ફટાકડા – ૨

* અમે ધાર્યું હતું તેમ, ફટાકડા ન ફોડવાનો સંકલ્પ એકાદ દિવસ ચાલ્યો. પછી છેલ્લે છેલ્લે માળિયાંની સાફ-સફાઇ કરતાં તેમાંથી ગયા વર્ષના વધેલા ફટાકડાઓ મળ્યા એટલે કવિને એક દિવસે તે ફોડ્યા અને પછી પોકેમોન કાર્ડ્સના બજેટમાંથી અડધાનો ખર્ચ ફટાકડામાં કરવામાં આવ્યો (એને પ્લાન બી કહેવાય?) 🙂

IMG_20171019_124546_710
.. અને લાગે છે કે સદામ હજુ પણ લોકપ્રિય છે 🙂
Advertisements

ફટાકડા

* સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા (વેચવા પર) પ્રતિબંધ મૂક્યો એ સાથે કવિને પણ અમને કહ્યું કે હું પણ આ દિવાળીમાં ફટાકડા નહી ફોડું. તેની આ સમજ પર અમને આનંદ થયો પણ સામી એવી શરત હતી કે પેલા ફટાકડામાં ખર્ચવાના પૈસાની જગ્યાએ પોકેમોન કાર્ડ લેવામાં આવશે. હવે ૨-૩ હજાર રૂપિયાના પોકેમોન કાર્ડ અમારા ઘરમાં રખડતા હોય એ દ્રશ્ય મારી નજરે આવે છે ત્યારે થાય છે કે આના કરતાં તો ફટાકડા ફોડીને પાર મૂકવો સારો 😀

અપડેટ્સ – ૧૭૬

* દિવાળી આવી ગઇ પણ શિયાળો નથી આવ્યો. એટલે કે, વિન્ટર ઇઝ નોટ કમિંગ :/ આની ભારે અસર આવનારા દિવસોમાં થનારા સાયકલિંગ પર પડશે અને અમોને આ ભારે પડી શકે છે.

છેલ્લાં લાઇવ અપડેટ્સ મુજબ ઠંડી છે!

* અને દિવાળી આ વખતે એકપણ ફટાકડા ન ફોડીને મનાવવામાં આવશે (કારણ કે બધાં ફટાકડા કવિન ફોડશે!).

* નવા વર્ષના સંકલ્પો? સોરી. છેલ્લાં વર્ષમાં કંઇ ભલીવાર આવ્યો નથી એટલે હવે નવું વર્ષ શાંતિથી નીકળે એટલે બહુ થયું.

* ઘણાં દિવસે મુવી(ઓ) જોવાનું થયું: મિનિયન્સ અને એન્ટમેન. બંને સરસ છે. ના જોયા હોય તો જોઇ કાઢજો.

* આજનો બોધપાઠ: એકલા હોઇએ ત્યારે ભૂખ બહુ લાગે, પણ જમવાની ઇચ્છા ન થાય.

અપડેટ્સ

* દિવાળી વેકેશન પડી ગયું છે (કવિનને), પણ આ વખતે તેને માત્ર ૧૦ દિવસ જેવું જ વેકેશન છે. અમને અત્યંત નવાઈ લાગી. દિવાળી કાર્યક્રમ થોડો ખોરવાઈ જવાની શક્યતા છે. હોમવર્ક. ઓહ નો. મારે જોકે વેકેશન નથી, પણ યોગ્ય રજાઓ લેવામાં આવી છે.

* ફટાકડા લાવવામાં આવ્યા છે. સાંભળ્યું છે કે આ વખતે માત્ર ૧૦ વાગ્યા સુધી ફટાકડા ફોડવાની પરવાનગી મળશે  (cough).

* વચ્ચે ભૂકંપનો આંચકો બધાને ધ્રુજાવી ગયો અને ૨૦૦૧ યાદ અપાવી. હોસ્ટેલના ત્રીજા માળે, છેલ્લા રુમમાંથી એકલો દોડતો નીચે આવ્યો ત્યાં સુધીનો અનુભવ હજી પણ યાદ છે 😦

* ફેસબુક પર સ્કૂલના જૂનાં ફોટાઓ મળ્યા છે 🙂 મજા આવી ગઈ.

* ગાંધીનગર ખાતે હાફ મેરેથોન છે. કોઈને સાથે દોડવું હોય તો કહેજો.

* મિનિડેબકોન્ફ મેંગ્લોર ખાતે છે.

ધન તેરસ

* આજે ધન તેરસ હતી. એટલે કે ધનની પૂજા કરવાનો દિવસ. રાઈટ. પણ, ધન હોય તો પૂજા થાય ને 😉 એટલે અમે ધન પ્રાપ્તિ માટે પૂજા કરી.

કવિનને થોડી ફૂલઝરી (તારામંડળ) અપાવી છે, જે તેના માટે ‘ફટાકટા’ છે અને અત્યારે તેના માટે જીદ કરી રહ્યો છે. ઘરની બહાર કોડીયામાં દિવા કર્યા, મહેનત કરીને તોરણ (આસોપાલવનું તોરણ + પ્લાસ્ટિકનાં ફૂલોનું) લગાવ્યું, જીરા રાઈસ, શાક-પૂરી અને કચૂંબરનું ભોજન કર્યા પછી મને થોડું ઘેન ચડ્યું છે. પણ, ચાલો હવે, કવિન તેની કેપ્સ લોક દબાવવા આવી પહોંચ્યો છે.

લક્ષ્મી મા તમને સુખ અને સંપત્તિ બન્ને આપે તેવી શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ!