (એ લોકો ક્રેડિટ કાર્ડ અથવા પે-પાલ વાપરે છે) પણ, ફોન પર તરત બુકિંગ કરી આપ્યું. સરસ કહેવાય.

ક. કવિનને મારી ગઈસાલની કોરી પડેલ ડાયરી આપી છે. જેમાં જે H, O, V, L, I વગેરે અક્ષરો ભરી રહ્યો છે. કદાચ ત્રણ-ચાર દિવસમાં એ ઊંચી મૂકી દે તો નવાઈ નહી.

આજની સલાહ

* કોમન સેન્સ એ અનકોમન છે.

કોઈનો ઈમેલ બ્લોગ પર મૂકવો એ કોમન સેન્સ ન હોવાનું ઉત્તમ ઉદાહરણ છે. અને, આવું કર્યા પછીયે તેમને ફરક ન પડે એ માટે શું કહેવાય? નોનસેન્સ?

નવા વર્ષે ઇમેલ આવ્યો..

* નવા વર્ષે લોકો શુભેચ્છા પાઠવે છે. ઇમેલ, એસ.એમ.એસ. (ના, એમ.એમ.એસ. તો માત્ર સ્પેશિઅલ કેસમાં જ ચર્ચામા કેમ છે, એ સવાલ છે) કે પછી ફોન. એસ.એમ.એસ.માં ફોર્વડ કરી શકાય છે, ફોન તો કદાચ ૧-૧ માધ્યમ છે કે પછી ૧-ઘણાં બધાં જોડે પણ વાત કરી શકાય છે.

પણ, મહેરબાની કરી ઇમેલ કરો તો BCC જેવી સુવિધાનો ઉપયોગ કરો, મિત્રો. મફતમાં ઇમેલ સરનામું સ્પામરોને ન વહેંચો. બાકી તમારા ઇમેલ અમને ગમે જ છે.

ધન્યવાદ અને બેક ટુ વર્ક.

ફાયરશીપ

* થોડા સમય પહેલાં મેં મને ગમતાં ફાયરફોક્સ એડ-ઓન્સ વિશે લખેલું. તેમાં એક હતું HTTPS Everywhere. હવે, આ એડ-ઓન વાપરવાનું એક કારણ છે – ફાયરશીપ. જો તમે હજી પણ બધી જગ્યાએ (ખાસ કરીને, જીમેલ, ફેસબુક, ટ્વિટર વગેરે) https પ્રોટોકોલનો ઉપયોગ ન કરતાં હોવ તો – તે સમય હવે આવી ગયો છે.

બાકી તો રામ હી રાખે.

સ્ત્રોત – ટેકક્રન્ચનો આ લેખ

સેમિનાર @ બી. એસ. પટેલ પોલિટેકનિક, ખેરવા

… એટલે કે લિનક્સ સેમિનાર, બી. એસ. પટેલ પોલિટેકનિક, ખેરવા.

મારી અને પ્રતિક મેવાડાની મુલાકાત થઈ, ફેસબુક પર. ઓળખાણ તો થઈ, પણ સરસ વસ્તુ એ બની કે પ્રતિકભાઈ બી. એસ. પટેલ પોલિટેકનિકમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગમાં લેક્ચરર. અમારી ફેસબુક પર જ વાતો ચાલતી હતી કે કોલેજમાં કંઈક સેમિનાર રાખીએ જેથી વિદ્યાર્થીઓને લિનક્સ અંગે કંઈક માહિતી મળે.

