સેલ સેલ સેલ! ભાગ – ૨

* હજુ પેલી સેલ સેલ સેલ! પોસ્ટનું HTML સુકાયું નથી ત્યાં બીજાં અનેક મસ્ત સેલ આવી ગયા છે..

શૂન્યની કિંમત તમે શું જાણો!

વાહ, શૂન્ય, ઝીરો ટકા! 🙂

સેલ સેલ સેલ!

* પાંચ મિનિટ પહેલા યુનિવેદ.કોમ પરથી એક ઇમેલ આવ્યો અને એક સારી પ્રોડક્ટ પર ૧૫ ટકા જેટલા ડિસ્કાઉન્ટની ઓફર હતી. તો થયું કે લઇએ. વેબસાઇટ પર ગયો અને જોયું તો મૂળ કિંમત ૧૦૫૦ રૂપિયા હતી.

Unived1

ઉપર મુજબ ફ્રી શિપિંગ હતું. એટલે ડિસ્કાઉન્ટ વગર ૧૦૫૦માં પડે. હવે કુપન કોડ મૂક્યો અને જોયું તો..

Unived-2

.. અચાનક જ શિપિંગ કિંમત થઇ ગઇ ૮૦ રૂપિયા!

વાહ ભાઇ વાહ!

હોંગ કોંગ – ૪: અપડેટ્સ

* અપડેટ ટાઇમ!!

* તો, આજે વિકિમેનિઆ ૨૦૧૩નો છેલ્લો દિવસ છે અને ઓપનિંગ કી-નોટ પછી અમે અહીં ‘How to take quality images with cheap camera’ ની ચર્ચામાં બેઠા છીએ. સરસ ચર્ચા વત્તા માહિતી મળી રહી છે. વિકિમેનિઆ અત્યાર સુધી સરસ રહ્યું છે. કેટલાંય નવાં-નવાં લોકોની ઓળખાણ થઇ, જોરદાર નોલેજ મળી રહ્યું છે અને હવે, ધીમે-ધીમે વિકિપીડિઆ કોમ્યુનિટીમાં વધુ-ને-વધુ ઉંડા ઉતરી રહ્યો છું.

આવી છે વિકિમિડીઆ કોમ્યુનિટી!
આવી છે વિકિમિડીઆ કોમ્યુનિટી! — શુ ગાર્ડનર

* થોડાંક ચિત્રો કોમન્સમાં અપલોડ કર્યા છે. બાકીનાં સમય મળ્યે ત્યારે.

* મોંગ મોક અને અહીં ચીમ શાઇ ચુનમાં (TST) માં ફરવાની મજા આવી ગઇ. હજી ઓરીજીનલ હોંગ કોંગ આઇલેન્ડ તો જોવાનો બાકી જ છે અને (અ)મારી પાસે એક અડધો દિવસ જ છે. પણ, હવે ફરી કોઇ વખત હોંગ કોંગની વાત છે. જાણવા મળ્યું કે અહીં મેરેથોન પણ થાય છે. હમમ..

* પાર્ટી અને આફ્ટર પાર્ટી સારી જઇ રહી છે. ગઇકાલે પાર્ટી, ડાન્સ પાર્ટી હતી અને આજે સાંજે બીચ પાર્ટી છે. આખો દિવસ કામ કરીએ પછી કંઇક મજા તો કરવી જ જોઇએ ને? ઓવરઓલ, હોંગ કોંગની પબ્લિક સારી છે એવું લાગ્યું. અહીં ભારતીયોની (જેમાં પાકિસ્તાની, બાંગ્લાદેશી પણ આવી જાય) વસ્તી સારી એવી છે. હોટેલની બાજુમાં સબ-વેમાં કામ કરતાં લોકોને હિન્દીમાં વાત કરતા જોયા પછી ખબર પડીકે તેઓ બાંગલાદેશથી આવ્યા છે અને લગભગ ૧૯ વર્ષથી રહે છે (પણ, ચાઇનીઝ શીખ્યા નથી, તે વાત અલગ છે). અહીં પોલીટેક, જેમાં વિકિમેનિઆ કોન્ફરન્સ છે, એ પણ સરસ છે. મજાનું કેમ્પસ છે અને સરસ ક્લાસ રુમ્સ છે. અફસોસ થાય કે, બહાર જઇને ભણવા ન મળ્યું 🙂

* છેલ્લે, શોપિંગ સાર: હોંગ કોંગ મોંઘું છે. પણ, સરસ છે!!

