ચેન્જલૉગ

આમાં લોકોને બદલવાની વાત નથી, કારણ કે લોકો (લોગ) તો બદલાશે નહી. પણ ગુગલ ક્રોમ જેવી એપ પણ તેમાં શું ફેરફારો કર્યા તે ન દર્શાવે ત્યારે બીજી એપ્લિકેશન કે ઓપરેટિંગ સિસ્ટમ પર કેટલી આશા રાખી શકીએ?

અન્ય ચેન્જમાં નવું થિંકપેડ X1 લેપટોપ આવી ગયું છે એટલે તેના પર ડેબિયન મૂકીને પછી સરસ ફોટો મૂકવામાં આવશે. બાકી, શાંતિ છે.

અને હા, મહત્વની વાત: જય શ્રી રામ!

આજનું એક્સટેન્શન

ના. આ લોકડાઉનના એક્સટેન્શનની વાત નથી!

એમાં થયું એવું કે ટ્રેઇનર પર રાઇડ કરતી વખતે ઘણી વખત બહુ કંટાળો આવે ત્યારે સંગીત સાંભળવું ગમે. તો પણ, એકાદ વર્ષ પછી હવે મને એમાં પણ કંટાળો આવ્યો છે, એટલે થયું કે ચાલો યુટ્યુબ પર વિડિયો જોઇએ. મોબાઇલ તો ઝ્વિફ્ટ કે ટ્રેઇનરરોડ પર હોય, મોનિટર પર વિડિયો ચલાવીએ પણ પાછું ૫ મિનિટમાં તો તે પાવર સેવિંગ પર જતું રહે. હવે, દર વખતે ડિસ્પ્લેના સેટિંગમાં જઇને પાવર સેટિંગ બદલવું પણ તકલીફવાળું ખરૂં. તો હાજર છે, આ મુશ્કેલીનો ઉપાય, ગુગલ ક્રોમ માટેનું કીપ અવેક એક્સટેન્શન! તેમાં ડિફોલ્ટ, સ્ક્રિન અવેક કે પછી સિસ્ટમ અવેક એમ ત્રણ વિકલ્પો હોય છે. જ્યારે સાયકલિંગ કરવાનું હોય ત્યારે સ્ક્રિન અવેક પર અથવા સામાન્ય સ્થિતિમાં ડિફોલ્ટમાં રાખવાનું.

તો, આજ-કાલમાં શરૂ કરીએ મુવીઓ જોવાનું? 😉

ઉપયોગી ગુગલ ક્રોમ એક્સટેન્શન્સ

* સંદીપભાઇએ કહ્યું હતું કે તમે ગુગલ ક્રોમમાં વાપરતા એક્સટેન્શન્સ વિશે પોસ્ટ લખો. તો હાજર છે એક નાનકડી પોસ્ટ. મને યાદ છે ત્યાં સુધી આવી એક પોસ્ટ લખી હતી, પણ તે મળતી નથી (અથવા હું ખોટું શોધી રહ્યો છું). તો પણ..

૧. એડબ્લોક પ્લસ. આ તો બધી જાxખને બ્લોક કરે. પણ, આજ-કાલના વેબ ડેવલપર બહુ સ્માર્ટ (દા.ત. દિવ્ય ભાસ્કર) અને તેને ડિટેક્ટ કરે અને તમને તે ડિસેબલ કરવા કહે અને પરિણામ કંઇક ઉલ્ટા-પુલ્ટા જેવું આવે!

૨. એડવાન્સ ફોન્ટ સેટિંગ. બ્રાઉઝરમાં ફોન્ટના સેટિંગ જોડે વધુ ચેડાં-છેડછાડ આનાથી શક્ય છે.

૩. ડિસકનેક્ટ. ફેસબૂક જેવી વેબસાઇટોને તમારી ગતિવિધીઓથી દૂર રાખે છે. દા.ત. તમે કોઇ સાઇટ પર જાવ તો તેને લાઇક કરવાનું સૂચન ફેસબૂક આવે છે, તો તેમ ન થવાનો ઉપાય આ છે.

