ગુગલ ટ્રાન્સલેટ – ૩

* ફરી પાછી અને પોસ્ટ્સ નજરે પડી. એટલે, ટેસ્ટ થઇ જાય?

૧. કાકીએ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Raw mango salad from the glass out of the closet uncle aunt said.

૨. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Aunt and uncle said that out of the glass raw mango salad kabatamanthi.

૩. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Aunt and uncle said that out of the closet raw mango salad from the glass.

૪. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો
ભાષાંતર: Aunt and uncle said that out of the closet raw mango salad from glass

૫. કાકી એ કાકા ને કહ્યું કે કેરીનું કચુંબર કાચના કબાટ માંથી કાઢો
ભાષાંતર: Extract from mango salad in a glass closet aunt said the uncle

ટૂંકમાં, સુધારો થયો છે!

અને હવે યાન્ડેક્સ પર પણ ગુજરાતી ભાષાંતર પ્રાપ્ત છે (જે વિકિપીડિયાના અમારા કન્ટેન્ટ ટ્રાન્સલેશન સાધનમાં વપરાય છે), જે હજુ અત્યંત નબળું છે. દા.ત. #૫નું ભાષાંતર,

Aunt is aunt nanny said that mangoes salad glass of the closet from deleted

🙂

Advertisements

હેલ્લો અમેરિકા!

* એમ તો આ પોસ્ટ અમે અમેરિકા આવ્યા ત્યારે લખવી જોઇતી હતી, પણ એક દિવસનાં જેટલેગ પછી મારા પગની સાથે હાથ (અને મગજ) પણ જેટલેગ થઇ ગયું હતું.

* પહેલો દિવસ સારો રહ્યો. સાન ફ્રાન્સિસ્કોમાં રખડવાની મજા આવી પણ છુટ્ટા પૈસાની રામાયણ (એની સ્ટોરી પછી ક્યારેક).

* ઓફિસમાં જઇને બધાંને હાય અને બાય કહેવામાં આવ્યું અને આમ પણ અહીં આવવાનો મુખ્ય હેતુ સાન હોસે (જોશે, પણ હોસે) માં ગુગલ સમર ઓફ કોડની મેન્ટોર સુમિટમાં જવાનો હતો. ત્યાં ઓવરઓલ મજા આવી રહી છે. ગઇકાલે લિનસ ટોરવાલ્ડ્સ, પીટર નોરવિગ અને બીજાં મોટ્ટાં માથાઓની મળવાની મજા આવી. આજે પણ ડેબિયન અને અન્ય પ્રોજેક્ટસનાં વિવિધ ઓપનસોર્સ લોકોને મળ્યો.

* અહીં આવીને દોડવાનું બાજુ પર મુકાઇ ગયું છે. (સાન ફ્રાન્સિસ્કોમાં ૧૦ કિમી સિવાય) છતાંય, આજે સાંજે સાયકલિંગ અને કાલે રનિંગનો કાર્યક્રમ છે. કાલનો દિવસ એકદમ ભરચક. એટલે વધુ મજા આવશે.

* ફોટાઓ? ઇન્સટાગ્રામ અને ફેસબુક પર સમય મળ્યે મુકવામાં આવશે.

* અને હા, ન્યૂ યોર્કમાં એક દિવસ ખરેખર મજાનો જવાનો છે. કેમ? સામાન સાથે કેમ રખડાય એનો તમને ખ્યાલ આવી જશે 😉

પહેલી ગુગલ શોધ

… એટલે કે કવિનની ગુગલ સર્ચ

૧. PS 4.
૨. ગોડ ઓફ વોર.

હવે ખબર નહી કે કોણે તેને ગુગલમાં સર્ચ કરતાં શીખવાડ્યું, પણ હવે મારે ધ્યાન રાખવું પડશે (ખોટું બોલતા પહેલાં) 😉

જીમેલ ગુજરાતી – ૨

* વર્ષો પહેલાં (ઓકે, ત્રણ વર્ષ પહેલાં ) એક બ્લોગ પોસ્ટમાં જીમેલ ગુજરાતીમાં ઉપલબ્ધ છે એવું લખ્યું હતું. આજે નવરો બેઠો કંટાળતો હતો તો થયું જરા જોઇએ કે જીમેલ વાળાઓએ શું નવું કર્યું છે. પરિણામ? અત્યંત આઘાતજનક!

