ફરક!

* થોડા સમય પહેલા મને કોઇએ ઇન્ડિયાપ્લાઝાનું ગિફ્ટ વાઉચર મોકલ્યું (ખબર નહીં, પણ કોઇ દયાળુ આત્માએ કે પછી ઇન્ડિયાપ્લાઝા વાળાઓએ..). મેં પપ્પા માટે ફાધર્સ ડે માટે પેન ડ્ાઇવ અને એક ટેબલ ક્લોકનો ઓર્ડર આપ્યો. ટેબલ ક્લોક તો અઠવાડિયામાં આવી ગઇ પણ પેન ડ્રાઇવ ન આવી. ફાધર્સ ડે આવીને ગયો પણ કોઇ સમાચાર નહીં! પછી તપાસ કરીતો ખબર પડી કે પેન ડ્રાઇવ આઉટ-ઓફ-સ્ટોક છે. મેં કહ્યું કંઇ વાંધો નહીં, બીજી કોઇ મોકલો. તેમનો ફોન આવ્યો કે અમે તમને બીજી પેન ડ્રાઇવ મોકલીએ છીએ. મે કહ્યું કંઇ વાંધો નહીં, મોકલો ભાઇ. થોડા દિવસ સુધી કોઇ સમાચાર નહીં. પાછી ફરિયાદ કરી તો ખબર પડી કે બીજી પેન ડ્રાઇવ પણ આઉટ-ઓફ-સ્ટોક છે! મેં કહ્યું કે ચાલો, ઓર્ડર કેન્સલ કરો યાર! એના કરતાં તો બજારમાંથી પેન ડ્રાઇવ લઇને કુરિયર કરી હોત તો સારું હોત!

જ્યારે આ બાજુ મોઝિલા ફાયરફોક્સ ૩.૫ની પાર્ટી માટે મારું બોક્સ પાંચ દિવસમાં પહોંચી જશે. સાથે મને કુરિયર ક્યાં પહોંચ્યું તેની સંપૂર્ણ વિગત દર્શાવતો ટ્રેકિંગ નંબર પણ આપવામાં આવ્યો છે. થેન્ક્સ યુપીએસ!

Advertisements

ઇ(જી)મેલ અને સલામતી

* હમણાં, મારા એક સહકર્મીને ઇમેલ આવ્યા કે તમે તમારો પાસવર્ડ બદલવા માંગો છો, તો લિંક પર ક્લિક કરો. આ Forgot Your Password બહુ જ ભારે વસ્તુ છે! કોઇક એમાં ભોળવાઇ જાય અને ભળતી લિંક પર ક્લિક કરે જે પાનું જીમેલ (કે કોઇપણ ઇમેલ સાઇટ) જેવું જ બનાવ્યું હોય અને તમારા પાસવર્ડનો ઘડો-લાડવો થઇને તરત તમારું લોગીન જતું રહે.. એવું પણ બને કે તત્પુરતી તમારી માહિતી ચોરવા માટે બીજાં લોકો બીજે ક્યાંયથી તમારા એકાઉન્ટમાં લોગીન કરે.

જીમેલને વિનંતી કે પાસવર્ડ વિનંતી કરે ત્યારે સાથે IP Address મૂકે જેથી વિનંતી ક્યાંથી કરી તે જાણમાં રહે.

હા, જીમેલ તમારું લોગીન છેલ્લે ક્યાંથી વપરાયું તેની સરસ માહિતી આપે છે!

૧. જીમેલમાં લોગીન કરી, છેક છેલ્લે સુધી જાવ.

૨. અને નીચેનું વાક્ય શોધો, Details પર ક્લિક કરો.

ક્લિક કરો Details પર

૩. Details પર ક્લિક કરતાં નીચે પ્રમાણેની પોપ-અપ જેવી વિન્ડો ખૂલશે:

ક્યાં ક્યાંથી લોગીન કર્યું હો રાજ..

આ તમને તમે ક્યાંક લોગીન ખૂલ્લું મૂકીને નથી આવ્યાને, તે વિશે જાણકારી આપશે.

નોંધ: આ ઝાંખુ-ઝાંખુ દેખાય છે, એ IP Address મેં કર્યું છે. કંઇક છુપાવવા માટે, પણ એ કંઇ છુપાવી ન શકાય તેવું જાણવા છતાં!!

