* એમ તો નક્કી કરેલું કે ૨૫ ડિસેમ્બર થી ૧ જાન્યુઆરી વચ્ચે ૫૦૦ કિમી સાઇકલિંગ કરીશું અને એક પડકાર પૂરો કરીશું (સ્ટાર્વા). પણ હવે લાગે છે કે તેની જગ્યાએ ગુજરાતી વિકિપીડિયામાં ૫૦૦ ફેરફારો (એડિટ્સ) કરવાનો પડકાર સરળ છે. વધુમાં, ૧૦૦ કિમી દોડાઇ પણ જશે. ie પગ ઇઝ સાઝા, અને મોજાં નવાં લેવાના ઝાઝાં.
* એક મુશ્કેલી થઇ. સાઇકલ વગર ડિકાથલોન કે શાકભાજી લેવા કઇ રીતે જવાશે
* નવાં ચશ્માં આજે આવી જશે. સરસ કાળા રંગના.
* કવિનને કાલે સ્કૂલમાં ‘સ્પોર્ટસ ડે’ છે, પણ ટાંટિયા અમારા ટાઇટ થશે. કવિન રીલે-રેસમાં પસંદગી પામ્યો છે. જોઇએ હવે કેવી રીલ ઉતારે છે!
* બાકી, કાલે સાંજથી ૭ કલાક સતત કામ કર્યા પછી લાગ્યું કે હવે થાક લાગ્યો છે.