અપડેટ્સ – ૧૪૮

* ગુગર રીડરની કમી હજુ પણ વર્તાય છે…

વણવાંચ્યા લેખો...

* હમણાં ખબર પડી કે, મારી ફેવરિટ સંખ્યા, 0x1f1f એ યુનિકોડ નંબર પણ છે, એટલે કે “἟” છે 🙂

* ૩૦૦ કિમીની તૈયારી રૂપે ગઇકાલે ૮૦ કિમીની નાનકડી સાયકલ સફર કરવામાં આવી. ખરેખર, મુંબઇના રસ્તા હવે સાયકલ માટે તદ્દન નક્કામાં બની ગયા છે. અરે, NCPA આગળ પર ખાડાં? કહેવું પડે, થીગડાં મારતી મુંબઇ મ્યુન્સિટાપલીને (શબ્દ ચોરી, અધિરભાઇ. આભાર સાથે).

* છેલ્લે કદાચ લખ્યું હતું કે ઓક્ટોબર-નવેમ્બરમાં રનિંગમાં આરામ કરવો છે, પણ પેલી વસઇ-વિરાર (હાફ) મેરેથોન માટે નોંધણી કરવામાં આવી છે (૨જી નવેમ્બર). આ મેરેથોન એકદમ અલગ છે. રસ્તાની બંન્ને બાજુએ (વસઇ-વિરાર) મ્યુન્સિપાલિટી શાળાઓના છોકરા-છોકરીઓ લેજીમ, ડ્રમ વગાડતા હોય, વસઇની પબ્લિક સ્ટીલના ગ્લાસમાં પાણી ઓફર કરતી હોય અને કદાચ આખા ભારતમાં થતી રેસમાં ચીઅર-અપ કરવા આવતા લોકો કરતાં પણ વધુ લોકો રસ્તા પર જોવા મળે ત્યારે મન ધન્ય ન થાય? એ માટે જ અહીં દોડવા જેવું ખરું. એકંદરે સસ્તી ફી અને સ્ટાર્ટ પોઇન્ટ નજીક. તેમાં ખાટલે મોટી ખોડ હતી કે શરૂઆત મોડી થતી હતી, પણ સંચાલકોએ આ વાત પર ધ્યાન આપીને અડધો કલાક વહેલી રેસ શરુ કરવાનું વચન આપ્યું છે, એટલે હવે મજા આવશે. (ઓહ, ફરી પાછું તેના પહેલાં કદાચ ટ્રાવેલિંગ છે. જોઇએ, શું થાય છે!!)

ગુજરાતીલેક્સિકોન તરફથી ફોન્ટ રસિકો માટે એક નવું નજરાણું

તમે ગુજરાતી ‘કલાપી’ ફોન્ટનું નામ તો સાંભળ્યું જ હશે. ૨૦૦૫માં શરુ થયેલી ‘સન્ડે ઈ–મહેફીલ’ની શરુઆત કલાપી ફોન્ટથી કરવામાં આવેલી. ચિત્તાકર્ષક અદ્ભુત વળાંકો ધરાવતો નયનરમ્ય નોન-યુનિકોડ ગુજરાતી ફોન્ટ એટલે ‘કલાપી’.

‘ગુજરાતીલેક્સિકોન’ના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાએ વર્ષો પહેલાં, જ્યારે ‘ગુજરાતી યુનિકોડ ફોન્ટ’ એવા શબ્દોયે કોઈએ સાંભળ્યા નહોતા ત્યારે, એક સ્વપ્ન જોયેલું કે એક સર્વ સુવિધાયુક્ત સર્વોત્તમ ગુજરાતી ફોન્ટ બનાવવો જે ગુજરાતી લિપિની બધી જ ખૂબીઓ અને વિવિધતાઓ ધરાવતો હોય (દા.ત. બધા જ અક્ષરો, જોડાક્ષરો, વિરામચિહ્નો, વિશિષ્ટ ચિહ્નો વગેરે). એમના સ્વપ્નના આ નોનયુનિકોડ કલાપી ફોન્ટ પર અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાની સજ્જતાથી કામગીરી કરી અને જ્યારે ‘કલાપી’ ફોન્ટ આખરી રૂપ પામ્યો ત્યારે તે ગુજરાતી ભાષાનો એક સર્વોત્તમ ફોન્ટ હતો. લેક્સિકોનની શરૂઆતની તે વેળાની સઘળી એન્ટ્રી આ નોનયુનિકોડ ‘કલાપી’ ફોન્ટમાં કરવામાં આવેલી.

