ધ મેન વ્હુ સોલ્ડ હિઝ સફારી

* ના! આ પોસ્ટ ધ મેન વ્હુ સોલ્ડ હિઝ ફરારી વિશેની નથી. કારણ કે,

૧. રોબિન શર્મા આપણને ન ગમે,
૨. મારી પાસે ફરારી નથી.

તો શું છે, મારી પાસે? સફારી! હા. સફારીના જૂના અંકો (છેલ્લા ચાર-પાંચ વર્ષોના) એટલા વધી પડ્યા છે કે હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે બધાં સફારીઓ પસ્તીમાં આપી દેવામાં આવે. એવું ન સમજતા કે સફારી હવે કંઇ કામના નથી, પણ હવે અમારા ઘરમાં જગ્યા નથી અને હવે જ્ઞાન-વિજ્ઞાનના બીજાં અઢળક સ્ત્રોત સંદર્ભ અને અન્ય માધ્યમો સાથે છે, એટલે હવે સફારી વાંચીને થોડો સમય રાખીને પસ્તીમાં દુ:ખ સાથે જવા દેવામાં આવશે.

વી વિલ મિસ યુ, સફારી (ના જૂના અંકો)!!

બોનસ: ધ મેન વ્હુ સોલ્ડ ધ વર્લ્ડ

રીવ્યુ: સફારી ઓનલાઇન

* પેલી અપડેટ્સ-૭૫ પોસ્ટમાં લખેલું તેમ મેં સફારીનું ઓનલાઇન લવાજમ ભર્યું છે (એક વર્ષ માટે). તો હવે થોડાક દિવસો પછી તેનો રીવ્યુ લખવો એ વ્યાજબી ગણી શકાય. હાજર છે નાનકડો રીવ્યુ, મુદ્દા સ્વરુપે.

૧. લવાજમ ભરવાની વિધિ: હવે એકદમ સરળ છે. તમે નેટ બેન્કિંગથી લવાજમ ભારતીય રુપીયામાં ભરી શકો છો. આપણને બીજું શું જોઇએ?

૨. લવાજમ પછી: સફારી તરફથી કોઇ ઇમેલ ન આવ્યો, જે થોડું વિચિત્ર લાગે. તેમ છતાંય CCAvenue તમને ઇમેલ મોકલે છે, જેથી હાશ થઇ. સાઇટમાં લોગીન કર્યા પછી તમને તમારા ખાતાંમાં જઇને તમે સબસ્ક્રાઇબ થયા છો એની પણ ખાતરી કરી શકાય.

૩. અંકનું વાંચન: ફ્લેશ, છે ફ્લેશ. એટલે જો તમારું બ્રાઉઝર વિચિત્ર હોય કે તમે વિચિત્ર ઓપરેટિંગ સિસ્ટમ પર હોવ (iOS, એન્ડ્રોઇડની પાછળની આવૃત્તિઓ) તો ભાઇ, ભાઇ! બાય, બાય.

૪. વાંચનમાં સરળતા: પાંચમાંથી એકાદ-બે સ્ટાર આપી શકાય. પેજ લોડિંગ ધીમું છે અને બોરિંગ છે. અને, આખો અંક એક પોપ-અપ સ્વરુપે ખૂલે છે. હું બાય ડિફોલ્ટ પોપ-અપ બ્લોક રાખું છું એટલે ૧૦ મિનિટ સુધી મને ખબર જ ન પડી કે કેમ આ અંક ખૂલતો નથી!

૫. PDF?: ના, બાબા ના. હજી સુધી દેખાઇ નથી.

૬. વસૂલ?: ૧. એક રીતે જરાય વસૂલ ન કહેવાય કારણ કે તમે ડબલ પૈસા ભર્યા પછી અડધી પણ સુવિધાઓ મેળવતા નથી. ૨. સફારી વાંચી-વાંચીને જે જ્ઞાન મેળવ્યું છે, એ જોતાં ૧૧૦૦ રુપિયા વસૂલ છે!

સાયબરસફર: હવે મેગેઝિન સ્વરુપે!

* હિમાંશુભાઈના જાણીતા અને માનીતા આર્ટિકલ્સ સાયબર સફર કોલમમાં તમે દિવ્ય ભાસ્કરમાં વાંચતા જ હશો. હવે, સાયબર સફર મેગેઝિન રુપે તમે મેળવી શકશો. વધુ માહિતી માટે જુઓ: http://cybersafar.com/index.php?option=com_content&view=category&id=127:2011-12-12-16-51-20&Itemid=436&layout=default

ટૂંકમાં – go for it!

