મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘ભૂતકાળ

અપડેટ્સ – ૬૪

with 3 comments

* આજે પિનલભાઇ (http://blog.sqlauthority.com/ ફેમ) ને મળવાનું થયું. અમદાવાદમાં રહેવા છતાંય અમારી ક્યારેય રુબરુ મુલાકાત થયેલ નહી (મારી જ ભૂલ, આળસ જે ગણો તે!) અને અહીં છેક બેંગ્લુરુમાં આવીને મળ્યા! મારા કરતાં એકદમ અલગ જ બેકગ્રાઉન્ડ ધરાવતા હોવા છતાં અને માત્ર નેટ પર જ વાત-ચીત થયેલ હોવા છતાં તેમને પહેલી વાર મળીને વર્ષોથી ઓળખુ છું એમ લાગ્યું. ઓફિસથી એક પી.જી.ની જગ્યા જોઇને તેમનાં ઘરે ગયો અને થોડી વાતો-ગપ્પાં મારી (સરસ કોફી પીધા પછી!) અને ‘રાજધાની’ માં ગુજરાતી થાળીનો ટેસ્ટ કર્યો. સરસ ફૂડ. પેલો ગોરધન થાળ કે રજવાડાં જેવો પરાણે જમવાનો આગ્રહ નહી વત્તા ફૂડ પણ સારું એટલે વધારે મજા આવી. એથીય વધુ મજા પિનલભાઇ, નૂપુરબહેન અને નાનકડી શેૈવી જોડે આવી એ કહેવાની જરુર છે? પિનલભાઇ જેવા મિત્રો છે તો અહીં એકલા રહેવાનો ટેમ્પો રહેશે, બાકી ચાર-સાડા ચાર વર્ષ કવિન જોડે રહીને કાનમાં ગૂંજતો એનો અવાજ સાંભળવાની જે આદત પડી ગઇ છે એ એમ કંઇ તરત જાય? :)

* ભૂલી ગયેલ વસ્તુઓમાંથી સૌથી વધુ ખોટ પડી – છત્રીની. બેંગ્લુરુનું વાતાવરણ વિચિત્ર છે. બે દિવસ પહેલા સવારે અચાનક વરસાદ પડી ગયો ને મારા એકમાત્ર લેધરના શૂઝની વાટ લગાડતો ગયો. બાકીની ભૂલી જવાયેલી વસ્તુ લઇ લેવાઇ છે – કપડાં ધોવાનો બ્રશ (:(), ઉલીયું અને નાસ્તો. અહીં કેળા સારા મળે છે, એટલે બહુ ખાધા અને અત્યારે વાતાવરણમાં ઠંડક હોવાથી ગળામાં સરસ મજાનો કફ થયેલ છે. હાક થૂ.. ;)

* અત્યારે દરરોજ રાત્રે સૌથી મસ્ત ટાઇમપાસ થાય છે: https://kartikm.wordpress.com/?random વડે :)

ભૂતકાળ

with 4 comments

* ભૂતકાળ એ ભૂત જેવો હોય છે. ગમે ત્યારે પજવે, હેરાન કરી નાખે અને છેવટે કાળ તરફ લઈ જાય. કોઈ ઉપાય ખરો? ગઈ કાલે જૂની ડાયરી વાંચવા બેઠો પછી થયું કે ન વાંચી હોત તો સારું હતું :)

Written by કાર્તિક

January 22, 2012 at 20:20

૫૦૦ પોસ્ટ્સ !!!

with 10 comments

* આ સાથે આ મારા બ્લોગનાં ૫૦૦ પોસ્ટ પૂરા થાય છે!

મુસાફરી ઘણી લાંબી ચાલી છે. ૨૬ માર્ચ, ૨૦૦૬માં પ્રથમ પોસ્ટ સાથે ચાલુ કરેલ બ્લોગ થોડા સમય પહેલાં આંગણવાડી ઉર્ફે પ્લે-ગ્રુપ પૂરુ કરીને બાલમંદિર ઉર્ફે નર્સરીમાં પ્રવેશ્યો છે!

૧૦૦ પોસ્ટ થયાં:  એપ્રિલ ૭, ૨૦૦૭ ના રોજ. સમયગાળો: ૧ વર્ષ, ૧૧ દિવસ.

૨૦૦ પોસ્ટ થયાં: માર્ચ ૯, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: ૧૧ મહિના, ૨ દિવસ.

૩૦૦ પોસ્ટ થયાં: ઓગસ્ટ ૧૧, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: પ મહિના, ૨ દિવસ.

૪૦૦ પોસ્ટ થયાં: ડિસેમ્બર ૧૮, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: ૪ મહિના, ૭ દિવસ.

૫૦૦ પોસ્ટ થયાં: એપ્રિલ ૨૧, ૨૦૦૯ ના રોજ. એટલે કે આજે! સમયગાળો: ૪ મહિના, ૦ દિવસ.

આ દરમિયાન ૧,૬૯૯ ટીપ્પણીઓ અને ૧૦,૧૨૨ સ્પામ ટીપ્પણીઓ મને મળી છે.

મેં ૫૧૯ ટેગ્સ અને ૨૪ વર્ગો (કેટેગરી) નો ઉપયોગ કર્યો છે.

… અને હા, ૫૫,૯૮૨ જેટલી વખત લોકોએ મુલાકાત પણ લીધેલ છે.

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,300 other followers