વડાપાઉં ટીવી

* આપણે હજુ જિઓના ગ્રાહક ન બન્યા હોવાથી પેલા વડાપાઉંના જ અમૂલ્ય ગ્રાહક છીએ અને એકંદરે હજુ સુધી કોઇ અડચણ તેની સેવાઓમાં આવી નહોતી. જોકે ત્રણેક દિવસ પહેલાં ૩૪૯ રૂપિયાનું રીચાર્જ કરાવ્યું જેમાં દરરોજ ૧ જીબી ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલ-SMS મળે (તા.ક. શરતો લાગુ!). રીચાર્જ કરાવ્યાના એક દિવસ પછી વડાપાઉંમાંથી SMS આવ્યો કે, તમારું વોડાફોન ટીવી સબસ્ક્રિપ્શન એક્ટિવ થયું છે, તો ૧૪ રૂપિયા કપાઇ ગયા છે. હવે આપણે તો મોબાઇલમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા(હ)ના પોપટલાલની જેમ મોબાઇલમાં આમેય બેલેન્સ ઓછું રાખીએ એમાં આ વડાપાઉં ૭૫ રૂપિયા કાપી દે તો દર વખતે તમારું બેલેન્સ ઓછું છે એમ સાંભળવું પડે! એટલે એ ન સાંભળવા માટે ૧૦૦ રૂપિયાનું રીચાર્જ કર્યું અને અનસબસ્ક્રાઇબ માટેનો સંદેશો કર્યો. મને એમ કે હવે શાંતિ. પણ ગઇ કાલે ફરી પાછો સંદેશ આવ્યો કે તમારા વડાપાઉં ટીવી માટે ૭૫ રૂપિયા કપાઇ ગયા છે :/ મને થયું કે હવે અનસબસ્ક્રાઇબ માટે SMS કર્યે નહી ચાલે અને આપેલા નંબર પર કોલ કર્યો અને છેવટે આ ટીવી બંધ કરાવ્યું.

વડાપાઉં ટીવીની કમાલ

પ્રશ્નો:
૧. શા માટે વડાપાઉં ટીવી પૂછ્યા વગર ચાલુ થયું?
૨. અમારું એ લઇ જજો જી ટીવી બગડ્યું એટલે અમારે વડપાઉં ટીવી જોવાનું?
૩. આવા ટીવીઓ બંધ કરાવવાની પ્રક્રિયા અઘરી કેમ?

આવાં તો કેટલાય પ્રશ્નો-પ્રતિપ્રશ્નો ઉદ્ભવે છે, પણ અત્યારે હવે વડાપાઉં ખાવાનો બહુ ઇચ્છા નથી 🙂

Advertisements

વોડાફોન કંપની

ફોન આવે છે..

તે: હેલ્લો. સર મેં વોડાફોન કંપની સે બોલ રહા હું.
હું: સોરી. નોટ ઇન્ટરેસ્ટેડ.
તે: સર આપને વોડાફોન કા પ્રોડક્ટ લીયા હૈ ઉસકે બારે મેં બાત કરના હૈ.
હું: મેને કોઇ પ્રોડક્ટ નહી લીયા હૈ. સોરી.
તે: અરે સર, વોડાફોન નહી, વહર્લપુલ કંપની સે બોલ રહા હું.
હું: ઠીક સે બોલો ના.

ટૂંકમાં, આપણા કાન આ વોડાફોન કંપનીથી એટલા કંટાળી ગયા છે કે વાત જ ના થાય.

અપડેટ્સ – ૭૮

* બેંગ્લોરનું વાતાવરણ હજી ઠંડક વાળું જ છે, પણ હવે પંખો જોઇએ છે. હવામાન-તાપમાન ઉર્ફે વેધર ગણીએ તો બેંગ્લોરને ભારતમાં પ્રથમ ક્રમાંક આપી શકાય. જોકે એ મારો મત છે, બીજા શહેરો મેં જોયા નથી એટલે સો ટકા સાચું ન પણ હોઇ શકે. પણ, મુંબઇને બાદ કરતાં ભારતનાં બાકીના બધાં શહેરો એક્સ્ટ્રીમ હવામાન ધરાવે છે. લોકો તો જોકે મુંબઇને પણ બદનામ કરે છે (વરસાદનું ગણીએ તો એ પણ ખોટું નથી ;)).

* ગઇકાલે સંજીવભાઇ-ભૂમિકાબેન જોડે અહીં કાંતિરવા સ્ટેડિયમમાં Nike Running Club માં ટ્રેઇનિંગ માટે ગયેલો. સરસ અનુભવ. મારું શરીર કેટલું નબળું છે એ મને આજે ખબર પડી 🙂 બે નેશનલ લેવલના કોચ દ્વારા (અને Nike દ્વારા સ્પોન્સર્સડ) અહીં રનિંગ અને ફીટનેસ માટે ફ્રી ટ્રેઇનિંગ અપાય છે. મુંબઇમાં કાંદિવલી (પૂર્વ)માં SAI ખાતે પણ આવી NRC છે. તો સર્વ ભક્તજનોને લાભ લેવા વિનંતી!

* અને, હવે આજથી ત્રણ દિવસ માટે અમે છીએ – ચેન્નાઇ. આ શહેરની મારી પહેલી મુલાકાત છે. લોકો દ્વારા સાંભળેલું છે કે આ બહુ હોપલેસ શહેર છે. ત્રણ દિવસ પછી ખબર પડશે અને હું એમાં કંઇ મારા અનુભવો લખી શકું છું કે નહી એ પણ. મોટાભાગે મારા કલાકો ઓફિસના કામ-કાજમાં જ જવાના છે એટલે બહુ રખડવા નહી મળે, પણ ક્યાંક આંટો મારી આવીશું અને અહીંના ઇડલી-સંભારનો ટેસ્ટ કરીશું.

* વોડાફોન ઉર્ફે વડાપાઉં જોડે અમારા સારા સંબંધો નથી અને તેમણે મહિનાનાં GPRS ના રુપિયા બસ્સો પૂરા લઇ લીધા હોવા છતાં, ભંગાર કનેક્શન આપ્યું છે, એટલે અત્યારે હું કવિનના લાઇવ અપડેટ્સ જોઇ શકતો નથી 😦

* પેલો બ્રેક અત્યાર સુધી સારો ચાલી રહ્યો છે!