ડિશ ટીવી

* ડિશ ટીવી જોડે થોડી મહેનત કર્યા પછી હવે બરાબર ચાલે છે. તો પણ..

૧. મોબાઇલ નંબર નાખ્યા પછી OTP અને પછી Re-generate OTP પર સીધું જ ફોકસ કરવા માટેનું કોડિંગ કોણે કર્યું હશે?
૨. એરર તો સીધી જ બતાવવામાં આવે છે 🙂
૩. મોબાઇલ એપ HTML વેબ જ છે.
૪. વેબસાઇટ પણ હોરર છે, પણ અમે હવે એડજસ્ટ થઇ ગયા છીએ!

કેબલ – ૨

* ક્યાંક થી ૨૦૧૧ની આ કેબલ પોસ્ટ નજરે ચડી. તો યાદ આવ્યું કે એક મહિનો સંપૂર્ણ પણે નેટફ્લિક્સ-પ્રાઇમ પર જીવ્યા પછી અમે છેલ્લે ડિશ ટીવી પર પસંદગી ઢોળી. ૨૦૧૧માં અમે હકલા શાહરૂખના ડિશ ટીવી પર નાક ચડાવ્યું હતું એ જ ડિશ ટીવી અમારા ભાગે આવ્યું છે. હવે તો સૌ કોઇ સરખું જ છે. હા, બધું મોંઘું પણ છે, પણ હવે શું થાય? ટીવી તો જોવું જ પડે.

પણ, નેટફ્લિક્સ-પ્રાઇમે ટીવી ચેનલોની જે હાલત ખરાબ કરી છે તે જોઇને મનમાં મઝા આવે છે 🙂

અપડેટ્સ – ૨૦૦

* તમને સૌ કોઇને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આ પોસ્ટ સાથે પરમ કૃપાળુ વર્ડપ્રેસ દેવતાના આશીર્વાદ અને બ્લોગબાબાની કૃપા તેમજ સર્વ વાચકોના સ્નેહથી અપડેટ્સ શ્રેણીના ૨૦૦ પોસ્ટ્સ પૂરા થાય છે 🙂

* અન્ય અપડેટ્સમાં:
૧. શનિ-રવિમાં ૬૦૦ કિમીની BRM (મુંબઇ-પુને-મહાબળેશ્વર-સતારા-પુને-મુંબઇ) પૂરી કરી. મઝા આવી અને હાલત ખરાબ પણ થઇ. ગયા વખતનો બાકી રહેલો હિસાબ પૂરો કર્યો.
૨. છેવટે નવું ટીવી લઇ લીધું અને નેટફ્લિક્સ પર એક ફિલમ પણ જોઇ કાઢી! (આ પણ જુઓ)
૩. કવિનની ફૂટબોલ મેચો(!) ચાલે છે.
૪. બાકી શાંતિ છે.

અપડેટ્સ – ૧૬૧

* આ અઠવાડિયામાં ઢગલાબંધ કામ આવી પડ્યું (મજા આવી, એ વાત અલગ છે!) અને હવે જમણો પગ થોડો હચમચ્યો છે એટલે દોડવામાંથી બ્રેક લીધો છે, પણ ટ્રેઇનિંગ શરુ કરી દીધી છે. ૨૨ તારીખે ૧૦ કિલોમીટરની દોડ છે, પણ ઇઝી દોડવામાં આવશે.

* સોશિઅલ નેટવર્કિંગના ત્રાસમાંથી છૂટવા માટે પહેલું પગલું – ફેસબુક અને ટ્વિટરને અનઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, તેમજ બધાં રનિંગ ગ્રૂપમાંથી બાય-બાય કહેવામાં આવ્યું છે. સાયકલિંગ સમૂહો નિરુપદ્રવી હોવાથી હજી એમનાં એમ છે. જ્યારે લાગશે કે આ પણ નોનસેન્સ તરફ ગતિ કરે છે તો તેમને પણ બાય-બાય.

* ગઇકાલે વિક્રમ-વેતાળની દૂરદર્શન વાળી ધારાવાહિક જોવાની ચાલુ કરી છે. દરરોજ એક પ્રકરણ જોવાનું નક્કી કર્યું છે. યુટ્યુબ ઝિંદાબાદ!

