ડબલ ક્વોટ્સમાં “ડ”

nginx

ઉપરનું પાનું જો તમે Nginx વેબ સર્વર તમારા કોમ્પ્યુટર કે સર્વરમાં ઇન્સ્ટોલ કર્યુ હોય તો કશી જ ગોઠવણ વગર દેખાય. ઘણી વખત વેબસાઇટ બનાવવા વાળા ગરબડ કરે તો ફોલબેક પણ દેખાય, એ વખતે ડેબિયનના Nginx પેકેજ મેઇન્ટેનર તરીકે મારું ઇમેલ સરનામું બગ્સ રીપોર્ટના પાનાં પર પણ દેખાય છે (કાર્તિક@ડેબિયન.ઓર્ગ), એટલે લોકો એમ સમજે કે એમની વેબસાઇટને ડાઉન કરવામાં મારો હાથ (કે પગ) છે. બોલો. અમુક લોકોએ તો મને ધમકી પણ મોકલી. એટલે, હાલમાં હું મોસ્ટ વોન્ટેડ છું 🙂

ટૂંકમાં, ડફોળ લોકોની સંખ્યા ટેકનોલોજીના ફેલાવા સાથે વધતી જ રહી છે!!

આ વર્ષનો નવો શોખ…

… એટલે નવી ભાષા(ઓ) શીખવા માટે, ડ્યુઆલિંગો. ખરેખર બંધાણી બની જવાય તેવી (એટલે કે એડિક્ટિવ) અને મજાની વસ્તુ છે. ડ્યુઆલિંગોની શરુઆતમાં જ્યારે તેના વિશે સમાચાર સાંભળ્યા ત્યારે એકાદ વખત પ્રયત્ન કર્યો, પણ મજા આવી નહોતી. ફરી પાછું મેક્સિકોમાં તેના ફાઉન્ડરે તેના વિશે વાત કરી ત્યારે પણ ફરી પ્રયત્ન કર્યો પણ બહુ મજા ન આવી પણ અમિરના આગ્રહ પરથી ફરી મોબાઇલથી શરુઆત કરી અને પછી ઘરે આવીને વેબસાઇટ પર જર્મન શીખવા માટે બેઠો છું. જોડે ‘જર્મન શીખો’ એવું પુસ્તક પણ રાખ્યું છે. હવે જોઇએ ક્યાં સુધી આપણો આ નવો શોખ ચાલુ રહે છે!

પછી સ્પેનિશ અને તુર્કિશ હાથમાં લઇશું. આશા રાખીએ કે ભારતીય ભાષાઓનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે.

અઠવાડિયાનો અહેવાલ

છેલ્લે નક્કી કરેલું તેમ પેલા વેકેશનમાં અમે અમુક લક્ષ્યને પાર પાડીશું. ટૂંકો અહેવાલ (આંકડા રાત્રે ૮ વાગ્યા સુધીના છે).

* મુલાકાતો: બોરિવલી નેશનલ પાર્ક, સિદ્ધિ વિનાયક મંદિર, સ્ટારવોર્સ 🙂

* ગુજરાતી વિકિમાં,
** ફેરફારો: ૨૭૩ (૫૦૦નું લક્ષ્ય હતું)
** નવાં લેખો: ૨૦ (અન્ય થોડાંક ઢાંચાઓ)

* અન્ય વિકિઓમાં,
** અંગ્રેજી: ૩૧
** હિંદી: ૧
** વિકિડેટા: ૨૫૯

* દોડવાનું: ૧૦ કિમી (એમ તો ૧૦૦ કિમીનું લક્ષ્ય હતું ;))
* સાયકલિંગ: શૂન્ય. ઝીરો. નાડા.

હવે ૨૦૧૬માં કેવું રહે છે. જોઇએ. એટલિસ્ટ, ગુજરાતી અને અંગ્રેજી વિકિમાં સારું જ રહેશે. અને હા, દોડવાનું પણ સારું જ રાખવાનો પ્લાન છે.

ક્યાંક જો થયું ખોટું…

કોકી: કાર્તિક, ચાલ હવે. બહાર જવામાં મોડું થાય છે.

કાર્તિક: એક મિનિટ. કોઇક અનામી સભ્યે એક પાનાં પર ફેરફાર કર્યો છે.

