મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘મુંબઇ

અપડેટ્સ – ૧૩૪

with 2 comments

* બગીચાવાળા દર્શિતભાઇ કહે છે તેમ હું પણ નિયમિત રીતે અનિયમિત છું. આવ ભાઇ હરખા, આપણે બેઉ સરખા ઉર્ફે સેમ પીંચ.

* અપડેટ્સમાં જોઇએ તો,

૧. પગ સાજો થઇ ગયો છે, એટલે ગઇકાલે આરે કોલોનીમાં પંદરેક કિલોમીટરનું રનિંગ થયું. પગ હજી પણ સારો છે એટલે આવતી કાલથી નિયમિતપણ કસરત, રનિંગ વગેરે દૈનિક ક્રિયાઓ શરુ થશે.

૨. કવિનને બીઝી રાખવા માટે તેને સ્વિમિંગ ક્લાસ બંધાવ્યા છે. પંદરેક દિવસમાં એ લોકો શું શીખવાડે છે અને અમારો સુપુત્ર કવિન શું શીખે છે એ જોવામાં આવશે. જો તેનો અનુભવ સારો હશે તો આવતા મહિને પ્રયત્ન કરવામાં આવશે અને એ પણ સફળ થશે તો નિયમિત તરવાનું શરુ થશે. પણ, આ તો બધું જો અને તો પર આધારિત છે. તો, કવિનને બેસ્ટ લક! PS: નવી સ્વિમિંગ ચડ્ડી પણ લાવી દેવામાં આવી છે.

૩. ગઇકાલે ચાર (ચોકડી નહી) શાળા મિત્રો એટલે કે નિરવ, નિશિથ, વિનય અને હું ભેગા થયા. નિશિથ તો ઘણાં સમય પછી મળ્યો એટલે મજા આવી ગઇ. મુંબઇમાં જ રહેવા છતાં કોઇને મળવું કેટલું અઘરું છે એ અહીં રહેતા લોકો જ જાણી શકે છે.

૪. રાસ્પબેરી પાઇ અત્યારે દર અડધો કલાકે મારા ફોટા પાડી રહ્યું છે વત્તા તે મારું નાનકડું nginx સર્વર પણ છે. ખાસ કરીને પેકેજ ટેસ્ટિંગ વગેરે માટે. ભવિષ્યમાં રાસ્પબેરી કોમ્પયુટ મોડ્યુલ આવે ત્યારે તેની જોડે વધુ અખતરા કરવામાં આવશે. પણ, જિંદગી ટૂંકી છે!

૫. કેરી હવે બરોબર આવી ગઇ છે. હવે, કેસર કેરીની રાહ જોવાય છે. વચ્ચે, મેંગો કેક પણ ખાધી. મેંગો લસ્સી બાકી છે.

અપડેટ્સ – ૧૨૯

with 2 comments

* અઠવાડિયું હર્યુ-ભર્યું રહ્યું – એટલે કે બહુ વ્યસ્ત રહ્યું. વીક-એન્ડ પર બનાવેલા પ્લાન મુજબ સવારે સાયકલિંગ, બપોરે આરામ અને સાંજે એક લોકલ પ્રદર્શનમાં જવામાં આવ્યું. તેમાંથી મારા માટે એક નાનકડું ફ્લાવર વાઝ લેવામાં આવ્યું, જેમાં જ્યાં સુધી ફુલ મળે ત્યાં સુધી પેન્સિલ્સ ગોઠવવામાં આવી છે. બાકી બીજી બધી ખરીદી ઘર ખાતે (જેમાં સરસ નાસ્તાનો પણ સમાવેશ થાય છે).

* શનિવારે સાંજે નક્કી થયું કે ફરીથી બાંદ્રા-NCPA દોડવું. ત્યાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે સાથે દોડવા વાળાં મારા સાથે મળીને કુલ ત્રણ જણાં જ છે, તો પણ મજા આવી ગઇ. હવે જોકે મુંબઇ ગરમ થતું જાય છે એટલે છેલ્લાં ત્રણ-ચાર કિલોમીટર ભારે પડ્યા. રસ્તામાં ફરી પાછાં અનિલ અંબાણી સાથે મુલાકાત થઇ (વર્લી સી-ફેસ આગળ) પણ મારે દોડવાનું હોવાથી પછી મળીશું એમ કહી હાથ ઉંચો કરી આગળ દોડવાનું ચાલુ રાખ્યું. NCPA પછી સ્ટેટસ રેસ્ટોરાંમાં જવાનો પ્લાન હતો, પણ સ્ટેટસ બંધ હતી એટલે theobroma ની મુલાકાત લેવામાં આવી. મસ્ત જગ્યા (અને મસ્ત ભાવ!). કોફી-બ્રાઉની-કપ કેક્સ અને બીજી ઢગલાબંધ વસ્તુઓ ઝાપટવામાં આવી, એટલે અમારી બાળેલી કેલોરી કરતાં અહીં મેળવેલી કેલોરી વધી ગઇ. ત્યાંથી સીધા ચર્ચગેટ અને પછી ઘરે પહોંચ્યો ત્યારે જોડે લીધેલી કપ કેક્સ પીગળવા આવી હતી એટલે પછી તેનો આનંદ અડધો થઇ ગયો.

અને હા, આવતા રવિવારે ૬ કિમીની નાનકડી રેસ છે :)

બપોરે-સાંજે ભરપૂર આરામ. થોડો સમય ગીટહબ અને ગુજરાતી વિકિપીડિઆને ન્યાય આપ્યો.

* ઉપરોક્ત પ્રસંગોનાં ચિત્રો અહીં જોઇ શકાશે.

અપડેટ્સ – ૧૨૮

with 4 comments

* અપડેટ્સ ઝાઝાં ને પોસ્ટ નાની.

* છેલ્લાં શનિવારે નક્કી કર્યા મુજબ માઉન્ટ મેરી ચર્ચ અને બેન્ડસ્ટેન્ડની મુલાકાત લેવામાં આવી. મુસાફરી એકંદરે આરામદાયક રહી (સિવાય કે વળતી વખતે હું અને બાકી બધાં જુદી-જુદી ટ્રેનમાં આવ્યા!).

