વિશ્વકર્મા તેરસ…

* આજે વિશ્વકર્મા તેરસ. એટલે બધાં મેવાડા-મિસ્ત્રી બંધુઓને હેપ્પી વિશ્વકર્મા તેરસ.

રાણીપ (રીંગરોડ નજીક) ખાતે ઊજાણી ઉર્ફે જમણવાર વત્તા કંઈક ફંકશન રાખવામાં આવેલું હતું. બરાબર સમયે પહોંચ્યા ત્યારે જમવામાં પડાપડી હતી એટલે જમણવાર પર એટેક કરવામાં આવ્યો. હોસ્ટેલની પબ્લિક મળી એટલે વાતો ના વડાં વત્તા જૂની યાદો ફરી તાજી કરવામાં આવી. થોડાંક સગા-સંબંધીઓ પણ મળ્યાં અને હાય-હેલોમાં ફંકશન પતાવી ઊંઘવાના સમયે બાય-બાય કરવામાં આવ્યું. એ પહેલાં કવિને બહુ મસ્તી કરી, પણ એનાંથી વધુ મજા એને લાડુ ખાવામાં આવી. ખબર નહી પણ એને લાડુ આટલા બધાં કેમ ભાવે છે? 🙂

Advertisements

અપડેટ્સ

* આજકાલ બેંગ્લુરુમાં શું કરુ છું..
ઠગ્ગુના લાડુ ખાઉં છું અને બીઅર પીઉં છું..

ઠગ્ગુના લાડુ

બીઅરનો ફોટો પછી ક્યારેક..