છેવટે, ૦૯-૧૦-૧૦ તારીખ નક્કી થઈ. પણ, રાબેતા મુજબ સ્લાઈડ્સ વગેરે મેં આગલી રાતે જાગીને જ બનાવ્યું. સ્લાઈડ્સ ટૂંક સમયમાં મારા જીટહબ – ટોક – પાનાં પર મૂકવામાં આવશે (સુધારા, વધારા સાથે). નક્કી કરેલા સમય ૫.૪૫એ બસ સ્ટેન્ડ પર પહોંચ્યો (કેવી રીતે પહોંચ્યો, એ અલગ વાર્તા છે). ૭.૩૦ જેવાં કોલેજ પહોંચ્યા, બધા જોડે પરિચય કર્યો અને ઇન્ટરનેટની સગવડ તપાસી. ચાલતુ હતું પણ પ્રોક્સીની મગજમારી. ભારતની કોલેજમાં મેનેજમેન્ટ એમ જ છે કે ઇન્ટરનેટ મર્યાદિત જ આપવું જોઈએ નહિતર છોકરાંઓ સમયનો બગાડ કરે. પ્રોક્સી એવું વિચિત્ર નીકળ્યું કે હું apt-get નો જાદુ ન બતાવી શક્યો.

ચા-નાસ્તા પછી લગભાગ ૯.૧૫ જેવો સેમિનાર ચાલુ થયો. બૂકે આપીને મારુ સ્વાગત કરવામાં આવ્યું જેનાથી મને બહુ ફોર્મલ લાગણીઓ થઈ (કફ, કફ). મારું પહેલું પ્રેઝન્ટેશન બોરિગ હતું, બોરિંગ એટલા માટે કે એમાં લિનક્સ શું છે અને તેનો ઈતિહાસ તેમજ ફ્રી સોફ્ટવેરની વાતો વધારે હતી. કેટલાય લોકોને મેં બગાસા ખાતા જોયા. એ પહેલાં શરુઆત જોકે Truth Happens મુવીથી કરી એટલે થોડોક રસ પડ્યો હોય એમ લાગ્યુ.

બીજું સેશન મોટાભાગે લિનક્સનાં કાર્યક્રમો વિશેનો હતો અને એમાં મેં સ્લાઈડ્સની જગ્યાએ પ્રેક્ટિકલ ઉદાહરણો પર વધારે ભાર મૂક્યો. પ્રોજેક્ટ મેનેજમેન્ટ (એટલે કે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ કેવી રીતે બનાવે છે અને કેવી રીતે એકબીજાની આવૃત્તિમાં ફેરફાર કરે છે) એ ઉદાહરણમાં બધાંને મજા આવી હોય તેમ લાગ્યું. અને સૌથી વધુ મજા gource ના લાઈવ ડેમોમાં આવી.

મેં ગ્રેસ હોપરથી માંડીને ગીટ સુધીની વાર્તાઓ કહી. સેશન પૂરી થયા પછી તાળીઓ બહુ પડી, મને જલ્દી જવાનું કહ્યું કે પછી બધાને બહુ મજા આવી એ વાત મને અત્યારે ખબર પડી. કારણ કે, બે વિદ્યાર્થીઓનાં ઈમેલ આવ્યા કે સેશન સારુ હતું. થોડાક સૂચનો પણ મળ્યાં.

આવતી વખતે,
૧. એક કે બે દિવસનો વર્કશોપ.
૨. ખેરવા લિનક્સ યુઝર ગ્રુપની સ્થાપના?
૩. બરોબર તૈયારી 🙂

સોરી. નો પિક્ચર્સ અત્યારે. અનિલભાઈ (ફેકલ્ટી) મને ઈમેલ કરે ત્યારે આ પોસ્ટ ફરી અપડેટ કરીશ.

આખરે, ચિત્રો હાજર છે. અનિલભાઈનો આભાર.