૨૬ જાન્યુઆરી, 5K અને બીજું

* ગઈકાલે રાત્રે મોડા ખબર પડી કે આજે સવારે ૫ કિ.મી.નો દોડ છે. ઉતાવળમાં મેં જોયું કે પરિમલ ગાર્ડન પહોંચવાનું છે, સવારે ૫.૪૫ જેવો ઉઠ્યો, ફટાફટ તૈયાર થઈ ગયો. પગમાં જોશ ભરીને પરિમલ ગાર્ડન પહોંચ્યો, બેનર જોયું તો ખબર પડી કે ભાઈ દોડ તો સ્ટેડિયમથી શરુ થાય છે.  પોપટ. પરિપૂર્ણ પોપટ. હતાશ મને વસ્ત્રાપુર તળાવ આવ્યો. પાંચ તો ના દોડાયું પણ ૧.૫ કિ.મી. ચક્કર મારી ઘરે પાછાં. બેડ કિટ્ટી.

પછી સંપૂર્ણ આરામ અને ખરીદી અને મેક્સિકન અને ચાઈનીઝ ખાવાનું ઝાપટ્યું. ખાસ, ૨૬મી જાન્યુઆરી નિમિત્તે. કમર ૩૨ થી ૩૪ની વચ્ચે આવી ગઈ છે. ૩૨ ના ફોર્મલ ટ્રાઉઝર્સ થાય નહીને ૩૪ના કોથળાં લાગે. હરિ, હરિ. હવે કરવું શું? દોડીએ, બીજુ શું?

હા, સવારે એક કામ સારું થયું – ૭૨/૩ની મુલાકાત લીધી 🙂

અપડેટ્સ

* એક દુ:ખદ સમાચાર: નવો ફોન લીધો. એટલે કે લેવો પડ્યો. Samsung Galaxy R (ફ્લિપકાર્ટ પરથી). પેલો જૂનો ફોન પડ્યો બંધ. નવો ફોન સરસ છે 😀 પ્રસંગોનુસાર ફોન-બેબીનો ફોટો:

Samsung Galaxy R

ગુજરાતી દેખાય છે, પણ ફોન્ટ રેન્ડરિંગ બરોબર નથી. લાગે છે કે એન્ડ્રોઈડ શીખવું પડશે.

* ઠંડી જબરી લાગે છે. થર્મલ વેર વગેરેની ખરીદી કરવી પડી છે.

* એક બોધપાઠ: સેલ આવે ત્યાં સુધી રાહ જોવી 😦

મુંબઇ અપડેટ ૩

.. પોસ્ટ મોડી પડી. પણ, મુંબઇના અપડેટ અમદાવાદની કડકડતી ઠંડીમાં.

* ૨૯મી એ કૃનાલ, કૃતિ અને રઝાને બોરીવલી ખાતે Daffodils 23 નામની રેસ્ટોરાંમાં મળ્યાં. કોઈ જગ્યા મળતી નહોતી (અને, એ લોકો છેક વિરારથી આવવાના હતા) એટલે છેવટે ગૌરવ પર ભરોસો રાખી અહીં ગયા અને ભરોસો સાચો પડ્યો. આ જગ્યાની ખાસિયત એ કે વેજ વત્તા વાઈન. ન્યૂ યર પાર્ટીની કસર અહીં પૂરી કરવામાં આવી એ પહેલાં થોડો સમય હતો ત્યારે મોક્ષ મોલ-અનુપમમાં આંટો માર્યો અને શોપિંગ કીડા સળવળી ઉઠ્યા. 😀

* આ વીકમાં સારું એવું રનિંગ વત્તા વોકિંગ થયું. મુંબઇની ઠંડી ઝીંદાબાદ!

