સિસ્ટમ એડમિન

* સોફ્ટવેર ઇન્ડસ્ટ્રિઝમાં ‘બોસ’ પછી સૌથી વધુ ધિક્કારને પાત્ર બનતી પોઝિશન હોય તો એ છે – સિસ્ટમ એડમિનની. અત્યાર સુધી તો એવું જ થયેલું કે આપણે જ બધું સંભાળતા હતા (એટલે કે ઘરેથી!) અને જે કંઇ ISO વગેરે ડાઉનલોડ કરવું હોય તે કરી લઇએ. અહીં આવીને ખબર પડી કે માત્ર ૭૦૦ એમબીની ફાઇલ માટે તમારે સિસ્ટમ એડમિનને કહેવું પડશે. એક વાર કહ્યું, સાંભળ્યું નહી, બીજી વાર કહ્યું – ચાર સવાલો પૂછ્યા. રાત્રે ઘરે (જે ગણો તે) જઇને ડાઉનલોડ માટે મૂકી દીધી, સવાર પહેલાં તો ડાઉનલોડ પૂરું!  એડમિનને કહ્યું, હવે એ ફાઇલ નથી જોઇતી!

જોકે મને સારા એડમિન્સ મિત્રો મળ્યા છે. આનંદ, યુનુસ, અરુણ, નીલકંઠ, અમેયા,.. સરસ માણસો વત્તા ખૂબ જ હેલ્પફૂલ. એમ તો નેહલભાઇ જેવા મિત્રો પણ એડમિન છે. કદાચ કામના ભાગરુપે આવું વલણ રાખવું એ સ્વાભાવિક છે, અને ઘણાં લાંબા સમય સુધી સ્વતંત્રતા ભોગવ્યા પછી સિસ્ટમ એડમિન જોડે સંવાદો થાય એટલે દુ:ખ થવું સ્વાભાવિક છે!

PGમાં તો અત્યારે એક જ સારી વાત છે, ઇન્ટરનેટ (wifi) છે, સરસ ચાલે છે 🙂

ફોન્ટ વિથ હોલ્સ

* મિન્ટ વિથ અ હોલ તો આપણને ખબર છે, પણ ફોન્ટ વિથ અ હોલ? હા, નેધરલેન્ડ ની હોલ વાળી ચિઝની સાથે તમે હોલ વાળા ફોન્ટ માણી શકો છો. ફાયદો? તેનાથી પ્રિન્ટ કરવામાં આવતા ડોક્યુમેન્ટ્સ વગેરેની શાહી બચે છે! તમે તેને અહીંથી ડાઉનલોડ કરી શકો છો. મુખ્ય સાઇટ: http://www.ecofont.eu/ecofont_en.html

કાણાં વાળા ફોન્ટ!

હા, ફોન્ટનું લાયસન્સ મને થોડું અળવીતરું લાગે છે – એટલે તેને ઓપનસોર્સની કેટેગરીમાં મૂકતો નથી. પણ, ડાઉનલોડ ફ્રી છે – એટલે જરા તેને ટ્રાય તો આપી શકો છો!

બુધવારની બપોરનો બ્લોગ-પોસ્ટ

* તો, હું શું કરી રહ્યો છું આજ-કાલ?

૧. આ મુવી, સ્ટિલ ધીસ ફિલ્મ (પાર્ટ ૨) ડાઉનલોડ કરી રહ્યો છું. તમે પણ કરી શકો છો. પાયરસી અને કોપીરાઇટ વિશે છે. જાણવા જેવું મુવી.

૨. સ્ટોરી ઓફ સ્ટફ મુવી પુરૂ કરીને તેનાં પર બે દિવસથી વિચારી રહ્યો છું. અશોકનાં બ્લોગ પર તેની માહિતી વિગતે વાંચવા મળશે. આ સરસ ડોક્યુમેન્ટરી પણ તમે ડાઉનલોડ કરી શકો છો.

૩. OLPC ઇન્ટરફેસનું ગુજરાતી ભાષાંતર.

૪. હા, KDE ગુજરાતી તો ખરૂ જ.

વધુ એક સંગીત આલ્બમ…

* જ્યારે ગીત-સંગીત DRM/iTunes ના ખરાબ રસ્તા પર જઇ રહ્યા છે ત્યારે તમે જોનોનું આલ્બમ CC લાયસન્સ હેઠળ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો.

દિવ્યભાસ્કર: ઇન્ડિયા ટીવીના રસ્તે?

