બ્લોગના બાર વર્ષ

૧૨ વર્ષ પહેલાં આ બ્લોગ શરૂ થયેલો આ બ્લોગ હજુ ટીનએજર્સ બન્યો નથી. હજુ સુધી તો બ્લોગ-બ્લોગિંગમાં મઝા આવે છે. જોઇએ હવે ક્યારે આ મઝા પૂરી થાય છે. બ્લોગ-રનિંગ-સાયકલિંગ-જીવન. કોને અગ્રતા આપવી એ હજુ નક્કી નથી, પણ અત્યારે આ ચાર વસ્તુઓ લગભગ સમાંતર ચાલે છે. કોઇક વખત એમાંથી કોઇ આગળ નીકળે છે અને કોઇ પાછળ રહી જાય છે. પણ, એકંદરે ચારેયમાંથી કોઇ હાંફ્યું નથી.

એક સંબંધિત અને સરસ સમાચાર: ચંદ્રકાંત બક્ષી અને અન્ય કેટલાય લેખકોના મસ્ત ફોટાઓ સંજયભાઇએ વિકિપીડિયામાં અપલોડ કર્યા છે. કેટલાય વર્ષોની ઇચ્છા ફળી છે. સંજયભાઇ અને અનંતનો આભાર અને તેમના પરથી કેટલાય લોકો પ્રેરણા લે તેવી ઇચ્છા!

આ પણ જુઓ:
* ૩ વર્ષ: https://kartikm.wordpress.com/2009/03/25/3-years-2/
* ૪ વર્ષ: https://kartikm.wordpress.com/2010/03/25/not-yet-missing-blog/
* ૫ વર્ષ: https://kartikm.wordpress.com/2011/03/25/towards-6th-year/
* ૬ વર્ષ: https://kartikm.wordpress.com/2012/03/26/happy-birthday-my-blog/
* ૮ વર્ષ: https://kartikm.wordpress.com/2014/03/25/આઠ-વર્ષ/
* ૧૦ વર્ષ: https://kartikm.wordpress.com/2016/03/26/10-years-blog/

આજનું સત્ય

તમામ તસવીરો ગુગલ-નેટ પરથી લીધેલ છે

.. આવું લખાણ બ્લોગની લગભગ દરેક પોસ્ટ પર લખતાં લોકોને ખબર નથી કે તેમનું ‘લખાણ પણ નેટ પરથી લીધેલ છે’ એવું અમને ખબર છે! 😀

અપડેટ્સ – ૮૫

* આજે (ટેકનિકલી તો આવતી કાલે!!) બ્લોગ જગતમાં અમારા સાત વર્ષ પૂરાં થયા. કંઇ ખાસ લખવાનું નથી આજે, પણ પાછલાં વર્ષોની વર્ષગાંઠની પોસ્ટ્સ રસપ્રદ લાગે છે (આજની બોરિંગ અપડેટ્સ પોસ્ટની સરખામણીમાં). જુઓ:  અને  વર્ષોની પોસ્ટ્સ.

* પેલાં ‘રાસ્પબેરી પાઇ’ જોડે આજ-કાલ બહુ છેડખાની કરવામાં આવી રહી છે. મારી પાસે એક્સટર્નલ મોનિટર નથી, પણ ssh વડે તેનાં પર જાત-જાતનાં પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. તેની માટે એક નવું sdcard લેવાનું છે.

* ટ્વિટરમાં ૯૦૦૦+ ટ્વિટ્સ આ અઠવાડિયે થયા. મોટાભાગનાં રિટ્વિટ્સ અને બોરિંગ અપડેટ્સ. દુર્ભાગ્યે ટ્વિટરનો બેકઅપ લેવાની કોઇ સુવિધા નથી.

* સફળતાનાં શિખરો અને નિષ્ફળતાની ખાઇઓ. તદ્ન ખોટું. સફળતાની ખાઇઓ અને નિષ્ફળતાના શિખરો હોય છે. સફળતા દેખાતી નથી, પણ તમારી નિષ્ફળતા ટોચની માફક દૂર-દૂરથી દેખાઇ જાય છે. ક્યારેક પેલી ફેઇલકોન્ફમાં જઇ આવીશ. ક્યારેક એવું લાગે કે, આપણે સફળ થઇશું ત્યારે જ નિષ્ફળતાનો પહાડ ચડવાનો આવે છે. અત્યાર સુધી તો ચડાઇ સફળ રહી છે! હવે, આ બધી ચડાઇ કામમાં આવે તો ઠીક છે 🙂 જય હો!!

