પહેલી (સાયકલ) રેસ

* એક અઠવાડિયા પહેલા ૩૦૦ કિમી બી.આર.એમ. કર્યા પછી બે દિવસ પછી અચાનક પેલો ધ ગ્રેટ પેઇન કહેવાતો પેલો કમરનો દુ:ખાવો ફરી ઉપડ્યો અને ચાર દિવસ આરામ કર્યો પણ તે પહેલા રવિવારે પહેલી સાયકલ રેસ માટે પૈસા ભરી દીધા હતા. લાંબુ વિચારવાની મારી વિચારસરણી મુજબ એમ કરવું હિતાવહ તો નહોતું, પણ એક ટેસ્ટ રાઇડ કર્યા પછી સંપૂર્ણ આરામ પછી રાહત લાગી. જોકે સવારે સ્ટાર્ટ પોઇન્ટ પર પહોંચીને નક્કી કરવાનું હતું કે રેસ કરવી કે રેસ્ટ કરવો.

સમયસર ૧૫ કિમી રાઇડ કરી હોટેલ બાવા ઇન્ટરનેશનલ પહોંચ્યો. સરસ. હાર્ટ રેટ્સ થોડા ઉંચા ગયા પણ કમર ઓકે હતી એટલે નક્કી કર્યું કે રેસ કરીએ. લગભગ સમયસર રેસ ચાલુ થઇ પણ ગોરેગાંવ આગળ મેટ્રોના કામકાજને કારણે બાયપાસે સમય અને ઝડપ બગાડી પણ પછી આરામથી ચલાવ્યું. ૫૦ કિમી સુધી વાંધો ન આવ્યો પણ પછી લગભગ ૧૦ કિમી કમરે દગો દીધો એટલે ફરીથી ઝડપ ઓછી કરવાનું નક્કી કર્યું. લગભગ ફાઉન્ટેન પહોંચ્યો ત્યારે પાણી પૂરુ થઇ ગયું પણ મારા શૂઝના ક્લિટ નીકળવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યા પછી પડવાના દરે પાણી પણ ન લીધું અને ચલાવે રાખ્યું. કાંદિવલી પછી જોરદાર વરસાદ શરૂ થયો અને ફોગટમાં પલળ્યો. ગોરેગાંવમાં રેસ પૂરી થતી હતી. રેસના અંત પર કોકી અને કવિન આવ્યા હતા એટલે રેસ ઇઝ વર્થ.

રેસ પૂરી થયા પછી પણ સાતેક કિમીનો ન્યૂટ્રલ ઝોન હતો એટલે ત્યાંથી રાઇડ કરીને બાવા ઇન્ટરનેશનલ પર જવાનું હતું. બાવા હું ગયો અને બાવાની આગળ નીકળી ગયો ત્યારે પાછો વળવામાં પડ્યો 😀 બાવાને કારણે જમણી બાજુ પડ્યો 😉 ત્યાર પછી બ્રેકફાસ્ટ અને ટી-શર્ટ, મેડલ વગેરે લીધા. હા, એક ફ્રીજ મેગ્નેટ પણ મળ્યું!

મેડલ

હવે, આ પ્રકારની રેસ મારી પહેલી હતી પણ છેલ્લી નથી. ઘણું શીખવાનું બાકી છે.

Advertisements

રેસ રિપોર્ટ: મુંબઇ મેરેથોન ૨૦૧૪

* તો ફરી પાછી, આવી મુંબઇ મેરેથોન ૨૦૧૪ (ઓફિશિઅલ નામ: સ્ટાન્ડર્ડ ચાર્ટડ મુંબઇ મેરેથોન ૨૦૧૪). આ મેરેથોન ભારતની બોસ્ટન મેરેથોન ગણાય છે અને આખા ભારત (અને બહારથી) લોકો દોડવા માટે આવે છે. તો થઇ જાય નાનકડો ટચૂકડો રેસ રિપોર્ટ?

