મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘વરસાદ

અપડેટ્સ – ૧૦૩

leave a comment »

* આજ-કાલ $ નો ભાવ વધવા (અને રુપિયાના ઘટવા) સિવાય કોઇ ખાસ ઘટનાઓ બનતી લાગતી નથી. આપણા મન એટલાં કઠોર થઇ ગયા છે કે ભાવવધારા સિવાય બીજી ઘટનાઓ સામાન્ય ગણીએ છીએ. દા.ત. રાજકારણીઓનું છૂટી જવું, બાપુઓની ચીમકીઓ અને બિલ્ડર-લોબીએ (રેતીથી) બાંધેલા મકાનો પડી જવા વગેરે.

* વરસાદ હજી બંધ થયો નથી, પણ હળવો થયો છે.

* આધાર કાર્ડની મગજમારી ચાલુ છે. પહેલાં એમ હતું કે ખાલી ક્રેડિટ કાર્ડ લેવું અઘરું છે, પણ આ નવાં કાર્ડે રેકોર્ડ તોડ્યો છે!

* ગઇકાલે થોડા સમય માટે ભારત આવતા ડેબિયન ડેવલોપરને મળવા ગયો ત્યારે અંધેરી સ્ટેશન પર ઉતરીને થયું કે આપણે દરરોજ આવી જાલિમ મુસાફરી કરતા નથી એટલું સારું છે. રસ્તા પર આવતાં થયું કે આવું પ્રદુષણ સહન નથી કરવું પડતું એ પણ સારું છે :) કોસ્ટામાં કોસ્ટલી કોફી પીધા પછી થયું કે આવી કોફી દરરોજ નથી પીતા એ પણ સારું છે. લિનક્સનાં કર્નલથી માંડીને રાજકારણ સુધી ઘણી ચર્ચાઓ થઇ અને અંતે અમારો મુખ્ય એજન્ડા કી-સાઇનિંગ કરી છૂટા પડ્યા.

* જન્માષ્ટમીમાં વર્ષો પછી મટકી ફૂટતી દેખી. કવિને પણ પોતાનો ઘટતો ફાળો આપવાનો પ્રયત્ન કર્યો પણ ત્રણ પ્રયત્નો નિષ્ફળ ગયા.

* જીમેલ પાછું બગડતું જાય છે. નવી કોમ્પોઝ વિન્ડો, બાય ડિફોલ્ટ સેન્ટ મેલને અર્કાઇવ કરી લેવા. ડચચચ… :(

રાઇડ રીપોર્ટ: ગોરાઇ-મનોરી

with 3 comments

* તો થયું એવું કે અમારે આજે સવારે જવાનું હતું યેઉર હિલ (Yeoor Hill). લગભગ ૧૦૦ કિમીનો પ્લાન હતો જે રાત્રે ૧૧ વાગે પડી ભાંગ્યો! હવે કરવું શું? હું અત્યંત નિરાશ થયો પણ પછી સમાચાર મળ્યા કે, અમુક લોકો ગોરાઇ જવાનો પ્લાન બનાવે છે, તો એ પ્લાન અમલમાં મૂકવાનો નક્કી કર્યો.

