મીની ડેબકોન્ફ મુંબઇ ૨૦૧૫

* હોની (મીની ડેબકોન્ફ) અને અનહોની (મુંબઇ મેરેથોન ૨૦૧૫)ને કોણ ટાળી શકે છે? જે થવાનું હતું તે થયું. હવે આ પોસ્ટને બે ભાગમાં વિભાજીત કરી દેવામાં આવી છે, જેથી જેને દોડવાં વિશેની પોસ્ટ ન જોવી હોય એમને શાંતિ રહે. આ શું, દોડ-દોડ કરે છે, આ માણસ?

* સૌથી પહેલાં વાત કરીએ હોનીની (ના. ધોનીની નહી). મુંબઇ મીનીડેબકોન્ફ ૨૦૧૫ની. તારીખ મોડાં-મોડાં આવી કારણ કે મુંબઇમાં કોઇ કોન્ફરન્સ કરવી હોય તો ક્યા ંકરવી એ સળગતો પ્રશ્ન છે. વધુમાં બજેટ પણ જોવું પડે. આઇ.આઇ.ટી. મુંબઇનું કામકાજ એમ તો સારું, પણ સરકારી કામકાજ તમને ખ્યાલ જ છે. છેવટે, બધું સારું થયું અને તારીખો નક્કી થઇ. મને પછી યાદ આવ્યુ ંકે બીજા દિવસે તો મેરેથોન છે! વેલ, જે હોય તે, મારી ટોક પણ સબમિટ કરી દેવામાં આવી. વેબસાઇટ અપડેટ કરવા (એ પણ, જસ્ટ ડેબિયન સર્વર પર, એક્ચ્યુલ વેબસાઇટ નહી) સિવાય આમાં મારો કોઇ ફાળો નહોતો. વોલિયન્ટર્સ ઓછાં હતાં, પણ મજબૂત હતા.

કોન્ફરન્સ માટે વહેલી સવારે નીકળ્યો અને સમયસર પહોચ્યો ત્યારે સૌથી પહેલાં કુમાર અને જલધર વ્યાસ મળ્યા. અમે ત્રણેય જણાંએ ડેબકોન્ફ ૧૦ (ન્યૂ યોર્ક)ની ટી-શર્ટ પહેરી હતી. એ એવી અનેક ડેબકોન્ફમાંની હતી, જ્યાં હું જતાં-જતાં રહી ગયો હતો 😉

ત્રણ ડેબિયન ડેવલોપર્સ
જલધર, કુમાર અને કાર્તિક – ત્રણ ડીડી.

ઉપરોક્ત ચિત્રમાં મારા મોઢાં પર જે ખુશીની ઝલક દેખાય છે, એ જલધર અને કુમારને મળીને છે, બાકી આખું અઠવાડિયું ભયંકર થાક લાગે એવું જ કામ-કાજ, દોડાદોડી હતી (એની વાત વળી અલગ પોસ્ટમાં, પછીથી).

થોડો સમય આડા-અવળી વાતો કરી અને કોન્ફરન્સ શરુ થઇ. પ્રો. કુમાર અને કાનને શરુઆતી પરિચય આપ્યો અને ફોસી ટીમ વિશે માહિતી આપી. ત્યારબાદ ત્રણ રુમમાં અલગ-અલગ વિષયો પર ટોક હતી. લંચ પછી મને રવિ અને કૃપા મળ્યા. રવિની ઓળખાણ બ્લોગ (કે ફેસબુક)થી થયેલી અને અમે મીનીડેબકોન્ફ ૨૦૧૧માં મળેલાં. અચાનક કોઇને મળવાનો આનંદ થાય એ વાત અલગ પોસ્ટનો વિષય છે.

લંચ ઓકે હતું (બજેટ પ્રમાણે સારું હતું). ચા-કોફી તો ગુલમહોરમાં જ કરવા પડે. મારી ટોકમાં કંઇ ખાસ ભલીવાર હતો નહી, પણ જલધર, કુમાર અને બીજાં લોકો જોડે ડેબિયનનાં ભારતમાં ભવિષ્ય વિશે શું કરી શકાય – પર મોટી ચર્ચા કરી (જે મારી અને જલધરની ટોક હતી)! ગુગલ સમર ઓફ કોડનાં ડેબિયનનાં સ્ટુડન્ટ્સ પણ આવ્યાં હતાં, જેઓએ સરસ વિષયો પર ટોક આપી. એમાં એક એન્ડ્રોઇડ પર ડેબિયન ઇન્સ્ટોલ કરવા વિશે હતી (કુમાર સુખાની) અને બીજી એપસ્ટ્રીમ ડેટા (અભિજીત) પર.