કહો જોઇએ. આ શું છે?

જીમેલ ગુજરાતીમાં

ન ખબર પડી? એનું અંગ્રેજી જુઓ.

જીમેલ અંગ્રેજીમાં

ધન્ય છે, જેણે આ ભાષાંતર કર્યું છે!!

ગુગલ ટ્રાન્સલેટ – ૨

* થોડા વખત પહેલાં પેલી ગુગલ ટ્રાન્સલેટ વાળી પોસ્ટ લખેલી. અચાનક આજે એ ફરી નજરે પડી (થેન્ક્સ ટુ રેન્ડમ પોસ્ટ!) તો નક્કી કર્યું કે થોડા અખતરા કરીએ.

૧. કાકીએ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Kakie uncle said that the glass out kabatamanthi mango salad.

૨. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Said the uncle, aunt kabatamanthi glass from raw mango salad.

૩. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Said the uncle, aunt mango salad out of a glass case.

૪. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો
ભાષાંતર: Said the uncle, aunt mango salad out from the glass closet

૫. કાકી એ કાકા ને કહ્યું કે કેરીનું કચુંબર કાચના કબાટ માંથી કાઢો
ભાષાંતર: Mango salad is the uncle and aunt said that out of the glass closet

આમાં મસ્ત તો ૪ અને ૫ છે. જે હોય તે, ગુગલ આજે નહી તો કાલે, ટ્રાન્સલેટરોની (ie દિવ્ય ભાસ્કરનાં!) છુટ્ટી કરી દેશે એ દિવસો દૂર નથી! તોય, મશીન એટલે મશીન એ ઉપરના ઉદાહરણો પરથી ખબર પડી જાય છે.

અપડેટ્સ – ૫૦

થોડાં ટેક-સમાચાર:

* મોબાઇલ હવે ‘rooted’ થઈ ગયો છે. વોરંટી વોઈડ કહેવાય, પણ પાછો ‘unroot’ કરી શકાય છે 🙂

* આજનો વિડિઓ: ખાસ જોવા જેવો. ૧ કલાક વસૂલ છે. લિનસ ટોરવાલ્ડ્સ સાથે ચર્ચા-પ્રશ્નોત્તરી: Aalto Talk with Linus Torvalds જો તમને Nvidia ગ્રાફિક્સ કાર્ડના કારણે લિનક્સમાં મુશ્કેલીઓ હોય તો આ વિડિઓ ખાસ-ખાસ જોવા જેવો છે 😉

* આજનું એડ-ઓન: GSanitizer – જે ગુગલ સર્ચમાં આવતા રીઝલ્ટની કડીઓને ક્લિન કરે છે.

… અને બાકીના પરચૂરણ અપડેટ્સ:

* કવિન હવે સ્કૂલ-રીક્ષા બંનેમાં સેટ થઈ ગયો લાગે છે (એને એવું લાગતું નથી, એ વાત અલગ છે!). સ્કૂલમાં ટાઈ બાંધવાની હોતી નથી એટલું સારું છે. બાકી, અમદાવાદની ગરમીમાં ટાઈ પહેરીને જતાં છોકરાંઓને જોઈને જીવદયા સિવાયની બીજી કોઈ લાગણી ન જ થાય.

* ગરમી ચાલુ જ છે. એમાં કંઈ અપડેટ આપવાની ના હોય 😉

* આપણે દોડતા હોઈએ ત્યારે પણ,

૧. લોકો ઊભા રાખીને સરનામું પૂછે છે,

૨. અમુક નંગ તો ‘કેટલા વાગ્યા?’ એવું પણ પૂછે છે. સો સલામ એ સૌ કોઈને..

આજની કડી

* જાણવા જેવું – ગુગલ દ્વારા: http://www.google.com/intl/gu/goodtoknow/

આનંદની વાત છે કે ગુજરાતીમાં પણ ગુગલ વડે ઇન્ટરનેટ જાગૃતિ લાવવા માટે આ પ્રયત્ન થયો છે. લખાણ એકંદરે સારું અને સમજ પડે એવું છે. વિવિધ વિષયો યોગ્ય રીતે આવરી લેવાયા છે.