* શુક્રવારે અલમોસ્ટ આરામ. નજીકના એક બીજા ગાર્ડનની મુલાકાત લીધી. જોગિંગ ટ્રેક જોઈને થોડું વોકિંગ.

* મોડી રાત્રે ગૌરવને મળ્યો અને તેના કાવાસાકી નિન્જા બાઈકને પણ મળ્યો.

* શતાબ્દીમાં હવે એકસરખું ફૂડ ખાઈને કંટાળ્યા. આવી ઠંડીમાં પેલાં જમ્પિનના ટ્રેટાપેક કેમ આપતા હશે તે ખબર નથી પડતી. જતી વખતે તો અમે ન-તોડી-શકાય તેવી રોટલી-પરોઠા ખાવા કરતાં ઘરેથી રોટલીઓ પેક કરીને લઈ ગયેલા, વળતી વખતે ભૂલી ગયા અને દહીં-ભાત ખાઈને વર્ષનું છેલ્લું લંચ લીધું.

FDI, કરિયાણાવાળા અને શાકવાળાઓ…

વોલમાર્ટ આવશે તો તમે તેને ‘ખાતામાં લખી દેજો’ કહીને ઉધાર રાખી શકશો નહી (ટ્વિટર પરની કોઈ ટ્વિટ પરથી).

વોલમાર્ટ આવવાથી બીજો તો કોઈ ફરક પડશે નહી એવું મારું મર્યાદિત અર્થશાસ્ત્ર સમજણ આપે છે. શાકવાળા જોડે મગજમારી કરી મરેલું શાક લેવું એના કરતાં મોલમાંથી વીણી-વીણીને સડેલું શાક લેવું એ વધું સારું. મને લાગે છે કે રીટેલ ક્ષેત્રે ફોરેન ઈનવેસ્ટમેન્ટનો વિરોધ તો મોટાભાગે રીલાયન્સ જેવી રીટેલ કંપનીઓ દ્વારા સ્પોન્સર્ડ હોઈ શકે છે. જોઈએ છીએ હવે શું થાય છે. અને શું લાગે છે કે દેશની બધી વસ્તી વોલમાર્ટમાં ખરીદી કરવા દોડી જશે? રીલાયન્સ-હાયપરસીટી-બિગ બજારનું માર્કેટ ત્યાં જશે. એનાથી વધુ કોઈ શક્યતા હું જોતો નથી..

આજ-કાલના વાસી સમાચાર

એટલે કે અપડેટ્સ!

* આ અઠવાડિયામાં ઘણાં લોંગ પેન્ડિંગ કામ પૂરા થયા. એકંદરે ૧૦૦ ટકા ઉત્પાદક અઠવાડિયું (ઉત્પાદક એટલે પ્રોડ્કટિવ ;))

* આજે ઘણાં સમયે બાકી રહેલી શોપિંગ કરી. બે સરસ ટી-શર્ટ મળી.

* કોઈપણ બેંક હોય, ભોગવવાનું કસ્ટમરને જ હોય. પણ, છેવટે મારી મુશ્કેલીનો નિકાલ હાલપૂરતો થઈ ગયો.

* વર્ષોથી બાકી રહેલું કામ – પી.પી.એફ. ખાતું – ખોલાવ્યું.

* નવું પુસ્તક: Accelerando – Charles Stross

* ગિટારને પાછું હાથમાં લીધું (લાવ્યા પછી બાજુ પર પડી રહેલ). અત્યારે હેપ્પી બર્થ ડે, પિંક પેન્થર થીમ અને બહેતી હવા સા થા વો (3 Idiots) શીખી રહ્યો છું.

ધ આર્ટ ઓફ ખરીદી

* ખરીદી કરવી એ કળા છે. ખરેખર ધ આર્ટ ઓફ વોરની જેમ ધ આર્ટ ઓફ ખરીદી નામનું કોઈ પુસ્તક લખે તો ક્રોસવર્ડમાં એ પુસ્તક ટોપ ૧૦માં આવે અને લોકો તેને ખરીદવાને બદલે ક્રોસવર્ડમાં બેસીને જ વાંચી કાઢે! ઓકે. મજાક બંધ. વાત એ કરવાની હતી કે, ખરીદી ખરેખર કળા છે. દાખલા તરીકે, મારી રીત આ પ્રમાણે છે.