જ્યારે ગુજરાતી યુનિકોડ ‘શ્રુતિ’ ફોન્ટ મળ્યો ત્યારે ‘કલાપી’માં લખાયેલી તે સઘળી બહુમુલ્ય એન્ટ્રી અમે સફળતાથી તેમાં પરિવર્તિત કરી શક્યા. એ કામ જે સરળતાથી થઈ શક્યું તે જોઈ, ત્યારે જ તેમને મનમાં થયું કે આ કલાપીને પણ યુનિકોડનું રૂપ અપાય તો કેવું સારું ! વળી, ‘કલાપી’માં લખતા શીખેલા અનેક વપરાશકારોની પણ સતત એ જ માગણી રહી.

ઘણી વિચારણા અને ચર્ચાને અંતે ‘ગુજરાતીલેક્સિકોન ટીમે’ પણ નક્કી કર્યું કે આ કામ ઘણું જ અગત્યનું છે. આ નવા ફોન્ટનિર્માણના કાર્યમાં, ફોન્ટની કામગીરીમાં રસ લેનાર બીજા અનેક ફોન્ટનિષ્ણાતો પણ પોતાનો સહયોગ આપી શકે, વપરાશકર્તાઓ મારફત તેની વારંવાર ચકાસણી થતી રહે અને તેમનાં વ્યવહારુ સૂચનો પણ મળતાં રહે, તો જ આ કાર્ય વધુ ઝડપથી અને વધુ ચોકસાઈથી સર્વોત્તમ કક્ષાનું થઈ શકે.

આ ફોન્ટનો મુખ્ય ધ્યેય એક જ છે : સઘળી ખુબીયુક્ત અને ક્ષતિમુક્ત એક સારો ગુજરાતી ફોન્ટ ગુજરાતીઓને સાંપડે અને ભાષાવિકાસ અને સંવર્ધનમાં એનોય ફાળો હોય. આ ધ્યેય હાંસલ કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે આ કાર્યને ‘ઓપનસોર્સ’ હેઠળ મૂકવામાં આવે (‘ઝાઝા હાથ રળિયામણા’) અને એટલે જ, આ ફોન્ટ આજથી ઓપનસોર્સ બને છે. ‘ઓપન ફોન્ટ લાયસન્સ’ નામના લાયસન્સ હેઠળ કોઈ પણ તેનો ઉપયોગ કરી શકશે.

કલાપી ફોન્ટનું મુખ્ય પ્રોજેક્ટ પાનું ‘ગીટહબ.કોમ’ પર અહીં જોવા મળશે:
https://github.com/gujaratilexicon/font-kalapi

તેમાં રહેલી મુશ્કેલીઓ Issues પર મૂકવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ નવા Issue તેમાં ઉમેરી શકશે. અત્યારે તેમાં ફોન્ટની ttf ફાઇલ આપવામાં આવી નથી; પણ ટેસ્ટ કરવા માટે તે ટૂંક સમયમાં મૂકવામાં આવશે.

Git જેવી નવી ટૅકનોલૉજી મારફત ગુજરાતી લિપી–ભાષાના વિકાસમાં પોતાની જાણકારીનો લાભ આપવો હોય તો આ નવો અવતાર પામનારા ‘કલાપી–યુનિકોડ’ ગુજરાતી ફોન્ટ પર કામ કરવા આપ સૌને અમારું ‘ગુજરાતીલેક્સિકોન ટીમ’ વતી ભાવભીનું નિમંત્રણ છે.

બ્લોગ પોસ્ટનો સોર્સ: ગુજરાતીલેક્સિકોન.કોમ બ્લોગ

અપડેટ: તમે મેક, લિનક્સ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે ફોન્ટ ફાઇલ અહીંથી ડાઉનલોડ કરી શકશો: કલાપી ફોન્ટ ૦.૧ ડાઉનલોડ

પંચવાર્ષિક (પોસ્ટ) અહેવાલ

* આ પોસ્ટ એ આ વર્ષની છેલ્લી પોસ્ટ છે. તો થઈ જાય વર્ષ વાર પોસ્ટનું સરવૈયું.

