ડિસેમ્બરના ડાકલા

આ દરવખતે ડિસેમ્બરમાં કંઇને કંઇ ડાકલા વાગે. બે વર્ષ પહેલાં સાયકલ વાગી, ગયા વર્ષે કમર ભાંગી, આ વર્ષે ફરી સાયકલ પરથી પડી ભાંગ્યો (કંઇ તૂટ્યું હોય એવું જણાતું નથી). બોલો, કોણ કરે છે આ ડાકલા? કાલની બી.આર.એમ. પડતી મૂકવામાં આવી છે. અમારે હવે સ્પેશિયલ ભૂવો પકડવો પડશે એવું લાગે છે. તેમ છતાંય,

ડિસેમ્બરનો પ્લાન કંઇક આવો છે:

* આવતા અઠવાડિયે વસઇ-વિરાર હાફ-મેરેથોન.
* ત્યાર પછી થોડા દિવસમાં ચૂંટણીની ચટણી.
* પછી, બીજા જ દિવસે – માસ્ટરમાઇન્ડ ગ્રાન્ડમાસ્ટર ૧૨૦ કિમી રાઇડ (કે રેસ, જે ગણો તે).
* ક્રિસમસની રજાઓમાં – ૬૦૦ કિમી બી.આર.એમ. (અથવા ૧૦૦૦? :D)
* એક ટ્રેકિંગ (ક્યાં જવું તે અંગે અસમંજસ છે, તો પણ ટ્રેકિંગ દૂર છે, જવું જરૂર છે!)
* એક પાર્ટી.

બસ પછી નવું વર્ષ 😀

મુંબઇ અપડેટ્સ

* હવે, થોડા દિવસ મુંબઇની મજા. કવિનનું ક્રિસમસ વેકેશન (થેન્ક્સ જીસસ, આ વખતે ઓછું હોમવર્ક આપ્યું છે. હમમ, દિવાળીના દસ દિવસમાં ઢગલો હોમવર્ક અને ક્રિસમસમાં અલમોસ્ટ ઝીરો હોમવર્ક. ના ઈન્સાફી) ચાલે છે અને મારે ફ્લોટિંગ (એટલે કે આજે) હોલીડે મળ્યો છે. અને, જ્યાં-જ્યાં ઈન્ટરનેટ વસે, ત્યાં અમે પણ વસીએ (અથવા તો વસી શકીએ).

* સાંજે થોડી શોપિંગ માટે નીકળ્યા હતા પણ મજા ન આવી (ખાસ તો જે વસ્તુ અમે અમદાવાદમાં લીધી તે અહીં 40 ટકા ડિસ્કાઉન્ટમાં હતી 😦 એટલે ખાસ). કવિને આખો દિવસ બહુ મસ્તી કાઢી અને બધાંને (બા-દાદા-કાકાને) બહુ દોડાવ્યા. આખી મુંબઇ ટ્રીપ મોટાભાગે બધાંને હળવા-મળવામાં જવાની છે. ગઈકાલે યશને મળ્યો. છ કે સાત વર્ષ પછી કોઈને મળીએ ત્યારે વાતોના તડાકા મારવાની મજા આવે.

* સ્વાદમાં – અત્યાર સુધી ટોસ્ટ સેન્ડવિચ, મૈસુર મસાલા, સાદા ઢોંસા અને એક સાદી સેન્ડવિચ. અને હોટ ચોકોલેટ.

* દોડવાનું – ઝીરો કિલોમીટર. આજે બાજુમાં એક જોગર્સ પાર્ક જેવું કંઈક છે ત્યાં જવાનો પ્લાન છે.

ક્રિસમસ ટ્રી

ચિત્ર – http://xkcd.com/835/

એમ તો એક અઠવાડિયા પહેલાનું છે, પણ – હંમેશની જેમ જોરદાર. xkcd જીંદાબાદ!! અને હા, બધાંને ક્રિસમસની શુભેચ્છાઓ. અમારે તો ગઈકાલે પણ રજા હતી 🙂

બીજું કંઈક,

૧. જો તમે VLC પ્લેયર વાપરતા હોવ તો, ક્રિસમસના અઠવાડિયા દરમિયાન તમને કંઈ નવું જોવા મળ્યું? VLC પ્લેયર મને ડેબિયન પછી ગમતો સૌથી સરસ ઓપનસોર્સ પ્રોજેક્ટ છે. નવું કોમ્પ્યુટર લો તો ઓપરેટિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા પછી VLC પ્લેયર ડાઉનલોડ કરવું એ મોટાભાગે બીજું કામ હોય છે (પહેલું કામ – ફાયરફોક્સ ડાઉનલોડ કરવાનું).

૨. આ કોમિક પણ તમને ગમશે 🙂

અપડેટ્સ

* કવિનને કાલે સ્કૂલમાં ક્રિસમસ પાર્ટી છે. અને, પછી ક્રિસમસ વેકેશન. ઓહ, નો.
* જન્મેશ – અમારો કોલેજ મિત્ર – ગઈકાલે બે વર્ષ પછી મળ્યો. કોલેજની ખાસિયતો, ફેકલ્ટી, મિત્રો અને મિત્રાણીઓને યાદ કરવાની મજા આવી.
* ઠંડી સરસ છે, ત્રણ દિવસથી ઘરમાં જ છું. અને ક્રિસમસની પાર્ટી વગેરેનો કોઈ પ્લાન નથી. થોડી ખરીદી વગેરે બાકી છે, જે નજીકમાંથી જ પતાવવામાં આવશે. લાગે છે કે ઊનનાં પગમોજાં લેવા પડશે.
* ઘણાં સમય પછી આંબળા ખાધા!
* સ્કાઈપે ગઈકાલે-આજે ડાઉન છે.

મેરી ક્રિસમસ

* મારી, તમારી, આપણી અને સૌની – મેરી ક્રિસમસ!!