સવારે ૪.૩૦ એ ઉઠ્યા પછી, તૈયાર થઇને લગભગ ૪.૫૦ જેવો નીકળ્યો ત્યારે વરસાદ નહોતો એટલે હું બહુ ખુશ હતો. જોકે મારી ખુશી બહુ ટકી નહી અને દહિંસર પહોંચતા સુધીમાં જોરદાર વરસાદ (નોંધ: મુંબઇનો વરસાદ!) ચાલુ થઇ ગયો. આ સમય મારું માનીતું વિન્ડચીટર કામમાં આવ્યું અને હું નક્કી કરેલા સ્થળે (ચેક નાકા) પહોંચ્યો એની બે-ત્રણ મિનિટ પછી કેઇથ ત્યાં આવ્યો. કેઇથ જોડે પ્રથમ મુલાકાત. ફેસબુક ઉપર ૧૧ વાગે જ ઓળખાણ થઇ હતી. રસ્તો મેં જોયેલો નહોતો એટલે હું તેની પાછળ-પાછળ સાયકલ ચલાવતો હતો. એક સ્થળે જઇ અમે અટક્યા અને અજવાળું થાય ત્યાં સુધી રાહ જોઇ, કારણ કે રસ્તા પર ક્યાંય સ્ટ્રીટ લાઇટ્સ ચાલતી નહોતી. ત્યાં થોડી વાતો કરી અને એક નવા સરસ વ્યક્તિનો પરિચય થયો. અમે ઘણી વાતો કરી – સાયકલિંગ, લાઇફ અને સ્વાભાવિક રીતે – હું ગુજરાતથી છું તો, ન.મો.ની વાત નીકળ્યા વગર રહે? :) ગોરાઇનો રસ્તો એકદમ મસ્ત છે. લાગે જ નહી કે આપણે મુંબઇમાં છીએ! ત્યાંથી પછી ફેરી શરુ થાય છે ત્યાં પહોંચ્યા. એક ફેરી અમે પહોંચ્યા ત્યારે નીકળી ગઇ હતી એટલે ફરી ગપ્પાં મારવાનો મોકો મળ્યો અને બીજી ફેરી આવી એટલે મારી સાયકલે પ્રથમ જળસવારી કરી! અભિનંદન, મારી વ્હાલી સાયકલ!!

સાયકલની સવારી!

ત્યાંથી મનોરી પહોંચ્યા અને પછી માર્વે રોડ થી લિંક રોડથી ઘરે આવ્યો. આ એક યાદગાર રાઇડ બની રહી. ૮ વાગે મારે આરે ફોરેસ્ટમાં આવતી કાલની હાફ-મેરેથોન માટે બિબ નંબર વગેરે લેવા માટે જવાનું હતું એટલે છેલ્લી દસ મિનિટ સરસ સ્પિડે સાયકલ ચલાવી. આરે ફોરેસ્ટમાં જવાનું હતું એ સૌ કોઇને પહેલી વાર જ મળ્યો અને આજના એક દિવસમાં (૪ કલાકમાં!) ચાર રસપ્રદ વ્યક્તિઓ જોડે મુલાકાત થઇ ગઇ. ટૂંકમાં — મજા આવી ગઇ!

અને, આવતી કાલનો રેસ રીપોર્ટ પણ રસપ્રદ બની રહેશે એવી શક્યતા! :)

વરસાદ

with one comment

* આ પેલી સેન્ડીએ કે નીલમે અહીં પણ વરસાદ મોકલ્યો છે. અને, હજી પણ હું છત્રી લાવ્યો નથી એની સજા આજે ઓફિસ આવતાં મળી છે, પાછાં જતાં પણ આ સજા મળશે એવી પૂરી સંભાવના રહેલી છે.

અત્યારે તો અમેરિકામાં મિસ સેન્ડીની ચર્ચાઓ જ ચાલે છે (સેડ વસ્તુ છે, એટલે સ્માઇલી લગાવતો નથી). આશા છે કે સૌ વાચકો-મિત્રો ત્યાં સલામત હશે. સ્ટે સેફ!