(સોર્સ: @rajnikantjoshi, ફેસબુક)

ગુગલ મેપ્સ – ઉપ્સ!

* બહુ ભરોસો ન રાખવો. ગઈકાલે નીચેના નકશામાં બતાવેલી HDFC Bank શોધવા માટે હું બહુ રખડ્યો 😉

ગુગલ મેપ્સનું ઉપ્સ!

સાયબરસફર: હવે મેગેઝિન સ્વરુપે!

* હિમાંશુભાઈના જાણીતા અને માનીતા આર્ટિકલ્સ સાયબર સફર કોલમમાં તમે દિવ્ય ભાસ્કરમાં વાંચતા જ હશો. હવે, સાયબર સફર મેગેઝિન રુપે તમે મેળવી શકશો. વધુ માહિતી માટે જુઓ: http://cybersafar.com/index.php?option=com_content&view=category&id=127:2011-12-12-16-51-20&Itemid=436&layout=default

ટૂંકમાં – go for it!

ઇન્ટરનેટ: યે બાન બાન ક્યા હૈ?

* ઇન્ટરનેટ અને ભારતની સરકાર આજકાલ બહુ ચર્ચામાં છે. સામાન્ય માણસને ખ્યાલ છે કે સરકાર હવે ગુગલ, ફેસબુક (અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ) પર નિયંત્રણ લાદી રહી છે. ટૂંકમાં, ભારત ચાઈના જેવી પ્રગતિ તો ન કરી શક્યું, પણ ચાઈનાની સસ્તી નકલ કરી સ્વતંત્રતા પર તરાપો મારવાની શરુઆત કરી દીધી છે. પહેલી નજરે આ ઘટના સોનિયા(જી)-મનમોહનસિંહ વિશેની ફેસબુકમાં ફરતી મજાકને સંબંધિત લાગે છે, પણ ખરેખર તેની પાછળનું કારણ શું છે?

તમે જોઈ રહ્યા છો કે આજકાલ મિડીઆ અને મિડીઆ જગત એ મોટાભાગે Paid Media તરીકે કામ કરે છે. તેને ખરીદી શકાય છે, અને ખરીદાઈ રહ્યું છે, એમાં નવાઈ નથી. ગુજરાતનાં કેટલાંય સમાચાર પત્રો, લેખકો અને કોલમબાજો સત્યને એવી રીતે તરોડે-મરોડે-જોડે છે કે આપણને થાય સાલું આપણે ગુજરાતમાં છીએ કે ચેચેન્યામાં. પણ, પણ – ઇન્ટરનેટ-બ્લોગ-ફેસબુક-ટ્વિટર-ગુગલ પર કોઈનો ઈજારો નથી. યુઝર જનરેટેડ કન્ટેન્ટની મજા જ એ છે કે કોઈ તેના પર નિયંત્રણ રાખી શકતું નથી. ઇજિપ્ત કે ટ્યુનિશિઆની તાજેતરની ઘટનાઓમાં બ્લોગ-ટ્વિટરે મોટો ભાગ ભજવ્યો. અન્ના હજારેની ચળવળને મોટો આધાર ઇન્ટરનેટ પર મળ્યો. આ ચળવળના નકારાત્મક પાસાં પણ ઇન્ટરનેટ પર ચર્ચાયા. પણ, છેવટે ઇન્ટરનેટ એ મુખ્ય ભાગ ભજવ્યો. આપણી સરકારને આ વાત ખબર છે અને સારી રીતે જાણે છે કે જો આમ જ ચાલશે તો આપણું કામ નહી ચાલે.

પાડાને વાંકી પખાલીને ડામ આપવામાં સરકાર એક્સપર્ટ છે. વચ્ચે એક બ્લોગના સબડોમેઈનની જગ્યાએ આખું ડોમેઈન બ્લોક કરી દેવામાં આવ્યું હતું. મેં ક્યાંક આગળ લખ્યું હતું તેમ આશા રાખજો કે આવો કોઈ વિચિત્ર કાયદો-નિયમ આવશે અને વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપની ઘટનાઓ બનશે.

PS: Thank God the Government does not find any objectionable content in porn sites. (@Hardism દ્વારા ટ્વિટર પરથી)

થોડાક ટેક અપડેટ્સ

* આ વખતે થોડાક ટેક અપડેટ્સ.

