પેબલ પેબલ

પેબલ પેબલ
રેબલ રેબલ

:/

Advertisements

નવી ઘડિયાળ

પેબલ સ્માર્ટવોચ

આમ તો અમને સ્માર્ટવોચનો આખો ખ્યાલ બહુ ગમતો નથી, પણ શું થાય? પેબલની બીજી આવૃત્તિની રાહ જોવાતી હતીને એવામાં જ સમાચાર આવ્યા કે પેબલ કંપનીને ફિટબિટ નામની બીજી કંપનીએ હસ્તગત કરી લીધી. લો, અમે તો રાહ જોતા હતા, એટલે એમેઝોનમાંથી ફટાફટ ઘડિયાળ લઇ લીધી અને બે દિવસથી તો બહુ જ ગમે છે.

સારી વાત:
૧. લાંબી બેટ્રી. ૭ દિવસ.
૨. સ્ટ્રાવા લાઇવ દેખાય, એટલે દોડતી વખતે મોબલો હાથમાં ન લેવો પડે. સાયકલિંગમાં પણ.
૩. બ્લેક-એન્ડ-વ્હાઇટ ડિસ્પ્લે.
૪. વાઇબ્રેશન વાળું એલાર્મ.
૫. નોટિફિકેન્શ ટાઇમલાઇન.
૬. નો નોનસેન્સ સિસ્ટમ ઇન્ટરફેસ.

ફિટબિટે હજુ ૨૦૧૭-૧૮ સુધી પેબલ ઘડિયાળોને સપોર્ટ (વોરન્ટી નહી) આપવાની જાહેરાત કરી છે, ત્યાં સુધી પેબલ ડેવલોપર્સ ભેગા થઇને વૈકલ્પિક એપસ્ટોર કે એવું કંઇક બનાવવાનું વિચારે છે. સમય મળ્યે તો આપણે પણ હાથ અજમાવીશું.

ત્યાં સુધી, હાથ સલામત તો ઘડિયાળો ઘણી!

૧ વર્ષ: કેસિઓ એફ-૯૧

કેસિઓની ઘડિયાળ

એમાં થયું એવું કે મારી ગારમિન ઘડિયાળનો પટ્ટો છેલ્લી સિંગાપોર સફર વખતે તૂટી ગયેલો. તપાસ કરી તો ખબર પડીકે હવે પટ્ટો બદલાય નહીને આખી ઘડિયાળ જ નવી લેવી પડે. હવે, દર વખતે તો કોણ ગિફ્ટમાં ગારમિન (ઓછામાં ઓછા ૨૦૦ ડોલર) આપે? ન આપે. એટલે પછી નક્કી કર્યું કે હવે સસ્તી સાદી ઘડિયાળ લેવી (તોય આપણને ઘડિયાળો ગમે) અને ફોનમાં જ જીપીએસ વાપરવું.

તો નક્કી કર્યું કે લેવી તો એકદમ સસ્તી જ કેમ ન લેવી? પછી પસંદગી ઉતારી કેસિઓ એફ-૯૧ ડબલ્યુ પર. આ ઘડિયાળનું મોડેલ ૧૯૯૧માં વિશ્વની સૌથી વધુ વેચાયેલી ડિજીટલ ઘડિયાળોમાં નામ ધરાવે છે અને ખાસ તો તેને ઓસામા બિન લાદેને પહેરેલી ત્યારથી વધુ કુખ્યાત બની. દોડવા વાળા લોકોમાં આ લોકપ્રિય છે, કારણ કે તે ૭ વર્ષની બેટ્રી ધરાવે છે અને વોટર રેસિસ્ટન્સ છે. કેસિઓ વાળા આ ઘડિયાળ ૧ ગ્રાહકને ૧ જ આપે છે, પછી ખબર પડીકે આનો બીજો ઉપયોગ સરળ સર્કિટને કારણે ટાઇમબોમ્બ બનાવવામાં ક્યાંક થયેલો :/

હાલમાં, હું આને રનિંગ (અને તે પહેલાં સાયકલિંગ)માં વાપરું છું. દર કલાકે વાગતું ટિંગ અને એલાર્મ સરસ છે. સ્ટોપ વોચનો ઉપયોગ કરવો પડે એવો હું ઝડપી દોડવીર નથી (હજી) 🙂

૬૦૦ રુપિયામાં આનાથી વધુ સરસ ઘડિયાળ ન હોય ને?

