અપડેટ્સ – ૨૦૮

* હવે પેલી દુકાનની જગ્યાએ સોડા પબ બન્યું છે 😉
* છેલ્લી અપડેટ્સ પછી મુંબઈમાં ઘણો વરસાદ પડી ગયો અને આ વરસાદમાં બહુ સાયકલ ચલાવી. હવે તો નવાં શૂઝ અને પેડલ પણ છે, એટલે વધુ સારી ઝડપ મળે છે. એટલે હવે શનિવારની ૩૦૦ કિમી બી.આર.એમ.માં મઝા આવશે. (અથવા તકલીફ થશે!) હા, આ શૂઝ-પેડલ પછી ત્રણ વખત પડ્યો અને ચાર-પાંચ વખત પડતા બચી ગયો એટલે તેના પૈસા વસૂલ છે.
* વરસાદ હવે ઓછો થયો છે અને સપ્ટેમ્બર-ઓક્ટોબરની ગરમીની શરૂઆત છે. આ ગરમીમાં અમે પતંગ કેવી રીતે ઉડાવતા (એ પણ ટોપી વગર!) એ યાદ કરીને પરસેવો આવી જાય છે.
* કિંડલનો ઉપયોગ ફરી શરૂ કર્યો છે, હવે આગામી પ્રવાસોમાં જોડે રાખીશ અને બાકી રહેલ પુસ્તકો પૂરા કરીશ તેવો નિર્ણય કર્યો છે.
* UPI નો પહેલી વખત ઉપયોગ કર્યો. સરસ વસ્તુ છે.

Advertisements

આજની કડી

* ગુજરાતી, ગુજરાતી પ્રકાશકો અને ઈ-બુક્સનું સરસ પૃથ્થકરણ કરતો જીજ્ઞેશભાઈનો લેખ, http://aksharnaad.com/2012/07/09/ebooks-and-gujarati-publishing/

Lumos! ગુજરાતી પ્રકાશકો!!!

શરદી, હેરી પોટર અને ડાબો પગ

* ન જાણે ક્યાંથી ભયંકર શરદી થઈ છે. આજનો દોડવાનો ટ્રેઈનિંગ કાર્યક્રમ પણ પડતો મૂકવામાં આવ્યો.

* છેલ્લા ત્રણ દિવસથી કિંડલની કઢી કાઢવામાં આવી છે. હેરી પોટર ભાગ – ૨ નું વાંચન ચાલે છે, હિન્દીમાં. વર્ષો પછી હિન્દીમાં કંઈ વાંચવાનો મોકો મળ્યો છે (ન્યૂઝ ચેનલમાં પેલી સરકતી પટ્ટીઓના બ્રેકિંગ ન્યૂઝ સિવાય) એટલે મજા આવે છે. ફરી અંગ્રેજીમાં બધા ભાગ આરામથી વાંચવાનો પ્લાન છે, પણ કિંડલમાં અનુભવ બહુ સારો નથી. ખાસ કરીને રાત્રે આંખો ખેંચાવાની શરુ થઈ જાય છે.

* અને હા, ડાબો પગ અત્યારે આરામ આપવો પડે એવી સ્થિતિ છે. હવે, શનિવારે ફરી દોડવાનો પ્રયત્ન કરવામાં આવશે.