ભણતર વિનાનો ભાર

એમાં થયું એવું કે ગઇકાલે કવિનને હિંદીમાં હોમવર્ક મળ્યું. હોમવર્ક તો ભલે આપ્યું પણ તે શું હતું? હિંદીની ચોપડીમાંથી ચાર પાનાઓ કોપી કરીને બેઠ્ઠા લખવા. હવે મને યાદ છે ત્યાં સુધી મારી શાળામાં આવું કોપી-પેસ્ટ હોમવર્ક તો નહોતું જ મળતું (અને મળતું હશે તો હું પૂરું નહીં કરતો હોઉં!). પણ, હવે ૨૦૧૭માં ICSE શાળાના શિક્ષકો ૧૯૧૭ પ્રકારનું હોમવર્ક આપે ત્યારે થોડું લાગી આવે અને ભાર વિનાનું ભણતર, ભણતર વિનાનો ભાર બની જાય :/

Advertisements

હિમજી એપ

* એમાં થયું એવું કે વોટ્સએપ પર એક સંદેશો મળ્યો કે હવે હિમજી એપ વડે તમે ૫૦૦૦ મિત્રોને એક ગ્રુપમાં ઉમેરી શકો છો અને આ એપ ગુજરાતના એક વિદ્યાર્થીએ (વાંચો: ૯માં ધોરણમાં ભણતા) બનાવી છે. તો આપણે પણ આ એપ ચકાસી. તો શું બહાર આવ્યું?

૧. આ એપ ટેલિગ્રામ ક્લાયન્ટ છે. હા. ડિટ્ટો કોપી-પેસ્ટ. તમે પણ આવી એપ સરળતાથી બનાવી શકો છો. સત્ય બહાર લાવવા માટે ટેલિગ્રામ અને આ હિમજી એપ સાથે ઇન્સ્ટોલ કરવી.

૨. આ ભાઇ એ ભંગાર રંગો અને UI વાપર્યા છે. ટૂંકમાં કોપી-પેસ્ટમાં અક્કલ હોતી નથી.

૩. ગુજરાતનો છોકરો (કે છોકરી) – આ નામે કંઇ પણ ચાલે છે.

૪. લોકો ચકાસ્યા વગર કંઇપણ ફોર્વડ કરે છે.

૫. વોટ્સએપ ગ્રુપમાં અક્કલનું પ્રદર્શન થાય છે.

૬. જો તમે આ પરથી બનાવેલી એપનો સોર્સ કોડ ન આપો તો કાયદાકીય રીતે ખોટું છે. ટેલિગ્રામ GPLv2 લાયસન્સ હેઠળ છે.

છેલ્લે, જય હિમ! 🙂

ડમી કોમેન્ટ, અંગત આક્રમણ અને ગુજરાતી બ્લોગ જગત

* હવે, એમાં થયું એવું કે ચોતરો નામનો બ્લોગ (?) ચલાવતાં ભાઈ (કે બેન કે પછી કંઈક બીજું) પહેલાં, કોપી-પેસ્ટ, પછી પાયરસી અને વાતોનાં વડાંની જગ્યાએ પર્સનલ આક્રમણ કરવા લાગ્યા છે. એટલે હવે, આ બ્લોગ પાછો સક્રિય કરવો પડ્યો છે.

ગઈકાલે ચકાસણી કરવા માટે તેમનાં જ નામથી (wbtacker320) જ્ઞાનનું (કે કોપી-પેસ્ટનું) નાળું નામના બ્લોગ પર ટેસ્ટ કોમેન્ટ કરી. હવે આ નાળું અને ચોતરો બન્ને એક જ હોય એમ લાગતું હતું કારણકે ચોતરાએ પોતાની ઓળખાણ આપી નહોતી. છેવટે, નક્કી થયું કે આ નાળું તો ચોતરાવાળાનું જ છે.