વર્ષ – પોસ્ટની સંખ્યા
૨૦૦૬ – ૬૯
૨૦૦૭ – ૧૦૪
૨૦૦૮ – ૨૩૯ (બે ગણો ઉછાળો!)
૨૦૦૯ – ૨૧૨
૨૦૧૦ – ૨૩૨ (આ પોસ્ટની સાથે)

* નોંધપાત્ર ઘટનાઓ:

+ અત્યાર સુધી માત્ર બે જ વખત મહિનાઓના દિવસો કરતાં પોસ્ટની સંખ્યા વધુ થઈ – એપ્રિલ ૨૦૦૯ અને ફેબ્રુઆરી ૨૦૧૦.
+ સૌથી ઓછી પોસ્ટ – નવેમ્બર ૨૦૦૬ અને સપ્ટેમ્બર ૨૦૦૭.
+ ખબર નહી પણ ૨૨ જાન્યુઆરી, ૨૦૦૯ ના દિવસે સૌથી વધુ વાચકો મળ્યા!!
+ સૌથી વધુ વાચકો – ઓક્ટોબર ૨૦૧૦માં, સ્વાભાવિક રીતે ૨૦૧૦માં ગુજરાતી બ્લોગવાચકોનો રાફડો.. અને વાંદરાઓ દ્રારા બ્લોગાલેખન પણ.. 🙂
+ વાચકોની સંખ્યાના ઉતરતા ક્રમ પ્રમાણે: ઓક્ટોબર ૨૦૧૦, માર્ચ ૨૦૧૦, ડિસેમ્બર ૨૦૧૦, ફેબ્રુઆરી ૨૦૧૦, જુલાઈ ૨૦૧૦.
+ સૌથી ઓછા વાચકો – ફેબ્રુઆરી ૨૦૦૬માં – શૂન્ય. કારણ કે એ વખતે બ્લોગ હતો જ નહી. માત્ર હેલ્લો વર્લ્ડ હતુ. કદાચ એક અંગ્રેજી પોસ્ટ લખી હતી જે પછી કાઢી નાખી હતી.
+ સ્પામની વાત કરીએ તો વર્ડપ્રેસની એન્ટિસ્પામ સેવા (અકિસ્મેત) દિવસે દિવસે સરસ થાય છે. લગભગ ૯૯ ટકા ચોકસાઈ. જોકે સપ્ટેમ્બર, ઓક્ટોબર ૨૦૦૮ દરમિયાન સ્પામ આક્રમણ થયેલું અને કુલ સ્પામના ૩૦ ટકા એ બે મહિનાઓમાં હતા. અત્યારે શાંતિ છે 🙂

૨૦૦૬માં જ્યારે (ગુજરાતી) બ્લોગિંગ ચાલુ કરેલ ત્યારે મહિને ત્રણ-ચાર વખત પોસ્ટિંગ થતું હતું. કદાચ કૉમ્પ્યુટર ૨૪ કલાક જોડે ન હોવાથી એવું બનતું. ૨૦૦૮ પછી હવે ગુજરાતી બ્લોગ-જગત ઘણું વ્યાપ બન્યું છે. સરળ રીતે ગુજરાતીમાં લખી શકવાનું, સસ્તાં ઈન્ટરનેટ અને કૉમ્પ્યુટરની લોકો સુધી પહોંચના કારણે જ આ શક્ય બન્યું છે. આમાં તો આપણે – થેન્ક્સ ટુ ટેક્નોલૉજી, યુનિકોડ અને વર્ડપ્રેસ – જ કહેવું પડે.

તો, નવાં વર્ષમાં મળીશું..