ત્યાં પાડેલા ફોટાઓમાંથી બે વિકિમિડિઆ કોમન્સમાં મૂક્યા છે. પણ, પછી ખબર પડી કે આનાં કરતાં તો ઘણાં સારા ફોટાઓ ત્યાં છે જ.

Mount_Mary_Church,_Top_view

ત્યાંથી બેન્ડસ્ટેન્ડ મજા આવી. ખાસ કરીને કવિનને ફરી વખત દરિયો જોવા મળ્યો એટલે!

* રવિવારે ફરી બાંદ્રાથી NCPA લોંગ સ્લો રન (૨૦ કિમી) અને મજા-મસ્તી. મસ્ત બ્રેકફાસ્ટ અને રીટર્ન ટ્રેન મુસાફરી. માર્ચ મહિનામાં બે નાનકડી રેસ છે, જેમાંથી એકાદમાં ભાગ લઇશ. ૩૦ માર્ચે ઓટિઝમ અંગે જાગૃતિ માટેની ૭ કિલોમીટરનું રનિંગ છે. કવિન જોડે આવશે તો એને પણ ૧ કિલોમીટરમાં દોડાવવામાં આવશે એવો પ્લાન છે. જોકે આ પ્લાન તેની ફાઇનલ પરીક્ષાઓના સમય પર આધારિત છે.

* કિન્ડલ પેપરવ્હાઇટ ૩જી લેવામાં આવ્યું છે. અત્યારે તો મોટાભાગે ટેકનિકલ રિડિંગ ચાલે છે. બે-ત્રણ ગુજરાતી પુસ્તકો ટેસ્ટિંગ માટે મૂક્યા છે, જે સરસ રીતે વાંચી શકાય છે (થોડી રેન્ડરિંગ ક્ષતિઓ સાથે).

* આ વખતે ડેબિયન અને વિકિપીડિઆ – બન્ને પ્રોજેક્ટ્સ માટે ગુગલ સમર ઓફ કોડનો કો-મેન્ટોર બન્યો છું. ખાસ કરીને ડેબિયનનાં પ્રોજેક્ટમાં મજા આવી જશે. વિકિપીડિઆનો પ્રોજેક્ટ પણ સરસ છે.

અપડેટ્સ – ૧૨૭ – શનિ/રવિ

leave a comment »

* શનિવાર: વહેલી સવારનું એલાર્મ મિસ થયું. એટલે, મોડો-મોડો દોડવા માટે ગયો. છેક, ૭.૨૦ ની આસપાસ. પરંતુ, વાતાવરણ એકદમ ઠંડક વાળું હતું એટલે ૧૧ કિલોમીટર આરામથી પૂરુ કર્યું. ઘરે આવીને મિક્સ ફ્રુટ (કાળી દ્રાક્ષ, તરબૂચ)નો જ્યુસ પીધો (મોઢામાં પાણી આવ્યું હોય તો, ગુસ્તાખી માફ ;)) અને ત્યાંથી અમારે ડેકાથલોન જવાનું હતું. ડેકાથલોન આવ્યું દૂર. બાંસુરીએ મને રીક્ષામાં લિંક રોડથી પીક-અપ કર્યો અને મોટ્ટી રાઇડ અને મોટ્ટા મિટર બીલ સાથે ત્યાં કલાક પછી પહોંચ્યા. ડેકાથલોનમાં આમ-તેમ ફર્યા. ઢગલાબંધ મોજાંઓ લીધા (જેમાનાં એક મોંઘા ભાવના મોજાની જોડી ખોટી સાઇઝની આવી!!), લંચ ત્યાંજ પતાવ્યું. અમને એમ કે ત્યાંથી થાણે સ્ટેશનથી દાદર થઇને ઘરે આવીશું, પણ સ્ટેશન દૂર નીકળ્યું! તેમ છતાંય બીજો કોઇ રસ્તો નહોતો.  લોકલમાં સેન્ટ્રલ લાઇનની પહેલી મુસાફરી. આભાર. મારે બીજા દિવસનાં રન માટે બીબ નંબર લેવા જવાનું હતું, એટલે દાદરથી બાંદ્રા ગયો. બાંદ્રાનું બીબ કામ-કાજ તરત જ પત્યું.

સાંજે ઘરે આવ્યો ત્યારે સરસ રીતે થાકી ગયો હતો. તેમ છતાંય સાંજે ‘૧૦૦ ડેઝ‘ મુવી જોયું અને નાનપણની યાદો તાજી કરી. વિડિઓ કેસેટ્સ, ગોલ્ડસ્પોટ, માધુરી વગેરે વગેરે.

* રવિવાર: રવિવારે સવારે ૪.૧૫ જેવો ઉઠ્યો. મારા ફ્લોરેસેન્ટ શૂઝ અને ટી-શર્ટના કારણે સવારે કૂતરાંઓ બહુ ભસતા હતા, પણ મારું લક્ષ્ય સ્ટેશન પર પહોંચવાનું હતું. આરામથી BKC પહોંચ્યો ત્યારે બધાં રનર્સ મળ્યા. વાર્મ-અપ કર્યું, ગપ્પાં માર્યા. રેસ ૨૪ મિનિટ મોડી ચાલુ થઇ. તેમ છતાંય, ચાલુ થઇ એટલે દોડવું પડ્યું ;) બીકેસી ની અંદર જ દોડવાનું હતું એટલે રસ્તાઓ સારા હતાં. રસ્તામાં પાણીની સગવડ સારી હતી એટલે બીજું શું જોઇએ? થોડી મહેનત, થોડા આરામ સાથે ૧૦ કિલોમીટર, ૫૪.૦૭ મિનિટ માં પૂરા કરવામાં આવ્યા. ત્યાર પછી ફોટો સેશન અને પાર્ટીની એક ઝલક પાર્કિંગ લોટમાં. જુઓ, ગુગલ પ્લસ પરનાં ફોટાઓ.