૨૦૧૨: વાર્ષિક (પોસ્ટ) અહેવાલ

* દર વર્ષની જેમ, આ વર્ષાંતે પણ હાજર છે, વાર્ષિક પોસ્ટ અહેવાલ. આ (સિવાય કે જ્યાં ઉલ્લેખ કર્યો હોય) બધાં જ આંકડા આ વર્ષ માટેના છે. પોસ્ટ સંખ્યા બાબતે આ વર્ષ શુષ્ક રહ્યું (સિવાય કે છેલ્લાં બે મહિનાઓ, જ્યાં મેં ઢગલાબંધ પોસ્ટ્સ આપના માથે મારી), પણ મારા મતે મારા બ્લોગની કેટલીક સૌથી સારી પોસ્ટ્સમાંની એકાદ-બે આ વર્ષે લખાઇ છે! 🙂

પોસ્ટ-મોર્ટમ

કુલ પોસ્ટ્સની સંખ્યા: ૨૦૧ (આ પોસ્ટની સાથે, વર્ડપ્રેસ તેનાં રીપોર્ટમાં ૧૯૮ બતાવે છે!)

સૌથી વધુ પોસ્ટ્સ ધરાવતો મહિનો: ડિસેમ્બર (ફેબ્રુઆરી, ૨૦૧૦ પછીની સૌથી વધુ પોસ્ટ્સ!)

સૌથી ઓછી પોસ્ટ્સ ધરાવતો મહિનો: એપ્રિલ

બેકી પોસ્ટ્સ સંખ્યા ધરાવતા મહિનાઓ: ૬

એકી પોસ્ટ્સ સંખ્યા ધરાવતા મહિનાઓ: ૬

સરેરાશ પોસ્ટ્સ:  ૧૬ (એમ તો ૧૬.૭૫ થાય!)

કોમેન્ટ કમઠાણ અને લાઇક્સ લાઇ

આ વર્ષની કુલ કોમેન્ટ્સ: ૧૧૨૩

આ વર્ષની પોસ્ટ્સ પર આવેલી કુલ કોમેન્ટ્સ: ૧૦૨૯ (આ ગણવું બહુ બોરિંગ છે, પણ શાંત ચિત્તે અમે આ ટાઇમ પાસ કામ કર્યું એ બદલ ઇનામ આપી શકાય! કોમેન્ટ્સ ડિસેમ્બર ૩૧નાં રાત્રે ૧૧.૫૫ વાગ્યા સુધીની છે.)

કુલ લાઇક્સ: ૧૦૦૦+

શૂન્ય કોમેન્ટ્સ ધરાવતી પોસ્ટ: ૧૮

સૌથી વધુ કોમેન્ટ્સ વાળી પોસ્ટ: ગુડ બાય, અમદાવાદ

સૌથી વધુ લાઇક્સ: ૧૯ નવેમ્બર ના દિવસે.

સૌથી વધારે કોમેન્ટ્સ: નિરવ તરફથી! અભિનંદન!

માંડ-માંડ આવેલા મુલાકાતીઓ

સૌથી વધુ મુલાકાતીઓ કયા દેશમાંથી: ભારત, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, યુ.કે., જર્મની!

સૌથી ઓછા મુલાકાતીઓ વાળા પાંચ દેશ: ગ્રીસ, મેક્સિકો, વેનેઝુએલા, ટ્રિનિડાડ અને ટોબેગો અને શ્રીલંકા! (મને થાય છે, અહીંથી કોણ આવી ગયું હશે? :))

સૌથી વધુ વ્યસ્ત દિવસ: ૭ ઓક્ટોબર

વગેરે વગેરે

આ વર્ષના સ્પામડા-હેમડા વગેરે: ૨૮૦૩

આ વર્ષના અપલોડ કરેલા ચિત્રો: ૮૮ (વર્ડપ્રેસ તેનાં એન્યુઅલ રીપોર્ટમાં ૯૧ બતાવે છે!)