ગુજરાતીલેક્સિકોન ક્રોસવર્ડ

* ગુજરાતીલેક્સિકોનનું ક્રોસવર્ડ તમે જોયું? એકદમ સરસ છે. મને યાદ છે કે થોડા વર્ષો પહેલાં ગુજરાતનાં ગુજરાતી છાપાંઓમાં ક્રોસવર્ડ બહુ લોકપ્રિય નહોતું (હજી પણ નથી). ત્યારે ૭ કે ૮માં ધોરણમાં હું મુંબઈ ગયેલો ત્યાં મુંબઈ સમાચારમાં પહેલી વખત આ વસ્તુ જોઈ. એ વખતે ભયંકર વરસાદ હતો ને સંબંધીનાં ઘરે બેઠાં-બેઠાં આ નવી રમત રમવામાં જ વેકેશન પસાર કરેલું.

હવે, આ ક્રોસવર્ડની વાત છે.

નેક્સટ?

* યુનિકોડ+ફોટોશોપનો પ્રતાપ?

નેક્સટ

ગુજરાતીલેક્સિકોન ઓનલાઇન સ્પેલચેકર!

* શું તમે ગુજરાતીલેક્સિકોનનું ઓનલાઇન સ્પેલચેકર જોયું? ના, જોયું હોય તો ગુજરાતીલેક્સિકોનનું નવું નજરાણું તમે જોઇ શકો છો, વાપરી શકો છો, ચકાસી શકો છો અને તમારા લખાણને આરામથી સ્પેલચેક કરી શકો છો – અને હા, કંઇ આડા-અવળું દેખાય તો ફીડબેક પણ મોકલી શકો છો!

ગુજરાતીલેક્સિકોન ઓનલાઇન સ્પેલચેકર!

આ માટે પલક, પદ્મા, સુમૈયા અને પ્લગઇન માટે વિશાલભાઇ મોણપરાનો ખૂબ-ખૂબ આભાર!

થોડાં સમાચારો

* ગઇકાલે  હિમાંશુ કીકાણી ને ઓફિસમાં મળવાનું થયું. મજા આવી ગઇ. હિમાંશુભાઇએ કહ્યું કે તું ખરેખર બ્લોગનો સાચો ઉપયોગ કરે છે, ત્યારે તો મારા પીંછા થોડા ફૂલી પણ ગયા!

એ સિવાય ઘણી વાતો થઇ અને તેમણે ધ સેજ નામની સરસ ડિક્શનરી બતાવી. વિનયભાઇએ ડિક્શનરીમાં ‘વાઇલ્ડ કાર્ડ’ (?,*) નો ઉપયોગ કરવાની વાત કરી હતી, તેનો અહીં સરસ ઉપયોગ કરવામાં આવ્યો છે — અને હા, આજ સાંજ સુધી રાહ જોઇ શકો છો? ગુજરાતીલેક્સિકોનની ડિક્શનરી (ડેસ્કટોપ આવૃત્તિ) માં પણ તે થઇ શકશે – અત્યારે તે સઘન ચકાસણી હેઠળ હોવાથી બીટા તરીકે છે. સ્ક્રિનશોટ્સ તમને ગુજરાતીલેક્સિકોન બ્લોગ પર તમને જોવા મળશે!

* હિમાંશુભાઇએ કહ્યું કે ક્વાર્કએક્સપ્રેસ ૮ નામનાં DTP કાર્યક્રમમાં યુનિકોડ સપોર્ટ છે. શું કોઇની પાસે તે છે? અને હોય તો આ ચકાસી શકે છે? કારણ કે, જ્યારે અમે ડિઝાઇનનું કામ કરીએ અને યુનિકોડમાં બનેલી પ્રોડ્કટ માટે નોન-યુનિકોડ ફોન્ટ કવર પર વાપરવા પડે તે બહુ વિચિત્ર અને શરમજનક લાગે છે.

* મારી મેકની હાર્ડડિસ્કમાં માત્ર ૩૦૦ એમબી જગ્યા બચી હતી એટલે હવે શું કાઢવું તે મૂંઝવણમાં મેં કેટલાય પાયરેટેડ મુવીઝ કાઢી નાખ્યા! બાકીનો ડેટા કામનો હોવાથી DVD બર્ન કરવાનું ચાલે છે. કોઇએ Dual Layer DVD વાપરી છે? કારણકે મારા ફોટાઓ ૮ જીબી થી વધુ અને ગીત-સંગીત તો ૧૧ જીબી થઇ ગયા છે!

