મારા લોકડાઉન અપડેટ્સ

આમ તો ઘરમાં રહેવું એ મારા માટે એટલે કે વર્ક ફ્રોમ હોમ વાળા લોકો માટે કંઇ નવું નથી. છતાં પણ, થોડું પણ બહાર ન જવાના ફાયદા ઘણાં થયા છે:

૧. ઓનલાઇન શોપિંગ બંધ થવાથી ઘણી બચત થઇ છે અથવા તો હાલ પૂરતું લાગે છે, જ્યાં સુધી એમેઝોન વગેરે બંધ છે. પછી તેના પર તૂટી ન પડાય તો સારું!

૨. સાયકલિંગ સારું થાય છે, પણ હવે ઝ્વિફ્ટનો ટેમ્પો ક્યાં સુધી દોડે છે, તે પણ જોવામાં આવશે. આવતા અઠવાડિયા પછી, કોઇ સારો પ્લાન શરૂ કરીશ. જેથી આ દરરોજની રેસમાંથી મુક્તિ મળે. હાલ તો કંટાળો અને તણાવ દૂર કરવા માટે સાયકલિંગ કરી-કરીને થાકી જવું એ જ ઉપાય છે!

૩. જમવાનું બનાવવાનું શીખવાનું શરૂ કર્યું છે, પણ બહુ અઘરી વસ્તુ છે. લાગે છે કે બે-ત્રણ વસ્તુઓ વારંવાર બનાવીશ તો આવડી તો જશે જ.

૪. પોતું કરવામાં મજા આવે છે. ફ્રોગ પોઝિશનમાં જરૂરી સ્ટ્રેચિંગ થઇ જાય છે 😉 અમારો ખાસ “પોતાં” ઓર્ડર એમેઝોનમાં અટકી ગયો છે, એટલે થોડી તકલીફ પડે છે, પણ ચાલી જશે. ત્યાં સુધીમાં હું નિષ્ણાત થઇ જઇશ.

૫. વાળ કપાવવાના રહી ગયા. જાતે કાપવાનો થોડો પ્રયત્ન કર્યો છે, પણ હજુ વધુ હિંમત થતી નથી અને સારી કાતર-કાંસકાઓ-ટ્રીમરની કમી વર્તાય છે. હવે, આવતા બજેટમાં આ વસ્તુઓને મૂકવામાં આવશે.

૫. ગઇકાલે અમારી ચા પરની ચર્ચા જે સામાન્ય રીતે બોરીવલી-કાંદિવલીમાં થતી હતી તે ઓનલાઇન થઇ અને દોઢ કલાક ક્યાં જતો રહ્યો તેની ખબર જ ન પડી!

૬. લોકો મૂર્ખ છે, પણ એ લોકોને છાવરતાં લોકો તો મહામૂર્ખ છે! લાગતા-વળગતાંઓએ પાઘડી પહેરવાંની છૂટ છે.

સ્વચ્છતા

બે-ત્રણ દિવસ પહેલાં ક્યાંક થી ઘરે આવતો હતો ત્યારે મારી આગળ એક આંટી જતા હતા. તેમનાં હાથમાં કચરો ભરેલી એક થેલી હતી. અચાનક જ તેમણે તે થેલી રસ્તાની વચ્ચોવચ (હા, લગભગ ભર માર્કેટમાં) નાખી અને ચાલતા થયા. હું થોડું દોડીને આગળ ગયો ત્યાં સુધી તો તે થેલી પરથી વાહનો પસાર થવાના શરૂ થઇ ગયા હતા એટલે વધુ આગળ જઇને તે આંટીને “રસ્તા પર કચરો નાખવા માટે તમને અભિનંદન” કહ્યું અને ઉદાસ મને ઘરે પાછો આવ્યો.

મેરા ભારત મહાન. મેરા ભારત સ્વચ્છ.

 

૬૪ કેબીપીએસ

You will now get speed upto 64kbps post free usage available in your bill plan.