અપડેટ્સ – ૧૧૨

* તો, કાલે પુને ખાતે ઓપનસોર્સ લેંગ્વેજ સુમિટ ૨૦૧૩ (એટલે કે ભાષા શિખર પરિષદ) ૨૦૧૩ પૂરી થઇ. ગુજરાતી પબ્લિકમાં હર્ષ અને સમ્યક મળ્યા. બહુ વાતો કરી, ચર્ચાઓ કરી અને છેવટે કંઇક નક્કર કાર્ય તરફ કદમ મંડાયા લાગે છે. આની બ્લોગ પોસ્ટ વિકિપીડિઆના બ્લોગમાં ટૂંક સમયમાં આવશે.

* નવું રનિંગ રમકડું: Garmin Forerunner 110. થેન્ક્સ ટુ, ચિંતન. તેનો ટેસ્ટ કરીને અહીં ૧૦ કિલોમીટર દોડવામાં આવ્યું (તે પહેલાં ૨૨ કિલોમીટરની દોડ પુને યુનિવર્સિટી ખાતે રાખેલી, તે પણ સરસ રહી!) હાર્ટરેટ બેલ્ટ પણ સરસ છે. થેન્ક્સ ટુ અલોલિતા – આ રનિંગ રમકડાંને અહીં લાવવા માટે.

ગારમિન ઘડિયાળ

* હજી લાંબા પ્રવાસો આવશે, અને પુનેમાં એકંદરે ઠંડક છે એટલે મજા આવે છે. જોકે હવે પછીના ત્રણેય દિવસ ઓફિસમાં જ બેસીને કામ કરવાનું છે. અત્યાર સુધી નેહલભાઇને જ મળી શકાયું છે. બાકી, બે દિવસ જોઇએ કે કોને-કોને મળવાનું બાકી છે.

એલાર્મ

* બહુ ભારે છે આ વસ્તુ. અત્યારે મારી કેવી હાલત છે, એનો ચિતાર નીચેના ચિત્ર પરથી આવશે.

અને, તેમ છતાંય, અઠવાડિયામાં એકાદ વાર તો એલાર્મ ચૂકી જવાય છે 🙂

નવાં ઉપકરણો..

૧. એમેઝોન કિન્ડલ ફાયર.

૨. ટેક્સાસ ઈન્સ્ટ્રુમેન્ટ્સ EZ430-Chronos

 

કિન્ડલમાં એન્ડ્રોઈડ અને ઘડિયાળમાં લિનક્સ વડે અપડેટ કરવામાં આવશે ત્યારે નવી પોસ્ટ પાક્કી. આ વસ્તુઓ આયાત કરવા માટે ચિંતનનો આભાર 🙂

સમય

* નોંધ: આ પોસ્ટ સમય બધા માટે સરખો છે, સમય સામ્યવાદી છે, ટાઈમ મેનેજમેન્ટ વગેરે વગેરે જેવા બોરિંગ, ફાલતુ અને બિનઉપયોગી વિષયો પર નથી.

પ્રેક્ટિકલી જોઈએ તો આજ-કાલ સમય દેખવા માટે બહુ મહેનત કરવી પડતી નથી. કાંડા-ઘડિયાળ, દિવાલ-ઘડિયાળ, મોબાઈલ, આઈપોડ કે મ્યુઝિક પ્લેયર અને છેલ્લે તમારા લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઘડિયાળ હાજર જ હોય છે.

