આજનો દિવસ..

આજનો દિવસ,

* ઓ. હેન્નીની પુણ્યતિથી..

* વિશ્વ પર્યાવરણ દિવસ..

* અને હવે હું અમદાવાદમાં..

આજે શતાબ્દીમાં આવ્યો, અને આશા રાખી હતી કે બળબળતી અમદાવાદી ગરમીમાં મારું સ્વાગત થશે, પરંતુ સાબરમતી પર ઠંડો પવન વાતો હતો. વિજય ચાર રસ્તા પર આવીને મારી રીક્ષા ફસાઇ ગઇ કારણકે 2 વાગે ટ્રાફિકમાં સિગ્નલ બંધ હતા અને આપણાં મહેરબાન ટ્રાફિક પોલીસો કદાચ જમવા માટે ઉપડી ગયા હતા કે પછી આજનાં દિવસની પૂરતી કમાઇ ઘરે મૂકવા ગયા હતા.

અલ્યા અમદાવાદીઓ, સિગ્નલ ખૂલ્લું ભાળીને દોડમ-દોડ ના કરો. અડફેટે આવશો તો વહેલો વીમો પકાવશો (મારો અને તમારો).

Advertisements