બપોરે સરસ લંચ, સરસ ઉંઘા, સાંજે જુહુ અને રાત્રે રનર્સ પાર્ટી. રાત્રે મોડ્ડા ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે બે દિવસથી બંધ ઇન્ટરનેટ ચાલુ થઇ ગયું છે. નવાં અઠવાડિયાની આનાથી વધુ સારી શરુઆત કઇ હોઇ શકે? :)

બે નવાં અકસ્માતો

with 6 comments

૧. ગઇકાલે સાયકલિંગ કરવાનો ભવ્ય પ્લાન હતો. ૧૦૦ કિલોમીટર. સવારે ૫.૫૯ એ નીકળ્યો. એસ.વી. રોડ થી બાંદ્રા સુધી શાંતિથી પહોંચ્યો અને ત્યાં એક બીજો સાયકલિસ્ટ મળી ગયો અને અમે સાથ-સાથ NCPA જવાનું નક્કી કર્યું. પેડર રોડ પહોંચ્યા ત્યાં સુધી અમે આરામથી ચલાવતા હતા, ત્યાં એક ઊભેલી ટેક્સી વાળાએ અચાનક બારણું ખોલ્યું અને મને અડી ગયું. બેલેન્સ લોસ્ટ અને જમીન દોસ્ત! ડેમેજ? કોણી અને સાયકલની સીટ અને ચેઇન. સીટ-ચેઇન રીપેર કરી. પાણીથી ઘા ધોયા. અને, મિશન ૧૦૦ ફરી શરુ કર્યું. NCPA પહોંચ્યો ત્યારે સાથી સાયકલિસ્ટ ખબર નહી ક્યાં જતો રહ્યો એટલે, પછી મિશન ૧૦૦ પડતું મૂક્યું અને ચા પીધી. થોડા ફોટાઓ લીધા.

કાગડો, સાયકલ અને નરીમાન પોઇન્ટ

કાગડો, મારી સાયકલ અને નરીમાન પોઇન્ટ.

ઘા

નાનકડો ઘા – સાફ કર્યા પછી.

ત્યાર પછી ગેટ વે ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી. કાલા ઘોડાનો પ્લાન પડતો મૂક્યો, કારણ કે પછી બહુ વાર થઇ જાય એમ લાગ્યું. વળતી મુસાફરી કોઇ પણ ઘટના વગર રહી. હા, સી-લિંક આગળ મારી સાયકલને રોકી દેવામાં આવી. કારણ? ત્યાંથી પ્રેસિડેન્ટ પસાર થવાના હતા. લો ત્યારે! બ્લો ટુ મોદી.

કુલ અંતર: ૮૨.૮૧ કિલોમીટર. સમય: ૪.૨૦ (છે ને પરફેક્ટ સમય!)

૨. ગઇકાલની ઘટના તાજી હતી, પણ કોણી સિવાય બીજે ક્યાંય લાગ્યું નહોતું એટલે પગ સાબૂત હતા. એટલે પછી આરે કોલોનીમાં અમારું LSD (લોંગ સ્લો રનિંગ) હતું. સવારે પ.૩૦ જેવો ત્યાં જવા નીકળ્યો ત્યારે સરસ ઠંડક હતી. લગભગ ૬.૩૦ સુધી અંધારું હતું અને ત્યાં પછી ન્યૂઝિલેન્ડ હોસ્ટેલ આગળ વાર્મઅપ કરીને રનિંગ શરુ કર્યું. ગેસ્ટ હાઉસથી નીચે આવતાં મારું મન ભટક્યું કે તન, ખબર નથી પણ જ્યારે મને ખબર પડી ત્યારે હું નીચે પડ્યો હતો. કોઇકે ઊભો કર્યો અને જોયું તો કોણી, ઢીંચણ, હથેળી – લાલ-લાલ! દુર્ભાગ્યે, પહેલી વખત મને ઢીંચણ પર માર પડ્યો. થોડું ચાલ્યો અને પછી લાગ્યું કે દોડાશે એટલે ધીમે-ધીમે દોડ્યો. ૧૭ કિલોમીટરે આવીને કંટાળ્યો અને રનિંગનું સમાપન કર્યું. ત્યાર પછી અમારો સ્ટાન્ડર્ડ બ્રેકફાસ્ટ (ઇડલી-સંભાર) તો ખરો જ.

આરે કોલોની, ગોરેગાંવ, મુંબઇ.

અહીં ક્યાંક હું પડ્યો હતો..

ઢીંચણ ઓકે નથી, અને આવતા અઠવાડિયે હાફ-મેરેથોન છે એટલે ચિંતા થાય છે. હજી કાલ સુધી ઠીક ન થાય તો ડોક્ટરને ત્યાં જવામાં આવશે.

બીનબેગ

with 4 comments

* વર્ષો પહેલાં મારી હજારો ઇચ્છાઓની યાદી માં બીનબેગ મોખરાનું સ્થાન ધરાવતી હતી (અને પછી કાળક્રમે એ યાદીમાંથી નીકળી ગઇ). થોડા સમય પહેલાં થયું કે હવે કલાકો સુધી એક જ ખુરસીમાં બેસવાની મજા આવતી નથી અને ઘણી વાર બાલ્કની કે ટીવી જોતાં-જોતાં પણ લેપટોપ પર કામ થઇ શકે એ માટે સોફાસેટ લેવો જોઇએ. ભાવ જોયા પછી, બજેટ માપમાં કરીને બીનબેગ યાદ કરી ;) અને અમારી બીનબેગ સ્ટોરી શરુ થઇ.

ગયા શનિવારે પહેલાં તો ઇન ઓરબિટ ગયા. ત્યાં હોમ સ્ટોપમાં પૂછ્યું. ન હતી. લાઇફ સ્ટાઇલમાં પૂછ્યું. ન હતી. હાયપરસીટીમાં ગયા, ત્યાં પણ ગણીને માત્ર એક જ મોડેલ પડ્યું હતું. ઓનલાઇન લેવાની ઇચ્છા ન હતી. બીજા દિવસે ગોદરેજનાં શો રુમમાં ગયા ત્યાં ખબર પડી કે ૨૬મી જાન્યુઆરીને કારણે શો રુમ બંધ હતો. છેવટે, આજે સમય કાઢીને ત્યાં જઇને અમારી પ્યારી બીનબેગ લીધી. ના, હજી આવી નથી. હજી પણ ૫-૬ દિવસ લાગશે!