અપડેટ્સ – ૫૭

with 2 comments

* શુક્ર, શનિ અને અડધો રવિવાર – કવિન વગર જરાય ફાવ્યુ નહી. જોકે, કવિનને અમારા વગર ‘આઝાદી’ મળી અને દાદા-દાદી જોડે હોવાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો, આજે સ્કૂલમાં જવાનો કંટાળો એને અને મને બન્નેને આવ્યો :(

* વરસાદ સરસ છે. માત્ર બે જ ગેરફાયદા છે – ૧. દોડવાનો કાર્યક્રમ બંધ છે, ૨. લોકો જેમ-તેમ વ્હિકલ ચલાવે છે. (જોકે રસ્તા પર આટલા વરસાદમાં પાણી ભરાયું છે, એ વાત અલગ છે) આજે સવારે પપ્પા બહાર જતા હતા, રાઇટ સાઇડમાં ચાલતા હતા, તો પણ એક બાઇક વાળાએ બાઇક અડાવ્યું, સદ્ભાગ્યે પપ્પા કરતાં બાઇકવાળાને વધુ લાગ્યુ અને કપડાં સિવાય બીજું કોઇ નુકશાન થયું નહી.

Pedestrians, stay safe!

* ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોન.કોમ દ્વારા એક કાર્યશાળા (ie workshop) નું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે, અહીં જુઓ.

સાહિત્ય પરિષદની વેબસાઇટ પર: http://gujaratisahityaparishad.com/prakashan/newsletter/index.html

અપડેટ્સ – ૫૧

with one comment

* શુક્રવાર બપોરથી લઈને છેક આજ સવાર સુધી – નેટ બંધ હતું. એટલે કે, અમે બહાર હતા. કોકીના ગામની એક મુલાકાત.

અઢી દિવસમાં આમ તો આરામ કરવાનો જ પ્રોગ્રામ હતો પણ જતી વખતે સરસ મજાનો રસ્તો અને બન્ને બાજુ ખેતરો જોઈને બે દિવસ એવો જ સરસ મજાનો દોડવાનો પ્રોગ્રામ પણ બની ગયો.  એલાર્મ મૂકવાની જરુર જ નહી. મંદિરમાં ૫.૩૦ જેવી આરતી શરુ થાય અને ધાબા પર સરસ ઠંડકમાં સૂતા હોઈએ એટલે આપણે આપમેળે ઉભા થઈ જઈએ. દોડતી વખતે સાથીઓ પણ મળ્યાં. સિંગલ ટ્રેક પર જોકે ગાય-ભેંસ ટ્રાફિક જામ કરતા પણ જોવા મળ્યા ત્યારે થોડી તકલીફ થઈ હતી :) પણ, આ વખતે “ફર્સ્ટ ઈન્ટરવિલેજ રન” કરવામાં આવી ;)

આગલા દિવસે સરસ વરસાદ આવેલો એટલે રાત્રે જાત-જાતનાં જીવ-જંતુઓ જોવા મળ્યા. કેમેરામાં પાડેલા તેના ફોટા બીજે ક્યાંક મૂકીશ. અત્યારે તો અમને આ લાલ જીવડું (કદાચ ડંગ બીટલ છે) બહુ ગમ્યું.

અને, કવિને પણ આટલા દિવસ બહુ જ ધમાલ કાઢી. લાકડી અને ટોર્ચ તેના ખાસ રમકડાં બન્યાં. તેને પણ અમે ખેંચીને ખેતર જોવા લઈ ગયેલા પણ – આ તો જંગલ છે – એમ કહી તેણે સારો એવો કકળાટ કર્યો.

અને હા, દરરોજ ખીચડી-છાસ પેટ માટે અત્યંત સારી. સાથે-સાથે, અડદના વડા અને મીઠાઈઓ પણ ઝાપટવામાં આવી ;)

અપડેટ્સ – ૪૮

leave a comment »

* છેલ્લાં એક મહિનામાં વિવિધ કારણોસર વિવિધ ડૉક્ટર્સની કુલ મુલાકાત = ૧૦. બહુ સારું ન કહેવાય :(

* વરસાદે જરા દર્શન કરાવ્યા પછી અદ્રશ્ય થઈ ગયો લાગે છે. દરરોજ વાદળ જોઈએ કંટાળો આવે છે. જોકે જુનના બીજા-ત્રીજા સપ્તાહમાં વરસાદ આવવો એ સામાન્ય છે. આમેય પ્રિ-મોન્સુન વરસાદનો કોઈ અર્થ નથી.