૧. ફાયરફોક્સની જગ્યાએ ગુગલ ક્રોમ પર સ્થળાંતર કર્યું છે. ફાયરફોક્સ આજ-કાલ બહુ હેવી બની ગયું છે. ટેબ ગ્રુપ્સનો વિકલ્પ અને ગુજરાતી બરોબર ન વંચાવું એ ક્રોમની ખામીઓ છે. થોડા સમય પહેલાં કરતાં જોકે સારી હાલત છે. છતાંય, ઈન્ડિક ભાષાઓ જોડે ક્રોમના સારા સંબંધો નથી જ. જુઓ આ સ્ક્રિનશોટ. બોલ્ડ લખાણ યોગ્ય રીતે દેખાતું નથી.

ગુગલ ક્રોમ વત્તા ગુજરાતી બોલ્ડ લખાણ..

પણ, ક્રોમ ઝડપી છે (જે મુખ્ય પરિબળ છે), એક્સટેન્શન્સ વધતાં જાય છે અને ફાયરફોક્સ માત્ર એક, બે જગ્યાએ મિસ થાય છે.

૨. છેવટે, નવી જીપીજી કી: 783AA4DE બનાવવામાં આવી છે. આ કી મજબૂત છે. અને, થોડા સમય પછી મૂળભૂત કી તરીકે વાપરવામાં આવશે.

૩. Runstar એ એન્ડ્રોઈડ માટે સરસ એપ્લિકેશન છે, પછી તમારું GPS કેવું હોય તેના પર આધાર 🙂

૪. ૧૩ ઈંચનો સ્ક્રિન હવે નાનો પડે છે. નવાં ચશ્મા કરાવવા કે નવું મોનિટર લેવું? 🙂 ૨૨ ઈંચના LED મોનિટર પર પસંદગી ઢળે એવી શક્યતા છે. તપાસ કરી છે પણ ૨૪ કે તેથી વધુ મોટો સ્ક્રિન મળતો લાગતો નથી (એટલિસ્ટ, અમદાવાદમાં). ફેસબુક, ટ્વિટર પર સારા એવા સૂચનો મળ્યા છે. છતાંય, તમારાં સૂચનો-સલાહો આવકાર્ય છે.

૫. સાઈડ નોટ્સ: કાલે બુધ (મરક્યુરી) દેખાવાનો છે. અને ગઈકાલે પહેલીવાર પક્ષીઓનાં ફોટા લીધા છે. હવે ટ્રાઈપોડ આવે ત્યારે યોગ્ય સ્થળે જઈને યોગ્ય ફોટાઓ આવી શકે.

અપડેટ્સ

* દોડવાનું ફરી સામાન્ય દરે ચાલુ થયું છે. લાગે છે કે પેલી મેરેથોનને પડતી મૂકવી પડશે અને આવતી વખતે વાત. છતાંય, ૯ કિમી પર આશા રાખવામાં આવેલ છે.

* જીમેલ અને ગુગલ રીડર – આ બન્નેનાં UI ઉર્ફે યુઝર ઈન્ટરફેસમાં યુઝરને ધ્યાનમાં લેવામાં નથી આવ્યા. જીમેલ તો હજી જો તમે કોમ્પેક્ટ મોડ વત્તા થીમનો સહારો લો તો સહન થાય એવું છે, પણ રીડરનો ફેરફાર અસહનીય છે. પેટ્રોલ ભાવવધારો સહન થઈ જાય પણ આ UIમાં ફેરફાર – ના, રે ના.

* કવિનને આજથી સ્કૂલ શરુ થઈ ગઈ છે, નવાઈની વાત છે કે એના ક્લાસ ટીચર હજી રજા પર છે 😀 (માત્ર ૧૦ દિવસનું વેકેશન કોને પોસાય?)

એપલ: જ્યુશ, ફ્રુટ અને સલાડ: ઓવરડોઝ?

* નોંધ: ઘરમાં એપલની ઘણી પ્રોડક્ટસ છે. વધુમાં આ ઓટમીલ.કોમનું આ કાર્ટૂન જોવું. આ બ્લોગ પોસ્ટ જયભાઈની ફેસબુક વોલ વત્તા થોડા દિવસથી ચાલતી ચર્ચાઓનું પરિણામ છે.

સ્ટિવ જોબ્સ પછી આજ-કાલ દરેક જગ્યાએ તેમની મહાનતાની ચર્ચા થાય છે. કોઈક તેમને ભગવાનની જોડે તો કોઈક તેમને આઈન્સ્ટાઈન જોડે સરખાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે થાય છે કે માત્ર એપલ કંપનીની પ્રોડક્ટ્સ જોઈને એક વ્યક્તિને આટલી મહાન બનાવવી એ યોગ્ય છે કે કેમ? એપલની શરુઆત થઈ ત્યારે તેના બે પ્રથમ મોડેલ Apple I અને Apple II એ બનાવવામાં સ્ટિવના સહયોગી સ્ટિવ વોઝનિઆક (તેને બોઝનિઆક પણ કહે છે, સાચો શબ્દ તો મને ખબર નથી) નો મુખ્ય ફાળો હતો (વાંચો: iWoz – Steve Wozniak). ત્યાર પછી શરુ થયો ખેલ માર્કેટિંગનો અને 1984 જેવી જાહેરાતો પણ બનાવવામાં આવી. એક સમયના કટ્ટર દુશ્મન બિલ ગેટ્સ જોડે સ્ટિવ જોબ્સે હાથ મેળવવા પડ્યા અને છેવટે એનાં પ્રેક્ટિકલ (?) નહી તેવા વિચારોથી તેમની જ કંપનીમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા.

અને, પેલી જાહેરાતમાં શું હતું? બિગ બ્રધર એટલે કે IBMને પડકાર હતો. સ્ટિવના ગયા પછી થયું એવું કે માઈક્રોસોફ્ટ અને પીસીનું ગાડું ચાલ્યું અને એપલના મોંઘા કોમ્પ્યુટરો લોકોને ખરેખર મોંઘા પડ્યા. આ બાજુ સ્ટિવે NeXT બનાવી અને વળી પાછા મોંઘાદાટ ક્યુબ કોમ્પ્યુટરો વેચ્યા ન વેચ્યા. પણ, તેમણે પિક્સાર એનિમેશન ઊભી કરી (થેન્ક્સ ટુ જ્યોર્જ લુકાસ!!) અને વિઝ્યુઅલી સરસ લાગે તેવો ઈન્ટરફેસ બનાવવાની શરુઆત કરી.

એપલ આમેય લડખડાતી હતી. સ્ટિવ જોબ્સ પાસે આઈડ્યાસનો ભંડાર હતો (અને તેને અમલમાં મૂકી શકે તેવા માણસો હતા). બન્ને પાછાં ભેગા થયા અને iMac, iPod અને છેલ્લે iPhone, iPad વડે કંપની બની માલામાલ.

આ તો મોટાભાગના લોકોને ખબર છે એટલે એમાં કશું નવું નથી. હવે જે વાત કરીશું તે કદાચ મોટાભાગના લોકોને ખબર નહી હોય.

૧. એક વાર તમે એપલની પ્રોડક્ટ ખરીદો એટલે તમે લોક-ઈન થઈ જાવ છે. iPod લીધું? ફરજિયાત iTunes વાપરો (જે વર્સ્ટ સોફ્ટવેર છે, સોરી વિન્ડોઝ વપરાશકર્તોઓ, તમે જે iTunes વાપરો છો એનો પેલા મેકના વર્સ્ટ સોફ્ટવેર કરતાંય ભંગાર છે!). મેક લીધું? ફરજિયાત એપલનો પ્રોજેક્ટર કેબલ જ વાપરવો પડે. એય પાછો દર મેક પ્રોડક્ટ સાથે બદલાય. દરેક મોડેલમાં અલગ કેબલ.

૨. સરવાળે મેક કોમ્પ્યુટર્સ જમાનાથી પાછળ હોય છે. i7 સીરીઝ હજી હમણાં રજૂ કરવામાં આવી.

૩. સામાન્ય લેપટોપની જેમ તમે મેકને આસાનીથી રીપેર કરી શકતા નથી. મારા મેકબૂકને ખોલવામાટે ગણીને ૨૮ સ્ક્રૂ ખોલવા પડે છે. એપલ પાછું દરેકે મોડેલે સ્ક્રૂના પ્રકાર બદલ્યા કરે છે – નવાં સ્ક્રૂડ્રાઈવર લાવવા પડે!