ગુજરાતીલેક્સિકોન.કોમની નવી સાઇટ!

* બે મહિનાની મહેનત પછી આખરે ગુજરાતીલેક્સિકોન.કોમ ટીમ દ્વારા (થેન્ક્સ ટુ પ્રોગ્રામિંગ – PHP ટીમ, ડિઝાઇન ટીમ) નવી ચકાચક ગુજરાતીલેક્સિકોન.કોમની સાઇટ રજૂ કરવામાં આવી છે.

જુઓ એ જ URL ગુજરાતીલેક્સિકોન.કોમ પર.

સાઇટમાં ઉમેરવામાં આવેલી નવી વસ્તુઓની યાદી What’s New પાનાં પર મળી શકશે.

હા, તમને જો કોઇ મુશ્કેલી નડે તો તમે, info@gujaratilexicon.com પર ઇમેલ કરી શકશો તેમજ ત્યાં સુધી જૂની સાઇટ પણ જોઇ શકશો.

હવે, ગુજરાતીલેક્સિકોન.કોન સાઇટનો પોતાનો બ્લોગ પણ છે.

અને હા, આજે ગુજરાતીલેક્સિકોન.કોમના રચયતા રતિકાકાનો જન્મદિવસ પણ છે. ગુજરાતીલેક્સિકોન.કોમ ટીમ તરફથી તેમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ!

યુનિકોડ એનકોડિંગનો ફેલાવો

* આ ચિત્ર બધું કહી દે છે. વિગતવાર લેખ અહીં વાંચો.

યુનિકોડનો વિસ્તાર સમય સાથે...

૨૦૦૮

* ઇસ. ૨૦૦૮ પર, સૌ કોઇને નવા વર્ષનાં અભિનંદન!

* નવું વર્ષ બધાને નવી તક આપે અને આ તકને તમે ઝડપી લો એવી શુભેચ્છાઓ. નવાં વર્ષમાં ત્રણ વસ્તુઓની અપેક્ષાઓ રાખું છું.

– ગુજરાતી બ્લોગરો બીજા પર કાદવ ઉછાળવાનું છોડી, પોતાનાં બ્લોગ પર ધ્યાન આપે (મારો પણ સમાવેશ થાય છે).

– વધુને વધુ બ્લોગ સારી માહિતીની સુગંધ ફેલાવે.

ગુજરાતી યુનિકોડને લોકો જાણતા થાય.

આ સિવાય તો મહત્વની વાત હવે થોડા સમય પર જાણવા મળશે. થોડી રાહ જુઓ..

દિવ્યભાસ્કર હવે યુનિકોડમાં..

* ઘણાં દિવસ પછી બ્લોગ પર લખવાનું થાય છે, અચાનક જ ખબર પડી કે સંદેશ પછી હવે દિવ્યભાસ્કર પણ યુનિકોડમાં તમને જોવા મળશે. આ સારા પગલાં માટે દિવ્યભાસ્કર વેબ ટીમને ખૂબ-ખૂબ અભિનંદન..

નવાં આકાર અને રેખા યુનિકોડ ફોન્ટસ

* લોકો બૂમો પાડે છે કે યુનિકોડ ગુજરાતી ફોન્ટ નથી મળતાં.. વગેરે.

પણ, હવે એમને થોડા શાંત કરવા માટે નવાં આકાર અને રેખા ગુજરાતી યુનિકોડ ફોન્ટસ (આવૃતિ ૦.૨) તમે હવે ઉત્કર્ષનાં ડાઉનલોડ પાનાં પરથી મેળવી શકશો. આ ફોન્ટ વાપરવામાં તમને કંઇ પ્રોબ્લેમ, પરેશાની કે મુશ્કેલીઓ પડે તો, તમારાં સૂચનો અહીં અથવા ગુજરાતીલેક્સિકોન – ઉત્કર્ષનાં બ્લોગ પર કોમેન્ટ તરીકે કરો અથવા ઉત્કર્ષની સાઇટ ઉપરથી સંપર્ક કરો.