* સવારે ૩.૦૫ એ ઉઠ્યો અને સાડા ત્રણ જેવો સ્ટેશને જવા નીકળ્યો. સદ્ભાગ્યે અડધે રસ્તે પણ રીક્ષા મળી એટલે શાંતિ થઇ (એ પહેલાં અડધો કિલોમીટર દોડ્યો અને એક પણ કૂતરું પાછળ ન પડ્યું એ મારું સદ્નસીબ!). સ્ટેશનથી ૩.૫૬ ની ટ્રેન પકડી. જોગેશ્વરી સ્ટેશને ડબ્બો બદલીને બીજાં રનર્સ હતાં તે ડબ્બામાં ગયો અને છેક મરીન લાઇન્સ સુધી ભરપૂર વાતો કરી. આગલાં દિવસે અહીં બહુ ઠંડી હતી અને સવારે પણ ઠંડી લાગતી હતી એટલે અમે બહુ ખુશ હતા. મરીન લાઇન્સથી આઝાદ મેદાન સુધીની ટેક્સી મળી ગઇ એ પણ મજા આવી. ત્યાંથી મેદાન પર પહોંચી વાર્મ-અપ કરીને બીજાં રનર્સને મળ્યાં. અમદાવાદની પબ્લિક – સોહમભાઇ, રાજેશ, રેનીસ, પાટિલભાઇ, સમીર, રણજીત અંકલ વગેરે મળ્યા. સ્ટાર્ટ પોઇન્ટ પર પહોંચતા ૫.૪૭ થઇ ગઇ હતી અને ત્યાંથી શરુ થઇ લાંબી મુસાફરી! લગભગ ૧૫ કિલોમીટર સુધી મારી ઝડપ એવી હતી કે ૪ કલાકમાં મેરેથોન પૂરી થઇ જાય. સી-લિંક પૂરો કરતાં પણ મારી ઝડપ સારી રહી. ૨૮ કે ૨૯ કિલોમીટરનાં માર્ક ઉપરથી ધીમો પડવાનો શરુ થયો (હા, ૨૬ કિલોમીટરે એલિટ રનર્સે મને ક્રોસ કર્યો) અને પછી ગાડી ગબડી કે પેડર રોડ સુધી માંડ-માંડ પહોંચ્યો. પેડર રોડ શાંતિથી ક્રોસ કર્યો ત્યારે થયું કે હજી પણ ૪.૩૦ કલાકમાં થઇ જશે, પણ મારી ગણતરી ખોટી પડી. છેલ્લાં બે કિલોમીટર પણ હું બરોબર દોડી ન શક્યો. છેવટે, મમ્મી-પપ્પા-રિનિત અને કવિનને ૧૦૦ મીટર બાકી હતું ત્યાં જોયા અને બોલ્ટની ઝડપ મારામાં આવી ગઇ 😉

* મેડલ લીધો, શેરડીનો જ્યુસ પીધો અને અમે બધાં પાછાં ઘરે આવ્યા. એ પહેલાં બીજા રનર્સ જોડે સારી એવી વાતો કરી અને તેમના જોડે રેસના અનુભવો વહેંચ્યા. બધાંને અભિનંદન પણ આપ્યા.

બોધપાઠ્સ:
૧. ઓછામાં ઓછી બે-ત્રણ ૩૨-૩૫ની દોડ કરવી.
૨. ટોપી પહેરવી. પેલું બફ આપણાં કામનું નહી.
૩. આગલાં દિવસે હજી થોડું વધારે ખાવું.
૪. મેરેથોન ભારે વસ્તુ છે 🙂

ફોટાઓ વગેરે ફેસબુક પર છે. મેરેથોન-ફોટોસ.કોમમાં પણ આ વખતે ઘણાં ફોટાઓ જોવા મળ્યા છે.  હા, કોકીનો અને મારા કોચ રાજ વડગામાનો (અને આખી ટીમનો) ફરીથી આભાર!