* નવું અને મોટ્ટું ટીવી લેવાનો વિચાર હાલ પૂરતો પડતો મૂકવામાં આવ્યો છે. ભારત હારી જાય તો ભાવ ઓછાં થઇ જાય અને બજેટમાં આવી જાય એવી ગણતરીથી નક્કી કર્યું કે વર્લ્ડકપ પછી જ લઇશું 😉 (સોરી, ક્રિકેટપ્રેમીઓ)

* નવી ઘડિયાળ મંગાવવામાં આવી છે. વધુ વિગતો, આવતા અંકે…

પેઇડ

* પહેલાં પેઇડ લેખો હતાં, પછી પેઇડ તંત્રી લેખો આવ્યા. પહેલાં પેઇડ બ્લોગ હતાં, પછી પેઇડ બ્લોગ પોસ્ટ્સ આવ્યા. પહેલાં પ્રમોટેડ ટ્વિટ હતા, પછી પેઇડ ટ્વિટ આવ્યા. પહેલાં પેઇડ સમાચાર હતાં, પછી આખીને આખી પેઇડ ન્યૂઝ ચેનલો આવી. પહેલાં પેઇડ સમાચાર હતાં, પછી આખાને આખાં પેઇડ સમાચાર પત્રો આવ્યા. પહેલાં પેઇડ ફેસબુક પોસ્ટ હતી, પછી આખાને આખાં ફેસબુક એકાઉન્ટ આવ્યા. પેઇડ વક્તાઓ તો હોય છે, પેઇડ મૂંગાઓ પણ હોય છે (ના, આ આપણાં પ્રિય વડાપ્રધાનની વાત નથી!).

પેઇડ પપ્પા અને મમ્મીનો જમાનો આવવાનો બાકી છે. (ટેકનિકલી, આવી ગયો છે ;)).

PS: હું ટીવી દેખતો નથી, પણ જ્યારે પણ દેખું છું ત્યારે પેઇડ ન્યૂઝનો જ મારો ચાલતો હોય છે.

RIP: જશપાલ ભટ્ટી

* આજે સવારે સમાચાર વાંચ્યા (ટ્વિટર પર!) ત્યારે ખબર પડી કે, ફ્લોપ શો અને વહેલી સવારે આવતા ઉલ્ટા-પુલ્ટાથી લોકપ્રિય બનેલા જશપાલ ભટ્ટી હવે આ દુનિયામાં રહ્યા નથી. ફ્લોપ શો નાં માત્ર ૧૦ જ એપિસોડ પ્રસારિત થયા હતા અને હજી પણ એ લોકોના મનમાં તાજા છે. અને, આ પેલી હજારો એપિસોડ લાંબી ચાલતી સિરિયલ્સ? એપિસોડ પૂરો થયો ના હોય ને આપણાં મનમાંથી પણ પૂરી. પેલું કોમેડી સરકસ કે કોમેડીના નામે ગમે તે ફેંકતા લોકો? કાલે તો કોઇને યાદ પણ નહી હોય.

આજે રાત્રે યુટ્યુબ પર ફ્લોપ શો ના એપિસોડ જોવામાં આવશે.

આજની ટ્વિટ: Dear God, First u Took the Wrong Chopra. Now the Wrong Sardar. RIP Jaspal Bhatti. (@shadymumbai તરફથી)

CNને ખૂલ્લો પત્ર

.. અંગ્રેજીમાં હોય છે એમ ‘Open Letter’.

ખાસ નોંધ: આ પત્ર ‘CN’ ને ઉદ્દેશીને છે, CMને સંબંધિત નથી એટલે મેલીપોલિટિકલ મથરાવટી ધરાવતા લોકોએ દૂર રહેવું. અને, દરેક વાતમાં CMને વચ્ચે લાવી દેતા લોકોએ તો ખાસ-મ-ખાસ દૂર રહેવું. આભાર.

વ્હાલા CN,

એક જમાનો હતો જ્યારે અમારા ઘરે ચેનલ કે ટીવી નહોતું, પણ જ્યાં મોકો મળે ત્યાં અમે તારાં જૂનાં નામ અને મસ્ત કાર્ટૂન્સને કારણે તને જોવા પહોંચી જતા હતા. અમે નાના હતા ત્યારે પણ અને મોટા થયા પછી પણ. પછી, તે નામ બદલ્યું અને કામ પણ બદલ્યું. નામ તો ઠીક પણ કામ બદલ્યું? પેલી ઓગી અને ધ કોકરોચીસ જ્યારે નિકલોડિઅન પર આવતી હતી ત્યારે કેટલી સરસ હતી. ઓગી અમારો ફેવરિટ બિલાડો હતો અને કોકરોચ અમને દીઠ્યાં ન ગમતાં હોવા છતાંય અમે ઘરમાં ત્રણ કોકરોચીસ પાળ્યાં હતા (જે કોઇક વાર દેખાતા હતાં ત્યારે ભાગ-મ-ભાગ થતી હતી). અને, કાર્ટૂનમાં મુખ્ય વસ્તુ તો તેમાં રહેલા સન્ની (દેઓલ), શાહરુખ અને નાનાનાં અવાજો હતા. તે શું કર્યું?