૪. હાર્ડેવેરની ગુણવત્તાને ધ્યાનમાં લો તો પણ દરેક એપલ પ્રોડક્ટ ઓવરપ્રાઈસ્ડ છે.

૫. એપલ સરવાળે મોનોપોલિસ્ટિક કંપની છે. આજે નહી તો કાલે તેના પર એન્ટિટ્રસ્ટનો કેસ થાય તો નવાઈ ન પામતા. આ કંપનીએ પાછી સેમસંગ, HTC, ગુગલ અને બીજી અનેક કંપનીઓને પેટન્ટ વડે બહુ હેરાન કરી છે (સોફ્ટવેર પેટન્ટ).

૬. મેક ઓપરેટિંગ સિસ્ટમનો બેઝ યુનિક્સ છે – જે તેઓ ક્યારેય માર્કેટિંગ કરતાં નથી (અથવા છુપાવે છે). સ્માર્ટ લોકોએ એવાં યુનિક્સ (FreeBSD) લીધું જેથી તેઓને તેનો સોર્સકોડ પાછો ન આપે તો ચાલે.

૭. iTunesની દરેક એપ્લિકેશન પર એપલ ૩૦ ટકા જેટલું કમિશન લે છે (જે વેચાણ કિંમત પર હોય છે). નાનાં ડેવલોપર્સને આથી કંઈ ખાસ મળતું નથી અને ઈબુક્સ વેચતી ઘણી કંપનીઓને આના કારણે તાળાં લગાવવા પડ્યા છે.

ઓકે. આ બધાં મુદ્દાઓને સ્ટિવ જોબ્સની મહાનતા જોડે શું મતલબ? એવો સવાલ થાય. પણ, આ બધાં મુદ્દાઓ એપલનાં છે, એપલ વગર સ્ટિવ જોબ્સનું અંગત રીતે કોઈ યોગદાન નથી (સિવાય કે પેલા સ્ટેનફોર્ડના લેક્ચર). એટલે આ સવાલ ઉઠાવવો નહી.

કોઈકે ફેસબુક પર લખ્યું તેના કરતાં ઉલ્ટું, હું માર્કેટિંગનો વિરોધી નથી. એમ મોટાભાગના લોકોની જેમ માર્કેટિંગની આંધળી પૂજા નથી કરતો. માર્કેટિંગ વત્તા ટેકનોલોજીકલ પોઈન્ટ્સ મેચ ખાતા હોય તો હું એ પ્રોડક્ટ લઉં છું. બરોબર વાપરું છું, નિચોવું છું. દા.ત. મારુ ધોળું મેકબુક 🙂

અને હા, આ પહેલાં મેં એપલ-સ્ટિવ જોબ્સનાં ૧૦ સરસ મુદ્દાઓ લખ્યા જ છે. એટલે બન્ને બાજુઓ જોઈને આ પોસ્ટ લખાઈ છે.

અસ્તુ.

બુરા-ભલા સમાચાર

* ગુગલે મોટોરોલા મોબિલિટી ખરીદવાની જાહેરાત કરી.

* ફાયરફોક્સે વર્ઝન નંબર બંધ કરવાની જાહેરાત કરી. (ગાંડા થઈ ગયા લાગે છે આ લોકો)

* અન્ના જેલમાં ગયા.

* સન સ્ટુડિઓની લિંક ઓપનસોલારિસ પરથી અદ્રશ્ય થઈ.

* KVM + illumos શક્ય બન્યું.

* રશિયાના વીઝા ૨૪ કલાકમાં મળે છે એવી જાણકારી મળી.

અને છેલ્લે,

* ડેબિયન પ્રોજેક્ટે ૧૮ વર્ષ પૂરા કર્યા.

ગુગલ+ માટે એક માત્ર તહઝીબ

* જો તમે ઓળખતાં ન હોય તો તેવા માણસોને તમારા સર્કલમાં ન ઉમેરો. સંભવ છે કે તમે બ્લોક થઈ જાવ.

નોંધ: ફેસબુકમાટેની સત્તર તહઝીબ સૌરભ શાહ તરફથી.