સીજી સન્ની, શિરિષ અને અમારા બીજાં ડેબિયન ડેવલોપર – પ્રવિણ જોડે ઘણી ચર્ચા-વિચારણાએ આ ડેબકોન્ફનું બીજું જમા પાસું હતું. (PS: આઇ લવ કોરિડોર ચર્ચાઓ. દા.ત. કોઇના ઘર જઇએ અને બાય-બાય કહેતી વખતે ઘરે બેઠાં હોઇએ એનાં કરતાં વધુ સમય બારણાં પર વાતો કરવા વીતાવીએ – એ ઘટનાને શું કહેવાય? એનાં માટે કોઇ શબ્દ ખરો?)

સાંજે ૫.૪૦ જેવો ઘરે જવાં નીકળ્યો. ઘરે જતાં રીક્ષામાં પૂરા ૧ કલાક ૧૫ મિનિટ (મીટર કેટલું થયું, એ પૂછવું નહી) મેરેથોન અને બીજી વસ્તુઓ માટે પેકિંગ પણ બાકી હતું. હવે, ટૂંક સમયમાં મેરેથોનની બોરિંગ પોસ્ટ માટે તૈયાર રહેજો!

ગ્રુપઓન

* કહેવાતી મોટ્ટી કંપનીઓ કેવી મૂર્ખાઇઓથી ભરેલી હોય છે, એનું સુપર્બ ઉદાહરણ? નીચેની કડી જુઓ અને ગ્નોમ પ્રોજેક્ટને તમારાથી બનતી મદદ કરવા વિનંતી છે.

https://gnome.org/groupon/

પેલી અમેરિકન ડાયરી તો પછી લખાશે.

અમેરિકન ડાયરી – ૨

* એમ તો આ પોસ્ટ હવે વાસી ગણાય પણ, તેમ છતાંય…

સાન હોસે જવા માટે કેલટ્રેન પકડવાની હતી અને વેન્ડિંગ મશીનમાં ભૂલથી ૧૦ની જગ્યાએ ૨૦ ડોલર નાખ્યા એટલે ૧૦ ડોલરનું પરચૂરણ મળ્યું જે મને આખી ટ્રીપ દરમિયાન કામમાં આવવાનું હતું. કેલટ્રેનનો અનુભવ સરસ રહ્યો. ગુગલ મેપ્સ ઝિંદાબાદ જેથી અમે હોટેલ ચાલીને સીધાં જ પહોંચી ગયા. કોન્ફરન્સ માટેની શરુઆત સાંજથી થવાની હતી અને એ દિવસે ડિનર સિવાય બીજો કોઇ કાર્યક્રમ હતો નહી એટલે લોકોને મળવામાં અને આજુ-બાજુ થોડું ફરવામાં સમય ફાળવ્યો.

બીજા દિવસે અમારે ધ ગ્રેટ અમેરિકા નામના એમ્યુઝમેન્ટ પાર્કમાં જવાનું હતું. કેમ જવાનું હતું એ ન પૂછતાં, પણ મજા આવી. વર્ષો પછી ચકડોળ (કે જ હોય તે), રોલર કોસ્ટરમાં બેઠા. મોટાભાગની રાઇડ્સ ડર લાગે તેવી હતી એટલે તેમના ફોટાઓ પાડીને સંતોષ માન્યો. ત્યાં સ્વાભાવિક રીતે સોડા-બર્ગર-આઇસક્રિમનું લંચ આપણને બહુ ગમ્યું નહી એટલે હોટેલમાં આવીને નાસ્તો કરીને પેટ ભર્યું. સાંજ માટે અમને કહેવામાં આવ્યું હતું કે બિઝનેશ ફોર્મલમાં આવજો અને હું એક પણ ફોર્મલ શર્ટ કે શૂઝ લઇ ગયેલો નહી (આમ પણ, ઘરેથી બિઝનેશ હોય એટલે ચડ્ડી-ટીશર્ટમાં જ અમે બિઝનેશ કરીએ છીએ ;)) એટલે સૌથી સરળ ટી-શર્ટ અને સીધું-સાદું જીન્સ પહેર્યું. ઓહ, પછી ખબર પડી કે ત્યાં લિનસ ટોરવાલ્ડ્સ અને પીટર નોર્વિગ આવવાના છે. કોન્ફરન્સનું ઉદ્ઘાટન, ફોટાઓ અને પછી સરસ ડિનર. ડેબિયન અને બીજાં કેટલાંય પ્રોજેક્ટસનાં લોકો જોડે ફેસ-ટુ-ફેસ મુલાકાત અને વધુ ગાઢ પરિચય એટલે મજા જ આવે.