૪. ઘોસ્ટરી. આ પણ સરસ વસ્તુ છે. તમારી પ્રાઇવસીને વ્યવસ્થિત રીતે સાચવે અને ટ્રેકરોથી દૂર રાખે છે.

૫. ગુગલ કીપ. ટચૂકડી નોંધ રાખવા માટેનું સરસ એક્સટેન્શન. મોબાઇલ જોડે સરળતાથી ‘સિંક’ થાય છે, એટલે બધી નોંધો તમને ક્યાય પણ જોવા મળી શકે છે. (અપડેટ: આ એપ છે, એક્સટેન્શન નથી.)

૬. હેલ્ધી બ્રાઉઝિંગ. લાંબા સમય કોમ્પ્યુટર પર કામ કરતા લોકો માટે પાણી પીવા, થોડું સ્ટ્રેચિંગ કરવા કે આંખો પટપટાવવા માટે પ્રેરતું એક્સટેન્શન. ખાસ કરીને મને આજ-કાલ (એમ તો જૂની આદત છે) ટેબલ પર પગ લાંબા કરીને બેસવાની આદત પડી છે. જે ખોટી છે, પણ કોઇક કહે તો આપણે સીધી રીતે બેસીએ ને. તો, આ એક્સટેન્શન મને વારંવાર યાદ કરાવે છે અને હું સરખો-સીધો બેસું છું.

૭. HTTPS એવરીવ્હેર. આજકાલ તો આનો ખાસ ઉપયોગ રહ્યો નથી, તો પણ ઉપયોગી.

૮. સ્ક્રિપ્ટસેફ. બધાં એક્ટેન્શના પપ્પા. કોઇપણ નવી સાઇટ ખોલો તો આ એની બધી જ જાવાસ્ક્રિપ્ટ જ બ્લોક કરી દે. તમને ગમે તે જ સ્ક્રિપ્ટ ચાલવા દે. બહુ ઉપયોગી. દિ.ભા.ને ન ગમતું એક્સટેન્શન!

૯. સ્ટ્રાવિસ્ટિક્સ. સ્ટ્રાવા વાપરતા લોકો માટે. ગુજરાતી નામ અટપટું લાગતું હોય તો આ છે, StravistiX. તમારા સ્ટ્રાવા આંકડાઓને વધુ સારુ રીતે રજૂ કરે. અમુક લોકોના મતે આ બ્રાઉઝર માટે હેવી છે. જોકે મારા માટે તો મસ્ત ચાલે છે. ઓપનસોર્સ છે.

૧૦. સુપરસોર્ટર. તમારા બૂકમાર્ક્સને આપમેળે શોર્ટ કરે. સરસ વસ્તુ.

આ સિવાય બીજા થોડાંક એક્સટેન્શન વાપરું છું, પણ તે મોટાભાગે ડેવલોપર્સને સંબંધિત હોવાથી, બધાં લોકોને ઉપયોગી નહી થાય. બહુ એક્સટેન્શન પણ બ્રાઉઝરને ધીમું બનાવે છે.

આજનો બોધપાઠ

* બ્રાઉઝરમાં જરુરી એવી બધી સાઇટ્સને બુકમાર્ક કરીને (શક્ય હોય તો બુકમાર્ક ટુલબાર પર) રાખવી. બ્રાઉઝરની બધી જ ખૂલેલી ટેબ્સ બીજી વાર મળે ન મળે! 🙂

અપડેટ્સ – ૧૫૫

* નવેમ્બર મહિનામાં ૩૦૦ કિમી સાયકલિંગનો પ્લાન પડતો મૂકવામાં આવ્યો હતો, પણ ડિસેમ્બરમાં સતત રનિંગ-રનિંગ-સાયકલિંગની ઘટનાઓ બનવાની છે. ક્યાંક “હું પડિંગ”ની ઘટના બને તો નવાઇ નહી. મુંબઇ-ગોઆ સાયકલિંગ જાન્યુઆરીમાં છે, પણ “અપકમિંગ પ્રવાસ”ની ઘટના સાથે તેને “અકસ્માત” થતો હોવાથી ગોઆનો પ્લાન પણ પડતો મૂકવામાં આવશે (હકીકતમાં આ સિવાય મારી પાસે આપવા જેવા કોઇ અપડેટ્સ નથી ;)).