ગીકચાર્ટ

ગીકચાર્ટ/GeekChart

* તમારી ઓનલાઇન હાજરી હવે તમે ચાર્ટ એટલે કે પાઇચાર્ટ રૂપે ગીકચાર્ટ.કોમ પર જોઇ શકો છો.

જુઓ મારો ગીકચાર્ટ!

આ (અને ગયા) અઠવાડિયાની ફિલમો

* ઘણો વખત થઇ ગયો, ફિલમ વિશે પોસ્ટ લખી નથી, તો ચાલો માણીએ થોડી ફિલમો. એ પહેલા વાત કરીએ netflix.com જેવી સાઇટ્સની. આ સાઇટ તમને ડીવીડી ભાડે આપવાની સરળ સુવિધા ધરાવે છે, આ પરથી જ ભારતમાં બિગફ્લિક્સ જેવી વસ્તુઓ ચાલુ થઇ છે (કોઇ જો બિગફ્લિક્સનો સદસ્ય હોય તો, અનુભવ મને જણાવવા વિનંતી!). netflix ની API પરથી movieab.com જેવી સાઇટ્સ પણ ચાલે છે..

હું ફિલમો કઇ રીતે મેળવું છું?

૧. imdb કે netflix ની ટોપ ફિલમોની યાદી ચકાસવાની.

૨. ક્રોસવર્ડમાં જવાનું, બજેટ જોવાનું, સસ્તી હોય કે ડિસકાઉન્ટમાં હોય તો લેવાની..

૩. ના હોય, તો મિત્ર-વર્તુળમાં વહેંચણી થતી હોય તો પૂછવાનું..

૪. સ્વાભાવિક, પછી પણ ન મળે તો ટોરેન્ટ* પાવર જીંદાબાદ – ચોખ્ખી વાત છે ૭૦૦ કે ૮૦૦ રૂપિયાનું ચલચિત્ર કોઇ લે? મોઝર બેયર હવે સરસ સુવિધા પૂરી પાડે છે, એટલે મજા પડે છે..

તો, યાદી..

૧. The Ruins (હિન્દીમાં: મૌત કા ખંડહર!)

૨. The Mummy: Tomb Of The Dragon Emperor (હિન્દીમાં: મમ્મી: ડ્રેગન શહનશાહ કા મકબરા!)

૩. The Departed (લિઓનાર્દો ડિકેપ્રિયો અને મેટ્ટ ડેમોન – માફિઆ અને પોલીસનું સરસ મુવી. imdb ટોપ ૧૦૦ માં સ્થાન)

૪. The Quick And The Dead (સાન્દ્રા બુલોક, વાહ ભાઇ વાહ, રસેલ ક્રો, જીન હેકમેન, ડિકેપ્રિયો – ૧ ક્લાસ એક્ટિંગ અને કમાલની એક્શન – હિન્દી મુવી બનાવવા જેવું!)

૫. The Man in the Iron Mask (આ મુવી ક્યારનુંય જોવાનું બાકી હતું – ત્રણ મસ્કેટિઅર્સનાં નામ મને અહીંથી જાણવા મળ્યા અને એ પછી લુઇ ૧૪મા થી ૧૬માં સુધીનો ઇતિહાસ ફેંદી નાખ્યો અને કલાકો એમાં ગુજાર્યા!)

અત્યારે આટલું જ!

* વધુ જાણવા માટે ગુગલભાઇનો સહારો લો. પણ યાદ રાખો કે એ કાયદાની દ્રષ્ટિએ ગુનો છે!

કંઇ શોધો છો?

પોર્ટલ.ગુજરાત.ગોવ.ઇન

* શું તમે ગુજરાત સરકારનાં પોર્ટલ: http://portal.gujarat.gov.in પર કંઇ શોધી રહ્યા છો?

તો, નીચે પ્રમાણેની ઘટનાઓ થઇ શકે છે:

૧. સાઇટ યુનિકોડમાં ખૂલી શકે છે:

. જો સાઇટ બરાબર ખૂલે તો, તમારા નસીબ!

. સાઇટ ખૂલે છે પણ, તમારું બ્રાઉઝર સાઇટ બરોબર દેખાડતું નથી

. તમે અલગ-અલગ યુક્તિ-પ્રયુક્તિઓ વડે સાઇટની અંદર સુધી પહોંચી શકો છો. દા.ત.  ગુજરાત ઇન્ર્ફોમેટિક્સની સાઇટ.