રાત્રે મને ખબર પડીકે ઠંડી કોને કહેવાય!

શનિવારે આખો દિવસ કોન્ફરન્સમાં જ વ્યસ્ત હતો અને વધુ લોકો જોડે મુલાકાત થઇ. સાંજે અમે ડેબિયન અને બીજા લોકોએ કી-સાઇનિંગ પાર્ટી પણ કરી જે સફળ રહી. આ પાર્ટી અમે ચોકલેટ-ટી રુમમાં કરી હતી જ્યાં વિવિધ દેશોમાંથી લાવેલી ચોકલેટ્સ અને ચા ચાખવા માટે રાખેલી હતી.

ડિનર પહેલાં વૈભવ શર્માને મળવાનું હતું. હવે આ વિશે, લાગે છે કે અલગ પોસ્ટ કરવી જ પડશે. તો, ત્રીજી પોસ્ટ માટે તૈયાર રહો!

નવું નવું..

.. ઇન્ટરનેટ.

હેથ વે. ઇન્ટરનેટ ઝડપ.

નવું છે. જોઇએ, કેટલા દિવસ ચાલે છે 😉

અપડેટ્સ – ૧૪૪

* છેવટે, રીલાયન્સનું ઇન્ટરનેટ સંપૂર્ણ રીતે ત્યાગી દેવામાં આવ્યું છે. એરટેલ માટે પ્રયત્નો ચાલુ છે.

* આવતા મહિનાઓમાં પ્રવાસોનું પ્રમાણ અત્યંત વધી જશે એવું લાગે છે. એ માટેની તૈયારીઓ પેલાં ‘નો ટીવી રન’માં મળેલા શોપર્સ સ્ટોપનાં ગિફ્ટ વાઉચરમાંથી થશે.

* હા, રવિવારે બાંદ્રા-NCPA હાફ મેરેથોન દોડ્યો. પહેલાં ૧૦ કિલોમીટર પ્રિતી જોડે સરસ રીતે (૧ કલાકમાં) અને પછીનાં ૧૦.xx કિલોમીટર એકલાં ધીમે-ધીમે. આ વખતે બહુ ફોટા પાડવાનો સમય નહોતો અને અમારા ફેવરિટ થિઓબ્રોમામાંય જવાનો સમય નહોતો. હવે, લાગે છે કે એકાદ રવિવારે ઘરે રહીને પણ જોવું પડશે 😉

* હજુ સુધી એક પણ ફૂટબોલની મેચ જોઇ નથી (યુટ્યુબ પર અમુક પ્રસંગો બાદ કરતાં). ફાઇનલ જોવાનો પ્લાન છે.

* નવાં સરસ બેરફૂટ પ્રકારનાં (અને પ્રમાણમાં સસ્તાં) શૂઝ મંગાવ્યા છે, જે પહેરીને બે-ત્રણ રન કર્યા પછી રીવ્યુ લખવામાં આવશે. શૂઝ એ વિચિત્ર વસ્તુ છે. સસ્તાં લઇએ તો પગને નુકશાન કરે (જો તમે યોગ્ય માપનાં ન લીધાં હોય તો – ખાસ) અને મોંઘા લઇએ પરવડે નહી. બીજો રસ્તો ખૂલ્લાં પગે (બેરફૂટ) દોડવાંનો. જેનાં માટેનો એક ટ્રાયલ ૧૯મીએ મિલિંદ સોમણ અને અન્ય લોકો જોડે રાખેલ છે.

PS: ફોટો!