* છેલ્લાં બે વીક-એન્ડ્સમાં સંપૂર્ણ ‘આરામ-હી-રામ’ કર્યા પછી, આવતા બે વીક-એન્ડ્સ બહુ બીઝી-બીઝી જવાના છે.

* દોડવાનું હવે ટાઈમ-ટેબલ (અઠવાડિયાના પાંચ દિવસ જ!) પ્રમાણે ચાલે છે, એટલે માનસિક રીતે તૈયાર થઈને રનિંગ થાય છે. સમય-મર્યાદા અને ઝડપ-મર્યાદા નક્કી કરવાથી તેમજ દર અઠવાડિયે થોડો-થોડો વધારો કરવાથી ધારેલ લક્ષ્ય (અત્યારે તો: હાફ-મેરેથોન!) માટે તૈયાર થવું સરળ છે.

* .. અને હા, ગયા મહિને નેક્સેન્ટામાં બે વર્ષ થયા :)

દિવાળી, નવું વર્ષ અને વરસાદ

with 3 comments

* હા. કાળી ચૌદશે ઘોર રાત્રે બાલારામના ગાઢ અંધારામાં – અરર, રિસોર્ટમાં – અમે સ્કૂલના ગેટ-ટુગેધરમાં મજા કરી. આ વિશે ફોટા અને વિગતે પોસ્ટ થોડા દિવસ પછી ક્યારેક લખીશ, કારણ કે ફોટા હજી કેમેરામાં જ પડ્યા છે. દિવાળી આરામથી વેસા ખાતે મનાવી ના મનાવી અને અત્યારે વરસાદની મજા વત્તા વાઈ-ફાઈનો આનંદ લેવામાં આવે છે. વરસાદ ક્યાં છે? IXE થી થોડે દૂર. આનાં વિશે પોસ્ટ વત્તા ફોટા થોડા સમય પછી જ મળશે.

હા. બધાંને હેપ્પી ન્યૂ યર, સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન.

PS: કોઈ કહે તો છત્રી લઈ જવી.

PS 2: ક્યાંય જવાનું હોય તો, સામાન રાત્રે જ પેક કરવો. વહેલી સવારમાં નહી.

થોડાંક સમાચારો..

with 3 comments

૧. એન્ડ્રોઈડ ફોન છે તમારી પાસે? થોડાંક ટેકી છો? તો હાજર છે ભારતીય એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ માટે એક ખાસ મેઈલિંગ લિસ્ટ: http://lists.linux-delhi.org/mailman/listinfo/indroid

૨. કવિન આજ-કાલ અદ્ભૂત ચિત્રો બનાવે છે, અદ્ભૂત તોફાન પણ કરે છે. એમ અદૂભૂત ડાયલોગ્સ પણ બોલે છે. પછી ક્યારેક આ વિશે અલગ પોસ્ટ પાક્કી.

૩. આજ-કાલ મારા કરતાં કોકી વધુ વાંચી રહી છે. કવિન પણ રાત્રે કોઈ પણ રેન્ડમ ચોપડી લઈને બેસે છે અને પાનાં ફેરવતો રહે છે.

૪. વરસાદ. ઓહ. અમદાવાદમાં ૨૯મી ઓગસ્ટે વરસાદ આવે? નવાઈ ભરી વાત છે.

૫. વસ્ત્રાપુર તળાવની આસપાસ અન્ના રેલીઓ જોયા પછી લાગ્યું કે જેમ ઝોલો લઈ ફરવાથી સમાજસેવક કે સેવિકા બની જવાતું નથી, જેમ ખાદી પહેરવાથી ગાંધી બનાતું નથી તેમ મેં ભી અન્ના લખેલી ટોપી પહેરવાથી અન્ના બનાતું નથી. રેલીવાળાઓને પહેલાં શિસ્ત શીખવાની જરુર છે. (એમ તો દરેક ભારતીયને શિસ્ત એટલે શું? એ વિશે મારી-મારીને શીખવાડવાની જરુર છે – એ વાત કહેવાની જરુર છે?)