૧. જોઈતી વસ્તુની યાદી બનાવવાની.

૨. નક્કી કરવાનું કે શું જોઈએ છે.

૩. એ વસ્તુઓ અને બીજી ઘણી નક્કામી વસ્તુઓ ઉપાડીને લાવવાની.

🙂

હવે, શોપિંગ મોલ્સ વગેરેમાં તમે ભાવ-તાલ કરી શકતા નથી, અથવા તો મારાથી કરી શકાતો નથી. હું મોટાભાગે લાંબા સમય સુધી ચાલે તેવી મોઘી વસ્તુ વધારે પસંદ કરુ છું. ટૂંક સમય સુધી ચાલે તેવી સસ્તી વસ્તુમાં સરવાળે ગુણવત્તા અને પરિણામ બન્નેમાં નુકશાન જ છે. વિચાર કરો જ્યારે તમે ૩ વર્ષ ચાલે તેવા મોંઘા શૂઝ લાવો તેની જ્યારે ૧ વર્ષ ખેંચે તેવા જૂતા ખરીદો. ફાયદો કે નુકશાન – નુકશાન જ. ત્રણ વખત તમારે દુકાનમાં જવાનું થાય. પેટ્રોલ-ડીઝલ દિવસે દિવસે મોંઘા થતાં જાય છે. ત્રણ વખત જાવ એટલી એકાદ તો વસ્તુ ખરીદાઈ જાય (દાત. હવે ગ્રોસરીની ખરીદી હું જ કરુ છું. અમે બધાં જઈએ તો કવિન જીદ કરીને જેમ્સ કે કેડબરી ચોકલેટ લેવડાવે. એને અને અમને બન્નેને નુકશાન!)

બહુ થયું હવે. ધ આર્ટ ઓફ ખરીદીનો લેખક હું નથી 😉

PS: બંધેજ, ટીબીઝેડ વગેરેમાં ખાસ ડિસ્કાઉન્ટ છે. સાવધાન રહેવું પડશે 😉

પુસ્તકોની સરખામણી: કિંમત વડે!

* ઓનલાઈન પુસ્તકો ખરીદો છો? પણ, ક્યાંથી તમને સસ્તામાં સસ્તું (મહત્વની વાત છે, ખાસ કરીને આપણાં જેવાં બજેટપ્રેમી લોકો માટે ;)) પુસ્તક મળે તે વિશે જો તમે કન્ફ્યુઝ હોવ તો, આ સાઈટ, isbn.net.in ની મુલાકાત લેવા જેવી છે. તમારે ખાલી જે તે પુસ્તકનો ISBN ક્રમાંક જ મેળવવાનો (તે કોઈ પણ ઓનલાઈન બુક સ્ટોર કે એમેઝોન.કોમ પરથી મળી જાય), સાઈટનાં URLની પાછળ મૂકવાનો, અને એન્ટર કળ દબાવવાની! ભારતની ટોચની ઓનલાઈન બુક શોપની કિંમતો તરત હાજર થઈ જશે અને તમે સરખામણી કરી ઓર્ડર કરી શકશો.

દા.ત. મારા વિશલિસ્ટમાંના એક પુસ્તક, કોડર્સ એટ વર્ક વિશે શોધ કરવી હોય તો તેના ISBN ક્રમાંકથી, http://isbn.net.in/1430219483 પર શોધ કરતાં તેની માહિતી હાજર થઈ જશે.

આ માટે સ્વરૂપનો ખૂબ-ખૂબ આભાર! આ સાઈટનો વિચાર કઈ રીતે આવ્યો અને તેની પાછળની ટેકનોલોજીની માહિતી, તેની સરસ બ્લોગ-પોસ્ટ પણ વાંચવા જેવી છે.