બેરફૂટ શૂઝ

* છેલ્લે, બ્લોગબાબા અપડેટ્સ: બાબાનાં મતાનુસાર (કે અમતિનુસાર) એમનાં સિવાય કોઇને ડાયરી લખતા આવડતું નથી 😉

અપડેટ્સ – ૧૪૩

* આ અપડેટ્સ પણ દસેક દિવસ પછી આવી રહી છે એટલે બહુ બધી નવા-જૂની છે. પહેલાં તો વરસાદ. થેન્ક યુ, વરસાદ. એટલે હવે, અમને અને અમારા વીજળીબિલને રાહત રહેશે (જોકે રીલાયન્સે દર ઘટાડવાની જગ્યા એ મસ્ત રીતે આરામથી વધાર્યા છે એ જોતા આ રાહત બહુ ટકે એવું લાગતું નથી).

૧. રવિવારે આરે-NCPA દોડવાનું આયોજન હતું. ઇશિતા અમદાવાદથી આવવાની હતી એટલે નક્કી કર્યું કે શિવાજી પાર્કથી શરુ કરીએ. તેમ છતાંય, તેનો પગ દોડવા યોગ્ય નહોતો એટલે પછી NCPA જઇને ૧૦ કિલોમીટર દોડ્યો. ત્યાં જબરો ટાઇમપાસ કર્યો અને પછી બાબુલનાથ મંદિર જોડે મળતા ફેમસ સમોસા ખાધા. ફોટાઓ અહીં છે.

૨. સોમવારે IIT મુંબઇ ખાતે એક હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન જરા ફાસ્ટ-ફોર્વડ રીતે કરાયું એટલે હેકાથોનમાં સંચાલન કરનાર ડેવલોપર છેવટે હું એકલો જ હતો અને થોડી તકલીફો બાદ કરતા છેવટે બધું યોગ્ય રીતે પાર પડ્યું. પવઇ જવાનું અને પાછાં આવવાનું એવું જ તકલીફ ભર્યું રહ્યું. ત્યાં દોડવાનો કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો. ત્યાંના ફોટાઓ અહીં જોવા મળી શકશે.

૩. મંગળવારે મંગળ. એટલે કે કવિનનું પ્લાસ્ટર ખૂલી ગયું અને ઓલ ઓકે. તેમ છતાંય, એકાદ દિવસના આરામ પછી તે આજે સ્કૂૂલમાં ગયો. આવી સરસ શાંત સવાર દિવસો પછી જોવા મળી 😉

૪. રીલાયન્સનું ઇન્ટરનેટ ૨૮ તારીખથી બંધ છે (હા, વીજળીનું બિલ ચાલુ છે). અનરિલાયબલ. ટાટાના મોડેમને તિલાંજલી આપી તેનું વાઇ-ફાઇ વાળું વર્ઝન લેવામાં આવ્યું છે. જે અત્યાર સુધી તો સારું ચાલે છે. એકદમ યુઝર ફ્રેન્ડલી પ્રોડક્ટ. એટલે હવે, અમારે પેલા લિઓક્સિસ મોડેમ પર આધાર રાખવો નહી પડે. મને થાય છે કે, આ રીલાયન્સ વાળા આ રીતે બિઝનેશ કેવી રીતે કરી શકે? કસ્ટમર કેર ટોટલ ક્લુલેસ છે.

૫. ગયા શુક્રવારે અને સોમવારે રાત્રિ રનનો આનંદ ઉઠાવવામાં આવ્યો. સોમવારે તો રાત્રે ૧૦ થી ૧૧ સુધી દોડવાની મજા આવી ગઇ. દોડવાની એક નવી દિશા (એટલે કે.. માર્ગ) મળી ગઇ છે.

અપડેટ્સ – ૧૪૦

* છેલ્લાં અપડેટ્સ પછી ગુગલ ક્રોમનું પણ અપડેટ થયું અને તેમાં મારા ડિફોલ્ટ કી-બોર્ડ વડે ગુજરાતી લખાતું બંધ થયું. હવે, આમાં ગુન્હેગાર કોણ એ હજી નક્કી કરવાનું બાકી છે. વિકિપીડિઆમાં તો અમારું યુનિવર્સલ લેંગ્વેજ સિલેક્ટર (ULS) હોવાથી વાંધો નથી આવતો.