ચાંદામામા

* ગઇકાલે ક્રોસવર્ડમાંથી અચાનક ‘ચાંદામામા‘ હાથમાં આવી ગયું – અને ઘરે જઇને એક જ કલાકમાં બધી વાર્તાઓ વાંચી કાઢી!

.. અને, સ્વાભાવિક રીતે જૂનાં દિવસો યાદ આવી ગયા!

જૂનાં સમાચાર: સફારીની નવી વેબસાઇટ

* સફારીની નવી વેબસાઇટ વિશે ઉર્વિશભાઇએ ક્યારનુંય લખી દીધું છે, તો હવે હું શું નવું લખી રહ્યો છું? પણ, એમ કંઇ આદત જાય? મને આમ પણ ભૂલો શોધવાની અને સારી વસ્તુઓનાં વખાણ કરવાની આદત પડી ગઇ છે!

૧. સફારીનું હોમપેજ સરસ છે. વાંચકને કયા વિભાગ (ગુજરાતી કે અંગ્રેજી)માં જવું છે તેનો તરત ખ્યાલ આપે છે. સફારીની માહિતી પણ સરસ રીતે લખેલ છે.

૨. ગુજરાતી વિભાગમાં નીચેની વસ્તુઓ મને બહુ ગમી.

અ. સજેસ્ટ લોગો અને આ સમગ્ર વિચાર:

વહેંચો

બ. ફ્રી પ્રિવ્યુ:

ફ્રી પ્રિવ્યુ

ક. ન્યૂઝલેટર વિકલ્પ અને તેનું લખાણ.

ડ. અબાઉટ અસ

૩. આ વસ્તુઓ ના ગમી.

અ. સાઇટમાં ગુજરાતી ટ્રાન્સલિટરેશનનો ઉપયોગ. સજેસ્ટ ધિસ. કોન્ટેક્ટ અસ. વટફ!

બ. ફ્રી પ્રિવ્યુ હોમપેજ પર જ લાવે છે! ફ્લેશ!!

ક. લવાજમ માત્ર $ માં જ ભરી શકાય છે!! ડિટ્ટો ઓનલાઇન શોપિંગ માટે.

ડ. ASP.Net નો ઉપયોગ 😦

પરબ

* ગઇકાલે પરબ મેગેઝિનનું વાર્ષિક લવાજમ ભરીને ગુજરાતી સાહિત્ય પરિષદનો સભ્ય બન્યો!

પરબ જાન્યુઆરી

આમ તો, તમે પરબને PDF ફોરમેટમાં ડાઉનલોડ કરી શકો છો, પણ તે PDF ઘણી વખત ભયંકર હોય છે. દા.ત. જાન્યુઆરીમાં શ્રી નારણભાઇ દેસાઇનો લેખ એકદમ અસ્તવ્યસ્ત જોવા મળે છે! કદાચ PDFને એડિટીંગ વગર જ ચડાવી દેવામાં આવતી હશે.

સફારી અને અમે..

* ગુજરાતીમાં આવતા એકમાત્ર જ્ઞાન-વિજ્ઞાનનાં મહાસાગર એવા સફારી મેગેઝિન વિશે તમે સાંભળ્યું તો હશે જ. આ એવું સામયિક છે કે જેણે મારા જીવન પર બહુ મોટો પ્રભાવ પાડ્યો છે. જેમ વેમ્પાયરને લોહીની તલસ હોય, એમી મારી નવુ જાણવાની, કંઇક નવું કરવાની ઇચ્છા-મહેચ્છાને ઉછેરવા માટે સફારી જ જવાબદાર છે.

જો તમે ન વાંચતા હોવ તો, આજે જ વાંચો. શરત મારીને કહું છું, તમે પણ તેના બંધાણી બની જશો. મારા-અને-મારા ભાઇ વચ્ચે કોણ પહેલું વાંચે તેના માટે ખેંચાખેંચ થતી.. હજી પણ થાય છે.. ખરાબ વાત છે કે સફારીની સાઇટ ૧૯૯૮ ના જમાનાની જ છે.

* કે. પણ કોઇ-કોઇ વાર સફારી વાંચે છે. એટલે કે હું વંચાવું છું..

* સુધારો: સફારીની વેબસાઇટ થોડી અપડેટ થઇ છે..