ગુગલ મેપ્સ – ઉપ્સ

* થોડા સમય પહેલાં ગુગલને એવું લાગ્યું કે તેમના મેપ્સમાં સ્થાનિક ભાષા વાપરીએ તો વધુ સારું. સારું જ કહેવાય પણ તેમને તેમાં “ઓટોમેટિક ટ્રાન્સલિટરેશન” – ભાષાંતર નહી, પણ “લિપ્યાંતરણ”ની મદદ લીધી અને પરિણામ કેવું આવ્યું તે તમે જોઇ શકો છો, છતાં પણ બે ઉદાહરણો તેને સમજવા પૂરતા છે. બાકી હસી હસીને પેટ દુખી જાય એવા ઉદાહરણો તો દરરોજ મળે છે.

PS: વિકિપીડિયામાં હવે નકશામાં લેબલનું ભાષાંતર કરી શકો છો, જોકે તે માટે સૌથી સહેલો રસ્તો ઓપનસ્ટ્રીટમેપમાં જઇને સુધારવાનો છે.

 

સ્ટ્રાવા ભાગ ચોથો

આ શ્રેણીમાં ચોથી પોસ્ટ. ગઇકાલે ત્રીજી પોસ્ટ કરી ત્યારે નિઝિલે કહ્યું કે સ્ટ્રાવા ઓપનસ્ટ્રીટમેપનો નકશો વાપરે છે તે સારું કહેવાય. હા. સ્ટ્રાવાનો નકશો અધૂરો જોઇને જ મારું ઓપનસ્ટ્રીટમેપનું યોગદાન શરૂ થયેલું. આપણી ફેવરિટ જગ્યાઓ જેવી કે માસ્ટરમાઇન્ડ, સિક્રેટ સ્પાઇસ (બી.આર.એમ.ની જગ્યા), વિવિધ ચા વાળાઓ, આજુ-બાજુના બિલ્ડિંગો, અગત્યના પોઇન્ટ્સ વગેરે સ્ટ્રાવાને કારણે જ ઉમેરવામાં આવ્યા છે. સ્ટ્રાવા મોબાઇલ એપ્સમાં ગુગલ મેપ્સ વાપરે છે, જે ખટકે છે, પણ ઠીક છે. સ્ટ્રાવના જીપીએસ તમે ઓપનસ્ટ્રીટમેપમાં અપલોડ કરી શકો છો. જોકે હું ઓફરોડિંગ કરતો નથી એટલે આ તક હજુ મળી નથી. હાઇકિંગ અને ટ્રેકિંગ કરતા લોકોએ અહીં યોગદાન આપવા જેવું છે.

આ પણ જુઓ:
* ભાગ ૧: https://kartikm.wordpress.com/2017/03/09/strava
* ભાગ ૨: https://kartikm.wordpress.com/2018/03/25/strava-2
* ભાગ ૩: https://kartikm.wordpress.com/2018/03/26/strava-3/

અપડેટ્સ – ૧૨૬

* રાહ જોવાતો વીક-એન્ડ આવી ગયો છે અને ક્યાં જતો રહેશે તેની કોઇ ખબર નથી. હવે, વીક-એન્ડમાં લોંગ-સ્લો રન, ડેકાથલોનની મુલાકાત, બાંદ્રા વાળી ૧૦ કિલોમીટરની રેસ, એકાદ પાર્ટી અને કદાચ જુહુની મુલાકાત નક્કી છે – એટલે આ પણ ક્યાં જતો રહેશે તેની ખબર નથી. વીક-એન્ડમાં મારે ઘરમાં સૌથી પહેલાં જાગી જવું પડે છે (દોડવા માટે ;)).

* આ નકશો જુઓ. ગણીને ત્રણ દેશો છે જે મેટ્રિક સિસ્ટમ વાપરતા નથી. આમાં એકનો ઉમેરો કરીએ તો એ છે – સફારી મેગેઝિન 😉

* રીલાયન્સનું બ્રોડબેન્ડ હવે રીલાયેબલ લાગતું નથી. આ મહિનામાં ત્રીજી વખત ડાઉન છે.