૨. સાઇટ ખૂલતી જ નથી.

૨. સાઇટ ખૂલી શકે છે – પણ નોન-યુનિકોડ હોવાથી ફોન્ટ ડાઉનલોડ કરવા પડે છે..

૩. સાઇટ ખૂલે છે – ફોન્ટ ડાઉનલોડ કરો છો – તો પણ દેખાતી જ નથી..

૪. વેબ-માસ્ટરને ઇમેલ કરતાં ઇમેલ બાઉન્સ થાય છે અને કોઇ (નામ દૂર કરેલ છે! કારણ) કંપની તરફ (શંકાની નહી, સાચી – અણી વાળી) સોય જાય છે..

૫. સાઇટ ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાની કોઇ સાઇટ્સ પર જાય છે..

૬. જીલ્લાવાર સાઇટ્સમાં અંગ્રેજી આવૃત્તિ દેખાતી નથી જ્યારે ગુજરાતી કૃષ્ણા નામનાં ભયંકર નોન-યુનિકોડ ફોન્ટમાં બનાવેલ છે. જુઓ: #૪.

૭. કેટલાય ડિપાર્ટમેન્ટની સાઇટ્સ માઇક્રોસોફ્ટ આઇ.ઇ. ૫.૫ બ્રાઉઝર વાપરવાની સલાહ(!) આપે છે જ્યારે હોમપેજ પર ફાયરફોક્સ ૩ નો પણ ઉલ્લેખ છે!!

૫. તમે કંટાળીને પોર્ટલ બંધ કરો છો.

અસ્તુ!

બૂટની દોરી

* મને લગભગ ૮મા ધોરણ ધોરણ સુધી બૂટની દોરી બાંધતા નહોતું આવડતું. ધોરણ ૫ પછી શાળાનો ગણવેશ (એટલે કે યુનિફોર્મ) આવ્યા પછી એકાદ વર્ષ સુધી તો વેલ્ક્રો વાળાં બૂટ પહેરીને ચલાવ્યું પણ પછી ગણવેશ બદલાવીને કાળાં લેધરનાં બૂટનો સમાવેશ કર્યા પછી મારી મુશ્કેલીની શરૂઆત થઇ ગઇ.

અને હવે તો બૂટની દોરી બાંધતા આવડી ગયા પછી આ વિવિધ રીતે દોરી બાંધવાની કળા શીખી રહ્યો છું!

રંગ બરસે – તમારા કોમ્પ્યુટર પર!

* પહેલા તો બધાને હેપ્પી ધુળેટી!!! જો તમે તિલક ધૂળેટી મનાવી હોય તો તમને બૂ બૂ બૂ…

* પોસ્ટની શરૂઆત આપણે એક સોફ્ટવેર કહેવતથી કરીએ.

સુથારની કાલ, દરજીની સાંજ અને ડિઝાઇનરની પાંચ મિનિટ!

જો તમે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં હશો કે તેની નજીક હશો તો તમને આ કહેવતનો અનુભવ બરોબરનો થઇ ગયો હશે. નાનાં-નાનાં કામ માટે તમારે ડિઝાઇનરની જરૂર પડે અને એ વખતે જો તે પ્રાપ્ત ન હોય કે વ્યસ્ત હોય તો તમારો આખો પ્રોજેક્ટ અટકી પડે છે. છે ને? તો જાણીએ કેટલાંક સોફ્ટવેર વિશે જે તમારું સોફ્ટવેર જીવન (અને બ્લોગિંગ પણ..) સરળ બનાવશે.

હા. ફોટોશોપ, એડોબનાં સોફ્ટવેર્સ વગેરેની વાત આપણે કરવાનાં નથી. કારણ કે, ૧. તે ફ્રી નથી. ૨. મેં તે ખરીદ્યા નથી, તમે ખરીદ્યા હોય તો જ મને તેના વિશે પૂછવું. થેન્કસ.

