અપડેટ્સ – ૩૭

* પ્રતિકે ટ્વિટર પર સજેસ્ટ કર્યું કે હવે અપડેટ્સને નંબર આપો તો સારું. લો ત્યારે. માત્ર “અપડેટ્સ” શિર્ષક ધરાવતી પોસ્ટની સંખ્યા ૩૬ થઈ ગઈ છે (કવિન અપડેટ્સ, ટેક અપડેટ્સ વગેરે અલગ). એક રીતે સારું. પોસ્ટ સ્લગ પણ સરળ રહે.

* કવિનની પરીક્ષાનું ‘ટાઈમ-ટેબલ’ આવી ગયું છે. જોકે મને કે કવિનને કોઈ જ ટેન્શન નથી. આમેય હું ટેન્શન-ફ્રી વ્યક્તિ છું. (જરૂર પૂરતું ટેન્શન કરી લઉઁ છું.).

* દોડવાનું મસ્ત ચાલે છે અને મસ્ત પગ દુખી રહ્યા છે. No pain, no gain – એટલે બહુ વાંધો નથી. હવે પાંચેક કિમી સુધી વાંધો નહી આવે તેવું લાગે છે. વીકએન્ડમાં મોટું સાહસ કરવામાં આવશે તો અપડેટ્સ કરવામાં આવશે. PS: લોકમાન્યતાથી વિપરીત વસ્ત્રાપુર લેકનો એક આંટો 0.64 કિમી થાય છે!

* કિન્ડલ અને ફોન અત્યારે સાઈડમાં પડ્યા છે. વધુ છેડખાનીનો સમય મળ્યો નથી😦

* આજની કહેવત: અબી બોલા, અબી ફોક.

અપડેટ્સ

* એક દુ:ખદ સમાચાર: નવો ફોન લીધો. એટલે કે લેવો પડ્યો. Samsung Galaxy R (ફ્લિપકાર્ટ પરથી). પેલો જૂનો ફોન પડ્યો બંધ. નવો ફોન સરસ છે😀 પ્રસંગોનુસાર ફોન-બેબીનો ફોટો:

Samsung Galaxy R

ગુજરાતી દેખાય છે, પણ ફોન્ટ રેન્ડરિંગ બરોબર નથી. લાગે છે કે એન્ડ્રોઈડ શીખવું પડશે.

* ઠંડી જબરી લાગે છે. થર્મલ વેર વગેરેની ખરીદી કરવી પડી છે.

* એક બોધપાઠ: સેલ આવે ત્યાં સુધી રાહ જોવી😦

પ્રણવભાઈની પોળ, પતંગ અને (P)ફોન.

* પરમ દિવસે ક્યાંક ફેસબુકમાં પતંગ પર વાત ચાલતી હતીને પ્રણવભાઈ (થોડા સમય પહેલાં એમની ઓળખાણ થઈ. પ્રણવભાઈ એટલે – gujaratquiz.in) એ એમની પોળમાં પતંગ ઉડાવવાનું આમંત્રણ આપ્યું. જતાં-જતાં થોડું મોડું થઈ ગયું પણ, રાયપુરની પોળનાં પહેલી વાર દર્શન થયા. લોકવાયકાથી વિરુધ્ધ એમનું ઘર તરત મળી જાય એમ છે, છતાંય એક જણને પૂછયું, પ્રણવભાઈનું ઘર કયું. પેલાએ ચાર માળ ઉંચા ઘરની સામે આંગળી કરી કહ્યું એ.. પેલા પતંગ ઉડાવે છે એ.😛 કદાચ પહેલી વાર પોળની અગાશીએ પગ મૂક્યો. કવિનને જલ્સા પડ્યા. અંકલ બનીને કેટલીયે પતંગો બાળકોએ મારી જોડે ઉડાવી અને સાંજે અગાશી પર જ પાઉંભાજીનો પ્રોગ્રામ હતો. મજા આવી ગઈ. કવિનની ડિમાન્ડ પર જતી વખતે થોડી પતંગ-દોરીની ખરીદી કરી છે. વર્ષો પછી દોરી લીધી છે, સારી નીકળે તો સારી વાત છે. કેમેરા લઈ જવાનો ભૂલી ગયો એ અફસોસ રહેશે. કવિનને બધાને હેરાન પ્રમાણમાં ઓછા કર્યા, પણ કર્યા ખરા.

 

 

* પોસ્ટના ટાઈટલમાં P(ફોન) નો પ્રાસ કેમ બેસાડ્યો? એક આનંદદાયક સમાચાર – ફોન ચાલુ થઈ ગયો છે / એટલિસ્ટ, થોડા મહિના ચાલે તો ૨૦૧૨માં નવો ફોન ન લેવાની વિશલિસ્ટની યાદી પૂરી થાય😉

અપડેટ્સ

* મમ્મી-પપ્પા થોડા સમય માટે અહીં છે અને કવિનને જલ્સા છે. અમારે પણ. ગઈકાલે પહેલીવાર કવિન વગર ડિનર માટે ગયા અને પેટભરીને વાતો કરી (જમવાનું વળી શું?). કવિનની સ્કૂલ પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે અને હવે નોટબુક-ચોપડીઓ ઘરમાં દેખાય છે. ખાસ કવિન માટે એક લાકડાંનું કબાટ વત્તા ટીવી યુનિટ બનાવવામાં આવ્યું છે (જે હજી સંપૂર્ણ નથી થયું).

* ગરમી થોડી ઓછી થઈ છે, એટલે લેપટોપ બિચારું ઠંડુ રહે છે એટલું સારુ છે.