* આજકાલ ફુડ ફેસ્ટિવલ ચાલે છે – એટલે કે મારા માટે. એકલો હોવાથી દરરોજ નવી જગ્યાનો ટેસ્ટ કરવામાં આવે છે. બુધવારે નક્કી થયું કે ચાલો બ્લ્યુફ્રોગમાં જઇએ. મજા આવી ગઇ. સરસ રોક સંગીત, સરસ ફૂડ-ડ્રિંક્સ. ફોટાઓ? અહીં. (જો તમે મારા G+ સર્કલમાં હશો, તો જ દેખાશે).

Blue blue frog

* ગઇકાલે IITB ની મુલાકાત લેવામાં આવી. કદાચ છ વર્ષ પછી ત્યાં ગયો. સવારમાં સરસ બ્રેકફાસ્ટ, લંચ અને પછી ત્યાંથી ચેમ્બુરમાં સદ્ગુરુની ફેમસ પાઉં-ભાજી ઝાપટી. ત્યાં વિકિપીડિઆ તરફથી ઇન્ડિક ભાષાઓ માટે ઓપન ડેટા વિશેનું પ્રેઝન્ટેશન અમારા ડિરેક્ટર તરફથી હતું. ભારતની દરેક ભાષામાં ડિક્શનરી, થિસોરસ, મશીન ટ્રાન્સલેશન વગેરેની જરુર છે. યુરોપ-અમેરિકામાં આ કામ સરકાર અને યુનિવર્સિટીઓ દ્વારા થાય છે, જ્યારે ગુજરાતીલેક્સિકોન.કોમને બાદ કરતાં (એમનો ડેટા ઓપન છે, પણ બીજે વાપરી શકાય તેમ નથી, દા.ત. વિકિપીડિઆમાં) ભાગ્યે જ કોઇ આવો ડેટા જોવા મળે છે.

* બસ આટલું જ. દોડવાનું તો ખરું. અને, હા, આજે NoTVDay છે એટલે, હિંદુસ્તાન ટાઇમ્સ તરફથી એક રીલે રન રાખવામાં આવેલું જેમાં આજે ભાગ લીધેલો. ૨.૫ કિલોમીટર દોડવાનું હતું, પણ કાલનાં મેંગો જ્યુશ પછી થયું કે વધુ દોડવું પડશે એટલે બીજાં બે ચેક પોઇન્ટ્સ દોડવામાં આવ્યું. ફન!

અપડેટ્સ – ૧૨૭ – શનિ/રવિ

* શનિવાર: વહેલી સવારનું એલાર્મ મિસ થયું. એટલે, મોડો-મોડો દોડવા માટે ગયો. છેક, ૭.૨૦ ની આસપાસ. પરંતુ, વાતાવરણ એકદમ ઠંડક વાળું હતું એટલે ૧૧ કિલોમીટર આરામથી પૂરુ કર્યું. ઘરે આવીને મિક્સ ફ્રુટ (કાળી દ્રાક્ષ, તરબૂચ)નો જ્યુસ પીધો (મોઢામાં પાણી આવ્યું હોય તો, ગુસ્તાખી માફ ;)) અને ત્યાંથી અમારે ડેકાથલોન જવાનું હતું. ડેકાથલોન આવ્યું દૂર. બાંસુરીએ મને રીક્ષામાં લિંક રોડથી પીક-અપ કર્યો અને મોટ્ટી રાઇડ અને મોટ્ટા મિટર બીલ સાથે ત્યાં કલાક પછી પહોંચ્યા. ડેકાથલોનમાં આમ-તેમ ફર્યા. ઢગલાબંધ મોજાંઓ લીધા (જેમાનાં એક મોંઘા ભાવના મોજાની જોડી ખોટી સાઇઝની આવી!!), લંચ ત્યાંજ પતાવ્યું. અમને એમ કે ત્યાંથી થાણે સ્ટેશનથી દાદર થઇને ઘરે આવીશું, પણ સ્ટેશન દૂર નીકળ્યું! તેમ છતાંય બીજો કોઇ રસ્તો નહોતો.  લોકલમાં સેન્ટ્રલ લાઇનની પહેલી મુસાફરી. આભાર. મારે બીજા દિવસનાં રન માટે બીબ નંબર લેવા જવાનું હતું, એટલે દાદરથી બાંદ્રા ગયો. બાંદ્રાનું બીબ કામ-કાજ તરત જ પત્યું.