કોમ્પ્યુટર જોડે નાતો બહુ ગાઢ હોવાથી હું તેના પર જ સમય દેખતો હોઉં છું. હવે, ઓફિસ જવા માટે નીકળું ત્યારે હું અમારા ઘરની બધી ઘડિયાળો જે હંમેશા પાંચ મિનિટ આગળ મૂકેલી હોય છે અને મારી ઘડિયાળો (મોબાઈલ, કાંડા ઘડિયાળ) જે ૬ કે ૭ મિનિટ આગળ હોય છે – એ જોઈને નીકળું છું. કોઈક વખત મોડું થાય કે ઓફિસ જવાની આળસ આવતી હોય ત્યારે મને ખબર છે કે કઈ ઘડિયાળ કેટલા મિનિટ આગળ છે – અને આ આપણને ખબર હોય તે નડી જાય છે. હું વધુ પાંચ મિનિટ મોડો નીકળું છું અને સરવાળે એ જ મોડું થઈ જાય છે.

એટલે, છેવટે કોમ્પ્યુટર માટે તો એક સોફ્ટવેર છે – Alltock. જે તમારા કોમ્પ્યુટરની ઘડિયાળ ૧ થી ૧૫ મિનિટ આગળ કરી દે છે. અહીં તમને ખબર નથી કે ઘડિયાળ કેટલા મિનિટ આગળ થઈ છે, એટલે તમે – હજી પાંચ મિનિટ આગળ છે, થોડી વાર પછી જોઈશું – જેવી (કુ)ચેષ્ટાઓ કરી શકતા નથી.

દુર્ભાગ્યે આ સોફ્ટવેર ખાલી મેક માટે છે, વિન્ડોઝ વર્ઝન આવવાનું છે, લિનક્સ માટે આવું કંઈક શોધવું પડશે અથવા બનાવવું પડશે 🙂

સાચો પ્રેમ

* કોકીને મેં ૨૦૦૮માં વેલેન્ટાઈન ડે પર એક કાંડા ઘડિયાળ (સરસ મજાની – આમ લખું છું, કારણ કે તેને પણ ગમી હતી..) ભેટ તરીકે આપી હતી. હવે, કાળક્રમે કોકીના કાંડા પર એ ઘડિયાળ ઢીલી પડવા લાગી (હિન્ટ: કવિન). અને, ઘડિયાળનો બેલ્ટ પણ લેધરનો હોવાથી અમદાવાદી વાતાવરણની અસર તેના પર જલ્દી થઈ. હવે, થયું એવું કે શનિવારે અમે શોપિંગ કરવા નીકળ્યા અને ઘરે પાછા આવતી વખતે રીક્ષામાં કોકીએ જોયું કે તેના કાંડા પર ઘડિયાળ નથી. ઓહ! અમારા બન્નેનાં મોઢામાંથી ઉદ્ગાર નીકળ્યો. સ્વાભાવિક છે, યાર. મને થયું કે ચાલો આવતા વેલેન્ટાઈન ડે પર શું ભેટ આપવી તે વિચારવું નહી પડે. પણ, કોકીનું મોં જોવા જેવું હતું. મેં કહ્યું શાંતિ રાખ, ઘરે જઈને કબાટમાં જો, નહીં મળે તો નવી લઈ આપીશ (!).

ઘરે ગયા. ફટાફટ કબાટમાં જોયું તો ઘડિયાળ આરામથી પડી હતી. કોકીએ કહ્યું કે મેં મનમાં કહ્યું હતું કે જો કાર્તિકનો પ્રેમ સાચો હશે તો ઘડિયાળ ઘરે પડી હશે. અને, અહીં છે.

હા, કોકી – તારો પ્રેમ સાચો જ છે, પણ હવે વેલેન્ટાઈન ડે પર ભેટની પસંદગીમાં મારે મૂંઝવણ થવાની છે 😛