અપડેટ્સ

with 2 comments

* ગઈકાલે અચાનક અમારું સ્કાઈપે કોન્ફરન્સિંગ એકાઉન્ટ બંધ થઈ ગયું તો અમે ગુગલ પ્લસના હેંગઆઉટ ફીચરનો ઉપયોગ કરી મિટિંગ કરી. મજા આવી ગઈ. દુનિયાના ચાર ખૂણેથી (દુનિયા ગોળ અથવા સપાટ છે) લોકો જોડે આ રીતે વાત કરવાની મજા આવી. આમેય અમારે સ્કાઈપેનો વિકલ્પ શોધવાનો જ હતો. બીજો સારો વિકલ્પ VoIP Phone છે, પણ તેમાં જો હાર્ડવેર ફોન ન હોય તો નક્કામું.

* શનિવારે ઈસ્કોન મોલની મુલાકાત લીધી. લગભગ ત્રણ વર્ષ પછી. એવો જ બોરિંગ અને શુષ્ક મોલ. ખાસ કંઈ ન લીધું અને ફોગટમાં પાછા આવ્યા. રવિવારે પાછા એક ફર્નિચર શો-રુમમાં ગયા. મારા પુસ્તકોના કબાટ માટે. બહારથી મસ્ત દેખાય પણ પાછળનું લાકડું એટલે કાર્ડબોર્ડ. ફરી પાછા નિરાશ થઈ પાછા આવ્યા. એ પહેલાં સવારે જોકીના સેલમાં ગયો, ત્યાં લોકો જાણે રામ-રોટી મળતી હોય તેમ ઉમટ્યા હતા અને ઢગલાબંધ ગંજી-જાંગિયા ઉપાડતા હતા :D

* વાતાવરણ પણ સાલુ બોરિંગ છે. વરસાદ બરોબર પડતો નથી ને આખો દિવસ ઉકળાટ રહે છે. એસી લીધા પછી પહેલીવાર લાઈટ-બિલ સરસ આવ્યું છે… નહી….

* નવું પુસ્તક – Seven languages in seven weeks – આજ-કાલમાં આવી જશે  (અપડેટ: આજે જ આવી ગઈ. ફ્લિપકાર્ટ ઝિંદાબાદ!!). થોડો ઓવરવ્યુ દરેક લેંગ્વેજનો લેવાનો છે અને કદાચ Lua સ્ક્રિપ્ટિંગ ફરી પાછું હાથમાં લેવાનો વિચાર છે. રશિયન ભાષા પણ શીખવાનો વિચાર છે. મેં સાંભળ્યું છે કે રશિયન-ગુજરાતી ડિક્શનરી (વિદ્યાપીઠ દ્રારા) પ્રાપ્ત છે. કોઈએ તેના વિશે સાંભળ્યું છે?

આજની કવિતા..

with 4 comments

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે,
ત્યાં ત્યાં ભૂવા* રસ્તે પડે.

* કવિ કલાપી અને અમદાવાદીઓની ક્ષમાપના સાથે :)

Written by કાર્તિક

July 9, 2011 at 09:09

ભૂવાકાંડ

with one comment

* વરસાદ અને ભૂવાનો અમદાવાદમાં ગાઢ સંબંધ છે. હવે આ શબ્દ ક્યાંથી આવ્યો તે કોઈ ને ખબર નથી. તો જુઓ અમદાવાદી ભૂવાનો એક સરસ નજારો. દર્પણ છ રસ્તાથી લખૂડી તળાવ સુધી જવાનો આખો રસ્તો ભૂવામય બનીને કેવો થઇ ગયો છે.. વધુ માહિતી માટે આજનાં કોઇપણ છાપાંની મુલાકાત લઈ શકો છો. દિવ્ય-ભાસ્કરે સરસ લખ્યું છે, લઠ્ઠાકાંડ પછી ભૂવાકાંડ!