સાંજે ઘરે આવ્યો ત્યારે સરસ રીતે થાકી ગયો હતો. તેમ છતાંય સાંજે ‘૧૦૦ ડેઝ‘ મુવી જોયું અને નાનપણની યાદો તાજી કરી. વિડિઓ કેસેટ્સ, ગોલ્ડસ્પોટ, માધુરી વગેરે વગેરે.

* રવિવાર: રવિવારે સવારે ૪.૧૫ જેવો ઉઠ્યો. મારા ફ્લોરેસેન્ટ શૂઝ અને ટી-શર્ટના કારણે સવારે કૂતરાંઓ બહુ ભસતા હતા, પણ મારું લક્ષ્ય સ્ટેશન પર પહોંચવાનું હતું. આરામથી BKC પહોંચ્યો ત્યારે બધાં રનર્સ મળ્યા. વાર્મ-અપ કર્યું, ગપ્પાં માર્યા. રેસ ૨૪ મિનિટ મોડી ચાલુ થઇ. તેમ છતાંય, ચાલુ થઇ એટલે દોડવું પડ્યું 😉 બીકેસી ની અંદર જ દોડવાનું હતું એટલે રસ્તાઓ સારા હતાં. રસ્તામાં પાણીની સગવડ સારી હતી એટલે બીજું શું જોઇએ? થોડી મહેનત, થોડા આરામ સાથે ૧૦ કિલોમીટર, ૫૪.૦૭ મિનિટ માં પૂરા કરવામાં આવ્યા. ત્યાર પછી ફોટો સેશન અને પાર્ટીની એક ઝલક પાર્કિંગ લોટમાં. જુઓ, ગુગલ પ્લસ પરનાં ફોટાઓ.

બપોરે સરસ લંચ, સરસ ઉંઘા, સાંજે જુહુ અને રાત્રે રનર્સ પાર્ટી. રાત્રે મોડ્ડા ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે બે દિવસથી બંધ ઇન્ટરનેટ ચાલુ થઇ ગયું છે. નવાં અઠવાડિયાની આનાથી વધુ સારી શરુઆત કઇ હોઇ શકે? 🙂

આજનો વિડિઓ

* આજનો વિડિઓ છે: 29c3 કી-નોટ: Not my department (જેકોબ ‘ioerror’ એપેલબોમ)

ખાસ આગ્રહભર્યો. દરેકે જોવા જેવો. કી-નોટ જોકે ૯ મી મિનિટે શરુ થાય છે, એટલે ત્યાં સુધી સ્ક્રોલ કરીને જોવો.

આજની કડીઓ

* ધ સેટઅપ. આ સેટઅપ સાઇટમાં જાણીતા (વેલ, ટૅકનોલોજી કે એવાં બીજા અનેક ક્ષેત્રોમાં) લોકોનાં હાર્ડવેર સેટઅપ અંગે ઇન્ટરવ્યુ લે છે. ચાર જ પ્રશ્નો. એમાંથી ડેબિયન ડેવલોપર Joey Hess અને હાર્ડવેર હેકર Andrew Huangનું સેટઅપ વાંચવા જેવું છે. કોઇક દિવસ અમે પણ આ સાઇટમાં આવીશું નહિતર પછી આવી એક બ્લોગ પોસ્ટ તો અહીં મૂકી તો શકાશે 😉

હવે, નીચેની કડીઓ, ટ્વિટરમાંથી:

* ડકડકગોનું ટર્મિનલ ઇમ્યુલેટર. મસ્ત છે!

* હા, હા. માઇક્રોસોફ્ટને આ અભિયાન ભારે પડ્યું!

* બે સરસ PDFs,

૧. 10 PRINT BASIC પ્રોગ્રામિંગ યાદ છે? તો આ પુસ્તક તમારા માટે છે.

૨. જીમ્પ મેગેઝિન બે ભાગ પ્રકાશિત થયા છે અને બંને સરસ છે. મને જોકે વિસ્તૃત રીતે જોવાનો સમય મળ્યો નથી, પણ જીમ્પ શીખવા માટે બેસ્ટ રીસોર્સ.