કોમિક્સ

* કાલે રાત્રે જમ્યા પછી ભરપૂર બગાસાં ખાધાં. ફિલમોનો સ્ટોક પૂરો. પુસ્તકોનો સ્ટોક પૂરો. કિન્ડલ હજી બેટ્રી વગર ડચકાં ખાતું હતું. ઘરે ફોન કરી લીધો હતો અને કોઇ પણ પ્રોજેક્ટમાં commit કરવાની બાકી નહોતી. ટેમ્પલ રન ૨ રમી-રમીને થાક્યો હતો. આ બધાંનું પરિણામ? પેલો કંટાળો! એટલે ગુગલમાં રેન્ડમ સર્ચ ચલાવીને ક્યાંકથી ઇન્દ્રજાલ કોમિક્સ શોધી કાઢી અને comix નામના સરસ સોફ્ટવેર વડે ઢગલાબંધ કોમિક્સ બુઘેડી. ખોપડીનુમા ગુફા, વૈતાલ, રેક્સ, મિત્રદ્રિપ, મેન્ડ્રેક, લુથાર – આ બધાં પર કોઇ મસ્ત ફિલમ કેમ નથી બનતી? ફેન્ટમ ઉર્ફે વૈતાલ પર ફિલમ બની છે, પણ એ એટલી ભંગાર છે કે હવે કદાચ કોઇને આ વિષય પર આગળ વધવાનું મન થતું નહી હોય.

હવે, થોડા દિવસો કોમિક્સ ખાતે.

કંટાળો

* કોઇ માણસ કેટલી હદ સુધી કંટાળી શકે? સામાન્ય રીતે કોઇ જમવા કેખાવામાં કંટાળે? જ્યારે જમવા જવાનો પણ કંટાળો આવે ત્યારે સમજી શકાય કે એ ખરેખર કંટાળી ગયો છે – અને આજ કાલ મારી જોડે એવું થાય છે. પણ, મારા કિસ્સામાં મને ખબર નથી પડતી કે હું શેનાથી કંટાળી ગયો છું. ફિલમો જોઇ-જોઇને થાક્યો છું એટલે હવે અઠવાડિયામાં એકાદ-બે જ જોવી એવું રાખવું છે. વાંચન શરુ કર્યું છે, એટલે થોડું સારું લાગે છે, પણ તેના પર પણ કંટ્રોલ રાખવો પડશે. હા, એક દોડવા સિવાય બધે જ કંટાળો વ્યાપી ગયો છે.

કંટાળાના એક બીજા ઉપાય તરીકે ગુજરાતી વિકિપીડિઆમાં સરસ કામ થાય છે. નવાઇની બીજી વાત કે વિકિપીડિઆમાં અશોક દવે પર કોઇ લેખ નહોતો. એટલે, બનાવી લેવામાં આવ્યો!

ચાલો ત્યારે આ પોસ્ટ લખવાનો પણ કંટાળો આવે છે 😉