* નક્કી કરેલું કે ફેસબુકમાં કોઈનીયે વોલ પર કોમેન્ટ ન કરવી. પણ, આદત થી મજબૂર. હવે જરા નિયંત્રણ રાખવું પડશે.

* અપડેટ કરેલો ફોન સરસ ચાલે છે. બ્લેકલિસ્ટ કરવા માટેનો સરસ વિકલ્પ ફોનની જોડે જ છે. એક જ ક્લિક અને ન જોઈતા ફોનમાંથી છૂટકારો. બીજા કોઈ ખાસ સોફ્ટવેર નાખ્યા નથી, કારણ કે મારા પ્રાયમરી રાઉટર અને ફોનનાં વાઈ-ફાઈને બહુ લેણું નથી. રાઉટર બિચારું વારંવાર રીબૂટ થાય છે.. એરટેલ વાળાને ફોન કરવાનો કોઈ ફાયદો દેખાતો નથી.

* વરસાદની રાહ (ના, ચાતક નજરે નહી) જોવાય છે…

ફોન અપડેટ અને ફાધર્સ ડે..

* મારો ફોન (HTC Tattoo) બિચારો એન્ડ્રોઈડ ૧.૬ પર અટકી ગયો હતો અને ક્યારનુંય મારું મન બીજો ફોન લેવા ભટકતું હતું. પછી, ગઈકાલે રાત્રે નવરો બેઠો સર્ફિંગ કરતો હતો ત્યારે યાદ આવ્યું કે એન્ડ્રોઈડ એસ.ડી.કે. વગેરેનું સેટઅપ તો કરેલું છે તો ચાલો સાયનોજેન મોડ પરથી અપડેટ કરીએ. મોટાભાગની કંપનીઓ એન્ડ્રોઈડની જોડે પોતાની ફાલતુ UI અને ચોંટી પડેલ એપ્લિકેશન્સ આપતી હોય છે. સાયનોજેન મોડ એ કસ્ટમ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે (પણ, તમારી વોરંટી ગઈ ખાડામાં..). જોકે તમને લેટેસ્ટ ફર્મવેર અને ઓપરેટિંગ સિસ્ટમ મળે એટલે શું જોઈએ. હું જોકે છેલ્લાં ફોન sync કરવાનું ભૂલી ગયો એટલે છેલ્લાં ૧૦-૧૨ દિવસનાં ફોન નંબર ઉડી ગયા, બાકી બધું બરાબર છે અને ફોન સરસ ચાલે છે. બેટ્રી લાઈફ અને ઈન્ટરફેસમાં ખાસ્સો સુધારો થયો છે. સ્કાઈપે (ઓહ..) આવી ગયું છે. વગેરે વગેરે.

સ્ક્રિનશોટ વગેરે પછી મૂકવામાં આવશે🙂

* આજે ફાધર્સ ડે છે. વિશ્વનાં સૌ પપ્પાઓને હેપ્પી ફાધર્સ ડે. પપ્પાને સવારે ફોન કર્યો. તેમને તો ફાધર્સ ડે તો ખ્યાલ જ નહોતો. પણ, કવિને સવારે મારા જોડે મસ્તી કાઢીને ફાધર્સ ડેની સારી શરુઆત કરી છે.

આજની કડીઓ

* એક પિતાને શ્રધ્ધાંજલી.
એક પુત્રની પિતાને શ્રધ્ધાંજલી, એ પણ બગ રીપોર્ટમાં. એકદમ સરસ અને વાંચવાલાયક લિંક.

* કદાચ મારો ફોન પથરો બનશે અથવા પછી લેટેસ્ટ એન્ડ્રોઈડ પર અપડેટ થશે.
સાયનોજન વડે હમણાં મારા ફોન ટાટુનો સપોર્ટ ઉમેરવામાં આવ્યો. હજી એકાદ દિવસ પછી તેને અપડેટ કરવામાં આવશે. જો તમને મારો ફોન બંધ આવે તો સમજજો કે અપડેટ નિષ્ફળ ગયું છે અને કાર્તિક નવો ફોન લાવશે🙂

* સોની અને હેકર્સનું તેની સામેનું યુધ્ધ.
એક જમાનો હતો જ્યારે સોની ઈલેક્ટ્રોનિક્સ કંપની હતી અને તેની ગુણવત્તા માટે વખણાતી હતી. અત્યારનો જમાનો અલગ છે. સોની હવે કનટેન્ટ કંપની બનીને પોતાનું રહ્યુ-સહ્યું (ફોન, વિડીઓ ગેમ્સ કે પછી કેમેરા કે પછી મ્યુઝિક પ્લેયર) બચાવવા મરણિયા અને વિચિત્ર પ્રયાસો કરે છે. અહીં ખોટું શું છે એ આ લેખમાં સરસ રીતે સમજાવ્યું છે.

નવા વર્ષે ઇમેલ આવ્યો..

* નવા વર્ષે લોકો શુભેચ્છા પાઠવે છે. ઇમેલ, એસ.એમ.એસ. (ના, એમ.એમ.એસ. તો માત્ર સ્પેશિઅલ કેસમાં જ ચર્ચામા કેમ છે, એ સવાલ છે) કે પછી ફોન. એસ.એમ.એસ.માં ફોર્વડ કરી શકાય છે, ફોન તો કદાચ ૧-૧ માધ્યમ છે કે પછી ૧-ઘણાં બધાં જોડે પણ વાત કરી શકાય છે.

પણ, મહેરબાની કરી ઇમેલ કરો તો BCC જેવી સુવિધાનો ઉપયોગ કરો, મિત્રો. મફતમાં ઇમેલ સરનામું સ્પામરોને ન વહેંચો. બાકી તમારા ઇમેલ અમને ગમે જ છે.

ધન્યવાદ અને બેક ટુ વર્ક.