૧. જીમ્પ (GIMP):

જીમ્પ - ફોટોશોપનો ફ્રી અને ઓપનસોર્સ હરીફ

જીમ્પ એ ફોટોશોપનો હરીફ ગણાય છે. અને લિનક્સ, મેક અને વિન્ડોઝ – ત્રણેય માટે છે. ફ્રી અને ઓપનસોર્સ સોફ્ટવેર છે. લર્નિંગ કર્વ થોડો ઉંચો હોવા છતાં તેનાં માટે ઘણાં ટ્યુટોરિઅલ, મેન્યુઅલ વગેરે પ્રાપ્ત છે. ખાસ કરીને પર્સનલ વેબસાઇટમાં કંઇક ડિઝાઇન કામ કરવું હોય (ઇમેજ રીસાઇઝ, ટ્રાન્સપરન્ટ ઇમેજ વગેરે) તો તેના માટે સરસ છે. નવું જીમ્પ ૨.૬ એકદમ સરસ અને ઘણાં નવાં ફિચર્સ ધરાવે છે.

૨. અગેવ (agave):

અગેવ સ્ક્રિનશોટ: http://home.gna.org/colorscheme/screenshots.shtml માંથી

અગેવ એ સોફ્ટવેર ડિઝાઇનર્સ અને ડેવલોપર્સના કલર સેન્સની ઉંચા સ્તર પર લઇ જવા માટેનું સરળ સોફ્ટવેર છે. મોટાભાગની બકવાસ વેબસાઇટ્સમાં તેમાં વપરાયેલા રંગોને કારણે વધુ બકવાસ લાગતી હોય છે. જરૂરી નથી તમને દર વખતે ખબર પડે કે કયા રંગ જોડે કયો રંગ સારો લાગશે. તો આ જાણવા માટે હાજર છે – અગેવ. એક સાથે તે વધુમાં વધુ ચાર રંગોનું કોમ્બિનેશન બતાવી શકે છે. અમે ઘણી વખત તેને વાપરેલ છે. સેટિફેક્શન ગેરેન્ટેડ!

અગેવનાં સ્ક્રિનશોટ્સ તમે અહીંથી જોઇ શકો છો.

૩. ડિજીટલ કલરમિટર (Digital ColorMeter):

માત્ર મેક માટે! તમે સ્ક્રિન પર કર્સર જ્યાં લઇ જાવ તે જગ્યાનાં કલર કોડ્સ (RGB વગેરે) તરત જ બતાવે છે.

ડિજીટલ કલરમિટર આઇકન

ડિજીટલ કલરમિટર - કાર્ય કરતું...

૪. આઇકોન કોમ્પોઝર (Icon Composer):

આઇકન કોમ્પોઝર

માત્ર મેક માટે! આઇકન બનાવવા માટેનો સરળ અને સુંદર કાર્યક્રમ. મેક સાથે ડિફોલ્ટ આવે છે.

અને બે સરસ વેબસાઇટ્સ તમારા માટે:

૧. સિક્સ રિવિઝન્સ

૨. જીમ્પ ટ્યુટોરિઅલ

આ સિવાય ઢગલાબંધ સાઇટ્સ ઓનલાઇન ઇમેજ એડિટીંગ, આઇકન બનાવવાની જેવી ઘણી સેવા આપે છે. તમે જો કોઇ સારી સાઇટ્સ જાણતાં હોવ તો ટીપ્પણી ઉર્ફે કોમેન્ટ કરવા વિનંતી!

પીઝાહટ અને વેબ સિક્યોરીટી

* ગઇકાલે કંઇ જમવાની ઇચ્છા નહોતી (અને તેને બનાવવાની પણ) એટલે પીઝાહટ માંથી પીઝાનો ઓર્ડર કર્યો. તેનાં બ્રોશર (ચોપાનિયાં) પરથી ખબર પડી કે તેની સાઇટ પણ છે, તો હું ગયો ત્યાં નોંધણી કરાવવા અને આદત મુજબ એક સામાન્ય પાસવર્ડ મેં ત્યાં દાખલ કર્યો તો, નીચે પ્રમાણેની ચેતવણી આવી. છેવટે, મારે એક કેપિટલ અક્ષર નાખવો પડ્યો.

પીઝાહટની વેબસાઇટ બનાવનારાઓને આ માટે ધન્યવાદ!

પણ,

આ માટે એક વાસી પીઝા તેમના મોંઢા પર!

