કોરોના

સૌ પ્રથમ તો..

હાંફળા-ફાંફળા થવાની જરૂર નથી!!

બીજી વાત. આલ્કોહોલથી આ રોગ સામે રક્ષણ મળતું નથી. પણ, કેટલાંક મૂર્ખ લોકોએ આવું કર્યું અને મર્યા. આ પણ જુઓ: ઇરાનમાં દારૂબંધી પર વિકિપીડિયાનો લેખ

ત્રીજી વાત. સમગ્ર દેશમાં રોગચાળો વધુ ફેલાતો અટકાવવો મહત્વનો છે, નહી કે પોતાના જ રાજ્યવાસીઓને બચાવવાની પીપૂડી વગાડવી. ફરી એકવાર સાબિત થયું છે કે વધુ પડતું ભણતર કંઇ કામનું નથી.

ચોથી વાત. કોરોના બીયર અને કોરોનાવાયરસ વચ્ચે કોઇ સંબંધ નથી.

નિર્દોષ બીયર. નિર્દોષ કોરોના એક્સ્ટ્રા.

પાંચમી અને છેલ્લી વાત! કોરોનાવાયરસ રોગ ૨૦૧૯ પર ગુજરાતી વિકિપીડિયામાં લેખ શરૂ કર્યો છે. મોટાભાગે દરરોજ અપડેટ કરતો રહું છું.

દારૂબંધીના મોર્ડન ઉપાયો

* ફ્રી કલ્ચર ઈવેન્ટમાં મને એક ભાઈ મળ્યા જે પ્રોહિબિશન.ઈન નામની સરસ મજાની વેબસાઈટ ચલાવે છે. જોવા અને વાંચવા જેવી છે, જેમને ખાસ પ્રકારનાં પીણાંનો શોખ હોય 😉 હવે, આ વખતે સરકારે પોલીસને હુકમ કર્યો છે કે ૩૧મીની રાતે દારુનું એક ટીપું પણ વેચાવું (કે વેચશો) નહી. અરર, આ તો ખોટું થયું. અમદાવાદીઓની પાસે આનો ઉપાય છે. તો, હાજર છે એવા જ કેટલાંક ઉપાયો:

૧. કોઈ પણ સોડાની લારી પર જાવ. તમને બિયર, રમ કે વ્હિસ્કી જેવો સ્વાદ અને દેખાવ ધરાવતા વિવિધ શરબત કે સોડા મળશે. આખરે તો આ પાપી મન ને જ મનાવવાનું છે ને?

દા.ત. નીચેનો ફોટો 😉

(નોંધ: બિયર પીવા બેઠા હોય ત્યારે બોટલનાં લેબલમાંથી જોડણીની ભૂલો ન કાઢવી જોઈએ ;))

૨. ટ્રોપિકાના કે રીઅલનું ગ્રેપ જ્યુશ ખરીદો. રેડ વાઈન પીતા હોય તેમ મસ્તીથી પીઓ (હું આમ જ કરું છું).

૩. માઉન્ટ-આબુ, દિવ, દમણ એમને એમ કંઈ લોકો જાય છે? ભલા માણસ..

આજનાં ઉદ્ગારો

.. એટલે કે આજનાં મૂર્ખતાભર્યા ઉદ્ગારો:

* વસતિ પર નિયંત્રણ માટે ગામડાંઓમાં વીજળી જરૂરી – ગુલામનબી આઝાદ. હજી ગુલામીમાંથી બહાર આવ્યા નથી…

* ગુજરાતમાં દારૂ પરનો પ્રતિબંધ નિષ્ફળ છે – વિજય માલ્યા. અમને આ વિધાન ગમ્યું. પણ, અરે ભાઇ સીધું જ કહેને કિંગફિશરને નવું મોટું અને પૈસા આપી શકે તેવું બજાર જોઇએ છે…

હીક હીક..

* થોડાં સમય (લગભગ એક વર્ષ પહેલાં!) હું જ્યારે ગુજરાત વિદ્યાપીઠ ખાતે હતો, ત્યારે ત્યાં એક વિશાળ દારૂબંધીની રેલી થયેલી અને તેમાં સરસ મજાનાં બેનર બનાવેલા. તેનાં થોડાક ફોટાઓ મને મારાં કોમ્પ્યુટરમાંથી અચાનક મળ્યાં. તમને પણ મજા આવશે. અંગત રીતે તો, હું દારૂબંધી જેવી ચીજોમાં ખાસ માનતો નથી (એટલે કે કોઇપણ પ્રકારની બંધીઓમાં પણ નથી માનતો).

જીંદગી રિસ્કી, વ્હીસ્કી સાથે

પિઅરમાં જઇને, પીઓ બીઅર