તો આવજો, આવતા વર્ષે મળીશું?!! બધાંને હેપ્પી ન્યૂ યર!!

ત્રણ બ્લોગ્સ

* થોડા સમય પહેલાં મારી નજરે એવાં ત્રણ બ્લોગ ચડ્યા, જેમણે મારા કલાકો બગાડ્યા (કે સુધાર્યા!). અને, મને થયું કે હું એકલો જ કેમ આ પાપી કાગડા કે પ્રિમા કે વિશાલભાઇને સહન કરું? તો હાજર છે ત્રણ મસ્ત ગુજરાતી બ્લોગ્સ!

૧. માઉન્ટ મેઘદૂત

ચાર જણાં આ બ્લોગ ચલાવે છે અને ખૂણે-ખાંચરે સંવેદના, માહિતી અને સંવાદોથી ભરેલો. ભૂમિકા, પ્રશમ, શ્રુતિ અને હર્ષ એનાં લેખકો (અને સંચાલકો) છે. બૂકમાર્ક, લિંક, સબસ્ક્રાઇબ – જે કરવું હોય, મસ્ટ રીડ.

૨. રખડતાં ભટકતાં

પ્રિમા સાથે પરિચય ક્યાંક ગુગલ+ પર થયો. જોયું? કોણે કહ્યું ફેસબુક જ લોકપ્રિય છે? 😉 પ્રિમાની લખવાની ઇસ્ટાઇલ આપણને એકદમ બંધ બેસે તેવી એટલે આ બ્લોગ પહેલી જ નજરે ગમી ગયો. ટોપિક્સ બોલ્ડ, વિચારો પણ બોલ્ડ અને પોસ્ટનાં ટાઇટલ પણ બોલ્ડ (આઇ મીન, બોલ્ડ ટાઇપફેસ!). વાંચવા કરતાં એનાં પોસ્ટ્સ વિશે વિચારવામાં કલાકો નીકળે તો મને દોષ ન આપતા, એ આ બ્લોગને જ આપજો.

૩. ફ્રેન્કલી સ્પિકિંગ

સરસ બ્લોગ. પરફેક્ટ સમયે પરફેક્ટ માહિતી લાવતો બ્લોગ. વિશાલભાઇ જોડે કોઇ પરિચય નથી, પણ તેમનો બ્લોગ મને ગમતાં બ્લોગમાં મોખરાનું સ્થાન લઇ રહ્યો છે.

~૧૦,૦૦૦

* આ ~૧૦,૦૦૦ શું છે?

વેલ, આ આંકડો છે, આ મહિનાની બ્લોગ વિઝિટ્સનો. ખાસ-સ્પેશિઅલ એટલા માટે કે, પહેલી વખત પાંચ આંકડામાં મુલાકાત-સંખ્યા પહોંચી. આમ, તો આ બ્લોગ કોઇ ખાસ વાંચતું લાગતું નથી, છતાંય, થોડા તમારા જેવા લોકોનો સમાવેશ થાય છે (એટલે કે તમે, હા તમે, જે અત્યારે આ વાંચી રહ્યા છો – એટલે કે તમારો કિંમતી અને પવિત્ર સમય બગાડી રહ્યા છો!)

😉

આ વર્ષનું બ્લોગ સરવૈયું..

* દર વર્ષે, વર્ષના છેલ્લાં દિવસે આખાં વર્ષનો બ્લોગિંગ અહેવાલ રજૂ કરવો એવું નક્કી કરેલ છે. એટલે, આ વર્ષે પણ – ગયા વર્ષની જેમ વર્ષ દરમિયાનની મોટી બ્લોગ ઘટનાઓ અને સારાંશ અહી આપેલ છે:

૧. આખા વર્ષની પોસ્ટ સંખ્યા – ૧૯૭ (આ પોસ્ટની સાથે).

૨. સૌથી ઓછી પોસ્ટ ધરાવતો મહિનો – એપ્રિલ (૧૪), નવેમ્બર (૧૪).

૩. સૌથી વધુ પોસ્ટ ધરાવતો મહિનો – ડિસેમ્બર (૨૧).

૪. સૌથી વધુ મુલાકાતીઓ – ઓક્ટોબર.

૫. સૌથી ઓછા મુલાકાતીઓ – નવેમ્બર.