* રેખા ફોન્ટનું ઉદાહરણ:

રેખા ફોન્ટનું ઉદાહરણ

* આકાર ફોન્ટનું ઉદાહરણ:

આકાર ફોન્ટનું ઉદાહરણ

* ઉપરનું વાક્ય લખવાની પ્રેરણા મને આ વીકીપીડિઆનાં આર્ટિકલ પરથી મળી. તમે મને એવું ગુજરાતી વાક્ય આપી શકો જેમાં ગુજરાતી કક્કાનાં બધા જ અક્ષરોનો સમાવેશ થઇ જાય? એડવાન્સમાં આભાર!

ગુજરાતી વેબસાઇટ: એક પરિક્ષણ

* કદાચ અહીં આવતા બધાને ખબર છે કે હું ડેબિયન લિનક્સ ઉપયોગ કરુ છું. તો, મને જરા નવાઇ લાગી કે અમુક લોકપ્રિય સાઇટ મારા પીસી પર બરાબર કેમ દેખાતી નથી. તો, ચાલો જરા જોઇએ..

૧. યાહુ ગુજરાતી: આ યાહુ નો નવો પ્રયોગ છે, પણ આ સાઇટ મારા મશીન/બ્રાઉઝરમાં ન ચાલી. તમે તેનો સ્ક્રિનશોટ જુઓ. લખાણની જગ્યાએ ખાલી જગ્યા દેખાય છે, માઉસને તેના પર લઇ જતાં ક્લિક થાય છે, એટલે આપણને ખબર પડે કે આ ફોન્ટનો પ્રોબ્લેમ છે..

યાહુ ગુજરાતી વેબસાઇટની વિચિત્રતા..

તો હવે કરવું શું? એટલે મેં તેના પેજ સોર્સમાં જોયું.. ત્યારે ખબર પડીકે યુનિકોડમાં બનાવાઇ હોવા છતાં, આ વેબસાઇટ જોવા માટે માઇક્રોસોફ્ટનાં Shruti ફોન્ટ હોવા જરુરી છે 😦 તમે તેનો સોર્સ જુઓ..

યાહુ ગુજરાતી વેબસાઇટની વિચિત્રતા.. રહસ્યનો પડદો હટી ગયો.. :)

૨. રીડગુજરાતી.કોમ: આપણી આ સાઇટ પણ મને બરાબર દેખાતી નથી. કારણ, ખબર નહી, પણ તે કદાચ વધારે પડતી જાવાસ્ક્રિપ્ટ વાપરે છે. પેજ સોર્સ જોતાં તે એવી ટેકનિક વાપરે છે – જે ગુગલનાં સ્માર્ટ સ્પાઇડર અને વેબ ક્રાઉલરને હવે હજમ થતી નથી. જુઓ સ્ક્રિનશોટ અને તેનો પેજ સોર્સ!!

રીડગુજરાતી.કોમ — ક્યાં છે ગુજરાતી?

અને પાનાંનો સોર્સ.. ખાસ કરીને કી-વર્ડની ટેકનિક..

કીવર્ડની ટેકનિક..

ધ્યાનમાં રાખો કે તમે તમારી ગુજરાતી યુનિકોડ વેબસાઇટ બનાવો ત્યારે આવી ભૂલો ન કરતાં!!

સંદેશની વેબસાઇટ યુનિકોડમાં..

* આજે લયસ્તરો પરથી મને ખબર પડીકે ગુજરાતનાં અગ્રણી એવાં એક સમાચાર પત્ર સંદેશે પોતાની વેબસાઇટ યુનિકોડમાં બનાવી છે. તો, આ ગુડ મુવ માટે સંદેશનો આભાર! કદાચ બીજા સમાચારપત્રો પણ, આ દિશામાં કદમ માંડશે એવી આશા રાખીએ!!

યુનિકોડ પ્રેઝન્ટેશન..

* તાજેતરમાં મેં તૈયાર કરેલ એક નાનું યુનિકોડ પ્રેઝન્ટેશન તમે જોઇ શકો છો. આ પ્રેઝન્ટેશનને ઓપનઓફિસ ૨.૦ વડે ડેબિયન લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર બનાવવામાં આવેલ છે!

જુઓ: http://www.slideshare.net/kartik.mistry/unicode-and-gujarati/

હવે અહીં પણ,