હિમજી એપ

* એમાં થયું એવું કે વોટ્સએપ પર એક સંદેશો મળ્યો કે હવે હિમજી એપ વડે તમે ૫૦૦૦ મિત્રોને એક ગ્રુપમાં ઉમેરી શકો છો અને આ એપ ગુજરાતના એક વિદ્યાર્થીએ (વાંચો: ૯માં ધોરણમાં ભણતા) બનાવી છે. તો આપણે પણ આ એપ ચકાસી. તો શું બહાર આવ્યું?

૧. આ એપ ટેલિગ્રામ ક્લાયન્ટ છે. હા. ડિટ્ટો કોપી-પેસ્ટ. તમે પણ આવી એપ સરળતાથી બનાવી શકો છો. સત્ય બહાર લાવવા માટે ટેલિગ્રામ અને આ હિમજી એપ સાથે ઇન્સ્ટોલ કરવી.

૨. આ ભાઇ એ ભંગાર રંગો અને UI વાપર્યા છે. ટૂંકમાં કોપી-પેસ્ટમાં અક્કલ હોતી નથી.

૩. ગુજરાતનો છોકરો (કે છોકરી) – આ નામે કંઇ પણ ચાલે છે.

૪. લોકો ચકાસ્યા વગર કંઇપણ ફોર્વડ કરે છે.

૫. વોટ્સએપ ગ્રુપમાં અક્કલનું પ્રદર્શન થાય છે.

૬. જો તમે આ પરથી બનાવેલી એપનો સોર્સ કોડ ન આપો તો કાયદાકીય રીતે ખોટું છે. ટેલિગ્રામ GPLv2 લાયસન્સ હેઠળ છે.

છેલ્લે, જય હિમ! 🙂

Advertisements

વિકિપીડિયા અને સ્ક્રિનશોટ

* થોડા સમય પહેલાં મેં ગુજરાતીલેક્સિકોન.કોમનો એક લેખ ગુજરાતી વિકિપીડિયા પર લખ્યો અને સાઇટનો સ્ક્રિનશોટ અપલોડ કર્યો. હવે, થયું એવું કે, ગુજરાતી વિકિપીડિયાના સંચાલકોનો મને ઇમેલ આવ્યો કે આ સ્ક્રિનશોટ એ કોપીરાઇટ વાળું મટિરીઅલ હોવાથી હટાવી લેવામાં આવશે. મને થોડાં પ્રશ્નો ઉદ્ભવ્યા:

૧. કોમ્પ્યુટર મારું, સ્ક્રિનશોટ હું લઉં છું તો કોપીરાઇટ કોનો?

૨. ફોટોગ્રાફીમાં જે ફોટોગ્રાફ લે તેનો કોપીરાઇટ ગણાય, સ્ક્રિનશોટમાં તેવું કેમ નહી?

૩. સોફ્ટવેર ફ્રી હોય તો, સ્ક્રિનશોટ પણ આપમેળે ફ્રી ગણાય?

૪. સાઇટ સિવાય કોમર્સિયલ સોફ્ટવેરનાં સ્ક્રિનશોટ માટે શું કરી શકાય?

થોડાં ખાંખાખોળાં પછી આ માહિતી અને નીચેની નોંધ મળી (હા, આ પણ સ્ક્રિનશોટ છે! ;))

શું કરવું, હવે? તમે ધ્યાન રાખજો!