૬. મારો બ્લોગ નેટજગત દ્વારા ‘૨૦૧૧ના શ્રેષ્ઠ બ્લોગ્સ‘ ની યાદીમાં સ્થાન પામ્યો.

૭. બ્લોગની ફિકવન્સી ઉર્ફે આવૃત્તિ દેખીતી રીતે ઓછી થઈ ગઈ છે. રીઅલ લાઈફ, ટ્વિટર, ફેસબુક અને હવે ગુગલ પ્લસ. છતાંય, બ્લોગ મારો પ્રથમ પ્રેમ છે જ.

૮. ટોટલ સ્પામ અને હેમ પકડાયા:  ૪૯૦૬+૧૦૧૧. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાઓમાં સ્પામનું ધાડું આવ્યું. ચોકસાઈ: ૯૯.૭૬ ટકા.

૯. આ વર્ષમાં એકંદરે અંગત આક્રમણ કરતાં અને કોપી-પેસ્ટર તેમજ બોગસ બ્લોગ્સનું પ્રમાણ ઓછું રહ્યું. એવાં બ્લોગ (અને તેમનાં બ્લોગર્સ) છેવટે મરી પરવાર્યા એવું લાગે છે 😀 છતાંય, આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો મારો ચાલુ રહ્યો. પ્રાણ જાય પણ દંભ ન જાય – આ રિવાજ નવો આવ્યો છે. કહેવાતાં રીસર્ચ (રીસર્ચ = સ્માર્ટ કોપી-પેસ્ટ જે હજી સુધી કોઈને ખબર નથી પડી) નામે ચરી ખાતાં બ્લોગ્સનો વિકાસ સારો એવો થઈ રહ્યો છે.

૧૦. બ્લોગ વડે નવાં મિત્રો બનવાની પરંપરા ચાલુ રહી. થેન્ક્સ!!

તો, હેપ્પી બ્લોગિંગ અને હેપ્પી ન્યુ યર. મળીશું, આવતાં વર્ષે 🙂

એક ન ખોવાયેલ બ્લોગ..

ઊંમર: આજે ૪ પૂરા કરી ૫મું બેઠું.
રંગ: આછો જાંબલી, ક્યારેક કાળો મેશ, ક્યારેક ધોળો ધબ.
ઊંચાઈ: બહુ જ સામાન્ય.
ભાષા: ગુજરાતી ભાષા થોડી ઘણી લખી જાણે છે, ગુજરાતી-અંગ્રેજી અને ટેકનોલોજીથી ભરેલ ભાષા બોલે છે.
સ્વભાવ: સામાન્યથી આંશિક ઉગ્ર.

આ થયો હજી સુધી ન ખોવાયેલ બ્લોગનો પરિચય – એટલે કે આ બ્લોગનો પરિચય. ૨૫ માર્ચે એટલે કે આજે ચાર વર્ષ પૂરા થાય છે અને પાંચમું વર્ષ શરુ થાય છે. દર વર્ષે બ્લોગની ક્વોલિટી અને આવૃત્તિ બન્નેમાં સુધારા-ઘટાડા-વધારા થયા છે. હું મને ગમે તેવું અને મારા વિચારોને રજૂ કરતો રહ્યો છું, કોઈક વખત ટેકનોલોજીકલ હથોડાં પણ માર્યા છે – તેમ છતાં, વાચકો વધતા રહ્યાં છે અને સરસ મજાની કોમેન્ટ્સ (વચ્ચે હમણાં કોઈને મારો બ્લોગ કે પોસ્ટ ન ગમ્યો એટલે ભરપૂર ગાળો પણ લખી ;)) આપતા રહ્યા છે.

બધા વાચકો, મિત્રો, યાર-બાદશાહોનો ખૂબ-ખૂબ આભાર. તમારા વગર ચાર વર્ષની લાંબી (અને કોઈક વખત થકવી નાખનાર) સફર જે લેપટોપ આગળ બેસીને જ ખેડવાની હતી તે શક્ય નહોતી. સાથે સાથે, વર્ડપ્રેસનો પણ આભાર – જેનાં વગર આ બ્લોગની રજૂઆત આટલી સરળતાથી ક્યારેય શક્ય ન બનત 🙂

મળતા રહીશું.