જ જેલીફિશનો જ

* મસ્ત છે, આ જેલીફિશ. થિંકગીક.કોમ નામની વેબસાઇટ ગીક લોકોને ગમી જાય તેવી વસ્તુઓ વેચવા માટે પ્રખ્યાત છે.

નોંધ: પહેલાં મારાથી ગમી જાય તેવી ની જગ્યા એ ગમે તેમ લખાઇ ગયું હતું!!

ગુગલ ગીઅર્સ

* તમે જ્યારે તમારા વર્ડપ્રેસનાં એડમિન પાનાં (દા.ત. બ્લોગ.wordpress.com/wp-admin) માં પ્રવેશ કરો છો ત્યારે ઉપર જમણી બાજુએ Turbo નામનું બટન આવે છે (એટલે કે થોડા દિવસ પહેલાં જે તે દેખાયું). તે દબાવતાં, તમને ગુગલ ગીઅર્સ નામનું એક્સટેન્શન (ફાયરફોક્સ ૨, ૩ અને ઇન્ટરનેટ એક્સપ્લોરર) ઇન્સ્ટોલ કરવાનું પૂછવામાં આવશે.

હવે, તમને થશે કે આ Turbo શેનાં માટે છે? તો, જે લોકો એ ૩૮૬ કે ૪૮૬ જેવાં જુનાં કોમ્પ્યુટર વાપરેલ હશે, તેમને યાદ હશે કે કોમ્પ્યુટરમાં પહેલાં Turbo નામનું બટન અને બે આંકડાનું એક ડિસ્પ્લે આવતું હતું – કોમ્પ્યુટરની ઝડપ વધારવા (અને ક્યારેક ઘટાડવા) માટે!

બસ, એમ જ. આ, ગુગલ ગીઅર્સ તમારા બ્લોગની એડમિન સાઇટની ઝડપ વધારી લેશે. પ્રથમ વખત ઇન્સ્ટોલ કરતી વખતે, તે ૨૦૦ જેટલી ફાઇલો ડાઉનલોડ કરશે અને તમારા કોમ્પ્યુટરમાં સંગ્રહ કરી નાખશે. પણ, પછી તમને સરળ અને ઝડપી બ્રાઉઝિંગનો અનુભવ થશે..

યાદ રાખો કે ગુગલ ગીઅર્સનું ઇન્સ્ટોલેશન સાયબર કાફે કે જાહેર જગ્યાનાં કોમ્પ્યુટર્સમાં ન કરવું હિતાવહ છે, વળી ડાઉનલોડ કરેલ માહિતી ક્યાં સંગ્રહ થાય છે તે જાણવાં માટે અહીં જુઓ.

વર્ડપ્રેસની ઓફિશિઅલ પોસ્ટ

યુનિકોડ એનકોડિંગનો ફેલાવો

* આ ચિત્ર બધું કહી દે છે. વિગતવાર લેખ અહીં વાંચો.

યુનિકોડનો વિસ્તાર સમય સાથે...

સફારી અને અમે..

* ગુજરાતીમાં આવતા એકમાત્ર જ્ઞાન-વિજ્ઞાનનાં મહાસાગર એવા સફારી મેગેઝિન વિશે તમે સાંભળ્યું તો હશે જ. આ એવું સામયિક છે કે જેણે મારા જીવન પર બહુ મોટો પ્રભાવ પાડ્યો છે. જેમ વેમ્પાયરને લોહીની તલસ હોય, એમી મારી નવુ જાણવાની, કંઇક નવું કરવાની ઇચ્છા-મહેચ્છાને ઉછેરવા માટે સફારી જ જવાબદાર છે.

જો તમે ન વાંચતા હોવ તો, આજે જ વાંચો. શરત મારીને કહું છું, તમે પણ તેના બંધાણી બની જશો. મારા-અને-મારા ભાઇ વચ્ચે કોણ પહેલું વાંચે તેના માટે ખેંચાખેંચ થતી.. હજી પણ થાય છે.. ખરાબ વાત છે કે સફારીની સાઇટ ૧૯૯૮ ના જમાનાની જ છે.

* કે. પણ કોઇ-કોઇ વાર સફારી વાંચે છે. એટલે કે હું વંચાવું છું..

* સુધારો: સફારીની વેબસાઇટ થોડી અપડેટ થઇ છે..