આવશે ત્યારે એક સ્ટાઇલમાં ફોટો અહીં ક્યાંક મૂકવામાં આવશે.

Written by કાર્તિક

February 1, 2014 at 21:00

રેસ રિપોર્ટ: મુંબઇ મેરેથોન ૨૦૧૪

with 6 comments

* તો ફરી પાછી, આવી મુંબઇ મેરેથોન ૨૦૧૪ (ઓફિશિઅલ નામ: સ્ટાન્ડર્ડ ચાર્ટડ મુંબઇ મેરેથોન ૨૦૧૪). આ મેરેથોન ભારતની બોસ્ટન મેરેથોન ગણાય છે અને આખા ભારત (અને બહારથી) લોકો દોડવા માટે આવે છે. તો થઇ જાય નાનકડો ટચૂકડો રેસ રિપોર્ટ?

* સવારે ૩.૦૫ એ ઉઠ્યો અને સાડા ત્રણ જેવો સ્ટેશને જવા નીકળ્યો. સદ્ભાગ્યે અડધે રસ્તે પણ રીક્ષા મળી એટલે શાંતિ થઇ (એ પહેલાં અડધો કિલોમીટર દોડ્યો અને એક પણ કૂતરું પાછળ ન પડ્યું એ મારું સદ્નસીબ!). સ્ટેશનથી ૩.૫૬ ની ટ્રેન પકડી. જોગેશ્વરી સ્ટેશને ડબ્બો બદલીને બીજાં રનર્સ હતાં તે ડબ્બામાં ગયો અને છેક મરીન લાઇન્સ સુધી ભરપૂર વાતો કરી. આગલાં દિવસે અહીં બહુ ઠંડી હતી અને સવારે પણ ઠંડી લાગતી હતી એટલે અમે બહુ ખુશ હતા. મરીન લાઇન્સથી આઝાદ મેદાન સુધીની ટેક્સી મળી ગઇ એ પણ મજા આવી. ત્યાંથી મેદાન પર પહોંચી વાર્મ-અપ કરીને બીજાં રનર્સને મળ્યાં. અમદાવાદની પબ્લિક – સોહમભાઇ, રાજેશ, રેનીસ, પાટિલભાઇ, સમીર, રણજીત અંકલ વગેરે મળ્યા. સ્ટાર્ટ પોઇન્ટ પર પહોંચતા ૫.૪૭ થઇ ગઇ હતી અને ત્યાંથી શરુ થઇ લાંબી મુસાફરી! લગભગ ૧૫ કિલોમીટર સુધી મારી ઝડપ એવી હતી કે ૪ કલાકમાં મેરેથોન પૂરી થઇ જાય. સી-લિંક પૂરો કરતાં પણ મારી ઝડપ સારી રહી. ૨૮ કે ૨૯ કિલોમીટરનાં માર્ક ઉપરથી ધીમો પડવાનો શરુ થયો (હા, ૨૬ કિલોમીટરે એલિટ રનર્સે મને ક્રોસ કર્યો) અને પછી ગાડી ગબડી કે પેડર રોડ સુધી માંડ-માંડ પહોંચ્યો. પેડર રોડ શાંતિથી ક્રોસ કર્યો ત્યારે થયું કે હજી પણ ૪.૩૦ કલાકમાં થઇ જશે, પણ મારી ગણતરી ખોટી પડી. છેલ્લાં બે કિલોમીટર પણ હું બરોબર દોડી ન શક્યો. છેવટે, મમ્મી-પપ્પા-રિનિત અને કવિનને ૧૦૦ મીટર બાકી હતું ત્યાં જોયા અને બોલ્ટની ઝડપ મારામાં આવી ગઇ ;)

* મેડલ લીધો, શેરડીનો જ્યુસ પીધો અને અમે બધાં પાછાં ઘરે આવ્યા. એ પહેલાં બીજા રનર્સ જોડે સારી એવી વાતો કરી અને તેમના જોડે રેસના અનુભવો વહેંચ્યા. બધાંને અભિનંદન પણ આપ્યા.

બોધપાઠ્સ:
૧. ઓછામાં ઓછી બે-ત્રણ ૩૨-૩૫ની દોડ કરવી.
૨. ટોપી પહેરવી. પેલું બફ આપણાં કામનું નહી.
૩. આગલાં દિવસે હજી થોડું વધારે ખાવું.
૪. મેરેથોન ભારે વસ્તુ છે :)

ફોટાઓ વગેરે ફેસબુક પર છે. મેરેથોન-ફોટોસ.કોમમાં પણ આ વખતે ઘણાં ફોટાઓ જોવા મળ્યા છે.  હા, કોકીનો અને મારા કોચ રાજ વડગામાનો (અને આખી ટીમનો) ફરીથી આભાર!

પરિણામ:
૧. ગારમિન લૉગ.
૨. ઓફિશિયલ પરિણામ. બીબ નંબર: ૬૪૧૧.

અપડેટ્સ – ૧૨૦

with one comment

* અપડેટ્સ ૧૧૯ પછી અપડેટમાં કંઇ ખાસ નથી, તેમ છતાંય, અઠવાડિયાંની બે પોસ્ટ્સ તો લખવી જ પડે એ ન્યાયે કંઇક લખી રહ્યો છું. એકંદરે આ અઠવાડિયું દોડવાની રીતે તો આરામદાયક રહ્યું. થોડું સાયકલિંગ અને આજનું જુહુ બીચનું રનિંગ સારું રહ્યું. હવે, ડી-ડે ના દિવસે વાતાવરણ ઠંડક વાળું રહેશે તો મજા આવશે! મુંબઇમાં પણ અમને બધાંને શરદી થઇ છે – એટલે ઠંડી અહીં પણ પડી રહી છે તેમ સાબિત થઇ ગયું છે.