* હવે તો હદ થઇ. રાહુલ શું કરે છે કે ખાય છે તે સમાચારને હેડલાઇન બનાવવા તે તો સમજી શકાય કે ગાંધીકુંટુંબ-ભક્તિનો ભાવ છે. પણ ઓરકુટને મજાકની જગ્યાએ ગંભીરતાથી લઇ હેડલાઇન બનાવવા માટે હું હવે દિવ્યભાસ્કર અને ઇન્ડિયા ટીવીને સરખાં ગણી શકું છું. સવાર બગાડવાની સજા શું આપી શકાય? કદાચ નીચે પ્રમાણેની…

તમને દિવ્યભાસ્કરનું ઇપેપર વાંચવાની ઇચ્છા થતી હશે, પણ તેમાં લોગીન, રજીસ્ટ્રેશન જેવી મહેનત કરવી પડે છે. લોગીન કર્યા વગર હાઇ ક્વોલિટી પીડીએફ પાનાંઓ ડાઉનલોડ કરવા છે? તો વાંચો નીચેનાં પગથિયાંઓ:

૧. http://epaper.divyabhaskar.co.in પર જાવ:

૨. તમારા બ્રાઉઝરમાં પાનાંનો સ્ત્રોત જુઓ. દાત. ફાયરફોક્સમાં View–>Page Source અને ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં View–>Source મેનુ વિકલ્પ. પછી તેમાં .PDF અથવા .pdf નામની શોધ કરો. (શોર્ટકટ કી: ctrl+f) જુઓ નીચેનું ચિત્ર:

૩. તમને આ પ્રમાણેની લીટી જોવા મળશે: epaperpdf\\24092008\\23cit-pg1-0.pdf

૪. હવે બ્રાઉઝરમાં આ પ્રમાણેની લિંક લખો, http://epaper.divyabhaskar.co.in/epaperpdf\\24092008\\23cit-pg1-0.pdf

એટલે કે http://epaper.divyabhaskar.co.in/ ની પાછળ જે પાનું જોઇતું હોય તેની લિંક મુકો. આ રીતે દરેક પાનાંમાં કરી તમે PDF ડાઉનલોક કરી શકો છો.

મજા કરો, અને દિવ્યભાસ્કર જરા સમજા કરો..

સાપ ગયા, લિસોટા રહ્યા..

.. ગેટ્સ ગયો, થાંભલા અને દરવાજા અને જાળીઓ રહી ગઇ.

તમને ખ્યાલ જ હશે કે, બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટમાંથી વિદાય લીધી એટલે બહુ તમાશો કરીને ગયો. તો આપણને કેટલા ટકા? માઇક્રોસોફ્ટની ઇવિલ મોનોપોલિસ્ટીક પોલિસીઓ તો ચાલુ જ રહેવાની છે. એ જ EULA વપરાશકારોને માથે પડવાનું છે અને પાયરસીનો ડર બતાવીને માઇક્રોસોફ્ટ પૈસા બનાવતું રહેશે (હા, ખરી વાત છે કે એપલ કંપની, માઇક્રોસોફ્ટની સાવકી બહેન જ છે — પણ હાર્ડવેરમાં તો એ કંઇક સારું બનાવે છે!).

હા, તમે જો લિનક્સ ન વાપરી શકો તો, તમે માઇક્રોસોફ્ટનાં ગંદા-ગોબરાં સોફ્ટવેર્સની સામે નીચેનાં ફ્રી સોફ્ટવેર વાપરી શકો છો:

સોફ્ટવેર ———-> ફ્રી સોફ્ટવેર

ઇન્ટરનેટ એક્સપ્લોરર            મોઝિલા ફાયરફોક્સ – બ્રાઉઝર, પરિચય આપવાની જરૂર નથી. (ના, ઓપેરા કે સફારી ફ્રી સોફ્ટવેર્સ નથી!!)

આઉટલુક એક્સપ્રેસ              મોઝિલા થન્ડરબર્ડ – ઇમેલ ક્લાયન્ટ.

વિઝ્યુઅલ સ્ટુડિઓ              ઇક્લિપ્સ, નેટબીન્સ વગેરે

કોઇ કેલેન્ડર સોફ્ટવેર            મોઝિલા સનબર્ડ

વિન્ડોઝ મેસેન્જર                પીડગીન, એડિયમ વગેરે

વિન્ડોઝ મીડીઆ પ્લેયર          VLC બધા પ્લેયરનાં પપ્પા!

અને હા, વાંચો, રીચાર્ડ સ્ટોલમેનનો લેખ ગેટ્સની વિદાય પર.

ફાયરફોક્સ લેખ

* દિવ્ય ભાસ્કરમાં થોડા દિવસ પહેલાં ફાયરફોક્સ પરનો સરસ લેખ આવ્યો. આનંદની વાત એ થઇ કે લેખ બહુ સારી રીતે રીસર્ચ કરીને લખાયેલો હતો પણ દુ:ખની વાત એ થઇ કે ફાયરફોક્સ ક્યાંથી ડાઉનલોડ કરવું તે આપેલ નથી. મેં વેબસાઇટ પર જઇને ફીડબેક આપ્યું છે. હવે, જોઇએ છીએ તે દેખાય છે કે નહી.

અને વધુમાં, દિવ્ય ભાસ્કરને વધારે સારાં પ્રૂફરીડરોની જરૂર છે એમ પ્રિન્ટ અને વેબ આવૃત્તિ પરથી લાગે છે!

હા, તમે મોઝિલા.કોમ પરથી ફાયરફોક્સ ડાઉનલોડ કરી શકો છો!!