પરિણામ:
૧. ગારમિન લૉગ.
૨. ઓફિશિયલ પરિણામ. બીબ નંબર: ૬૪૧૧.

અપડેટ્સ: ૧૧૯: મેકરફેસ્ટ અને સાબરમતી હાફ મેરેથોન

* આ મોટ્ટી પોસ્ટ છે!

* શનિવારે લોકશક્તિમાં અમદાવાદ પહોંચ્યો ત્યારે ખબર પડી કે અહીં તો ઠંડી પડે છે 😉 મારી પાસે પેલું KDE નું જેકેટ હતું એટલે વાંધો ન આવ્યો. સવારે થોડો ટાઇમ-પાસ કરીને NID પહોંચ્યો. NID માં મેકરફેસ્ટમાં જવાનું હતું. ત્યાં સમ્યક, હર્ષ વગેરે મળ્યા. અમે જે વર્કશોપમાં જવાનું પ્લાન કર્યું હતું, તે ૨ વાગે હતી એટલે અહીં-તહીં ફર્યા અને વિવિધ ઓપન-સ્ટોલની મુલાકાત લીધી. ૧૧.૩૦ જેવો હું ત્યાંથી નીકળી ગયો અને મને એમ કે સાંજે ત્યાં પાછો આવીશ.

મેકરફેસ્ટનાં ફોટાઓ અહીં છે.

મેરેથોન એક્સપોમાં પહોંચ્યો ત્યારે મારા ફેવરિટ ADRians ત્યાં હતા. બધાંની જોડે મજાની વાતો કરી. થોડી વાર પછી મુંબઇથી બીજા રનર્સ રાજ, ભાસ્કર વગેરે ત્યાં આવી પહોંચ્યા એટલે વળી નવી ઓળખાણો અને મજાકનો દોર ચાલ્યો. ત્યાંથી ટોમેટોસ માં લંચ માટે ગયા. નોન-આલ્કોહોલિક બીયર પીધો અને એકદમ મસ્ત રોટી-પાલક પનીરનું શાક ખાધું. થોડી વાર પછી એક્સપોમાં પાછો આવ્યો અને ઇશિતાને મળ્યો. ટૂંકમાં, આ દિવસ મિત્રોને સમર્પિત હતો. કીટલી પર ચા પીને વિશલિસ્ટમાંથી એક આઇટમ ઓછી કરી અને સાંજે વળી પાછો મામાનાં ઘરે આંટો માર્યો. યાદ આવ્યું કે ચિરાગભાઇ આટલામાં જ ક્યાંય રહે છે. તેમને ફોન કર્યો અને અમે મળ્યા. મારે બીજા દિવસે મેરેથોન હોવાથી ઝાઝો સમય નહોતો પણ, થોડીવારની મુલાકાત યાદગાર બની ગઇ. તેમણે મને પ્રેમથી તેમનું અનુવાદિત કરેલું પુસ્તક (શેઠજી) આપ્યું. ચાણક્ય મંત્ર તો મારી પાસે ઘરે આવી જ ગયું હતું. બ્લોગ પર ઓળખાણ હોવાને લીધે અમને લાગ્યું નહી કે અમે પહેલી વાર મળ્યા છીએ! રાત્રે તેઓ મને મારા સ્થાન સુધી મૂકી ગયા અને બીજા દિવસની રાહ જોતો હું મોડા સુધી પડ્યો રહ્યો. શાળામાં કાલે પરીક્ષા હોય તેવી પેટમાં પતંગિયા ઉડે તેવી લાગણી થતી હતી (દરેક રનરને થાય છે ;)) છેવટે ઊંઘ આવી ત્યારે એલાર્મ વાગ્યું. ઇશિતા પણ ડ્રીમ રન દોડવાની હતી એટલે અમે અને બીજા મિત્રો જોડે જવાના હતા, પણ તેઓ ૫.૩૫ સુધી દેખાયા નહી એટલે જે મળી તે રીક્ષા લીધી અને સમય સર પહોંચી ગયો, ત્યારે વાતાવરણ રનમય બની ગયું હતું. ત્યાં ડીજે લોકોના ઉત્સાહ જગાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા દેખાયા. જ્યાં સુધી મોદીજી આવ્યા નહી ત્યાં સુધી લોકો ઉત્સાહમાં આવ્યા નહી એવું લાગ્યું.