* સર્ચિંગ ફોર સુગર મેન (૨૦૧૨) – સરસ મુવી છે (ચેતવણી: ડોક્યુમેન્ટરી). ઘણાં સમયથી પેન્ડિંગ હતું અને છેક હવે જોવા મળ્યું. બાકી, ફરી પાછો એકાદ મહિનો આ શોખ માટે આપી શકાશે નહીં એવું અનુભવાઇ રહ્યું છે. હવે – ધ લેગૉ મુવી – આવે ત્યારે થિઅેટરમાં જવું છે.

* ઉત્તરાયણ પર રજા જેવું નથી એટલે અમે આજે જ લૂંટેલી પતંગો ઉડાવીને શોખ પૂરો કર્યો. ચીકી વગેરેનો ડોઝ તો ચાલુ જ છે, એટલે એ બાબતે વાંધો નહી આવે. નીચે મારી (લૂંટેલી) પતંગનો તાજો ફોટો સંદર્ભ માટે મૂકેલ છે ;)

પતંગ

મારી (લૂંટેલી) પતંગ!

બધાંને એડવાન્સમાં: હેપ્પી ઉત્તરાયણ!

અપડેટ્સ – ૧૧૭

with one comment

* અને, પછી અમે બધાં નેશનલ પાર્કમાં જઇ આવ્યા. કવિનને મજા આવી ગઇ. ત્યાં જઇને, કાચી કેરી, સ્ટાર ફ્રુટ અને બોર ખાવાની મજા આવી. કાન્હેરી કેવ્સ કે બીજે ક્યાંય જવાયું નહી, પણ કવિને બહુ મસ્તી કાઢી. ફોટાઓ અહીં છે.

* એજ દિવસે સાંજે કોમિકકોનની મુલાકાત લેવામાં આવી. વોલેટ લીધું અને વોલેટ હળવું કર્યું :)

* રવિવારે, પાછી લોંગ-લોંગ રન. માનનીય મુખ્યમંત્રીને કારણે NCPA<–>શિવાજી પાર્કનો કાર્યક્રમ પડતો મૂકીને આરે કોલોનીમાં દોડવામાં આવ્યું. ખરેખર, શિયાળો ત્યાં જ છે. દોડ્યા પછીનો બ્રેકફાસ્ટ અત્યંત મજાનો રહ્યો, પણ થોડો થાક લાગ્યો એટલે લિનક્સ યુઝર ગ્રુપનો કાર્યક્રમ પડતો મૂકવો પડ્યો, જે અત્યંત દુ:ખદ વાત ગણાવી શકાય કારણ કે હું ત્યાં ડેબિયન ઉપર ટોક આપવાનો હતો.

* અમદાવાદ ખાતે, મેકરફેસ્ટમાં જવાનું છે.

અપડેટ્સ – ૧૧૦

leave a comment »

* યેય, દિવાળી વેકેશન પડી ગયું છે, એટલે આ બ્લોગ પણ વેકેશન-મોડમાં જશે. આમ પણ, છેલ્લાં કેટલાંય સમયથી મૂર્છિત અવસ્થામાં જ છે, એટલે કોઇને ખાસ ગેરહાજરી વર્તાશે નહી. કવિન જ્યારે આજે સ્કૂલથી આવ્યો ત્યારે બૂમો પાડતો-પાડતો આવ્યો કે વેકેશન પડી ગયું છે! આવો આનંદ હવે મને મળતો નથી એનું દુ:ખ છે. વેકેશન છે છતાંય લેપટોપ અને ઢગલાબંધ ઇલેક્ટ્રોનિક્સ કચરો જોડે લઇ જવાનું છોડી શકાતું નથી.

* રવિવારે વસઇ-વિરાર હાફ-મેરેથોન ઠીક-ઠાક સમયમાં પૂરી કરવામાં આવી (સમય: ૨.૩૨.૪૨ નંબર: ૧૨૬૭). મજાની વાત એ હતી કે આ મેરેથોન નગરપાલિકા દ્વારા સ્પોન્સર હતી એટલે રસ્તાની બન્ને બાજુએ લગભગ બધી જગ્યાએ વિવિધ સ્કૂલનાં છોકરાંઓ અમને ઉત્સાહિત કરતા હતા. લેઝિમ, ડ્રમ બેન્ડ અને ડી.જે. લોકો પણ યોગ્ય રીતે પાણી વગેરે પૂરા પાડતા જોયા પછી વસઇ-વિરારને બેસ્ટ સપોર્ટેડ મેરેથોનનો ખિતાબ મુંબઇ મેરેથોનમાંથી છીનવીને આપવામાં આવે છે. હા, થોડાંક લોચા હતા, પણ ઓર્ગેનાઇઝર વગેરેએ ફીડબેક પોઝિટીવ લીધો હોવાનાં અહેવાલો છે. જો તમે મુબંઇમાં હોવ તો, મસ્ટ રન મેરેથોન!

* સાયકલમાં ફરીથી ટાયર પંકચર, જેથી આ અઠવાડિયાનું સાયકલિંગ ખોરવાઇ ગયું છે. હવે વેકેશન પછી તેને પણ યોગ્ય ન્યાય અપાશે. એટલિસ્ટ, મુંબઇ મેરેથોન પહેલાં એકાદ ૧૦૦ કિમીની રાઇડ થઇ જાય તેવું આયોજન ચાલે છે. (જોકે મારા આયોજનો આયોજન પંચ કરતાં બહુ સારા હોતા નથી).

* એકાદ દિવસ અમદાવાદનો પ્લાન છે, પણ ત્યાં ડેન્ટલ ટ્રીટમેન્ટ ડોકિયાં કરે છે, એટલે કોઇને મળવાનો સમય મળે તેમ લાગતો નથી. પેલા ડેકાલથોન સ્ટોરમાં પણ આંટો મારવાની ઇચ્છા સાઇડ પર મૂકવી પડે તેમ છે. તેમ છતાંય ADRians જોડે દોડવાનો મોકો ગુમાવવાનો નથી ;)

* અને છેલ્લે, આ ત્રીજા મોરચાનું સરકસ જોઇને હસવું કે રડવું તે સમજાતું નથી. બંદરોનો નાચ, દેશને સો ટકા મોંઘો પડવાનો છે.