આ પ્રકારનો SMS મને આજે મળ્યો. હું બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સાથે ટાટા ફોટોન વાપરું છું (બેકઅપ અથવા ક્યારેક મુસાફરી દરમિયાન). હવે ૧૫ જીબી તો વપરાતા નથી, પણ ક્યારેક વપરાઇ જાય તો આ ડોંગલનું શું કરવાનું? એના કરતાં તો ૩જી લઇને મોબાઇલમાંથી ઇન્ટરનેટ વાપરવાનું. આ મૂર્ખાઇ ભરેલા ફોટોનને હવે પાછું આપવું જ પડશે.

પેલાં અનફેમસ ક્વોટ “640 KB is enough for everyone” ™ ની જેમ “૬૪ કેબીપીએસ ઇન્ટરનેટ માટે પૂરતી ઝડપ છે”.

આભાર, ટાટા ફોટોન!!

™ = http://archive.wired.com/politics/law/news/1997/01/1484

ધારો કે…

૧. તમે તમારા મિત્રને કોઇ અંગત વાત પૂછી કે કરી હોય અને એ મિત્ર તેને જાહેરમાં મૂકે તો (સીધી અથવા આડકતરી રીતે!)

૨. તમે જેને સમજણો સમજતા હોવ તે, સ્ટાન્ડર્ડ નાદાન નીકળે તો?

તો આપણે શું? ભોગવે એ 😉

૧લી એપ્રિલ, વરસાદ અને મૂર્ખતા

* આ પોસ્ટને ‘અપડેટ્સ – xx’ જેવો ક્રમાંક આપી શકાત, પણ, થયું કે અપડેટ્સ પોસ્ટ તો રવિવારે જ લખાય એટલે સોમવારની આ પોસ્ટને અલગ શીર્ષક આપવામાં આવ્યું.

* સવાર-સવારમાં જ ‘વોટ્સ એપ’ પરથી જ એપ્રિલ ફૂલ બનવાનું શરુ થઇ ગયું હતું. (એક તો ૧લી તારીખ, સોમવાર અને એપ્રિલ ફૂલ! એટલે મગજ ઠેકાણે ના રહે એ સ્વાભાવિક છે!) બપોર પછી બીજી બે જાળમાં ઝડપાયો અને છેવટે ‘he he, ha ha’ એવા સંદેશાઓ મોકલી મનને વાળી દીધું 😉 વર્ષો પહેલાં લોકો ખરેખર એપ્રિલ ફૂલ બનાવતા. ખાસ કરીને છાપાંઓમાં આ બાબતે જબરી સ્પર્ધા ચાલતી. પછી, ટીવી આવ્યું, પછી SMS, બ્લોગ, ફેસબુક, વોટ્સ એપ અને આવતી સાલ ખબર નહી શું આવશે? પણ, એક વાત એમની એમ રહી. બિચારી પ્રજા દર વર્ષે મૂર્ખ બને છે અને બનતી રહેશે.

* આજે અહીં બપોર પછી વરસાદના સારા એવા ઝાપટાંઓ પડી રહ્યા છે. એપ્રિલમાં વરસાદ? મારા માટે તદ્ન નવાઇની વાત છે. છત્રી તૈયાર કરવી પડશે.

* અને વાસ્તવમાં, આજે હું તદ્ન મૂર્ખ બન્યો. એ વિશે વિગતે લખતો નથી, પણ લોકોની મૂર્ખાઇનો ભોગ બનતા-બનતા રહી ગયો. અરર, મોટા (ઉંમરમાં) લોકોમાં પણ તેમનાં સંતાનો જેટલી પણ સમજ કેમ હોતી નથી?

મૂર્ખતા

* અમુક લિંકની જગ્યાએ આખી-ને-આખી વેબસાઈટ્સ ie પેસ્ટબિન.કોમ, વિમિઓ.કોમ – બંધ કરવામાં આવે એને મૂર્ખતા સિવાય બીજા કયા શબ્દોમાં વર્ણવી શકાય? ખરેખર, ધન્ય છે એ લોકો જેણે આ કેસ કર્યો અને ધન્ય છે તેમની જનેતાની આંખને.