વિકિપીડિયામાં ક્યાંક…

પાલનપુર‎; ૧૬:૩૪ . . (+૧૮). .KartikMistry (ચર્ચા | યોગદાન)(abc.xx.yy.zz (talk)એ કરેલો ફેરફાર 420976 પાછો વાળ્યો)

🙂

* આ પોસ્ટ xkcd પરથી અને આજે બનેલ સત્ય ઘટના પર આધારિત!

અપડેટ્સ – ૧૭૦

* હવે પેલી ચશ્માની પોસ્ટ પછી એવું થયું કે મારું કેડીઇ કોઇક ઇન્ટેલના ડ્રાઇવરને કારણે પ્લાઝમાને ગમ્યું નહી અને હું પાછો ઓસમ વિન્ડો મેનેજર પર આવ્યો. ખરાબ, અતિશય ખરાબ. કારણ? નવું ઓસમ વિન્ડો મેનેજર મારી જૂની config ફાઇલને ગમ્યું નહી એટલે ફરીથી એકડો ધૂંટવાનો આવ્યો છે.

* વાતોવાતોમાં એક વાત તો રહી ગઇ. સાન ફ્રાન્સિસ્કોની અત્યંત ટૂંકી મુલાકાત દરમિયાન બ્લોગક્વિન અને મિત્ર પ્રિમાને પહેલી વાર મળવાનું થયું. વાતોના વડાં અને સરસ ડિનર.

* આગલા થોડા મહિના શાંતિ છે. ક્યાંય ટ્રાવેલ નથી. પણ દરેક મુસાફરી કંઇ નવું શીખવે છે એ વાત અલગ છે. લોકલ (ના. મુંબઇ વાળી નહી) ટ્રાવેલ ઝિંદાબાદ.

* વરસાદ હજી ચાલુ છે.

* અન હા, કવિનની આવતું મરાઠી જોઇએ એક મરાઠી ડિક્સનરી લેવામાં આવી છે. હાલમાં તો મારું મરાઠી માગે-પુઢે સુધી જ મર્યાદિત છે.

નવું મોનિટર

* છેવટે પેલું નવું મોનિટર ઉર્ફે ડેલ અલ્ટ્રા શાર્પ ૨૪ ઇંચ આવી ગયું છે. આવતાં-આવતાં ઘણી ઘટનાઓ બની. જે નીચે વર્ણવેલ છે.

૧. ૨૭ તારીખે ઇન્ફિબીમથી ઓર્ડર આપ્યો.

૨. ૨૮ તારીખે એ લોકોએ ડિલિવરી કોઇ બીજા કુરિયરને સોંપી (દિલ્હીમાં ક્યાંક).

૩. ૨૯ તારીખે એ લોકો કહ્યું કે ઓર્ડર મળ્યો છે.

૪. અને એનાં પછી ૩ તારીખ સુધી? પોપ્પા. કંઇ જ અપડેટ નહી. છેવટે, ઇન્ફિબીમને ટ્વિટર પર સંદેશો મોકલ્યો. તેમણે માફી માંગી પણ કંઇ અપડેટ મળ્યું નહી.

૫. ગઇકાલે બપોર ભર મિટિંગમાં ફોન આવ્યો કે તમારું પાર્સલ આવ્યું છે, હું લઇને આવી રહ્યો છું.

૬. આવતાવેંત મને ઓક્ટ્રોયનાં કાગળિયાં પકડાવવામાં આવ્યા. મેં કહ્યું: WTF.

૭. ઇન્ફિબીમને ફોન કર્યો. તેમણે થોડી વાર પછી કહ્યું કે અત્યારે તમે પૈસા આપી દો, પછી અમે તમને આપી દઇશું.

૮. પૈસા દે દો, મોનિટર લે લો.

૯. મોનિટર અનપેક કરવામાં આવ્યું.

૧૦. મોનિટર ચાલુ થયું.

૧૧. સોફ્ટવેર જોડે થોડી છેડખાની અને ડ્યુલ-મોનિટર સેટઅપ ડન.

૧૨. ફન અને પ્રોફિટ.

બાકીનાં સ્ટેપ્સ,

૧૩. ઇન્ફિબીમને ઓક્ટ્રોય રિસિપ્ટ મોકલવી.

૧૪. મોનિટર સરખું ગોઠવવું

૧૫. ઇન્ફિબીમમાંથી પૈસા પાછા મેળવવા.