અને છેલ્લે, મેન્ડેટરી સેલ્ફ પિક્ચર તો ખરું જ…

ઈમેલ

* ઇમેલ કે ઇ-મેલ પણ…

સોર્સ: http://theoatmeal.com/comics/email અને જુઓ ટ્વિટર: @oatmeal

૧૦ વર્ષ

* થોડા દિવસ પર ઈન્ટરનેટ પર કંઈ શોધખોળ કરતો હતો ત્યારે મારી યાહુની પ્રોફાઈલ પર વાંચવા મળ્યું: “Member since: 22/09/2000” એટલે કે આજે મારા અને ઈન્ટરનેટના મિલનના (અથવા મારા અને યાહુના – જે ગણો તે) ૧૦ વર્ષ પૂરા થયા. યાહુનું ઈમેલ છેલ્લાં ચારેક વર્ષથી ખાલી સાચચવા ખાતર રાખ્યું છે. ન કરે નારાયણને ભારતની ટકે શેર ભાજી અને રીમોટ કન્ટ્રોલ ઓપરેટેડ રાજા વાળી સરકાર જીમેલ બંધ કરી દે તો? આપણે તો ખાલી ફોગટનાં ફસાઈ જઈએ. બે ઈમેલ ખાતાં, બે બેન્ક ખાતાં અને બે ચશ્માં આ ત્રણ વસ્તુઓ બે રાખવી સારી.  (ના, બે પત્નિઓ ન રાખવી, એવું છાપામાં વાંચેલું.) 😉

નોંધ: એમ તો ઈન્ટરનેટ પહેલી વાર ૧૯૯૭-૧૯૯૮ આસ-પાસથી ક્યાંક વાપરવા મળેલું પણ તે વખતે ઈમેલ બનાવવાની દરકાર ન કરી હતી..

નોંધ ૨: પહેલું કોમ્પ્યુટર જોયું – ૧૯૯૧માં. શાળામાં જ્યારે કોમ્પ્યુટર શિક્ષણ ચાલુ થયેલું. ૩૨ કેબી મેમરી ધરાવતા બીબીસી કોમ્પ્યુટર અને ૬૪૦ કેબી મેમરી વાળા આધુનિક ૨૮૬ મશીન. હાર્ડ-ડિસ્ક એટલે શું? 😉

મોબાઈલ સ્પામ

* જેમ ઇમેલમાં સ્પામ સંદેશ આવે તેમ બધાને ખબર છે કે મોબાઈલમાં પણ હવે સ્પામ એસ.એમ.એસ. અને કોલ આવે છે. ડુ નોટ ડિસ્ટર્બની સુવિધા બકવાસ છે અને તેમ એસ.એમ.એસ.ને લાગુ પડતી નથી. વળી પાછી, વેટુએસએમએસ જેવી ફ્રી એસએમએસ આપતી સાઈટ્સ તમારા મોબાઈલ નંબરની સાથે તમે જે કોઈ લોકોને સંદેશ મોકલો તેમનો ય નંબર હડપ કરી લે છે. મોબાઈલમાં આવતા સંદેશના નંબરની આગળ TA, TD વગેરે લખેલ હોય છે, તેની વિગતે માહિતી અહીં મળી શકશે.

છેલ્લાં પંદર દિવસમાં મારા મોબાઈલ પર આવેલ એસ.એમ.એસ.નું વિવરણ (હા, બેંક વગેરે પણ આ રીતે સંદેશ મોકલે છે, જે બાદ કરેલ છે).

TA – ૩
TD – ૫
TM – ૨
DM – ૧
IZ – ૧
LM – ૧

સિંહફાળો ટાટા ટેલિકોમનો છે, જે નવાઈની વાત નથી.

આજનાં સમાચાર

* એટલે કે ખરેખર WTF સમાચાર છે: સરકાર Skype, Gmail, Blackberry પર પ્રતિબંધ મૂકશે. સરકારની સલામતી સંસ્થાઓ એટલી મૂર્ખ છે કે તેમને જીમેલની સિસ્ટમ સમજાતી નથી? Blackberry અને Skype સમજ્યા કે બહુ ખાનગી અને વિચિત્ર સિસ્ટમ ઉપયોગ કરે છે. પણ, Gmail? ઓહ.

ના ચાલે, ભાઈ, ના ચાલે..