ચોરી-ચપાટી, લાયસન્સ અને આ બ્લોગ..

Creative Commons License

ઉપરનું સરસ મજાનું બટન જોયું? તેનો મતલબ એ કે:

This work is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.

હા. બ્લોગનું લાયસન્સ છે.

૧. તમે આ બ્લોગનું લખાણ તમારા બ્લોગ, છાપાં, પુસ્તક, પત્રિકા કે કંકોત્રી વગેરેમાં કોપી કરી શકો છો.

૨. તમે તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકો છો. આલ ઈઝ વેલ.

૩. ફાવે તેમ ફેરફાર કરી શકો છો, ફરી ઉપયોગ કરી શકો છો. જો તમે એ ફેરફારો બીજાને પણ મારા લાયસન્સ હેઠળ આપો તો..

પણ, પણ..

તમે એવું લખો કે, Based on a work at kartikm.wordpress.com – એટલે કે મારા બ્લોગની લિંક આપો તો જ.

આ લાયસન્સ ક્રિએટીવ કોમન્સ શેર-અ-લાઈક ૨.૫ કહેવાય છે. ફ્રી સોફ્ટવેર તરીકે માન્ય છે. સોફ્ટવેર કરતાં ક્રિએટીવ કન્ટેન્ટ – લખાણ, ચિત્ર, મુવી, વગેરે માટે વધારે લોકપ્રિય છે. વધુ માહિતી માટે ક્રિએટીવ કોમન્સની વેબસાઈટ જુઓ. વધુમાં આ લાયસન્સ કોર્ટમાં ટેસ્ટ થયેલ છે – એટલે ચોરી-ચપાટી કરનાર વ્યક્તિઓ દલીલ કરી શકતા નથી. એટ લિસ્ટ, કોર્ટમાં.

જો તમે બ્લોગ ચલાવતા હોવ અને ચોરી-ચપાટીથી ત્રાસેલ હોવ તો બ્લોગનું લાયસન્સ નક્કી કરો. યાદ રાખો કે કંઈ પણ લાયસન્સ હોય, તમે તમારું લખાણ લખો તો આપમેળે કોપીરાઈટ થઈ જાય છે. તમારું એટલે તમારું. ભાષાંતર કરો એટલે જો મૂળ લેખકની પરવાનગી ન લીધી હોય તો ઉલ્ટો કોપીરાઈટનો ભંગ થાય છે.

ચોરી-ચપાટી વિશે આપણાં સી.આઈ.ડી. વિનયભાઈ ટૂંક સમયમાં બીજા લેખો લખે તેવો અણસાર છે. સ્ટે ટ્યુન્ડ!

સરળતાથી કોપી-પેસ્ટ કઈ રીતે કરશો?

… એકદમ સરળ છે.
* કંટ્રોલ-a દબાવો, કંટ્રોલ-c વડે કોપી કરો અને કંટ્રોલ-v વડે પેસ્ટ કરો.
* ના, થાય તો, માઉસ વડે સિલેક્ટ કરો. અને રાઇટ ક્લિક કરી કોપી-પેસ્ટ કરો.
* મેકમાં કંટ્રોલની જગ્યાએ કમાન્ડ કી નો ઉપયોગ કરો.
* મારા ફેવરિટ એડિટર Vimમાં કોપી (Control+Shift+c) અને પેસ્ટ (Control+Shift+v) કરો.
* રાઇટ ક્લિક કરવાની ના પાડે છે? જો ફાયરફોક્સ વાપરતા હોવ તો, Edit–>Preferences–>Content માં જઇને Enable JavaScript નું ચેકબોક્સ અનચેક કરો. પણ, પાછું ચેક કરવાનું ભૂલતા નહીં, નહીંતર ઘણી વેબસાઇટો ખૂલશે જ નહીં કે યોગ્ય રીતે કામ નહીં કરે. દા.ત. વર્ડપ્રેસ.કોમ 🙂

DisableJavascript

* વેબડેવલોપર કે ફાયરબગ જેવા ટુલ્સ તમે વધુ છેડછાડ કરવા વાપરી શકો છો.
* નોંધ: આ પેસ્ટ માટે મને કંઇ પૂર્વગ્રહ લાગે છે. દરેક વખતે કંટ્રોલ-p જ લખાઇ જાય છે 😦