મારા લોકડાઉન અપડેટ્સ – ૮

હાજર છે, વધુ એક લોકડાઉન અપડેટ!

ઉપરોક્ત ત્રણ છબીઓ છેલ્લા અપડેટ વચ્ચે બનેલી ઘટનાઓનો સચિત્ર સારાંશ છે. નવું કેકટ્સ, કભી ખુશી-કભી ગમ અને દર વર્ષે ઉંમર વધારતો અને વાળ ઘટાડતો (સફેદ) હું વત્તા મસ્ત કેક!

સાયકલિંગમાં જોઇએ તો બહુ બધું (અથવા કોકીના મતે – વધારે પડતું ;)) ઇન્ડોર સાયકલિંગ કર્યા પછી આજે પહેલી વખત હું અને કવિન સાયકલ ચલાવવા માટે બહાર ગયા. કવિનની હાલત ખરાબ થઇ પણ, એકંદરે તેને મજા આવી. ગઇકાલે તેની સાયકલ ૬ મહિના પછી પહેલી વખત સાફ કરી. તેની મજા મારા માટે એકસ્ટ્રા ગણવામાં આવશે. નવા (ચાઇનિઝ) પંપનો ટેસ્ટ કર્યો અને તે ટેસ્ટ સફળ રહ્યો.

નવા લેપટોપમાં હજુ માઇક્રોફોનના લોચા છે. રે ૨૦૨૦, આમાં પણ તું નિષ્ફળ નિવડ્યું 😉

આવતી પોસ્ટમાં મિહિર પાઠકના પુસ્તક વિશે લખવાનું છે, જે ક્યારનુંય રહી જાય છે!

PS: આ કડી સ્ટ્રાવા iFrameનો એક નિષ્ફળ ટેસ્ટ છે!

PS II: બિલાડો મજામાં છે.

કમર દર્દ અને કેક

* નવી વસ્તુ આવી છે – કમર દર્દ.

છેલ્લાં બે દિવસથી પેટમાં દુખાવો, કમર દર્દ અને થોડો તાવ. પેટમાં દુખાવો વત્તા તાવ પેલી કેક શોપને જાય છે જ્યાં,

લાલ લાલ કેક

પછી શું થાય? જીભના કર્યા પેટે વાગ્યા!!

કમર દર્દ માટે મુવ નથી ટ્રાય કર્યો. કાલે સવારે થોડી કસરત વત્તા યોગ (યોગા નહી)નો ટ્રાય કરવામાં આવશે.

હેપ્પી બર્થ ડે, મમ્મી..

* ઘણાં વખતે મમ્મીનાં બર્થ ડે પર કેક લાવ્યા. મજા આવી ગઈ. કેક પર આ નામ કેમ લખ્યું છે તે તો માત્ર ઘર વાળાને જ ખબર છે 😀 બપોરે અદિતિ રેસ્ટોરાંમાં જમવા માટે ગયા હતા. અને, સાંજે બહાર જવાનું બહાનું કાઢી ગિફ્ટ લેવા ઓબેરોય (મોલ, હોટલ નહી!!) ગયા. જેમ થવાનું હતું તેમ, ગિફ્ટ તો લીધી, બીજી ખરીદી પણ થઈ ગઈ.

કોણે કરી આ શોપિંગની શોધ?

એની વે, કેકનો ફોટો તો માણો..