પિન સ્ટોરી

* આજે સવારે મારા લેપટોપના ચાર્જરની યુનિવર્સલ પિન ઘરે ભૂલી ગયો. ઓફિસ આવીને જોયું તો લેપટોપમાં ૧.૫ કલાક ચાલે એટલી બેટ્રી બાકી હતી. મને એમ કે કોઇની પાસે મળી જશે – પણ થયું એવું કે અમારા CEO પણ તે ઘરે ભૂલી ગયેલા. સપોર્ટ સ્ટાફ પાસે નીચેની દુકાનમાંથી પિન મંગાવી. ન ચાલી. બીજી વખત બદલાવા માટે મોકલ્યો – પણ તે પણ ન ચાલ્યું. પછી, હું નજીકના રીલાયન્સ ફ્રેશમાં ગયો. કિંમત દેખી ૨૫ રૂપિયા. સરસ. કાઉન્ટર પર જઇ બિલ કરાવ્યું તો આવ્યું ૩૬ રૂપિયા! ઓહ. મેં જોયું તો એ જ પિન પણ તારીખ અલગ અને કિંમત પણ અલગ! ભારે કરી મુકેશ ભાઇ તમે તો!

આ પેલી પિન...

છેવટે એક અમુલ મસ્તી છાશ અને પિન લઇ ઓફિસે આવ્યો અને લેપટોપ ચાલુ કર્યું..

ફ્રેશનેસનો અનુભવ ક્યારે થાય?

* જીજ્ઞેશભાઇનાં બ્લોગ પર બી.એન.દસ્તૂરની વાર્તા વાંચીને મને પણ યાદ આવ્યું કે આવો એક અનુભવ તાજેતરમાં જ થઇ ગયો.

થોડા દિવસ પહેલાં રીલાયન્સ ફ્રેશમાંથી ઘણી બધી ખરીદીની સાથે અન્ડરવેર પણ લીધા, ઘરે જઇને ચેક કર્યા અને એકાદ પીસ એક દિવસ ટેસ્ટ પણ કર્યો. પણ, આખો દિવસ અકળામણ થાય. બીજા દિવસે ડરતો-ડરતો પાછો આપવા ગયો તો, તેમણે રીટર્ન રીસીપ્ટ સાથે પાછાં લઇ લીધા! હા, પછી મોટી સાઇઝથી તાજગીનો સરસ અનુભવ થયો.

સાર: જુદી-જુદી બ્રાન્ડમાં માપ જુદું-જુદું હોય છે!