૧. નિક ઉપરથી આ કાર્ટૂન અહીં ખસેડ્યું. સમય રાખ્યો બપોરે ૩ વાગે. કયા ભા બપોરે જોશે?

૨. અને, જૂનાં એપિસોડ જ બતાવવાના હતા તો આટલી બધી જાહેરાતો કરી જાણે પોતે નવાં એપિસોડ બનાવવા ના હોય.

૩. અને, પેલાં જૂનાં અવાજો કાઢી જૂનાં જ એપિસોડમાં ફાલતુ ડબિંગ આર્ટિસ્ટોને પૈસા ચૂકવ્યા?

અરર.

આશા રાખીએ કે તને આ ભૂલ સમજાય અને અમારા ફેવિરિટ ઓગી-કોકરોચીસ પાછાં જૂના સ્વરુપે યોગ્ય સમયે આવે.

તારો એક દર્શક,

કાર્ટૂનિયો.

આજની કડીઓ

* આઈ.આઈ.ટી. મુંબઈની હોસ્ટેલના નિયમો પર એક ટીપ્પણી. વાંચવાલાયક અને વિચારવાલાયક લેખ.

* ‘જય હિંદ’ના સ્થાને ‘ખય હિંદ’ http://urvishkothari-gujarati.blogspot.com/2011/06/blog-post_03.html અહીં હસવું કે રોવું એ ખબર નથી પડતી..

કેબલ

* કેબલ ઉર્ફે ચેનલ એ જીવનનો અંતરંગ ભાગ છે. મને તો ચાલે, પણ ઘરવાળાઓ (ie કવિન, કોકી) બૂમો પાડે છે એટલે નવા ઘરમાં કેબલ વાળાની શોધ ચાલુ છે. નવી જગ્યાએ નવો કેબલ વાળો એટલે ફરી પાછી નોન-રીફન્ડેબલ ડિપોઝીટ અને ભાવમાં પચાસનો વધારો. ગઈકાલે કેબલ વાળો અચાનક મળી ગયો અને તેને આજે બોલાવવામાં આવ્યો હોવા છતાં આવ્યો નથી, એટલે હું પેલા ટાટા સ્કાય કે પછી એરટેલનો વિકલ્પ વિચારું છું (ના, હકલા શાહરુખનું ડિશટીવી નહી, કારણકે એ પોતે ટાટા સ્કાય વાપરે છે એવા ફોટા-લેખ નેટ પર ફરે છે..).

તો આમાંથી કયુ સારું. મને ખબર છે કે બન્ને કસ્ટમર લૂંટ પ્રેમી છે. છતાંય, બે શેતાનો માંથી કયો સારો? આપનો કિંમતી અને પવિત્ર મત આપવા વિનંતી.

ક્રિકેટ

* એમ તો હું ૧૯૯૯ની પેલી ભારત-ઝીમ્બાબવે વાળી મેચ પછી ક્રિકેટ ખાસ જોતો નથી (ક્યારેક જોવું પડે એ વાત અલગ છે, કારણ કે જાપાનીઝ કાર્ટૂન, રોવાવાળી સીરીયલો અને ડબિંગ હોલીવુડ મુવી કરતાં વધારે રોમાંચ એમાં હોય છે). આજે જે મેચ છે, એ બિચારા ભારતના ક્રિકેટ ચાહકો માટે અત્યંત મહત્વની છે. ભારત જીતે તો ઠીક છે, પણ હારે તોય આપણને ફાયદો છે. કેમ?

૧. લોકો ક્રિકેટ જોવા ન જાય અને તેમના પૈસા બચે.
૨. ભારતના ક્રિકેટરોને રાજકારણીઓ-સરકાર (આપણા પૈસાથી) લ્હાણી ન કરે અને સરવાળે દેશને ફાયદો થાય.
૩. ભારત કેમ હાર્યુ એ ચર્ચા સમાચારપત્રોમાં ચાલે, અને કોલમ લેખકો અને ઈન્ડિયા ટીવી વગેરેને એક સારો મુદ્દો મળે.

સોરી. ભારત હારે તો મને દોષ ન આપતા. જે રીતે આપણી ટીમ ફિઆસ્કો માટે જાણીતી છે, બહુ આશા ન રાખવી અને હિંમતથી કામ લેવું.