તમે જ નક્કી કરજો. આવાં નફ્ફટ ચોતરા અને નાળાં માટે કયા શબ્દો વપરાય? વર્ડપ્રેસને યોગ્ય ફરિયાદ પણ કરવામાં આવી છે. તમે પણ આવા બ્લોગને રીપોર્ટ એઝ સ્પામ કરીને ફરિયાદ કરી શકો છો.

(હવે એક ઊંડો શ્વાસ અને મોટો બ્રેક!! આવજો!)

સરળતાથી કોપી-પેસ્ટ કઈ રીતે કરશો?

… એકદમ સરળ છે.
* કંટ્રોલ-a દબાવો, કંટ્રોલ-c વડે કોપી કરો અને કંટ્રોલ-v વડે પેસ્ટ કરો.
* ના, થાય તો, માઉસ વડે સિલેક્ટ કરો. અને રાઇટ ક્લિક કરી કોપી-પેસ્ટ કરો.
* મેકમાં કંટ્રોલની જગ્યાએ કમાન્ડ કી નો ઉપયોગ કરો.
* મારા ફેવરિટ એડિટર Vimમાં કોપી (Control+Shift+c) અને પેસ્ટ (Control+Shift+v) કરો.
* રાઇટ ક્લિક કરવાની ના પાડે છે? જો ફાયરફોક્સ વાપરતા હોવ તો, Edit–>Preferences–>Content માં જઇને Enable JavaScript નું ચેકબોક્સ અનચેક કરો. પણ, પાછું ચેક કરવાનું ભૂલતા નહીં, નહીંતર ઘણી વેબસાઇટો ખૂલશે જ નહીં કે યોગ્ય રીતે કામ નહીં કરે. દા.ત. વર્ડપ્રેસ.કોમ 🙂

DisableJavascript

* વેબડેવલોપર કે ફાયરબગ જેવા ટુલ્સ તમે વધુ છેડછાડ કરવા વાપરી શકો છો.
* નોંધ: આ પેસ્ટ માટે મને કંઇ પૂર્વગ્રહ લાગે છે. દરેક વખતે કંટ્રોલ-p જ લખાઇ જાય છે 😦

કોપી-પેસ્ટનો ઉપાય

* હા, આ એક ભયંકર માનસિક બિમારી છે.

જો કે તમે તમારા માઉસથી કોપી-પેસ્ટ કરવાની જગ્યાએ અનેક સ્માર્ટ રીતે કોપી-પેસ્ટ કરી શકો છો!

૧. Control+c અને Control+v અનુક્રમે કોપી અને પેસ્ટનાં કી-બોર્ડ શોર્ટકટ છે.

૨. મેકમાં કમાન્ડ કી Command+c અને Command+v વાપરવી પડે છે. તમને જો કોપી-પેસ્ટનો બહુ જ શોખ હોય તો તમે અહીં બતાવેલ ઘરેણાંઓનો ઓર્ડર પણ આપી શકો છો!

૩. લિનક્સમાં Contol+C કર્યા પછી માઉસનું વચ્ચેનું બટન દબાવતાં કોપી કરેલ કન્ટેન્ટ પેસ્ટ થઇ જશે. બ્લોગ જગત માટે સર્વોત્તમ છે. કદાચ વિન્ડોઝમાં પણ આ ટીપ્સ ચાલે છે. એકાદ બ્લોગમાંથી ઉઠાવી અહીં કોમેન્ટમાં પેસ્ટ કરવા વિનંતી (થેન્ક્સ).

૪. તમારે જો એકસાથે ઘણું બધું કોપી કરવું હોય અને પછી જરૂર પડે ત્યારે કોપી કરવું હોય તો, તમે ક્લિપબોર્ડ જેવા સરસ ફીચરનો ઉપયોગ કરી શકો છો.

અપડેટ: થેન્ક્્સ ટુ કુનાલ! મારે લિનક્સમાં પાછા જવાની જરૂર છે. Control+P નહીં પણ, Control+v એ પેસ્ટ કરવાની કી છે!!!