એલિસ!

* મોટાભાગે તમને ધ લાસ્ટ લેક્ચર નામનાં સરસ પુસ્તક અને વિડીઓ વિશે ખ્યાલ જ હશે. આ પુસ્તકનાં લેખક રેન્ડી પૉશ શુક્રવારે આ દુનિયા છોડી ગયા. પણ, અત્યારે આપણે વાત કરવી છે, રેન્ડીની દેખરેખ નીચે તૈયાર થયેલ એલિસ નામનાં પ્રોજેક્ટની.

પહેલાં બે સવાલ:

૧. શું તમારે પ્રોગ્રામિંગ શીખવું છે? અથવા બીજાને શીખવવું છે?

૨. શું તમને તે શીખવાનું અથવા શીખવવાનું અઘરું લાગે છે?

તો એલિસ તમારા માટે છે!

તમને થશે, આ એલિસ કોણ છે?

એલિસ છે પ્રોગ્રામિંગ શીખવાનું સોફ્ટવેર – તે પણ એકદમ ઇન્ટરએક્ટિવ અને 3D મોડેલિંગનો ઉપયોગ કરીને. તો જાવ, એલિસ.ઓર્ગ પર અને કરો ડાઉનલોડ તમારી સિસ્ટમ માટે. અને હા, ઘણાં બધાં ડોક્યુમેન્ટ્સ પણ તેનાં પર પ્રાપ્ત છે. અને તે ફ્રી સોફ્ટવેર પણ છે!

સ્ક્રિનશોટ્સ,

ગુજરાતીલેક્સિકોન બુકમાર્ક

* જ્યારથી મને કંઇક સમજણ પડવા લાગી (??), ત્યારથી મને બુક્સ અને બુકમાર્કનો શોખ છે, ઘણીવાર તો એવું થાય કે ક્રોસવર્ડમાં ગયા પછી કંઇ લઉં નહી, પણ એકાદ બુકમાર્ક લઇ લઉ. જ્યારે રોહિતભાઇ (શારદા મુદ્રણાલય) ને મળવાનું થયું ત્યારે તેમનાં ટેબલ પર પડેલ ઢગલાબંધ બુકમાર્કસને જોઇ આનંદ થયો, અને તેમણે સમાચાર આપ્યા કે, કમ્પ્યુટરની ક્લિકે બુક પ્રિન્ટ કર્યા પછી તેના વધેલા કાગળ ફેંકી દેવાની જગ્યાએ (આ બુકલેટમાં કવર પેજ બે ફોલ્ડ વાળું છે, એટલે થોડી પટ્ટી વધે) તેના પર બુકમાર્ક પ્રિન્ટ કર્યા. અને તેમના પ્રિન્ટીંગ કામ વિશે કંઇ કહેવું ન પડે. તમે જો ગુજરાતીલેક્સિકોનની સીડી લો તો, બુકમાર્કનું પૂછજો, મસ્ત છે, જરુરથી ગમશે. નીચે જોઇ લો..

s7002047