સ્પેશીઅલ ગરમાગરમ અમદાવાદી કટીંગ ભૂવા ભૂવા થોડા આડી રીતે..

Written by કાર્તિક

July 11, 2009 at 09:46

વરસાદ!

with 3 comments

* આજે થોડીવાર પહેલાં વરસાદનાં થોડાક છાંટા પડ્યા એ કવિનને ગેલેરીમાં ઊભો રાખીને બતાવ્યા.

કવિનનાં શબ્દોમાં વરસાદ એટલે, ભૂ.. ઉપર.. ભૂ…

:)

વરસાદ

with 4 comments

* આખરે અમદાવાદમાં વરસાદ આવ્યો ખરો અને મારે નવી લીધેલી છત્રીનો ઉપયોગ કરવાનો વખત આવી ગયો. આજે છાપામાં વાંચ્યું કે આ વરસાદ માત્ર ૧૮ મીમી જ હતો :)

એ પરથી ક્યાંક વાંચેલું યાદ આવ્યું કે ૧૯૭૦ની આસપાસ સાબરમતીમાં પૂર આવ્યું હતું અને પૂર પછી થોડાં સમય બાદ (કદાચ બે કે ત્રણ વર્ષ) પછી ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીએ એક ભૌતિકશાસ્ત્રનાં (એટલે કે ફિજીક્સ) પ્રોફેસરને તેમણે લીધેલ ૨,૫૦૦ (હા, બે હજાર પાંચસો જેટલાં) મોંઘા અને દુર્લભ પુસ્તકો પાછાં માંગ્યા. પ્રોફેસરનો જવાબ, એ તો ભાઇ, ૭૦ નાં પૂરમાં તણાઇ ગયા!

છે ને મસ્ત જવાબ!

નોંધ: પ્રોફેસર અત્યારે જીવતાં હોય તો ભગવાન તેમને સદ્બુધ્ધિ આપે અને મરી ગયા હોય તો તેમનાં આત્માને શાંતિ આપે.

મુંબઇમાં…

leave a comment »

* હવે કાલે રાત્રે મુંબઇ ત્રણ દિવસ માટે! મજા આવશે, મસ્ત મજાનો વરસાદ છે અને આપણી પાસે તો છત્રી કે રેઇનકોટ પણ નથી! અને હા, અમદાવાદમાં પણ આજે એક નાનું એવું ઝાપટું પડી ગયું..

Written by કાર્તિક

June 12, 2008 at 23:54

આવ રે વરસાદ!

with 2 comments

* બસ, હવે તો, “આવ રે વરસાદ” ની જગ્યાએ મને જરા પણ ન ગમતું અંગ્રેજી બાળકાવ્ય Rain Rain Go Away, Big Kartik wants to play (Computer Games) પરાણે ગાવુ પડે છે. ત્રણ દિવસનાં ધોધમાર વરસાદ પછી આજે જરા ઠીક લાગે છે. કોમ્પ્યુટરનું મોનિટર વરસાદથી બંધ છે, એટલે થોડુ વાંચવાનું વધી ગયું છે..

* ઇન્ડિક બ્લોગર એવોર્ડમાં વિનર બનવા બદલ બધાને અભિનંદન. થોડા લોચા થયા છે. હિન્દીમાં રવિજીનાં બ્લોગને આ એવોર્ડ મળ્યો, જે બ્લોગ છેલ્લે ૨૦૦૫માં લખાયો હતો! રવિજી પોતે અચરજ પામે છે. જય માઇક્રોસોફ્ટ! વેલ, ગુજરાતીમાં રીડગુજરાતી બ્લોગ લગભગ નક્કી જેવો જ હતો.

Written by કાર્તિક

July 5, 2006 at 18:38

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,300 other followers