* વિકિપીડિઆમાં તમારે કંઇક નવું જોવું હોય તો, તમારા Preferences –> Beta માં જઇને પ્રાયોગિક ધોરણે મૂકેલાં નવાં નક્કોર ફીચર્સ ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને ટાયપોગ્રાફી રીફ્રેશ અંગે તમારો પ્રતિભાવ આપવા વિનંતી.

* સાયકલિંગ હજી બંધ જ છે.

Poor GPS

* રનસ્ટાર નામની એપ્લિકેશન (confession: પહેલી વાર એન્ડ્રાઈડ એપ ખરીદી :D) લીધા પછીયે જો તમને દોડવાનો મેપ આ પ્રમાણેનો મળે તો ફોનનાં ભંગાર GPS નો જ વાંક કહેવાય. અને, એન્ડ્રાઈડમાં સ્ક્રિનશોટ લેવો એટલે માથાનો દુખાવો છે એ વાત અલગ છે.

Poor GPS

એમ તો વાંધો નથી, પણ આ રીતનું પરિણામ તમારી પેસ પર અસર કરે છે. ૬ કિમી. માં લગભગ ૬૦૦ થી ૮૦૦ મીટરનો ફરક પડ્યો હોય એમ લાગે છે. જે હોય તે, અત્યારે તો આનાથી જ ચલાવીશું. પછી ક્યારેક, Garmin watch વિશલિસ્ટમાં જ ઉમેરીશું અને દોડીશું – પણ એ તો મેરેથોનનો વારો આવે ત્યારે.

હોસ્ટેલની હોસ્પિટલ..

* હમણાં ગુગલ મેપ્સ મચડતો હતો ત્યારે અચાનક નજર પડી કે કોમર્સ છ રસ્તા પર આવેલ અમારા સમાજની મેવાડા હોસ્ટેલ (આખું નામ: કે.આર. મિસ્ત્રી છાત્રાલય) ની જગ્યા એ “મેવાડ હોસ્પિટલ” બતાવી રહ્યું છે!! હવે, અહીં ક્યાં બગ રીપોર્ટ કરવો તે મને ખબર નથી. જો કે આજ-કાલ હોસ્પિટલ એટલો પ્રોફિટેબલ બિઝનેશ છે કે હોસ્ટેલનાં ટ્રસ્ટીઓ ક્યારે હોસ્ટેલ બંધ કરી હોસ્પિટલ ચાલુ કરી દે તે કહેવાય નહી!!

😉

હોલિવુડ બસ્તી!

* મને એમ કે આ મજાકનું નામ હશે – પણ આ તો ઓફિશિઅલ નામ લાગે છે..

હોલિવુડ બસ્તી

મોટો નકશો જુઓ

હાઇવેથી મારુ ઘર કેટલે? વીકીમેપીઆ બોલે એટલે..

* બંસીનાદ બ્લોગ પર વીકીમેપીઆ વિશે વાંચીને ફરી પાછી મને આ સરસ સાઇટની મુલાકાત લેવાની ઇચ્છા થઇ. અને વાહ, હવે તો પાલનપુરનો નકશો પણ છે. અને ‘જીઓટુલ’નો ઉપયોગ કરીને તમે બે સ્થળો વચ્ચેનું અંતર પણ માપી શકો છો (એટલે કે સીધી લીટીમાં..). તો, મેં હાઇવેથી મારા ઘરની નજીકનાં ચોકનું અંતર માપ્યું. ૨ કિલોમીટર. પાલનપુરનો નકશો એકદમ ચોખ્ખો છે. ઇન્ટરનેટની કમાલ છે ને!! નોંધ: આ પોસ્ટ ભૂલથી ડીલીટ કરી નાખી હતી.. અરર. ફરી મહેનત કરવી પડી.

પાલનુપર-હાઇવેથી દિલ્હીગેટ

વીકીમેપીઆ: તમારું ઘર શોધો!

દા.ત. મારૂ ઘર અહીં છે.

home2.jpg

જુઓ: વીકીમેપીઆ.ઓર્ગ