૬.૨૫ – રેસ શરુ થઇ. મારો ટારગેટ હતો કે ૨ કલાકની આસપાસ ફિનિશ કરી દેવું. પહેલાં બે કિલોમીટર ઠીક રહ્યા પણ ૨ થી ૧૦ કિલોમીટરમાં મજા આવી ગઇ. ૧૦-૧૧ કિલોમીટર વચ્ચે માર્કિંગના અને વોલિયન્ટરની સમજના ભયંકર લોચા હતા, અને એનાં કારણે જેટલાં પણ લોકો < ર કલાકમાં દોડ્યા તેમણે ૫૦૦ મીટર જેટલું ઓછું દોડ્યા. ૧૯-૧૮ કિલોમીટરના માર્કિંગ પણ ખોટાં હતાં. ટેરિબલ કહેવાય. છેલ્લાં બે કિલોમીટરમાં મારા પગ થાક્યા પણ એકંદરે મજા આવી ગઇ. અત્યાર સુધીની મારી સૌથી ઝડપી રેસ. હવે? મુંબઇ મેરેથોનમાં પણ આ જ ઝડપ રાખવાની છે!

અપડેટ: ઓફિશીઅલ સમય: ૧.૫૬.૪૯

રેસ પછી ભાસ્કર વગેરેની રાહ જોઇ. અમારા ગ્રુપમાંથી ત્રણ જણાં ઇનામ લઇ ગયા (મુંબઇ વાળાઓ) અને મોટાભાગનાં લોકોએ પોતાનું પર્સનલ બેસ્ટ પરિણામ મેળવ્યું. રેસનાં + અને – નીચે પ્રમાણે રહ્યાં.

+ મસ્ત ઠંડક.
+ લગભગ સીધો-સપાટ ઝડપી રસ્તો.
+ લગભગ આખા રસ્તા પર પાણી અને એનર્જી ડ્રિંક્સની વ્યવસ્થા.
+ પહોળા રસ્તા. અથડાવાનો ડર નહી.
+ મસ્ત ડીજે-મ્યુઝિક.
+ ટ્રાફિક બ્લોકની સરસ વ્યવસ્થા.
+ મોદીજીને દેખવાનો લ્હાવો.

– વોલિયન્ટર કે પછી જેની પણ ભૂલ હોય, ખોટું માર્કિંગ, ખોટું રસ્તાનું માર્ગદર્શન.
– ચીઅર અપ – અમદાવાદીઓ એકદમ ઠંડા!
– રસ્તાની બંધ સ્ટ્રીટલાઈટ (આશ્રમ રોડ!).
– ફિનિશલાઇન પર પાણીની અવ્યવસ્થા.
– ફિનિશ પછી – નો ફૂડ. માત્ર ચા.
– મગજ લોકઅપમાં મૂકીને દોડવા આવેલાં પોલીસ કર્મચારીઓ અને તેમની ફાલતૂ કોમેન્ટ્સ.

નેગેટિવ પોઇન્ટ્સ ઘણાં હોવા છતાં, આવતી સાલ ત્યાં ફરી દોડવામાં આવશે 🙂

અને હા, કોને મળવાનું રહી ગયું? સચીન, અર્નવ, પ્રણવભાઇ, નયનામાસી, દર્શિતભાઇ (બગીચાનો માળી ફેમ), બીજાં બ્લોગર્સ અને સગાં-સંબંધીઓ. ફરી ક્યારેક!

સાબરમતી મેરેથોનનાં ફોટાઓ અહીં છે.