નોંધ: અત્યારે ઘણીબધી સરકારી વેબસાઈટ અન્ડર એટેક છે. વધુ માહિતી માટે: @opindia_revenge ને ફોલો કરો.

એક મૂર્ખ જેવો આઈડ્યા

* વળી પાછો આઈડ્યા વાળાને આઈડ્યા આવ્યો કે ચાલો ફરી બધાંના મોબાઈલ કનેક્શનના ડોક્યુમેન્ટ મંગાવીએ. એક જ નામ પર લીધેલા બે કનેક્શનમાં એક નંબર માટે ડોક્યુમેન્ટ માંગે અને બીજા નંબર પર ન માંગે. વોટ એન આઈડ્યા, સરજી. કંટાળીને રેકોર્ડિંગમાં બોલતા એક નંબર પર ફોન કરીને ડોક્યુમેન્ટ સ્ટેટ્સ જાણ્યું તો બધાં ડોક્યુમેન્ટ બરોબર હતા. વોટ એન આઈડ્યા, સરજી.

PS: આ જ વિષય પરની ઓલ્ડ પોસ્ટ. ગઈ વખતે stupid લખેલું આ વખતે, idiot, એટલો જ ફરક છે 😀

મૂર્ખ લોકો..

* ગઈ કાલે સાંજે દર વખતની જેમ (દરરોજ એમ જાણી જોઈને લખતો નથી!!) વસ્ત્રાપુર લેકની આસપાસ દોડતો હતો (હજી બે-ત્રણ કે વધુમાં વધુ સાડા ત્રણ ચક્કર જ દોડી શકુ છું) ત્યારે બે જણાંને પાછળથી કોમેન્ટ કરતા સાંભળ્યા: જોને આ વળી કસરત કરે છે. હા, હા, હા. અને એ વખતે બે દિવસનો ગેપ પાડ્યા પછી મારા ઢીંચણમાં સખત દુખાવો થતો હતો અને હું દોડવાનું પડતું મૂકવાનો વિચારતો હતો પણ આ મૂર્ખ જેવી કોમેન્ટ્સ સાંભળી નક્કી કર્યું કે દરરોજનો ક્વોટા પૂરો કરવો. અને સરસ રીતે દોડ્યો પણ ખરો.

કોકી ગઈકાલે પેલા પેરન્ટિંગ સેમિનારમાં ગઈ હતી. વક્તા પોતાનું ભાષણ આપતા હતા ત્યારે લગભગ દરેક વાક્ય પર પાછળ બેઠેલા એક બહેન ‘કચચચ કચચચ કચચચ…’ બોલતા હતા. કોકીને પાછળ ફરીને તેમની સામે દેખ્યું તો થોડી વાર ચૂપ રહ્યાં પણ ફરી પાછા ચાલુ થઈ ગયા.

સાર: મૂર્ખ લોકો શોધવા જવા પડતા નથી, ગમે ત્યાં મળી જાય છે.

બટર અને કેટલ

* આજે ફ્રેંચ મિત્ર બર્નાડને મળવા જતો હતો (એ વાત પછી ક્યારેક) ત્યારે સરદાર પટેલ સેવા સમાજની સામે અમુલનું જોરદાર પોસ્ટર હતું. ગમે તો હોય, આજ-કાલ બેજવાબદારી ભર્યા વિધાનો કરવાની અને પછી ભોગવવાની ફેશન થઈ પડી છે. અમુલના બટરનો ભાવ વધી ગયો છે અને સપ્લાય ઓછો થઈ ગયો છે તે વાત અલગ છે.

બટર અને કેટલ ક્લાસ

ચિત્ર મોટું જોવા માટે તેનાં પર ક્લિક કરો.