અપડેટ્સ

* ઓફિસમાંથી નવું લેપટોપ Lenovo T410 મળ્યું એટલે ગઈકાલ સાંજથી તેને ક્યાં રાખવું એ મથામણ ચાલે છે. અત્યારે તો તે વિન્ડોઝ ૭ પ્રોફેશનલ (હેહે, પ્રોફેશનલ..) ધરાવે છે અને એક કી-બોર્ડ, માઉસ વડે લિનક્સ લેપટોપ જોડે સિનર્જી વડે જોડાયેલ છે. પણ, આ વિન્ડોઝ ૭ તો માત્ર ૭ દિવસ..

Lenovo T410

* ફેબ્રુઆરીમાં ફરી પાછો કોઝિકોડે, સુરત અને માર્ચમાં બેંગ્લોર – ત્રણેય જગ્યાએ ટેક-ઈવેન્ટ્સ. મજા આવી જશે. પહેલી બે જગ્યાએ ડેબિયન, ત્રીજી જગ્યાએ કેડીઈ.

* ઘર માટે સ્કેનર-પ્રિન્ટર-કોપી સુવિધા ધરાવતું MFD લેવાનું વિચારું છું. કોઈ સૂચનો?

Advertisements

કાલિકટની મુલાકાત…

* શનિ અને રવિ એટલે રજા અને મજાનાં દિવસો. છેલ્લી મિનિટે કાલિકટ (અથવા બીજું નામ, કોઝિકોડે) ખાતે ફોસમીટ@એન.આઇ.ટી.સી કોન્ફરન્સમાં જવાનું નક્કી કર્યું. અને ખબર પડી કે કોઇ પ્રકારની ટિકિટ તો મળતી નથી. આજે ઉગાડીનો તહેવાર હોવાથી અહીં રજા છે, એટલે લોકો ત્રણ દિવસની રજા હોવાથી બહુ બહાર ફરવા જાય છે. એટલે પછી હિંમત કરીને ટેક્સી કરી. હું અને મારો મિત્ર અંજન બંને જણાં શુક્રવાર રાત્રે નીકળી પડ્યાં. કાલિકટ જવા માટે મૈસુર થઇને જવું પડે છે. જતી વખતે ૭ કલાકની રાત્રિ મુસાફરી બહુ કષ્ટદાયક નીવડી પણ પછી કેરાલાનું વાતાવરણ અને લીલોછમ વિસ્તાર જોઇને બધો થાક ઉતરી ગયો.

કોન્ફરન્સ પણ સરસ રહી, ઘણાં બધાં મિત્રો ફરી પાછાં મળ્યાં. અમારી જોઇન્ટ ટોક પણ સરસ અને એકદમ ઇન્ટરએક્ટિવ હતી. વળતી વખતે મજા આવી ગઇ. ફુગટ લેક, મૈસુર પેલેસ અને કામત હોટેલનું ઉત્તરી કર્ણાટકનું ડિનર મસ્ત હતું..

તો, જુઓ મારાં થોડાંક ફોટાઓ. વધુ તમે અંજનનાં ફ્લિકર પર જોઇ શકો છો. કારણકે, મારો કેમેરો ફરી બગડી ગયો છે 😦