રન રીપોર્ટ: લોનાવાલા થી એમ્બીવેલી

with one comment

* છેલ્લી પોસ્ટમાં લખ્યું તેમ ગઇકાલે (૨૧ જુલાઇ) હું અત્યાર સુધીના બેસ્ટ રુટ પર દોડ્યો. એમ તો ચાલ્યો પણ ખરો. વેલ, તો સાંભળીએ આંખે દેખ્યો અને જાતે દોડ્યો અહેવાલ!

મુંબઇ રોડ રનર્સ નામનું ફેસબુક ગ્રુપ છે (ફેસબુકની એક જ સારી વસ્તુ અત્યારે મને લાગે છે! ;) જેમાં નક્કી થયું કે લોનાવાલમાં કંઇક દોડવાનું આયોજન કરવામાં આવે. વેંકટ અને રામે રહેવા-જમવાની વ્યવસ્થા કરેલી અને કોઇકની ગાડીમાં મારે જવાનું હતું. છેવટે નક્કી થયું કે વિવેક મને નેશનલ પાર્કથી પીક-અપ કરશે. શનિવારે સાંજે હું, વિવેક અને ઉન્મેશ – ત્રણેય જણાં લોનાવાલા જવા નીકળ્યા. મને તો બહુ ઉત્સાહ હતો, કારણ કે હજુ સુધી લોનાવાલાની અંદર ક્યારે ગયો નહોતો (પહેલા પુને જતો ત્યારે વચ્ચે બસ અટકતી એટલું જ) અને હવામાન એકદમ મસ્ત હતું. રસ્તામાં અમને ભયંકર ટ્રાફિક વત્તા બેકાર રસ્તાનો સામનો થયો એટલે છેક રાત્રે ૯ વાગે અમે અમારી જગ્યાએ પહોંચ્યા. જગ્યા એક જૂની લોજ હતી, પણ કેર-ટેકરે જમવાનું મસ્ત બનાવ્યુ. રાત્રે યામાઝાકીનો (ઓરિજીનલ) થોડો ટેસ્ટ કરવામાં આવ્યો અને સવારે વહેલા ઉઠવાનું હતું એટલે સીધાં પથારી ભેગાં.

સવારે લગભગ ૪.૧૫ જેવા જાગ્યા. ફટાફટ ચા અને હળવો નાસ્તો કરી નક્કી કરેલ જગ્યાએ પહોંચ્યા ત્યારે મસ્ત વરસાદ હતો અને એકદમ ઠંડો પવન ફૂંકાતો હતો. લગભગ બધાં જ થથરતાં હતાં અને વાર્મ-અપ કર્યા પછી ધીમે-ધીમે દોડવાનું શરુ કર્યું. એમ તો નક્કી કર્યું હતું કે એમ્બીવેલી સુધી ૨૧.૫ અને પછી પાછાં બીજું ૧૧ જેટલું એટલે કે ૩૨-૩૩ કિલોમીટર દોડીએ. ૧૪ કિલોમીટર સુધી ખાસ વાંધો ન આવ્યો. આરામથી વાતો કરતાં-કરતાં, બીજા લોકોની રાહ જોતાં દોડ્યા. રસ્તો? મસ્ત. હવામાન? મસ્ત. આગળ પાછળ માત્ર પાંચ-છ ફીટ દેખાય એવું ધુમ્મસ!

૧૪-૧૫ કિલોમીટર સુધી વાંધો ન આવ્યો અને અચાનક ડાબા પગનો અંગૂઠો અસહ્ય દર્દ કરવા લાગ્યો (ક્રેમપ!) નસીબજોગે, ત્યાં રાજ અને ભાસ્કર વગેરે આવ્યા અને થોડી પગની મુવમેન્ટ કરવા કહ્યું એ પ્રમાણે કર્યા બાદ ઠીક થઇ ગયું પણ મારી ઝડપ ચોથા ભાગની થઇ ગઇ. એમ્બીવેલી સુધી પહોંચતા આંખે ધુમ્મસ આવી ગયું અને ત્યાં જઇને જોયું કે સપોર્ટ કાર તો ત્યાં નથી. દસેક મિનિટ સ્ટ્રેચીસ વગેરે કર્યા બાદ કાર આવી. બે કિલોમીટર ગયા ત્યાં બીજા રનર્સ મળ્યા (વેકંટ) એટલે તેમને કારમાં જવા દીધા અને પછી શરુ થયું મસ્ત વોકિંગ. ૪૫ મિનિટ! પછી થયું કે હવે ચલાશે નહી. નસીબજોગે, બીજા રનરની કાર આવી અને છેવટે નોનસેન્સ પબ્લિકનો સામનો કરતાં-કરતાં ધીમેથી લોનાવાલા પહોંચ્યા. લોજ પર પહોંચ્યા પછી સરસ ચા પીધી. ફોટો સેશન કર્યું. મસ્ત કાંદા-પોંહા ખાધા અને તરત પાછાં જવા નીકળી ગયા.

સાર: વધુ દોડવાની જરુર છે.
સાર ૨: હિલ્સ આર હાઇ!

PS: આ રનવિતા વાંચો! ટી-શર્ટ, toubebas.com ની છે.

PS ૨: પૂર્ણ ચિત્ર

રેસ રીપોર્ટ: R&L આરે મોન્સુન મેરેથોન

leave a comment »

* અત્યાર સુધીની સૌથી કઠણ મેરેથોન – રનિંગ & લિવિંગ મોન્સુન મેરેથોનનો (ઓકે – હાફ મેરેથોન!) રેસ રીપોર્ટ વાંચો! એમાં શું વાંચવાનું હોય? મારો સમય: ૨ કલાક ને ૪૬ મિનિટ :( વેલ, આ થોડી ટફ ગણાતો રસ્તો હતો (રસ્તા વચ્ચે ખાડા-ખરાબા, સીધું ચઢાણ વત્તા એ જ રસ્તો બે વખત, ૧૦.૦૫ કિમી x ૨) એટલે થોડું ડિસ્કાઉન્ટ આપી શકાય. છતાં, મારો ટાર્ગેટ ૨.૩૦ કલાકનો હતો, જે કંઇક અગમ્ય કારણોસર શક્ય ન બન્યો.