* ગયા રવિવારે ઘણાં સમય પછી લોંગ રનિંગ કરવામાં આવ્યું (૩૦.૫૦ વત્તા ૨.૫ કિમી વોકિંગ).

* ખોવાયેલા હેડફોન હજી નડે છે. નવાં ઓર્ડર કરવામાં આવ્યા છે, પણ એ “સ્કલ” માટેની “કેન્ડી” આવી નથી.

* લેપટોપ હવે લથડવા માંડ્યું છે, એટલે બીજો મોટો ખર્ચો આવી રહ્યો છે (જોકે ૩૩ ક્રોમ ટેબ્સ ખૂલ્લી હોય, વત્તા બીજી પ્રોફાઇલમાં બીજી દસેક ટેબ્સ ખૂલ્લી હોય તો શું થાય?)

* ઓ ઠંડી, તું ક્યાં છે?

બે સરસ સમાચાર

* આજે બે સરસ સમાચાર આપવાના છે.

૧. ગુજરાતીલેક્સિકોન લુકઅપ એડ-ઓન:

અપૂર્વ પાનેલિયાએ ગુજરાતીલેક્સિકોન.કોમ માટે ગુગલ ક્રોમનું સરસ એડ-ઓન (એક્સટેન્શન) બનાવ્યું છે. આનાં વડે તમે કોઇપણ (અત્યારે તો, અંગ્રેજી-ગુજરાતી ડિક્શનરીનો જ સપોર્ટ છે) શબ્દ પર ડબલ ક્લિક કરી પોપ-અપમાં તેનો ગુજરાતી અર્થ મેળવી શકો છો.

ડાઉનલોડ અહીંથી કરો

નવી આવૃત્તિમાં બીજી ડિક્શનરીઓ ઉમેરવામાં આવશે.

૨. મિત્ર નીરવ પંચાલે એક સરસ લિંક મોકલી છે. જગતનું પ્રથમ Wikipedia શહેર. અદ્ભૂત સમાચાર છે આ તો!!

અપડેટ્સ – ૪૭

* જીવનમાં પ્રથમવાર ‘મેઈડ ઈન પાકિસ્તાન’ વસ્તુ જોવા મળી – નાઈકીના સોક્સ. (એટલે કે, ત્રાસવાદીઓ સિવાય ;)).

* વીકએન્ડ તદ્ન આરામદાયક ગયો (સિવાય કે આજે સવારની દોડ). અરે, તમે રાઈટ સાઈડ પર દોડતા હોવ અને રોંગ સાઈડમાં ટુ વ્હીલર્સ વાળા આવે અને કાતિલ નજરે દેખતા તમારા સામે હોર્ન વગાડે તો? અમે પણ કાતિલ નજર ફેંકીએ, બીજુ શું?!!

* ADR ના લિહાસભાઈએ કોમરેડ ૨૦૧૨ અલ્ટ્રામેરેથોન પૂરી કરી છે. અભિનંદન!!! કોમરેડ એ સાઉથ આફ્રિકામાં થતી ૮૯.૧૭ કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન છે. અને, દુનિયાની સૌથી મુશ્કેલ રેસમાંની એક ગણાય છે.

* ગુગલ ક્રોમ + ટોર હવે સરસ ચાલે છે.

google-chrome –proxy-server=”socks://127.0.0.1:9050″

* કવિનની સ્કૂલ હવે થોડા દિવસોમાં શરુ થાય છે 🙂

ક્રોમ વત્તા ગુજરાતી – ફિક્સ્ડ (ફરીથી)

* 17.0.963.0 dev આવૃત્તિ વાળા ગુગલ ક્રોમ (એટલે કે લિનક્સમાં) વડે હવે ગુજરાતી પરફેક્ટ દેખાય છે. જુઓ આ સ્ક્રિનશોટ. હવે કોઈ ચેડાં ના કરે અને રીગ્રેશન ન આવે તો ક્રોમ ઝીંદાબાદ!

ક્રોમ વત્તા ગુજરાતી