સોનાની સાયકલ રે મારી સોનાની સાયકલ..

સોનાની સાયકલ રે, મારી સોનાની સાયકલ!
જૂની સોનેરી, નવી કાળી-લાલ..

પેલી બે બી.આર.એમ. વાળી પોસ્ટમાં લખવાનું રહી ગયું હતું કે સુરત તરફ આવતી વખતે કોઇ ગામ પાસેથી હું જતો હતો અને થાકેલો હતો ત્યારે ગામમાંથી બે નાનાં છોકરાઓએ બૂમ પાડી, “સોનાની સાયકલ રે, મારી સોનાની સાયકલ..” આ સાંભળીને મારો બધો થાક ઉતરી ગયો અને હું હસી પડ્યો (જે જવલ્લે જ બનતી ઘટના છે ;)) અને પછી યાદ આવ્યું કે મારી સાયકલની ચેઇન ખરેખર સોનેરી રંગની છે. જોકે હવે, કાળા-લાલ રંગની નવી ચેઇન લીધી છે. જે ખરેખર મોંઘી છે 😀

તો હવે કહી શકાય કે, “સોનાની સાયકલ રે, મારી સોનાની સાયકલ” 😉

સોનાની પતરી

* આજે સવારે નહાવા બેઠા પછી દેખ્યું કે સાબુ તો ખલાસ થઈ ગયો છે. કોકીને બૂમ પાડીને કહ્યું કે સાબુ આપજે. કોકીએ લક્સનો સાબુ (યુ નો અમે ત્વચાનો બહુ ખ્યાલ રાખીએ છીએ!) આપીને કહ્યું કે આમાંથી સોનાનો સિક્કો નીકળવો જોઈએ. મેં કહ્યું, શેનો સિક્કો? પતરી કહે પતરી.

આ રીતે સોનાના સિક્કાનું પ્રલોભન આપીને લક્સ અને બીજાં સાબુ બનાવવા વાળા સારી એવી ખપત કરે છે. એક કંપની તો વળી ગ્લિસરીન યુક્ત સાબુની જાહેરાત વર્ષોથી કરે છે (પીઅર્સ), પણ ડોબાઓને ખ્યાલ નથી કે ગ્લિસરીન તો સાબુની આડ-પેદાશ છે. સાબુમાંથી ગ્લિસરીન નીકાળી દેવામાં આવે તો જ સાબુ બને!!