વહેલી સવારે મને સોપાને ઘર આગળથી પિકઅપ કર્યો (થેન્ક્સ!) અને અમે સમયસર પહોંચી ગયા. પાર્કિંગથી ૨૦૦ મીટર જેટલું દૂર અમાર શરુસ્થળ હતું અને લગભગ ૪૫૦ જેટલા હાફ-મેરેથોનર્સ હતા. બીજા બે-ત્રણ જણાં જોડે ઓળખાણ સોપાને કરાવી અને લગભગ સાડા પાંચે રેસ શરુ થઇ. પહેલા પાંચ કિમી હું આરામથી દોડ્યો અને પછી ખબર પડી કે અહીં જ ૪૦ મિનિટ થઇ ગઇ છે! પાંચ કિલોમીટરે યુ-ટર્ન હતો અને ફરી શરુસ્થળ પર જવાનું હતું. ફરી પાછો, એ જ રસ્તો. છેલ્લાં બે કિલોમીટર બહુ ભારે પડ્યા. જો છેલ્લે-છેલ્લે ૨૧ કિલોમીટરની આસપાસ રામ અને રાજ (હા, બન્ને સરસ રનર્સના નામ છે!) ચીઅર્સ ન કરતા હોત તો, હું ત્યાં જ બેસી જવાનો હતો ;) ટાઇમિંગ ચીપ ન હતી એટલે પરફેક્ટ ટાઇમિંગ આ લોકો કેવી રીતે કાઉન્ટ કરશે એ સવાલ બધાના મનમાં હજી છે. જોકે અહીં તમારો પર્સનલ બેસ્ટ ટાઇમિંગ મેળવી શકાય એવો રસ્તો હતો જ નહી!

ઓવરઓલ, પાણી અને એનર્જી ડ્રિન્ક્સની સગવડ સારી હતી. સૌથી બોરિંગ વાત હોય તો, એ હતાં આરેમાં ચાલવા આવતા લોકો. એના કરતાં તો સારા લોકો ત્યાંના તબેલા કે ઝૂંપડાઓમાં રહેતા લોકો હતા. એટલિસ્ટ, તબેલા વાળાઓ ફિમેલ રનર્સ ઉપર કોમેન્ટ નહોતા કરતાં કે મજાક નહોતા ઉડાવતા!

* થોડાંક મેન્ડેટરી ચિત્રો!

આરે જંગલનું એક દ્રશ્ય

લીલોતરી!

ફિનિસર્સ મેડલ!

વેલ, આગલા દિવસની પેલી ૪૧ કિલોમીટરની રાઇડ થોડી નડી ખરી. નેકસ્ટ ટાઇમ. હવે, હૈદરાબાદ જિંદાબાદ!

રાઇડ રીપોર્ટ: ગોરાઇ-મનોરી

with 3 comments

* તો થયું એવું કે અમારે આજે સવારે જવાનું હતું યેઉર હિલ (Yeoor Hill). લગભગ ૧૦૦ કિમીનો પ્લાન હતો જે રાત્રે ૧૧ વાગે પડી ભાંગ્યો! હવે કરવું શું? હું અત્યંત નિરાશ થયો પણ પછી સમાચાર મળ્યા કે, અમુક લોકો ગોરાઇ જવાનો પ્લાન બનાવે છે, તો એ પ્લાન અમલમાં મૂકવાનો નક્કી કર્યો.

સવારે ૪.૩૦ એ ઉઠ્યા પછી, તૈયાર થઇને લગભગ ૪.૫૦ જેવો નીકળ્યો ત્યારે વરસાદ નહોતો એટલે હું બહુ ખુશ હતો. જોકે મારી ખુશી બહુ ટકી નહી અને દહિંસર પહોંચતા સુધીમાં જોરદાર વરસાદ (નોંધ: મુંબઇનો વરસાદ!) ચાલુ થઇ ગયો. આ સમય મારું માનીતું વિન્ડચીટર કામમાં આવ્યું અને હું નક્કી કરેલા સ્થળે (ચેક નાકા) પહોંચ્યો એની બે-ત્રણ મિનિટ પછી કેઇથ ત્યાં આવ્યો. કેઇથ જોડે પ્રથમ મુલાકાત. ફેસબુક ઉપર ૧૧ વાગે જ ઓળખાણ થઇ હતી. રસ્તો મેં જોયેલો નહોતો એટલે હું તેની પાછળ-પાછળ સાયકલ ચલાવતો હતો. એક સ્થળે જઇ અમે અટક્યા અને અજવાળું થાય ત્યાં સુધી રાહ જોઇ, કારણ કે રસ્તા પર ક્યાંય સ્ટ્રીટ લાઇટ્સ ચાલતી નહોતી. ત્યાં થોડી વાતો કરી અને એક નવા સરસ વ્યક્તિનો પરિચય થયો. અમે ઘણી વાતો કરી – સાયકલિંગ, લાઇફ અને સ્વાભાવિક રીતે – હું ગુજરાતથી છું તો, ન.મો.ની વાત નીકળ્યા વગર રહે? :) ગોરાઇનો રસ્તો એકદમ મસ્ત છે. લાગે જ નહી કે આપણે મુંબઇમાં છીએ! ત્યાંથી પછી ફેરી શરુ થાય છે ત્યાં પહોંચ્યા. એક ફેરી અમે પહોંચ્યા ત્યારે નીકળી ગઇ હતી એટલે ફરી ગપ્પાં મારવાનો મોકો મળ્યો અને બીજી ફેરી આવી એટલે મારી સાયકલે પ્રથમ જળસવારી કરી! અભિનંદન, મારી વ્હાલી સાયકલ!!

સાયકલની સવારી!