૧૫મું સ્ટેપ મહત્વનું છે. આવતા કોઇ અપડેટ્સ-xxx પોસ્ટમાં તેની વિગતો આપવામાં આવશે.  જોકે ઇન્ફિબીમનો બે વાર ફોન આવી ગયો (એ આવ્યો ત્યારે મારું મોનિટર આવી ગયું હતું, નહિતર … ) 🙂

છેલ્લે, સેટઅપનો જરુરી એવો ફોટો:

ઇટ ટેકસ્ ટુ, ડબલ ધમાલ, ડબલ મજા, ડબલ પાવર, ડબલ ટ્રબલ, ડબલ .. વોટએવર.
ઇટ ટેકસ્ ટુ, ડબલ ધમાલ, ડબલ મજા, ડબલ પાવર, ડબલ ટ્રબલ, ડબલ .. વોટએવર.

અપડેટ્સ – ૧૩૨

* રવિવારે પેલી આરે કોલોની-NCPA લાંબી રન પછી આ અઠવાડિયું લગભગ આરામમાં જ ગયું છે. એ દિવસે સવારે માંડ-માંડ બચ્યો (એટલે કે એલાર્મ મિસ થયું પણ, સાથે દોડવા આવવા માટે રોશને ફોન કરેલો એટલે પહોંચી ગયો). મારા નવાં ચમકતાં બૂટ હવે ફરીથી ચેક કરવા પડશે કે પછી હવે આવા લાંબા-લાંબા રનિંગની પ્રેક્ટિસ કરવી પડશે (આ વખતે ૨૯ કિલોમીટર જ દોડાયું).

* રાસ્પબેરી માટે નવું કવર આવી ગયું છે. સપ્તરંગી કવર ebay.in પરથી મંગાવેલું છે, જે આપણાં રાજકોટમાંથી આવ્યું છે. ફોટો મૂકવાની આળસ પૂરી થાય ત્યારે પેલાં ઉપકરણો પાનાં પર અપડેટ કરીશ. એજ પાનાં પર અપડેટ કરવા માટે નવું એક્સર્નલ મોનિટર પણ આવી જશે એવું લાગે છે.

* ચૂંટણી વિશેષ. આ વખતે પણ વોટ આપી નહી શકાય. વ્હોટ!

* વીઝા લેવા એ ભારે કામ છે, ખાસ કરીને આપણાં ભારતીય લોકોને. કદાચ આપણે જ બહાર એટલી ખરાબ છાપ છોડેલી છે કે ભારતીયોને ડબલ ચેક કરીને જવા દેવાય છે. આ વિશે વધુ વિગતો આવતા અંક વિસ્તૃત માહિતી સાથે.

* બોરિવલીમાં ક્યાંક પુસ્તક મેળો છે, તો કાલે જવામાં આવશે. પણ જોવું પડશે કે હજી ચાલુ છે કે નહી 😉

* શનિ-રવિ થોડું કામ, થોડું સાયકલિંગ, થોડું રનિંગ. બીજું શું હોય અમને?!!

અપડેટ્સ – ૬૬

* રાસ્પબેરી પાઇ હવે ૫૧૨ એમબી રેમ સાથે આવશે! સારા અને ખરાબ કહેવાય તેવા સમાચાર. ખરાબ એટલા માટે કે મારા મોડલમાં ૨૫૬ એમબી જ છે. (જે જોકે મારા પ્રથમ કોમ્પ્યુટર જેટલી છે!).

* દોડવા માટે પાર્ટનર મળી ગયો છે. ઓફિસ જ નો છે અને મારી PG માં એક જ ફ્લોર પર રહે છે. સરસ દોડે છે-સ્ટેમિના છે, એથી મને પણ ઝડપ વધારવા માટે સારું રહેશે. વળી, અહીં કોકોનટની કોઇ કમી નથી, એટલે એ બાબતમાં શાંતિ છે. સસ્તાં અને સારાં. electrolyte જરુરી છે!

* ડિનર માટે એક ‘foo સાગર’ હોટલ શોધી કાઢી છે. તેનો બ્રેકફાસ્ટ પણ સરસ હોય છે. યોર ફિલ્ટર કાપ્પી, સર!

* બધાંને હેપ્પી નવરાત્રિ. અહીં તો એવું કંઇ લાગતું નથી. ક્યાંક થી દશેરા ફેસ્ટિવલનો અવાજ સંભળાય છે..

* આ બેંગ્લોરમાં ગુજરાતી છાપાં-સફારી મળી શકે? ખાસ કરીને દિવ્ય-ભાસ્કરના બહેતરીન સમાચારો ‘મિસ’ થાય છે 😉

* અરર, હજીયે જરુરી વસ્તુઓ લાવવાની રહી જાય છે. આ વીક-એન્ડ પર..

