દારૂબંધીના મોર્ડન ઉપાયો

* ફ્રી કલ્ચર ઈવેન્ટમાં મને એક ભાઈ મળ્યા જે પ્રોહિબિશન.ઈન નામની સરસ મજાની વેબસાઈટ ચલાવે છે. જોવા અને વાંચવા જેવી છે, જેમને ખાસ પ્રકારનાં પીણાંનો શોખ હોય 😉 હવે, આ વખતે સરકારે પોલીસને હુકમ કર્યો છે કે ૩૧મીની રાતે દારુનું એક ટીપું પણ વેચાવું (કે વેચશો) નહી. અરર, આ તો ખોટું થયું. અમદાવાદીઓની પાસે આનો ઉપાય છે. તો, હાજર છે એવા જ કેટલાંક ઉપાયો:

૧. કોઈ પણ સોડાની લારી પર જાવ. તમને બિયર, રમ કે વ્હિસ્કી જેવો સ્વાદ અને દેખાવ ધરાવતા વિવિધ શરબત કે સોડા મળશે. આખરે તો આ પાપી મન ને જ મનાવવાનું છે ને?

દા.ત. નીચેનો ફોટો 😉

(નોંધ: બિયર પીવા બેઠા હોય ત્યારે બોટલનાં લેબલમાંથી જોડણીની ભૂલો ન કાઢવી જોઈએ ;))

૨. ટ્રોપિકાના કે રીઅલનું ગ્રેપ જ્યુશ ખરીદો. રેડ વાઈન પીતા હોય તેમ મસ્તીથી પીઓ (હું આમ જ કરું છું).

૩. માઉન્ટ-આબુ, દિવ, દમણ એમને એમ કંઈ લોકો જાય છે? ભલા માણસ..

આજનાં ઉદ્ગારો

.. એટલે કે આજનાં મૂર્ખતાભર્યા ઉદ્ગારો:

* વસતિ પર નિયંત્રણ માટે ગામડાંઓમાં વીજળી જરૂરી – ગુલામનબી આઝાદ. હજી ગુલામીમાંથી બહાર આવ્યા નથી…

* ગુજરાતમાં દારૂ પરનો પ્રતિબંધ નિષ્ફળ છે – વિજય માલ્યા. અમને આ વિધાન ગમ્યું. પણ, અરે ભાઇ સીધું જ કહેને કિંગફિશરને નવું મોટું અને પૈસા આપી શકે તેવું બજાર જોઇએ છે…