ત્યાંથી મનોરી પહોંચ્યા અને પછી માર્વે રોડ થી લિંક રોડથી ઘરે આવ્યો. આ એક યાદગાર રાઇડ બની રહી. ૮ વાગે મારે આરે ફોરેસ્ટમાં આવતી કાલની હાફ-મેરેથોન માટે બિબ નંબર વગેરે લેવા માટે જવાનું હતું એટલે છેલ્લી દસ મિનિટ સરસ સ્પિડે સાયકલ ચલાવી. આરે ફોરેસ્ટમાં જવાનું હતું એ સૌ કોઇને પહેલી વાર જ મળ્યો અને આજના એક દિવસમાં (૪ કલાકમાં!) ચાર રસપ્રદ વ્યક્તિઓ જોડે મુલાકાત થઇ ગઇ. ટૂંકમાં — મજા આવી ગઇ!

અને, આવતી કાલનો રેસ રીપોર્ટ પણ રસપ્રદ બની રહેશે એવી શક્યતા! :)

હું ચંદ્રકાંત બક્ષી

with 5 comments

હું ચંદ્રકાંત બક્ષી

* મુંબઇ સમાચાર (થેન્ક્સ ટુ વિનયભાઇ) અને દેશ ગુજરાત દ્વારા જાણવા મળ્યું કે શિશિર રામાવત બક્ષીબાબુના જીવન પર આધારિત નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’ નો શૉ મુંબઇમાં રજૂ કરવાના છે. લો ત્યારે – શિશિરભાઇની કૉલમ અને કલમનો લાભ તો આપણે લીધેલો અને હવે બક્ષીબાબુનો વિષય હોય ત્યારે આપણે પાછા પડીએ? દુર્ભાગ્યે, ૧૫ અને ૧૬ તારીખે હું અત્યંત વ્યસ્ત હતો (જુઓ: આ પોસ્ટ્સ) એટલે પછી NCPAની ૨૨ તારીખની ટિકિટ્સ બુક કરાવવામાં આવી/ (એના કારણે પૃથ્વી થિએટર જોવાનું રહી ગયું. નેક્સ્ટ ટાઇમ!) NCPA બુકમાયશૉ.કોમ થી ટિકિટ્સ બૂક કરવા દે છે, જે એકદમ સરસ વેબસાઇટ છે. ક્લિઅરટ્રીપ અને ફ્લિપકાર્ટની જેમ આપણે હવે તેના નાનકડા સમર્પિત કસ્ટમર બની ગયા છીએ :)

તો, ગઇકાલે સાંજે અમે NCPA પહોંચી ગયા. એમ તો કવિનની પણ ટિકિટ લીધેલી પછી કવિને કહ્યું – મને પૂછ્યું હતું? એટલે મારા સસરાને એની જગ્યાએ આમંત્રિત કરવામાં આવ્યા. જે અમારા સર્વશ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક ગણી શકાય! ;) NCPA માં સારી એવી સંખ્યામાં પબ્લિક હતી. નાટક યોગ્ય સમય પર શરુ થયું. Experimental થિએટર પ્રમાણમાં નાનું હતું પણ એકદમ પરફેક્ટ જગ્યા લાગી.

નાટકની શરુઆત જ એકદમ પ્રભાવશાળી રહી. પ્રતિક ગાંધીનો અભિનય લાજવાબ હતો. શરુથી લઇને અંત સુધી એકપણ નબળો સંવાદ કે નબળો અભિનય લાગ્યો નહી (ડિસક્લેમર: નાટકનો મારો પ્રથમ અનુભવ!). બક્ષી ખરેખર સ્ટેજ પર ઉતરી આવ્યા હોય એવું લાગતું હતું. જેને બક્ષીનામા વાંચી હોય (કયા બક્ષી ચાહકે ન વાંચી હોય??) એને વધારે મજા આવે એવું મને લાગ્યું. બક્ષીબાબુએ મેરેથોન ૨ કલાક અને પ૫ મિનિટમાં પૂરી કરેલી એવું સાંભળ્યા પછી મારા પ કલાક અને ૫૫ મિનિટના સમય પર ઘરવાળાઓએ માછલાં ધોયા ;)

૧ કલાક અને ૪૫ મિનિટ – મજા આવી ગઇ!

હેટ્સ ઓફ ટુ – પ્રતિક ગાંધી, શિશિરભાઇ અને મનોજ શાહ. આ ત્રિપુટી જો મોટું બક્ષીમય નાટક બનાવે તો જલ્સા પડી જાય અને પહેલી ટિકિટ હું સપરિવાર લઇ લઉં!

અને છેલ્લે મેન્ડેટરી વસ્તુ – સ્ટેટસ હોટલમાં મસ્ત સાઉથ ઇન્ડિયન ફૂડ ઝાપટવામાં આવ્યું!

[ચિત્ર: નાટકના પેમ્ફલેટમાંથી રિમિક્સ]

હેલો!

with 6 comments

* નેહલભાઇએ થોડા સમય પહેલા આ વિડીઓ તેમનાં યુટ્યુબમાં અપલોડ કરેલો. તો સાંભળો તમે પણ! વર્ષો પહેલા અમે રણુજા ગયેલા, તે યાદ આવી ગયું.

https://www.youtube.com/watch?v=MNpjEmtx_do

મને નવાઇ લાગે છે કે ગાયકોની આટલી બધી ભાષા કેવી રીતે આવડતી હશે? અહીં આપણને ગુજરાતી-અંગ્રેજી બોલવા-લખવાના ફાંફા પડે છે, મુંબઇમાં રહેતા હોવા છતાંય મરાઠીના ચાર શબ્દો શીખી શકતા નથી તો લોકો (ie ગાયકો) પાંચ-છ ભાષાઓ કેવી રીતે શીખી (અને ગાઇ) શકતા હશે?

PS: અમારો પ્લાન બીજી કોઇ ભાષા શીખવાનો હતો, પણ લાગ્યું કે આપણે ગુજરાતી બરોબર શીખીએ એ જ ઘણું છે.

Written by કાર્તિક

મે 29, 2013 at 10:29

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,300 other followers