* અને, હા, હેપ્પી બર્થ ડે, રિનિત!!

આજની કડી

* ગુજરાતી, ગુજરાતી પ્રકાશકો અને ઈ-બુક્સનું સરસ પૃથ્થકરણ કરતો જીજ્ઞેશભાઈનો લેખ, http://aksharnaad.com/2012/07/09/ebooks-and-gujarati-publishing/

Lumos! ગુજરાતી પ્રકાશકો!!!

પુસ્તક: કલ્પતરુ

* એક સવારે સમ્યકનો ઇમેલ આવ્યો. ‘તમે મધુ રાયનું પુસ્તક કલ્પતરુ વાંચ્યું છે.’ મેં કંઈ જવાબ ન આપ્યો અને ઇમેલ ઢગલામાં એ ઇમેલ ખોવાઈ ગયો. પછી એનો ફોન આવ્યો કે અરે, કાર્તિકભાઈ, મધુ રાય તો ખરેખર ગુજરાતી ગીક છે. કલ્પતરુ વાંચ્યું છે? મેં કહ્યું – ના. તો તેણે કહ્યું, સારું, તમને મોકલું. અને, બે દિવસ પહેલા નવભારત સાહિત્ય મંદિરમાંથી એક ભાઈ ઘરે આવીને કલ્પતરુ આપી ગયા (સાઇટ ચાલતી નથી, તમને જોડાણ મળે તો કોમેન્ટ કરજો!). પહેલું જ પાનું ઉઘાડતાં આ જોવા મળ્યું…

પુસ્તક વાંચવાની ઉત્તેજના અને અપેક્ષા વધી જાય એ સ્વાભાવિક છે. પાછું પહેલાં પાનાં પર જ મુંબઇનો ઉલ્લેખ આવે એટલે વાંચન-એડ્રાફિનિલમાં ૧૦ ટકાનો વધારો નક્કી.

તો એ રાત્રે જ શરુ કર્યું આ પુસ્તક. કલ્પતરુમાં સાયન્સ ફિક્શન અને કોમ્પ્યુટર સાયન્સને શોભે તે બધું જ છે. કોમ્પ્યુટર, આર્ટિફિશિઅલ ઈન્ટેલિજેન્સ, સોલાર પાવર્ડ લેપટોપ્સ, સ્પિચ રેકોગ્નાઈઝેશન, માઈક્રોચીપ્સ, પાસવર્ડ હેકિંગ, પ્રોગ્રામિંગ, વગેરે વગેરે. સામે છેડે માણસ-માણસના મનનું જોડાણ, સંસ્કૃત, જ્યોતિષ વગેરે પણ આવે છે. મધુ રાયને વાંચવાના હજી સુધી બાકી હતા, શરુઆત માટે સમ્યકનો આભાર માનવો પડે.

ડો. કિરણ કામદાર મુખ્ય પાત્ર છે, જે વૈજ્ઞાનિક છે. ૨૯૨ પાનાંમાં સમાયેલી આ નોવેલમાં ઢગલાબંધ પાત્રો છે. શિવકુમાર જોષી પણ આવે છે અને આપણા લાડીલા ચંદ્રકાંત બક્ષી પણ. નવલકથા કંઈ અલગ રીતે લખાઈ છે, એટલે કે નોર્મલ પ્રવાહ નથી, એટલે એક બેઠકે પૂરી કરો તો વધુ મજા આવશે.

સાયન્સ ફિક્શન છે એમ ધારીને જ વાંચવી. ગર્વમેન્ટ જે રીતે ડો. કામદારનો પ્રોજેક્ટ પાસ કરી દે છે, એ આગલા ૧૦૦૦ વર્ષોમાં સાયન્સ ફિક્શનમાં જ રહેશે.. 🙂

ગમેલું Quote:

“ખરા શોષકો પોતાનું કામ કર્યા કરે છે, અને ખરા શોષિતો પોતાનું કામ કર્યા કરે છે. બૌદ્ધિક બુડબકો સાથે બેમાંથી કોઈને લેવાદેવા નથી.”

* આજનું સત્યવચન: જે બુક ન લખે તે બુકરીવ્યુ લખે. <બેકગ્રાઉન્ડમાં વાહ, વાહના પોકારો> 😉