હિમજી એપ

* એમાં થયું એવું કે વોટ્સએપ પર એક સંદેશો મળ્યો કે હવે હિમજી એપ વડે તમે ૫૦૦૦ મિત્રોને એક ગ્રુપમાં ઉમેરી શકો છો અને આ એપ ગુજરાતના એક વિદ્યાર્થીએ (વાંચો: ૯માં ધોરણમાં ભણતા) બનાવી છે. તો આપણે પણ આ એપ ચકાસી. તો શું બહાર આવ્યું?

૧. આ એપ ટેલિગ્રામ ક્લાયન્ટ છે. હા. ડિટ્ટો કોપી-પેસ્ટ. તમે પણ આવી એપ સરળતાથી બનાવી શકો છો. સત્ય બહાર લાવવા માટે ટેલિગ્રામ અને આ હિમજી એપ સાથે ઇન્સ્ટોલ કરવી.

૨. આ ભાઇ એ ભંગાર રંગો અને UI વાપર્યા છે. ટૂંકમાં કોપી-પેસ્ટમાં અક્કલ હોતી નથી.

૩. ગુજરાતનો છોકરો (કે છોકરી) – આ નામે કંઇ પણ ચાલે છે.

૪. લોકો ચકાસ્યા વગર કંઇપણ ફોર્વડ કરે છે.

૫. વોટ્સએપ ગ્રુપમાં અક્કલનું પ્રદર્શન થાય છે.

૬. જો તમે આ પરથી બનાવેલી એપનો સોર્સ કોડ ન આપો તો કાયદાકીય રીતે ખોટું છે. ટેલિગ્રામ GPLv2 લાયસન્સ હેઠળ છે.

છેલ્લે, જય હિમ! 🙂

Advertisements

પાયરસી: થોડાંક વિચારો

* જય વસાવડા એ (અને વિનયભાઈ એ એ લેખ share કરીને) પાયરસી વત્તા કોપી-પેસ્ટ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે ત્યારે અમે કેમ પાછળ રહીએ? હું અહીં ક્રમવાર મારા મુદ્દા લખી રહ્યો છું. બધાં ૧૦૦ ટકા પાયરસીને સંગત નથી પણ ક્યાંક છેડા મળે જ છે.

૧. સ્વિડનમાં પાયરેટ પાર્ટીની સ્થાપના ક્યારનીય થઈ છે. (અને હમણાં તે પરથી ધર્મ બન્યો!) મૂળભૂત રીતે તેમનો હેતુ કોપી નહી પરંતુ માહિતી share કરવાનો છે. લેખમાં લખ્યું છે તેમ યુરોપ-અમેરિકામાં પાયરસીના કાયદા એટલા બધા કડક છે કે હમણાં જ Megaupload જેવી સાઈટ બંધ થઈ છે અને પાયરેટબે પોતાનું ડોમેઈન બદલીને .org માંથી .se કરી દીધું છે. અને પાછાં પેલાં, SOPA/PIPA જેવાં કાયદાઓ માથાં પર લટકે જ છે.

૨. આ બધાંની વચ્ચે આપણને એમ થાય કે મ્યુઝિક કે વિડીઓ કે મુવી ઈન્ડસ્ટ્રીઝ ભયંકર ખોટ ખાતી હશે? ના. ઉલ્ટું, ઇન્ટરનેટ આવ્યા પછી તો તેમનો વ્યાપ વધુ વ્યાપ્યો છે. Netflix જેવી સ્ટ્રિમીંગ કંપનીઓ (અને, iTunes વગેરે) ધૂમ કમાણી કરે છે. તો, આમાં પાયરસીને લીધે નૂકશાન થાય છે? ના. મુવી ડાઉનલોડ કરતાં કેટલાય લોકો મુવી ગમ્યા પછી ઓરીજીનલ સીડી-ડીવીડી વસાવે છે.

ઘણાં બધાં આર્ટિસ્ટો હવે પોતાની સર્જનાત્મક વસ્તુઓ Creative Commons લાયસન્સ હેઠળ મૂકે છે. ગુડ પ્રેક્ટિસ. કામ ગમ્યું? સીડી ખરીદો. અને, આર્ટિસ્ટને સપોર્ટ કરો.

૩. નોંધવા જેવી વાત છે કે સ્વિડનનો પેલો ધર્મ કોપી પર મહત્વ આપે છે, પેસ્ટ પર નહી. અવતાર મુવી ડાઉનલોડ કરો, નો પ્રોબ્લેમ, પણ અવતાર મુવીના ડાયકેટર તમે પોતે છો એવું ન કહો. ફ્રી ઈન્ફોર્મેશન નો મૂળ મુદ્દો આ છે. માહિતી મફત વહેંચવી જોઈએ પણ માહિતીના માલિક ન બનો.

૪. પાયરસી એ ચોરી નથી, કારણ કે ચોરીમાં, ૧. તમે મૂળ વસ્તુ એ જગ્યાએથી લઈ લો છો. ૨. તમે એ વસ્તુ ના માલિક બની જાવ છો.

૫. બોલિવુડને વિદેશી કાયદાઓએ આપેલો ફટકો બરાબર જ છે. એ લોકો ક્રેડિટ આપવી જેવી વસ્તુઓ સમજતા જ નથી. અંગ્રેજી ફિલ્મ હીટ થઈ, બનાવો દેશી સસ્તી નકલ. અંગ્રેજી ગીત હીટ, સસ્તી નકલ ટ્યુન સાથે તરત બોલીવુડમાં (અને પછી, લોલીવુડ, ઢોલીવુડ,…)

૬. લાયસન્સ કોને કહેવાય છે એ વાતની લોકોને ખબર નથી.

૭. ઓહ, ૫૦ હજારનો આઈફોન લીધો? ૧ ડોલરની એપ્લિકેશન? ના. કરો, જેલબ્રેક, નાખો પાયરેટેડ એપ્સ. આને સંપૂર્ણ ભારતીય માનસિકતા કહેવાય 🙂

૮. અને હા, ફ્લિકર-પિકાસા ફોટોગ્રાફ ફ્લિક કરવા માટે નથી.

ચોરી-ચપાટી, લાયસન્સ અને આ બ્લોગ..

Creative Commons License

ઉપરનું સરસ મજાનું બટન જોયું? તેનો મતલબ એ કે:

This work is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.

હા. બ્લોગનું લાયસન્સ છે.

૧. તમે આ બ્લોગનું લખાણ તમારા બ્લોગ, છાપાં, પુસ્તક, પત્રિકા કે કંકોત્રી વગેરેમાં કોપી કરી શકો છો.

૨. તમે તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકો છો. આલ ઈઝ વેલ.

૩. ફાવે તેમ ફેરફાર કરી શકો છો, ફરી ઉપયોગ કરી શકો છો. જો તમે એ ફેરફારો બીજાને પણ મારા લાયસન્સ હેઠળ આપો તો..

પણ, પણ..

તમે એવું લખો કે, Based on a work at kartikm.wordpress.com – એટલે કે મારા બ્લોગની લિંક આપો તો જ.

આ લાયસન્સ ક્રિએટીવ કોમન્સ શેર-અ-લાઈક ૨.૫ કહેવાય છે. ફ્રી સોફ્ટવેર તરીકે માન્ય છે. સોફ્ટવેર કરતાં ક્રિએટીવ કન્ટેન્ટ – લખાણ, ચિત્ર, મુવી, વગેરે માટે વધારે લોકપ્રિય છે. વધુ માહિતી માટે ક્રિએટીવ કોમન્સની વેબસાઈટ જુઓ. વધુમાં આ લાયસન્સ કોર્ટમાં ટેસ્ટ થયેલ છે – એટલે ચોરી-ચપાટી કરનાર વ્યક્તિઓ દલીલ કરી શકતા નથી. એટ લિસ્ટ, કોર્ટમાં.

જો તમે બ્લોગ ચલાવતા હોવ અને ચોરી-ચપાટીથી ત્રાસેલ હોવ તો બ્લોગનું લાયસન્સ નક્કી કરો. યાદ રાખો કે કંઈ પણ લાયસન્સ હોય, તમે તમારું લખાણ લખો તો આપમેળે કોપીરાઈટ થઈ જાય છે. તમારું એટલે તમારું. ભાષાંતર કરો એટલે જો મૂળ લેખકની પરવાનગી ન લીધી હોય તો ઉલ્ટો કોપીરાઈટનો ભંગ થાય છે.

ચોરી-ચપાટી વિશે આપણાં સી.આઈ.ડી. વિનયભાઈ ટૂંક સમયમાં બીજા લેખો લખે તેવો અણસાર છે. સ્ટે ટ્યુન્ડ!